સમિરે ઘટસ્ફોટ કર્યો..
"આ વખતે મર્ડર જેને કર્યુ છે એનુ નામ છે...!"
સમિરે જોયુ કે અભયની નજરો એના હોઠ પર માખીની જેમ ચિપકી હતી...
"એનુ નામ છે... મીરાં દાસ...!"
"વોટ..?" અભય પોતાની ખુરશીમાં બેઠો થઈ ગયો.
"સમિર.. કોઈ અંગત અદાવત નથીને મીરાંદાસ સાથે..? તુ જાણે છે ને એ કોની વાઈફ છે..?"
"યસ સર મારાથી અધિક એને કોઈ નઈ જાણે..! આ જ ફેક્ટ છે..!"
પણ તુ આટલા યકીન સાથે કેમ કરી કહે છે..? સીસીટીવી કેમેરા પણ જાણી જોઈ સ્ટોપ કરાયા છે..! અને એ ખુદ તરુણે જ કર્યા છે.. તો શું તું એમ કહેવા માગે છે કે એને કેમેરા ઓફ કરવા મીરાંએ કહ્યુ હશે..?"
"સર મેં એવુ નથી કહ્યું..! ખૂન મીરાંએ જરૂર કર્યુ છે પણ સૂત્રધાર મૂળ અપરાધી જ લાગે છે..!
એણે મીરાંને આ વખતે ટાર્ગેટ બનાવી છે.. કારણકે ખૂની એ વાતથી સારી રીતે જ્ઞાત હતો કે મીરા અને તરુણ વચ્ચે અવૈધ સંબંધો છે અને એટલે જ અપરાધીએ મીરાને બહેકાવીને પોતાનું કામ કઢાવી લીધું..!
મીરાં તરુણના બંગલેથી છટકવામાં આબાદ સફળ થઈ છે.. મીરા એ ખૂન કર્યું છે એવો એક પણ પુરાવો ત્યાં નહીં મળે કેમ કે ખૂની ભલે પ્રત્યક્ષ ના આવ્યો હોય, પણ પરોક્ષ રહીને એણે દોરી સંચાર કર્યો છે....
તરુણ જોડે જેટલી યુવતીઓની વીડિયો ક્લિપ હતી એમાં મીરાંદાસનું નામ પણ સામેલ હતું. પ્રણયના ફાગ ખેલીને તરુણે મીરાને આબાદ ફસાવી હતી. તરુણની વારંવારની પૈસાની માગણીથી મીરા કંટાળી ગઈ હતી. મીરાંદાસની આવી અવસ્થાનો ભરપુર લાભ ખૂનીએ ઉઠાવ્યો. એને મીરાંનો હથિયાર તરીકે યૂઝ કર્યો.. હવે આપણા માટે સૌથી ચેલેન્જીંગ અને ઈમ્પોર્ટન્ટ મેટર લીલાધરની રક્ષાની જવાબદારી બની રહી છે.. મીરાંને આપણે ગમે ત્યારે ઝડપી લઈશું પરંતુ અત્યારે કોઈ પણ હિસાબે લીલાધરનું મર્ડર થતુ રોકવું છે અને ખૂનીને રંગેહાથ ઝડપી લેવો છે.. એકવાર લીલાધરને રૂબરૂ મળી લેવું જોઈએ બધા જ મિત્રોના એક પછી એક મર્ડર થયા એનો મતલબ એ બધા જરૂર કોઈ અપરાધ સાથે સીધી રીતે જોડાયેલા છે લીલાધર ડરી ગયો હોય અને પોતાનો કાદવથી ખરડાયેલો ભૂતકાળ જો આપણી સામે ઉઘાડો કરી નાખે તો ઘણી ખરી ગુંચ ઉકેલાઈ જશે..
જોકે અભય એમ જ કરવાનો હતો સમીરની કામગીરી માટે એને થયુ.
અભય પોલીસ વાન બહાર કાઢી અને લીલાધરના મકાન તરફ રવાના કરી. લીલાધરનુ મર્ડર થઈ જાય તો એ પોતાની સૌથી મોટી હાર હશે એવું અભય દ્રઢ પણે માનતો હતો...
માત્ર નજરકેદ રાખવાથી આપણે એને બચાવી શકશુ એવું મને નથી લાગતું..!
સમીરે પોતાનું અનુમાન વ્યક્ત કર્યું..
લીલાધર માટે જડબેસલાક જાપ્તો ગોઠવવો પડશે વાઘને પકડવા માટે બકરીનો ચારો મૂકવામાં આવે એમ આપણે ફક્ત લીલાધરને ચારો બનાવી આગળ મૂકવો પડશે. બાકી તરુણ પણ પોલીસની નજરકેદમાં જ હતો છતાં શિકારી ધાર્યું નિશાન પાર પાડી ગયો. અને પોલીસના જવાનો ભરી બંદુકે રાહ જોતા રહ્યા.
આ વખતે એ છટકી શકવાનો નથી લીલાધરની પ્રત્યેક હિલચાલ પર પોલીસની નજર રહેશે. આટલા મર્ડર પછી એટલી વાત ફલિત થઈ છે કે મર્ડરરે બધા જ મિત્રોને વારાફરથી મોતને ઘાટ ઉતારી દેવાનો જડબેસલાક પ્લાન પહેલાંજ બનાવી નાખ્યો હશે.. હવે તો એ માત્ર તકેદારી રાખી પોતાના પ્લાનને અનુસરી રહ્યો છે. ઘણી બધી અડચણો આવવાની છે પોલીસનો બંદોબસ્ત હશે એ બધું એને અગાઉથી વિચારી લીધું હશે એટલે જ એને foolproof પ્લાન બનાવ્યો છે..
અને આટલી હદ સુધી એક પણ સબૂત છોડ્યા વિના મર્ડર કરવા કોઈ સામાન્ય ખૂનીનુ કામ નથી. ખૂની જે પણ છે.. આ બધા મિત્રોથી સારી રીતે પરિચિત છે કદાચ ઘણા સમયથી આ લોકોની રેકી કરી એમની દૈનિક ક્રિયાની રજેરજ માહિતી એકઠી કરી રાખી હશે..! તો જ આટલુ સફળ પ્લાનિંગ થઈ શકે..!
અભયે આટલાં તારણો રજુ કર્યાં જે સચોટ હતાં..
લીલાધરને બંધક રાખવો છે પણ એને અને ખૂનીને જાણ ન થાય એમ..! આ વખતે એના બધા જ દાવ ઉંધા નાખી દેવા છે..
અભયે દાંત કચકચાવ્યા..