કઈ બાર દિલ ભર આયા હૈ મગર રોયે નહી હમ... તડપતે રહે ઉસ કે પ્યારમે
દિલ કી આવાજ રબભી તો સુનતા હોગા.. યા નહી..
**** **** *****
સમિરનુ હ્રદય તડપી ઉઠ્યુ હતુ.
આ એજ મીરાં હતી જે એને બેઈન્તહા પ્રેમ કરતી હતી. સાથે જીવવા મરવાના કોલ દિધેલા. અને પછી અચાનક અણધારી મૂકીને મમ્મી પપ્પાએ પસંદ કરેલા યુવકને પરણી ગયેલી.
કંઈ કેટલાય મહિનાઓ સુધી સમિર એની યાદો સાથે તડપતો રહ્યો. વારંવાર ઈશ્વરને ફરિયાદ કરતો કે મારી જિંદગીમાંથી મારી ચાહતને કેમ છીનવી લીધી.
પ્રેમમાં ત્યાગનો પણ મહિમા છે જ.. પણ એટલાં આગળ વધ્યાં કે જ્યાંથી પાછા ફરવુ એના માટે જિંદગીને દાવ પર લગાવવા જેવુ હતુ.
અને એક ક્ષણ માટે પણ મીરાં એનો વિચાર કર્યા વિના માત્ર સમિરને એટલો મેસેજ કરીને છોડી દીધેલો કે "સમિર મમ્મી પપ્પાને હુ નારાજ કરી શકુ એમ નથી પપ્પા હાર્ટપેશન્ટ છે એટલે એમને જોયેલા છોકરા સાથે પરણી જાઉ છું.. આઈ એમ રીયલી સોરી યાર..
એક ક્ષણમાં એની દુનિયા લૂટાઈ ગઈ હતી.
એક ક્ષણમાં બધુ પૂરુ થઈ ગયુ હતુ.
સમિર કેટલાય દિવસો સુધી આ પરિસ્થિતિને પચાવી શક્યો નહોતો.
એની કજિન રજિયા એ બન્નેના અફેર વિશે જાણતી હતી. એણે સમિરને મરતો બચાવી લીધો.. કેમ કે એ માનતી હતી પ્રેમમાં ટૂટેલા માણસને મરવા દેવાય નહી.. ઈશ્વર ના ગણિતમાં અગણિત નેકીઓ લખાય છે.
સમિર મીંરાંને ક્યારેય ભૂલી શકે એમ નહોતો.
ખુદાને સાક્ષી માની એણે તો જિંદગીને મીરાંના હવાલે કરી દિધેલી..
બહુ ઓછા લોકો હોય છે જે સાચા પ્રેમને જીવે છે બાકી આ દુનિયામાં એવાં કેટલાંય સ્વાર્થી લોકો છે માત્ર પોતાના સ્વાર્થ માટે થઈ કોઈના પવિત્ર આત્માને રગદોળી નાખે છે.. ઈશ્વર એમણે ક્યારેય માફ કરતો નથી એવુ રજિયા માનતી એટલે જ એને સમિરને નવુ જીવતદાન આપ્યુ. ક્ષણ માટે પણ એને એકલો ન પડવા દઈ.. એને એક સારા મિત્રની હૂંફ આપી..
સમિર આધાત જીરવી ગયો..
સાત વર્ષનો સમયગાળો વીતી ગયો હતો.
છતાં એમણે જીવેલી દરેક ક્ષણો એના મનો પ્રદેશપર સાવ તાજી હતી.
બધુ ભીતરે ધરબી જરૂર દીધુ હતુ.
પણ ક્યારેક ક્યારેક અડધી રાત્રે બધુ સ્મરી જતુ તો એ રાતભર ઉંગી શકતો નહી.
એની આંખો રડવા માગતી હતી પણ એ રડી શકેલો નહી..
અને હવે.. અણધાર્યો મીરાંનો કોલ આવેલો.
સમિર શોખ માટે ડીટેક્ટિવનુ કામ કરતો એ મીરાં જાણતી હતી. એ સાથે હતી ત્યારે ધણાય કેસ એણે સોલ્વ કરેલા એની તે સાક્ષી હતી.
એક નાનકડી ઓફીસ ખોલી પ્રાયવેટ ડીટેક્ટિવનુ બોર્ડ લગાવેલુ. જેથી એની રૂચી પોશાય એવા કેસ મળવા લાગ્યા હતા.
પોતાના મોબાઈલ પર અજાણ્યો નંબર જોઈ એણે કોઈ નવા ક્લાયંન્ટનો કોલ સમજી રિસીવ કર્યો.. તો..
"સમિર..!"
એક જ શબ્દ એ હ્રદય ધ્રૂજી ઉઠ્યુ.
"મીરાં...!"
એના હોઠ ધ્રૂજેલા.. સમિર અવાજને ભૂલી શકે એમજ નહોતો. એ મીરાંને ધડકતા હૈયે સાંભળવા લાગ્યો.
સમિર.. મારા પતિનુ મર્ડર થયુ છે.. કોઈએ પ્લાનિંગ કરી મર્ડર કર્યુ છે..!
પ્લીઝ હેલ્પ મી... તુ સૂરત આવી જા..!
મારે મર્ડરર ને પકડવો છે.. તુ જટ આવી જા..!
એના અવાજમાં આજીજી હતી.
સમિર એને "ના" ન કહી શક્યો.
ડોન્ટ વરી બેબી..! હુ આવુ છું તુ હિમ્મત રાખજે..
બસ અને આજે એ અહીં હતો.
મીરાંના બેડરૂમમાં..!
જો કે હવે એ પ્રેમના છલને પુન: પચાવી શકે એમ નહોતો.
એટલે મનને મક્કમ કરી કેસ પર ધ્યાન કેન્દ્રીત કરવા લાગેલો..
એને આવીને એ જ જોયુ હતુ કે મર્ડરરે એના બેડરૂમમાં જે રક્તથી કઠપૂતળી લખ્યુ હતુ એ યથાવત હતુ.
એણે પોતાની પર્સનલ ડાયરીમાં આ બાબતની નોંધ કરી.
ટીવી ન્યુજમાં આજે થયેલા મર્ડરને પણ ઉછાળીને બતાવાઈ રહ્યુ હતુ.
પોલિસની કામગીરી પર માછલા ધોવાઈ રહ્યા હતા.
એણે ન્યૂઝમાં બતાવાતા cctv કૂટેજ જોયા હતા. એના પરથી મર્ડરર કોઈ સ્ત્રી છે એટલુ એ સમજી શકેલો.
બીજી ખાસ વાત એણે ન્યૂજમાંથી નોંધી કે જેમનુ મર્ડર થયુ એ બન્ને વ્યક્તિ ઓરિસ્સાની વતની હતી.
અને એક બે ત્રણ વાર ન્યૂઝ જોતાં જ એક વાતના વિચારથી એની આંખો પહોળી થઈ ગઈ..
ઓહ માય ગોડ..! એનો મતલબ કે હજુ મર્ડર થવાના..?
એના મુખમાંથી ઉદગાર નિકળ્યા..
એને મીરાં પાસેથી કંઈ જાણવાની તાલાવેલી જાગી. એ અધિરાઈથી એની રાહ જોવા લાગ્યો.
( ક્રમશ:)