અભય દેસાઈ પરેશાન હતો.
પોલિસ હેડ ક્વાર્ટર પર પોતાની ઓફિસમાં કોઈ ઊંચી બ્રાન્ડની સિગારના કશ ખેંચી જાતને ધુંમાડાના ચકરાવામાં ઘેરી લીધી હતી.
જિંદગીમાં પહેલી વાર કોઈ એવો પડકારજનક કેસ હાથમાં હતો. જેને અભયનું પ્રેશર વધારી દીધું હતું. રીતસર તરૂણના બંગલે જાપ્તો ગોઠવ્યા છતાં ખૂની સિફતથી પોતાનું કાર્ય પાર પાડી ગયો. પોતાનો સ્ટાફ માત્ર ચોકી પહેરો ભરતો રહી ગયો.
અભયે બેલ બજાવી પોતાની અંડરમાં કામ કરતા તાવડે ને બોલાવ્યો.
ત્યારે જ પોલીસ ચોકી પર સમીરનું આગમન થયું.
"May i come in sir..?"
સમિરે ભીતર પ્રવેશવાની પરવાનગી માગી.
અભય દેસાઇએ તાવડેને ઈશારો કર્યો.
તાવડે બહાર આવી સમીરને ઓફિસમાં દોરી ગયો.
"હલ્લો સર..!"
ઓફિસમાં પ્રવેશતાં જ સમીરે અભય દેસાઈ સામે શેકહેન્ડ માટે હાથ લંબાવ્યો.
"હલ્લો સમિર.. હું તમારી જ રાહ જોતો હતો..!"
અભય દેસાઈએ શેકહેન્ડ કરી સમિરને સીટ ગ્રહણ કરવા ઈશારો કર્યો.
"ઇન્વેસ્ટિગેશન કેટલેક પહોંચ્યું..?"
સમીરે જાણે કે દુખતી રગ પર હાથ મૂક્યો.
"સમીર.. સિલસિલા બંધ થયેલા મર્ડરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફિંગરપ્રિન્ટના રિપોર્ટ ,સીસીટીવી કુટેજ બધું જ ખંગાળી લીધું છે.
પણ જોઈએ એવી સફળતા મળી નથી. ફેક આઈડીથી લીધેલા મોબાઇલ નંબરોને one time યુઝ કરી ફેંકી દેવાયા છે. મતલબ કે પુરા પ્લાનિંગ સાથે દરેક વાતની તકેદારી રાખી આ ઘાતકી સિલસિલાને અંજામ આપવામાં આવ્યો છે.
"અભય સર.. આપણી જોડે હજુ પણ છેલ્લો ચાન્સ છે..! આ વખતે એવી જાળ બિછાવો કે ખૂની ભલેને ગમે તેવો મગરમચ્છ હોય એને આપણી જાળમાં સપડાએ જ છૂટકો થાય..!"
" એક યુક્તિ છે જો તમે માનો તો..?"
"બોલો ફટાફટ..!"
તમે અને હું બંને જાણીએ છીએ કે ખૂનીનો આગલો ટાર્ગેટ કોણ છે..?
"આઈ નો સમીર..!"
લીલાધરને સિક્યુરિટી પૂરી પાડતાં પહેલાં એને અહીં બોલાવી લ્યો.
"ઓકે ત્યાર પછી..?"
એક નજીવો ખર્ચો છે આપણા અને એના ફોનમાં BE SAFE નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. ત્યાર પછી એના નંબર સાથે લીંક કરી લીલાધરને એની જગ્યા પર મૂકી દેવાનો છે.
આપણે એના પર ચોંપતી નજર તો રાખશું જ તેમ છતાં જો એના નંબર સાથે કોન્ટેક છૂટી જાય છે તો આ એપ્લિકેશન જેટલો ટાઈમિંગ સેટ કરો એ પ્રમાણે એના પરફેક્ટ એડ્રેસનો મેસેજ આપણને આપતી રહેશે..!!
"Wow good idea..! સીધી રીતે એનો ફોન ટ્રેસ કરવાની ઝંઝટમાંથી છુટ્યા..!
અભયે તરત જ તાવડે ને હુકમ કર્યો.
" તાવડે લીલાધરને અહીં પોલીસ ચોકી એ ઉઠાવી લાવો..!"
"ઓકે સર હમણાં હાજર કરી દઉં છું ગમે તેવા દરમાં છુપાયો હોય તોપણ..!"
તાવડે ઉત્સાહિત થઈ બહાર ચાલ્યો ગયો.
અભયે ઈન્ટરકોમ વડે કોફીનો ઓર્ડર આપ્યો.
"સમીર.. તરુણના મર્ડરમાં તને શું લાગે છે..?"
"તરુણના બંગલેથી કંઈ મળ્યું છે..?"
હા એક પેનડ્રાઈવ મળી છે જેમાં ગણી છોકરીઓ સાથેની અંતરંગ પળોની વીડિયો ક્લિપનો ડેટા છે..! મને લાગે છે તરુણ યુવતીઓને ફસાવી બ્લેકમેલ કરી પૈસા પડાવતો હશે..?"
"તો જરૂર આવી જ કોઈ યુવતીએ એનું મર્ડર કર્યું હોય..?"
"સર હું નથી માનતો કે તમને આવો વિચાર ના આવ્યો હોય..!"
મને આવો વિચાર આવેલો પરંતુ ખૂની જે રીતે અગાઉથી મર્ડર કરતો આવ્યો છે એ પ્રમાણે જોતાં તરૂણનું મોત નિશ્ચિત હતુ.. અને ખૂની પણ એટલિસ્ટ એ જ વ્યક્તિ છે જે અગાઉના મર્ડરમાં સંકળાયેલો છે..!
"બિલકુલ રોંગ સર..! આ વખતે મર્ડરર એક ચાલ રમી ગયો લાગે છે.
"આ વખતનું મર્ડર સીધી રીતે એણે નથી કર્યું તેમ છતાં એણે પોતાનો મકસદ પાર પાડી લીધો છે..!'
" તમે એમ કહેવા માંગો છો સમિર કે આ વખતે ખૂનીએ મર્ડર નથી કર્યું..!"
"ઓફકોર્સ નથી કર્યું..! પણ એને ખૂન કરાવી દીધું..!
"ઓહ હું જાણી શકું કોને તરુણની ઈહલીલા સમાપ્ત કરી દીધી..?"
આ વખતે જેને તરૂણનું મર્ડર કર્યું એનું નામ છે..?"
"હા બોલો સમિર શું નામ છે એનુ..?"
એક વિસ્ફોટ થી પોલીસ સ્ટાફ હલબલી ઉઠ્યો.
એક નાનો સુતળી બોમ્બ કોઈએ પોલીસ સ્ટેશનમાં ફેકી દીધો હતો. જેના ધમાકાથી પોલીસ સ્ટેશનમાં કાનૂનના રખવાલાઓના ધબકારા બમણી ગતિએ વધી ગયા.
(ક્રમશ:)