Sparks books and stories free download online pdf in Gujarati

સ્પાર્કસ

દાદાગીરી

ઇમિગ્રેશનની લાઈનમાં મારી પાછળ લાઈનમાં ઉભેલ વ્યસ્ક કપલની વાતો અનાયાસે કાને પડી.

કાકી કાકાને : આટલા ડેવલપ કન્ટ્રીમાં આટલી લાંબી લાઈન નવાઈ લાગે નહીં ?

કાકાએ એ કદાચ ઈશારામાં જવાબ આપ્યો હોય એ બની શકે.

પત્ની આગળ બોલી : સિનિયર સીટીઝન માટે પણ છૂટી લાઈન નથી ?

અહીં પણ કાકાની કોઈ શાબ્દિક કમેન્ટ મારા કાને પડી નહીં .

ફરી પાછી અડધી મિનિટમાં કાકી : કનેક્ટિંગ ફ્લાઇટ વાળાને પણ કોઈ અલગ સુવિધા જ નથી.

હજીય કાકા ચૂપ જ હતા . કે ડોકી ધુંણાવી હાની સંમતિ આપ્યે રાખતા હશે એમ મેં ધાર્યું .

ત્યાંજ થોડી વારમાં પત્નીની કમ્પ્લેઇન એક લાઈનને ઓર્ગનાઈઝ કરતી અમેરિકન લેડી પર ચાલુ થઈ .
આપણાં પર જુઓ કેવી બોસ થાય છે ? અહીં એને બોસગીરી કરવા મળે છે એટલે ચઢી વાગી છે . કાકી પોતાના રુક્ષ અવાજમાં બીજું ઘણું બોલતા રહયાં ,ત્યાંજ મને એ જ એરપોર્ટ સ્ટાફ અમેરિકન લેડીએ આગળ વધવા કહ્યું તે પણ પ્લીઝ અને થેન્કયુ સાથે .
હું આગળ વધી ત્યાં જ એ વ્યસ્ક કાકાનો ઘેરો પણ શાંત અવાજ સાંભળ્યો . એની દાદાગીરી , એના અમેરિકન પતિ નહીં ચાલતી હોય એટલે જ એ બધી દાદાગીરી આપણા પર કાઢે છે .

મેં એક નજર કાકા તરફ કરી અને અમે બંને ઝીણું હસી પડ્યા .

પોતાની પત્નીના કર્કશીયા સ્વભાવ સામે ઢાલસમ ટકી રહેતા આવા દરેક પતિને સલામ !

"દિવ્યતા "
--------------------

મિત્રતા !

નવા કલાસની શરૂઆતનો પહેલો દિવસ .. નવથી તેર વર્ષના આઠ બાળકો ,અને એ બધાની જુદીજુદી ખાસિયતો.એમના બે છોકરાઓ એક ઉત્તર ને બીજો દક્ષિણ . એક જે બધાને જોઈતી મદદ કરશે, તમને હજાર વાર થેન્ક યુ સોરી કહે .. અરે સૌથી ધીમે ચાલતા અપંગ બાળકની સાથે એ છાયો થઇને ચાલે ! કોઈના પણ કહયા વગર એ આ બધું કરે. કોઈ છોકરો ટીચરની મદદ માંગે તો કહે, એમને ના બોલાવ એમને આખો દિવસ બહુ દોડાદોડ રહે છે , હું તને હેલ્પ કરું છું . આટલી નાની વયે આવી પર્સનાલિટી ? કે કહી શકીએ કોઈપણ ઉંમરે બીજાની તકલીફ વગર કહ્યે સમજી શકનારા જીવનો જન્મારો ધન્ય જ છે.

હવે એની સામે બીજું એક બાળક કે જે એટલું અઘરું થાય કે એને સમજાવવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબરની વાત . એને એના કોઈ પાર્ટનર સાથે નહિ ફાવે , રીશેસના ટાઈમમાં પણ એ ના તો કોઈ સાથે રમે કે પાસે બેસે . સૌ ઇઝિલી દૂર રહે એવી પર્સનાલિટી.

આ બેચનો છેલ્લા દિવસની છેલ્લી રીશેસનું એક દ્રશ્ય કંઈક આવું હતું .. હજીય બંને ઉત્તર દક્ષિણ પોતપોતાના સ્થાને જ હતા .. પણ આ થોડા દિવસમાં એકબીજાને રોજ મળતા આ બાળકો વચ્ચે એવું કૈક પાંગર્યું હતું. કે આખા ક્લાસથી દુર બેઠેલ દક્ષિણ , આગ્રહથી ઉત્તરની સાથે નાસ્તો શેયર કરી રહ્યો હતો .અને હું જિંદગીનો એક સુંદર પાઠ શીખી રહી હતી, બાળક ક્યારેય હાર નથી માનતું . અને મિત્રતા ભગવાને આપણને આપેલો એક જાદુઈ આશીર્વાદ છે !

કૃષ્ણ પણ સુદામાના પગ પખાળે છે !
સાચે જ મિત્રતાને જીવનને નિખારે છે !

"દિવ્યતા"
---------------------


છત્રી


સાંજનો સમય હતો ઝરમર ઝરમર વરસતો મેહ અચાનક વધ્યો, એના અવાજથી રસોઈ કરતા કરતા મારી નજર બારી બહાર મારા ઘર પાછળથી પસાર થતા ટ્રેક સુધી પહોંચી.

ત્યાં જોઉં તો એક દાદા ટ્રેકને અડીને આવેલા અમારા એક ઝાડ નીચે ઉભા રહી પોતાને બચાવવાની નાકામયાબ કોશિશ કરી રહયા હતા. બીજી જ સેકન્ડે મને એમને છત્રી આપી આવવાનો વિચાર આવ્યો.

હું હજી છત્રી લઇને ત્યાં પહોંચું ત્યાં જ મેં એમને આગળ વધતા જોયા .. ત્યાં પહોંચી હું એમને બૂમ મારવા જતી હતી ત્યાં એમની દીકરીની ઉંમરની કોઈ સ્ત્રી બીજી તરફથી એમના તરફ આવતી આવતી એમને છત્રી આપતી કઈ કહી રહી હતી . અને બીજી જ મિનિટે બંને જણા હસતા હસતા એમના ઘર તરફ વળ્યાં .

એક તરફ આ દૃશ્ય જોઈ હૃદય તરબતર થયું . અને બીજી તરફ દાદાના નસીબ પર માન થયું . કે એમના માટે બે બે છત્રીઓની વ્યવસ્થા કરનાર ઉપરવાળા પર માન .

ઉપરવાળો ગરમી વરસાદ સૌને સરખાં જ આપે ;
પણ પોતાના નેહની છત્રી ફક્ત લાડકવાયાઓને જ !

“દિવ્યતા "










બીજા રસપ્રદ વિકલ્પો