કઠપૂતલી - 6 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઠપૂતલી - 6

મોર્નિંગમાં પોલીસ ચોકી પર પગ મુકતાં પહેલાં જ ખટપટિયા જાણતો હતો કે એક ગુનાહિત ચક્રવ્યૂહનો આરંભ થઈ ચૂક્યો હતો. 
જગદીશ સાથે ખટપટીયા પોલીસ ચોકી પર બેઠો હતો.
"સર ફિંગરપ્રિન્ટ રિપોર્ટ આવી ગયો છે..! જગદીશે રિપોર્ટ વાળો કાગળ ઉચકતાં કહ્યુ.
ફક્ત અને ફક્ત મરનારનાં ફીંગરપ્રીંટ છે બાકી ખૂનીની ફિંગરનાં ક્યાંય નિશાન નથી.
કરણદાસના બંગલેથી cctv કુટેજ મંગાવી લીધા છે. જે એક ડિસ્કમાં હોઈ જગદીશે લેપટોપમાં  ડિસ્ક સેટ કરી. અને લેપટોપના સ્ક્રીન પર ફૂટેજની ક્લિપ પ્લે કરી.
એકધારી નજરે ખટપટિયા અને જગદીશ સ્ક્રીન પર આંખો ફેરવી જોતા રહ્યા. 
વીડિયોમાં કરસનદાસનો રૂમ સાફ દેખાતો હતો.  સારું હતું કે એને લાઈટ ઓન રાખી ઊંઘવાની આદત હતી.
લગભગ રાત્રે 2 વાગે કોઈ કોટ પહેરીને પ્રવેશ્યુ. 
જગદીશ પણ એ cctvના કુટેજ જોવામાં લીન હતો. 
કોઈ વ્યક્તિને ફ્લેટમાં પ્રવેશેલી જોઈ જગદિશની આંખોમાં વિસ્મય ફેલાઈ ગયુ.
શરીરે કદાવર જણાતુ હતુ પણ ચહેરો નકાબમાં હતો. 
શરીર આખુ રેઈન કોટમાં ઢંકાયેલુ હતુ. 
ડોરનુ લોક એને સિફતથી ખોલી નાખ્યુ હતુ.
મતલબ કે એની જોડે ધરની એક ડ્યુપ્લિકેટ કી હોવી જોઈએ.
સર.. મને તો આ કોઈ જાણભેદુ જ લાગે છે..
હમણા કંઈ પણ કહેવુ મુશ્કેલ છે..
બન્નેની નજરો પીસીના સ્ક્રીન પર હતી.
એ જે કોઈ હતુ. સારી રીતે જાણતુ હતુ કે કરણદાસનુ ફેમિલિ બહાર છે અને અત્યારે કરણદાસ એકલો જ છે ધરે...   ધીમે ઘીમે એ ખૂની પડછાયો કરણદાસની બેડ તરફ વધે છે..!
એને પોતાની છાતીના ભાગે છૂપાવેલુ અંજારી ઘારદાર ખંજર બહાર કાઢ્યુ અને કરણદાસની છાતીમાં ઉપરા છાપરી 'ધા' ઝીંકી દિધા. ખચ્ચ ખચ્ચ.. એવા અવાજ સાથે ખંજર શરીરમાં ખૂપી ગયુ બે વાર.. કરણદાસને તરફડવાનો પણ મોકો ન મળ્યો. એનુ શરીર ધ્રુજી ઉઠેલુ...!

કરણદાસ કંઈ સમજે એ પહેલાં એના હ્રદયમાંથી લોહીની ધાર થઈ. ભરનિંદરમાં હતો એટલે એ જલદી માત ખાઈ ગયો. બાકી દસ જણાને ગાંઠે એમ નહોતો.
એણે કણસતી હાલતમાં ત્યાં જ રહેવા દઈ એ પડછાયાએ એના બ્લડ વડે દિવાર પર 'કઠપૂતલી' લખ્યુ.
એક વેધક નજર એણે કરણદાસ પર નાખી.
પોતાનો દુશ્મન દમ તોડી નાખશે એની ખાતરી થતાં જ પડછાયો ડોર ખોલી બહાર ભાગ્યો.
ખટપટિયાએ ખૂનીને ભાગી ગેટ તરફ જતા સીનને રીવેસ મારી રીપિટ જોયો..
દ્રશ્યો જૂમ કર્યાં.
અને ધારીધારી ને એ જોઈ રહ્યો.
"કંઈ સમજ પડી..?"
એણે જગદિશેને પૂછ્યુ .. જગદિશે કંધા ઉંચકી લાચારી દર્શાવી.
"ઘ્યાનથી જુઓ.. ખૂનીને..!"
એણે ફરી એજ સીન જૂમ કરી રિપિટ કર્યો.
"જુઓ બરાબર... ખૂની એક લેડી છે..એની છાતીના ઉભારો જુઓ..!"
બ્લેક કોટમાં ઢંકાયેલા શરીરને તાડી ગયો. ખટપટિયાની નજર ને દાદ દેવી પડે.. જગદિશ મનોમન બબડેલો.
'હા લેડી જ છે..!'
એને માનવુ પડ્યુ.
"મતલબ કે કોઈ લેડી એ ખૂન કર્યુ છે.!"
કોઈ લેડીજને આની સાથે શુ દુશ્મની હોઈ શકે..?
એતો સમય જ બતાવશે..!
ખટપટિયાને જાણે કંઈક દેખાઈ રહ્યુ હતુ.
"સર.. ખૂની હાથ મોઝાં અને શૂઝ પહેરીને આવેલો મતલબ કે સબૂત મિટાવી દેવાની સૂજ એને હતી..!"
ધંધાદારી ખૂની હોય તો જૂતાંની સાઈજ પણ બદલી નાખતા હોય છે..!"
હવે આ લેડી કોણ છે ને ક્યાંથી આવી..?
તાગ મેડવવો પડશે..
"હા સર મને પણ લાગે છે કંઈક હજુ અનિચ્છનિય બનશે..!"
જગદિશ અને ખટપટિયા મર્ડર કેસ અંગે ચર્ચા કરતા હતા કે પોલિસ સ્ટેશનનો ફોન રણકી ઉઠ્યો.
હેલ્લો સર... પોપટ સર... 
હા બોલો.. ખટપટિયા સ્પિકિંગ..!
કોઈ લેડી ગભરાયેલા રોતલ અવાજમાં બોલી રહી હતી.
અહીં રમણનગરમાં દારુના અડ્ડાપર ઠૂમ્મર સિંગનુ ખૂન થઈ ગયુ છે...
તમે જલદી આવો...!"
"તમે કોણ..?'
"હુ એમની કામવાલી રાધા બોલુ છું..!
જલદી આવી જાઓ બધી વાત ફોન પર નહી થાય..!"
હા.. હા..! ખટપટિયાએ રિસિવર ક્રેડલ પર પટક્યુ.
જગદિશ.. અેક બીજુ મર્ડર...! તારી ધારણા સાચી પડી.. 
જલદી ચાલો..!" 
કેસ ગૂંચવાતો જાય છે..
ખટપટિયા ભાગ્યો.. સાથે જગદિશ પણ..!

( ક્રમશ:)