આ વિકેન્ડ કિડ્સને લઈ મુવી જોવા ગયા, મુવી ટિકિટ સાથે બાય ડીફૉલ્ટ પોપકોર્ન અને ડ્રિન્ક તો હોય જ . બધાનાં હાથમાં સ્નેક્સ આવતા અમે થીએટર હોલ તરફ વળ્યાં . ત્યાં જાણે મને બોલાવવા મારુ જેકેટ કોઈ ધીમે ધીમે ખેચતું હતું આટલા કોલાહલમાં મોટી પોપકોર્ન બકેટ નીચે કોણ મારુ જેકેટ ખેંચતું હશે એ જોવા રીતસર પ્રયત્ન કરવો પડ્યો.
નીચે જોયું તો મારી દીકરી લુલુ મને કઈ કહેવા માંગતી હતી . મને લાગ્યું કે એને બીજો કોઈક સ્નેક જોઈતો હશે. ત્યાં અવાજ એટલો હતો કે મારી સોફ્ટ સ્પોકન કોયલને સાંભળવા હું છેક ફ્લોર પર બેઠી.
અને પૂછ્યું : હવે બોલ .
મારા કાન ઓર્ડર લેવા રેડી હતા .
ત્યાં લુલુ બોલી : Thank you !
Me: for ?
Lulu : for snack and movie !
Me : aww you are welcome દીકરા !
મનોમન ફરી એક વાત હું બબડી , કે મને આવી સરસ દીકરી મળી .. ખરેખર હું ખુબ નસીબદાર છું . આ વાત હું લુલુ સાથે દિવસમાં મિનિમમ બે વાર તો રીયલાઈઝ કરું જ . ક્યારેક એની સ્કૂલ બેગ માંથી મળતી નાની મોટી કાપલીઓ જેના ઉપર love mom ની ટેગ હોય . કે પછી આવા નાના નાના ડાયલોગ હોય. નવરી પડે એટલે એના ક્રાફ્ટ માં ૯૦ ટકા તો મારા માટેના કાર્ડ જ હોય .
હમણાં મારાથી એટલું ઓછું લખાય છે . તો એક દિવસ એ મને એક પાનું ફોલ્ડ કરીને ઉપર થોડું draw કરીને મને આપતા બોલી . મમ્મા આના ઉપર કંઇક લખ , about Love .
અને એ લથબથ ફીલિંગ સાથે એ કાર્ડ પર મેં લખ્યુંય ખરું !
એને આછું પાતળું મળતા ઘણા લોકોની એકજ કમ્પ્લેઇન હોય છે , કે મેં આ છોકરીનો અવાજ જ નથી સાંભળ્યો . અત્યાર સુધીના બધા ક્લાસ ટીચર્સ પણ જે વરસની શરૂઆત કરતા એમ કહેતા હોય છે કે એ થોડી શાય છે. એ જ ટીચર થોડાજ દિવસ પછી Proudly એને પોતાની અત્યાર સુધીની બેસ્ટ સ્ટુડન્ટ કહેતા પણ શરમાતા નથી .
એ માત્ર બોલબચ્ચન જ નથી .. કેટલીય વાતો પર હું એના ઉપર ડિપેન્ડન્ટ હોઉં છું .
આગળનો આ કિસ્સો સંભળાવતા પહેલા તમને એક વાત જણાવવી જરૂરી છે કે લુલુ હમણાં બસ ૬ વર્ષની છે .
મારા હસબન્ડની દિવાળીના દિવસે બર્થડે હતી . થોડા મિત્રો અને સ્નેહીઓના સપોર્ટથી મેં સરપ્રાઈઝ પાર્ટી રાખી .આખી પાર્ટીની તૈયારીઓ મારે છુપાઈને કરવાની હતી . હું કોઈક સાથે ફોન પર વાત કરતા બોલી હોઈશ કે આમતો બધું રેડી છે . મને ખાલી બેઝમેન્ટની બીક લાગે . પાર્ટી પછી એની હાલત સૌથી ખરાબ થાય છે . પાર્ટી પછી એકે એક ટોય રસ્તા ઉપર રઝળતું થઈ જશે .
બર્થ ડે કમ દિવાળી પાર્ટી પુરી થઇ . નવા વર્ષનો એ દિવસ હતો . મારા હસબંડ ઘરેથી કામ કરવના હતા . એ ઉઠી રેડી થઈને બેઝમેન્ટમાં ગયા ત્યાં ટોય્સ અને એમનું કમ્પ્યુટર ડેસ્ક પણ છે. કિડ્સ હજી સુતા હતા . એમણે નીચે જઈ મને બૂમ મારી કહ્યું . You should come and see this .
મે કહ્યું હું થોડી વાર રહીની ચા પીને નીચે આવીશ . મારે મારી જાતને એ શોક માટે તૈયાર કરવી જ રહી . એકાદ કલાક પછી હું નીચે ગઈ ત્યાં સુધી મારા હસબન્ડે મને ઘણીવાર નીચે આવવા બૂમ મારી હતી . ત્યાં જઈ જોઉં તો બેઝમેન્ટ સુપર ક્લીન હતું .
મને થયું મારી દયા ખાઈને એમણે જ એ ક્લીન કર્યું હશે . મેં પૂછ્યું તો એમણે કહ્યું ના એમણે એ ક્લીન નથી કર્યું .
હું ફરી ઉપર ગઈ . મનમાં હજીય એમજ હતું કે એમણે જ બધું ક્લીન કર્યું હશે .
થોડીવાર પછી લુલુ ઉઠી, એને દૂધ આપતા મેં કહ્યું લુલુ You have to see the basement it’s squeaky clean .
એ સાંભળી એ બોલી : yeah I know! Yesterday night I did it by asking help from my friends.
હું શું કહું એને ? શું thank you કહેવું પૂરતું થઇ રહે અહીં ? ૬ વર્ષના બાળકમાં જેટલી સમજણ અને એનો વખતસર કેવો ઉપયોગ !
આવા બાળકની મા બનવું એ ખરેખર અહોભાગ્યની જ વાત છે.
અને ત્યારબાદ મુવી થિએટરમાં સાંભળેલો આ ડાયલોગ
Mom: What make me Deserve you ?
Cindy Lu who : Sometime you just get lucky !
એક એ મૂવી વાળી Cindy lu who અને બીજી મારી બાજુમાં પોપકોર્ન માણતી મારી lu lu !
જીવ જ્યાં જયારે એટલો ક્રૂર હોય છે ,
બસ જીવ દુભાવવાનો એનો દસ્તુર હોય છે
સુધરવા એને ના સંત મહાત્મા
ના કોઈ હૂર જોઈશે ;
બસ દીકરીની આંખોમાં એ નૂર હોય છે !
"દિવ્યતા"