GHADIYAL books and stories free download online pdf in Gujarati

ઘડિયાળ

ઘડિયાળ
બાર દિવસના પ્રવાસનો સામાન લઈને ટ્રેનમાં એ ચડતો હતો ત્યાંજ પ્લેટફોર્મ પર એણે જોયું કે...પપ્પાની ઘડિયાળ તો પોતાના કાંડા પરજ હતી.પપ્પાને તેના વિના કેમ ચાલશે.ટ્રેન પણ ઉપડવાની તૈયારીમાં છે.10:30 તો ઘડિયાળમાં થઈ હતી અને 10:40 એ ટ્રેનનાં પ્રસ્થાન નો ટાઈમ હતો.શું કરવું તેની મૂંઝવણમાં તે એવો મુકાયો કે સમજ નહોતી પડતી.ટ્રેન અઠવાડિયામાં એકજ વાર આવતી હતી અને પરમ દિવસે સાંજે સાત વાગ્યા પહેલા તો કન્યાકુમારી પહોંચવું જરૂરી હતું.મોટી ડીલ હતી અને હાથમાંથી હાથે કરીને જવા દેવાય તો,તો તો લક્ષ્મી ચાંદલો કરવા આવીને મોઢું ધોવા ગયા બરાબર ગણાય.અને હા પ્લેનમાં તે જઈ શકે તો આજ બુક કરાવે તોજ મેળ આવે.....અને ઘડિયાળ સાથે લઈને જઈ શકે તેમ હતું નહીં.તે ઘડિયાળ તો પપ્પાનો ધબકાર હતી.તે ઘડિયાળના કાંટાના અવાજે તો પપ્પાના ધબકારા ફરતા હતા.પોતે રડમસ થઈ ગયો.....ઝરઝરિયા સાથે તે અતીતમાં ખોવાઈ ગયો...
મેળામાં તે દિવસે ખાસ્સો ઠાઠ-માઠ જામ્યોતો.સૌ મન મૂકીને ઝુમતા હતા.નૌતમ પણ પપ્પાની આંગળી પકડીને માનવ મહેરામણને કૌતુકભરી નજરે જોતો હતો.બીજી ચોપડીમાં તે હતો અને ભણવામાં સૌથી અવ્વલ.ત્રણ બહેનો વચ્ચે તે એકના એક કુળદેવી રોપડીમાંની આશિષથી ત્રીજી બહેન દસની થઇ ત્યારે પુષ્પા નક્ષત્રમાં અવતરેલો.મોટી બહેનના પંદરની થઈ હતી જ્યારે તેને પહેલું રુદન કર્યું હતું.પિતા નિતીનચંદ્રએ તો સાવ આશા ખોઈ નાંખેલી કુળના દીપકની.! પણ,માતા શોભાવતીને કુળદેવીની બહુ મોટી આશા અને પરાણે પોતાના પ્રાણનાથને મનાવીને છેલ્લીવાર કૂખને ભરવા મનાવી લીધા હતા.
અને સાચેજ રોપડીમાંએ શોભાવતીની ભક્તિનો સ્વીકાર કરીને નવ મહિનાને નવમે દિવસે નવરાત્રિના નવલા નવમે નોરતે નૌતમનો કિલકિલાટ પારેખ પરિવારના ઘરમાં ગુંજવી દીધો.નિતીનચંદ્રએ આખા મહોલ્લામાં અને સ્વજનોમાં પેંડા અને ચવાણાનો ઢગલો પાથરી દીધો હતો.નજદીકના અંગત લોકોનો તો અઠવાડિયા લગી રોજ સતત રાજકુમારને જોવા મેળાવડો જામ્યો રહ્યોતો.પૈસાની રેલમછેલ અને સંબંધીઓની ખોટ નહીં.સવા મહિનાનો થતાં તો નૌતમનો નિખાર કંઈક અલગજ જામ્યો.લીંબુના ફાડ સમી ચમકીલી આંખો,ભરાવદાર પાંપણો વચ્ચે તગતગતી ભૂરી કીકી,ટામેટાને પણ શરમાવે તેવા લાલચોળ ભરાવદાર ગોળ ગાલ,ગુલાબ પાંખડી સમા મોટા હોઠ,સવા મહિનામાં પણ વાળની ઘટામાં શોભતું ગોળ-મટોળ મુખડું અને બોખલા ચહેરે હસે ત્યારે તો સંધાયને ઉચકીને જન્મારો રમાડવાનું મન થાય તેવો સુંદર લાગતો હતો.ખુદની તેની બહેનોને પણ રાત્રેજ રમાડવા મળતો કેમકે,આખો દિવસ મહોલ્લામાં સૌના હાથોમાં આ રાજકુમાર ખિલખિલાટ રમે જતા.દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં પરિવર્તિત થતા ગયા ને નૌતમ પણ તેમાં ઉમેરાતો ગયો.જોતજોતામાં પાંચ વર્ષનો થઈ ગયો તે કોઈને ખ્યાલ પણ ના રહ્યો.
પતાસા,પેંડાથી આખી શાળાને ધરવીને નૌતમ એ પહેલા ધોરણમાં પગરણ માંડ્યું.અને બીજી ચોપડીમાં હતો ત્યારે તેનો જન્મદિવસ ઉજવ્યો એ વખતે તેના પપ્પાએ તેને સોનાના નંગવાળી ઘડિયાળ ભેટ આપી હતી.ભેટ સ્વીકારીને તેને પપ્પાનો આભાર માન્યો અને કહ્યું કે પપ્પા હું જ્યારે પણ તમારાથી દૂર થઉ ત્યારે આ ઘડિયાળ ઘરે મૂકતો જઈશ.તમને મારી યાદ નહીં સતાવે અને જ્યાં સુધી આ ઘડિયાળ,તમારા પ્રેમના પ્રતીકરૂપે ધબકતી રહેશે ત્યાં લગી મને ઉની આંચ નહીં આવે.પછી તો જાણે,તે ઘડિયાળજ પપ્પા માટે નૌતમ બની ગઈ.સતત તેમની આંખો સામે રાખે,સાફ-સફાઈથી ચકમક રાખે જાણે પોતાના નૌતમનેજ સાચવતા હોય તેમ સાચવે.નૌતમ ક્યાંક એકાદ દિવસ બહાર જાય તો નિતીનચંદ્ર તે ઘડિયાળને પડખે લઈનેજ સૂતા હતા.પોતાની સાથે-સાથે તેને પણ ચાદર ઓઢાડતા.આટલી વહાલી તેમને તે ઘડિયાળ થઈ પડી હતી.તેમનો બીજો નૌતમ એટલે તે ઘડિયાળ.તેમની ઘેલછા એટલી હદે ઘડિયાળ રૂપી નૌતમમાં આવી ગઈ હતી કે તેના માટે કપડાના સરસ આકાર પણ ઘડિયાળ ટાઈપ બનાવ્યા હતા.અને એકવાર મેળામાં તે ઘડિયાળ ખોવાઈ ગઈ ત્યારે તેમને પૈસાના જોરે ચોતરફ જેમ ખોવાયેલા માણસને ગોતવા પોલીસ મૂકવી પડે એમ મૂકી દીધેલી.તે વખતે આખા મેળાનો માહોલ ને top story આ બાળકને ભેટ આપેલી પિતા માટે અમૂલ્ય ઘડી બની ગયેલી.નિતિનચંદ્રથી માંડીને સૌથી તેને છોટે નૌતમ તરીકે જ ઓળખતા અને બોલાવતા.અને મેળાની તે ઘટના બાદ તો નૌતમ માટે તેના પપ્પા પોતાના હાથની ઘડીયાળજ બની ગયા હતા.તે એટલી નાની ઉંમરમાંજ સમજી ગયો હતો કે તેના પપ્પા માટે તે શું હતો.તેને આપેલી ઘડિયાળના ગુમ થવાના માત્રથી તેના પપ્પા આટલા પાગલ,જનૂની થઈ જતા હોય તો તેને કંઈ થાય તો તેના પિતાના શું હાલ થાય ? તે તે એટલી નાની ઉંમરમાં સમજી ગયો હતો.અને તે પણ બહાર જાય ત્યારે પપ્પાને ઘડિયાળ આપીને સીને લગાવી રાખવાનું કહીને જતો.
પછી તો તેનેજ મોટા થતા તે ઘડિયાળ માટે કાપડના અલગ-અલગ રંગના તેના કપડાંના રંગ પ્રમાણેના પટ્ટા બનાવી દીધા હતા.તે જેવા કપડાં પહેરતો તેવાજ પટ્ટા તે તેના છોટા નૌતમને પહેરાવી દેતો.તેના માટે પણ,તે તેની જુડવા બની ગઈ હતી અને આજે.....
.......આજે આટલી મોટી ઈમ્પોર્ટન્ટ ડીલ હતી...તે અને તેની પર્યાય ઘડિયાળ ચોવીસના થઈ ગયા હતા.તેને માસ્ટર ડિગ્રી પૂર્ણ કરતાંજ સારા પેકેજ સાથે એક કંપનીમાં જોઈન્ટ થઇ ગયો હતો.પોતાની કાબેલિયત અને કાર્યના ખંત તથા વ્યવહારથી તેને નામના અને ટોચ સફળતા મેળવી લીધી હતી.આ બધું છતાં તેની નજીક તો તેની ફેમિલીજ હતી,અને તેમાંએ તેના પપ્પા.આજે તેને ડીલ કરતા મહત્વ તેના પપ્પાજ હતાં અને તેને નક્કી કર્યું કે તે પાછો જશે કેમકે એક પળ પણ નૌતમ કે છોટે નૌતમ વિના ના રહેનાર તેના પિતા આખા બાર દહાડા તેની યાદમાં ફક્ત છોટે નૌતમથીજ વીતાવી શકે એમ છે અને સવારે પપ્પાની ખુશી માટે છોટે નૌતમમાં બડે નૌતમ અત્યારે કેવા લાગે છે તે દેખાડવા પહેરી અને ઉતાવળમાં એમના એમજ નીકળી આવ્યો.
પણ તેને ડીલ પપ્પાની ખુશી આગળ સાવ તુચ્છ લાગતી હતી.અને છ મહિના વળી પાછી તન-તોડ મહેનત કરશે તો આવી ડીલ મળી રહેશે પણ,ગમે તેટલી ડીલ છતાં પપ્પાની ખુશીની ડીલ તે નહીં કરી શકે.તેના માટે તો છોટે નૌતમને ઘરે મૂકી આવવા તેજ મોટી ડીલ હતી..અને...અને તેને એક પળમાં નક્કી કરી દીધું.તેને બહાર દિવસનો લગેજ ઓટોમાં નાંખ્યો અને હસતા મોઢે પપ્પાનો ચહેરો આંખ સામે જોતો જોતો તે રીટર્ન થયો....તેની સૌથી મોટી વહાલની ડીલ તો ઘરે પાર કર્યા વિના કેમ જવાય ? ..અને તે ઘડિયાળમાં પપ્પાનો હસતો ચહેરો જોઈ રહ્યો....
આશુમન સાંઈ યોગી રાવળદેવ
Whatsapp 8469910389

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED