પ્રત્યાગમન - ભાગ ૭ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રત્યાગમન - ભાગ ૭

ભાગ ૭

મધુકરે ખોંખારો ખાધો અને કહ્યું,”હું માનું છું કે  મેં મારા બિઝનેસમાં નુકસાન કર્યું, પણ તે સમય જ એવો હતો કે કોઈ તેમાંથી બચી શક્યું ન હતું. પણ તેના પહેલા મેં જે ઊંચાઈ પ્રાપ્ત કરી હતી તે ખુબ ઓછા લોકોને મળે છે.
જ્યાં સુધી સ્કેમની વાત છે, તેમાં પણ હું આરોપી ન હતો અને માર્કેટ તૂટવાથી બધાને નુકસાન થયું હતું.”

“પણ કોઈ તમારી જેમ પરિવારને છોડીને ભાગી નહોતું ગયું.” ધ્રુવ જીભ પર આવેલું વાક્ય ગળી ગયો.

ધ્રુવે કહ્યું,”ઠીક છે! તો તમે કહેવા શું માંગો છો?”

મધુકરે આગળ ચલાવ્યું,”મારા મૃત્યુના નાટકને લીધે ઇન્સુરંસની જે રકમ મળી તેનાથી દેવું ભરાઈ ગયું. હું તમને છોડીને જવા નહોતો માગતો પણ મારી મજબૂરી હતી.” મૃણાલની હાજરીને કારણે ધ્રુવ શાંતિથી સાંભળી રહ્યો. આ બધી વાતો સાંભળવી તેના માટે અસહ્ય હતી.

મધુકરે કહ્યું,”હું હરિદ્વારમાં પણ આશ્રમને જે ઊંચાઈ પણ લઇ ગયો તે આસાન ન હતું. મેં મારી કારકિર્દીમાં જે શિખરો સર કર્યા છે તે કોઈ સામાન્ય વ્યક્તિ માટે અસંભવ છે. મને અહીં આવ્યાને ૬ મહિના થઇ ગયા. ઓલમોસ્ટ રિટાયરમેન્ટ વાળી લાઈફ જીવી રહ્યો છું, જયારે હજી મારામાં એટલી શક્તિ છે કે હું નવો બિઝનેસ ઉભો કરી શકું અથવા ચાલતા બિઝનેસને નવી ઊંચાઈ પર લઇ જઈ શકું.તો મારી તને રિકવેસ્ટ છે કે તું તારા મોલમાં મને કોઈ જવાબદારી આપ અથવા મને થોડી લોન આપ જેથી હું પોતાને બીઝી રાખવા ધંધો કરી શકું.”

થોડીવાર માટે જમવાના ટેબલ પર શાંતિ છવાઈ ગઈ. ફક્ત છરી કાંટાનો અવાજ આવી રહ્યો હતો. ધ્રુવ ઘણીવાર સુધી કઈ બોલ્યો નહિ તો મૃણાલે કહ્યું,”દીકરા, તારા પપ્પા તને રિકવેસ્ટ કરી રહ્યા છે, તો જવાબ તો આપ.”

ધ્રુવે કહ્યું,” મમ્મી, તેમણે આજ દિવસ સુધી ઘણું કામ કર્યું છે, હવે આરામ કરવો જોઈએ. અને તે મારા પિતા છે કોઈ નાનો ધંધો કરે તો માર્કેટમાં મારું નામ ખરાબ થાય અને તે મોલમાં નાનું કામ કરે તે પણ ન શોભે. અત્યારે મેનેજર લેવલની કોઈ પોસ્ટ ખાલી નથી, તો તેમને કયું કામ સોપું?

મધુકરે કહ્યું,”હું તો ફક્ત પોતાને બીઝી રાખવા માટે કામ માંગી રહ્યો છે, તારા ત્યાં જગ્યા ન હોય તો ક્યાંક નોકરી શોધું?

મૃણાલે કહ્યું,”આવડા મોટા મોલમાં પોતાના પિતાને ન સમાવી શકે?”

ધ્રુવે કમને કહ્યું,”ઠીક છે! મમ્મી, હું જોઉં છું શું થઇ શકે છે.” પછી જમવાનું પતાવી પોતાની રૂમમાં ગયો અને નિધિને પોતાના ખોળામાં લીધી અને તેની સાથે રમવા લાગ્યો.

નીલા કામ પતાવીને રૂમમાં આવી અને ધ્રુવને પૂછ્યું,”તમે પપ્પાને મોલમાં કોઈ જવાબદારી આપવાની ના પાડી. મને ખબર છે ત્યાં સુધી આપણે ત્યાં પરચેઝ મેનેજરની પોસ્ટ ખાલી પડી છે.”

“તને ખબર નહિ પડે. પપ્પાને હું મમ્મી કરતા વધારે ઓળખું છું. તને શું લાગે છે મારા પપ્પા ભોળા અને સરળ હોવાનો દેખાવ કરે છે તેવા જ છે. મેં શેર બજારની તે વખતની ઘટના અને હરિદ્વારમાં ખરેખર શું થયું હતું, તેની તપાસ કરાવી હતી. મને ખબર છે હકીકતમાં શું થયું હતું. હું ફક્ત મમ્મીને લીધે ચૂપ છું, બાકી મેં તેમને આ ઘરમાં એન્ટ્રી પણ ન આપી હોત.આ બધું ટેંશન તું ન લઈશ. તું તારુ ધ્યાન નિધિમાં પરોવ બાકી હું જોઈ લઈશ.”

નીલાએ પૂછ્યું,”શું થયું હતું હરિદ્વારમાં? તે તો કહો.”

ધ્રુવે કહ્યું,”તું આ બધું નહિ પૂછ અને હા ખુબ સિરિયસ વાત હોત તો મેં તને કહી હોત.”

બીજે દિવસે સવારે ધ્રુવના પહેલા મધુકર તૈયાર થઈને બેઠો હતો. તેમને તૈયાર થએલા જોઈને ધ્રુવે પૂછ્યું,” ક્યાંક બહાર જાઓ છો?”

તો મધુકરે કહ્યું,”ના, હું તારી સાથે મોલમાં આવું છું. ભલે અત્યારે કોઈ જવાબદારી નથી પણ એમજ બપોર સુધી બેસીશ અને પાછો આવી જઈશ.”

ધ્રુવે મમ્મી સામે જોયું અને કહ્યું,”ભલે.” આજે એક મહત્વની મિટિંગ હતી. ધ્રુવ પહોંચ્યા પછી ૧૧ વાગે મિટિંગ શરુ થવાની હતી. મિટિંગ હતી ગાંધીનગરમાં મૃણાલ'સની બ્રાંચ શરુ કરવા માટેની. ગુજરાતના પ્રવાસનમંત્રી પણ તેમાં હાજર રહેવાના હતા.

ધ્રુવે કહ્યું,”હાલ, તમે મોલમાં ફરો હું મિટિંગ પતાવું છું.”

મધુકરે કહ્યું,”આવડી મોટી વ્યક્તિ સાથે મિટિંગ તું એકલો કઈ રીતે કરશે? હું હાજર રહીશ તો તને ફાયદો થશે.”

ધ્રુવે કહ્યું,”ઘરે મમ્મીની હાજરીને લીધે કંઈ નથી કહેતો, પણ તમે મારા કામમાં દખલ ન કરો તો સારું. તમે અત્યારે મોલમાં ફરો અને બિઝનેસ સમજો. અને પછી જોઈશું તમને કઈ જવાબદારી સોંપવી.” એટલું કહીને ધ્રુવ મિટિંગરૂમમાં ગયો અને આછકલા સ્મિત સાથે મધુકર આગળ વધી ગયો.

ધ્રુવની મિટિંગ સફળ રહી. ગુજરાત સરકારે તેને જમીન અને બાકી બધી પરમિશન પંદર દિવસમાં આપવાનું વચન આપ્યું. છેલ્લા છ મહિનાથી તે ગાંધીનગરમાં મિટિંગ કરી રહ્યો હતો અને આજે ફાઇનલ મિટિંગ હતી.

હવે આગળની પ્રોસિજર માટે તેણે ગુજરાત જવાનું હતું. મિટિંગ પુરી થયા પછી આ જાણકારી તેણે પોતાના  સ્ટાફને આપી અને બધાનું મોઢું મીઠું કરાવ્યું, તે આખા દેશમાં મૃણાલ'સ ખોલવા માંગતો હતો અને તે દિશામાં પહેલું ડગલું આગળ વધાર્યું હતું.

મધુકરે તેને અભિનંદન આપ્યા અને કહ્યું,”મને તારા પર ખુબ ગર્વ છે.”

મધુકર બપોરે નીકળી ગયા પછી ધ્રુવે તેના સેક્રેટરીને પૂછ્યું,”પપ્પા ક્યાં ક્યાં ગયા હતા?”

તેણે કહ્યું,”સર તો અકાઉન્ટસ ડિપાર્ટમેન્ટમાં બેઠા હતા. ત્યાં બેસીને ફક્ત હિસાબ જોયો.”

ધ્રુવે પૂછ્યું,”તેમણે કંઈ કહ્યું?

“ના, તમે મિટિંગમાં હતા ત્યાં સુધી હિસાબ જોયો અને પછી તમને મળીને નીકળી ગયા. કોઈ પ્રોબ્લેમ તો નથી ને?”

ધ્રુવે કહ્યું,”ના ના, કોઈ પ્રોબ્લેમ નથી, હું તો અમસ્તું જ પૂછતો હતો.”

સાંજે જમવાના ટેબલ પર મધુકરે કહ્યું,”તારે ત્યાં પરચેઝ ડિપાર્ટમેન્ટમાં કોઈ સક્ષમ વ્યક્તિ નથી, તો તું કહે તો ત્યાંનું કામ હું સંભાળું.”

ધ્રુવે કહ્યું,”ના તમે સેલ્સ ડિપાર્ટમેન્ટનું કામકાજ પર ધ્યાન આપજો, પરચેઝ મેનેજર માટે મેં એડ આપેલી છે બહુ જલ્દી તે પોસ્ટ પર યોગ્ય અને અનુભવી વ્યક્તિ આવી જશે.” મધુકરે તેના ધારદાર કટાક્ષ પછી કોઈ આર્ગ્યુમેન્ટ ન કરી.

રાત્રે સૂતી વખતે મધુકરે મૃણાલને કહ્યું,” ધ્રુવને મારી લાયકાત પર ભરોસો નથી લાગતો.”

મૃણાલે કહ્યું,” તેવું કઈ નથી, નહિ તો તે તમને સેલ્સનું કામકાજ જોવાનું શું કામ કહેત.”

મધુકરે કહ્યું,”તું કહે તો તે મને પરચેઝની જવાબદારી આપશે. આજે એકાઉન્ટ ચેક કરતા ખબર પડી કે તે સેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને તેની સર્વિસ પાછળ ધૂમ ખર્ચો કરે છે, હું જો ત્યાં બેસું તો તેણે સીધો એક કરોડનો ફાયદો કરાવી શકું અને લાંબાગાળે લગભગ બે થી પાંચ કરોડનો ફાયદો કરાવી શકું.”

મૃણાલે કહ્યું,”મને ધંધામા ખબર ન પડે પણ ધ્રુવને બરાબર પડે છે એટલે હું હવે તેને કંઈ કહેવાની નથી.” એટલું કહીને સુઈ ગઈ.

એક મહિનો મધુકરે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કાઢ્યો, પણ તે કામ તેને રસ વગરનું લાગતું હતું.હજી સુધી પરચેઝ મેનેજરની પોસ્ટ ખાલી હતી. તે અમુક વખતે ત્યાં જઈને બેસતો અને ઇન્સ્ટ્રક્શન આપતો. ત્યાંના સ્ટાફને ખબર હતી કે તે મોટા શેઠ છે એટલે તે કહે તે પ્રમાણે કરતા અને તેનો ફાયદો પણ થતો.

મધુકરે તેમને કહ્યું હતું કે ધ્રુવ ને એવું દેખાડજો કે આ નિર્ણય તમારો હતો. ધ્રુવને એક મહિના માટે ગુજરાત જવાનું હતું તેથી તેણે બધી જવાબદારી તેના જનરલ મેનેજરને આપી. ધ્રુવ ગયો એટલે તરત મધુકરે પરચેઝમાં બેસવાનું શરુ કર્યું. નવા સ્વિમિંગ પુલ માટેના ક્વોટેશન આવ્યા હતા. અમુક ઇલેક્ટ્રિકલ ઇક્યુપમેન્ટ જર્મનીથી મંગાવવાના હતા, પણ જર્મન કંપનીનો રેટ ખુબ ઊંચો હતો. તેથી મધુકરે ચીનની કંપનીને ઓર્ડર આપવાનું કહ્યું.

પરચેઝ એકઝીકયુટીવ હતો તેણે કહ્યું,”સરે કહ્યું છે કે જર્મન કંપનીને ઓર્ડર આપવાનો છે.”

મધુકરે કહ્યું,”અત્યાર સુધી મેં જે કોઈ સલાહ આપી છે તેનો ફાયદો જ થયો છે ને? મારી નિર્ણય ક્ષમતા પર ભરોસો રાખ. જર્મન કંપની કરતા ચીનની કંપનીનું મટેરીયલ ત્રણગણું સસ્તું છે અને ક્વોલિટી એક સરખી છે અને સાથે સર્વિસ પણ ફ્રી છે, જયારે જર્મન કંપની સર્વિસ માટે પણ હેવી ચાર્જ લગાવવાની છે.”

ધ્રુવનું પૂર્ણ ધ્યાન ગાંધીનગરના પ્રોજેક્ટમાં હોવાથી તેને આ ઇન્ફોરમેશન કોઈએ આપી નહિ અને સ્વિમિંગ પુલ તૈયાર પણ થઇ ગયો. ખુબજ આધુનિક પ્રકારનો સ્વિમિંગ પુલ બનાવ્યો હતો. તે ફક્ત એન્ટરટેઇન્મેન્ટ માટે જ નહિ પણ સ્પર્ધા માટે પણ વપરાવ્યા લાગ્યો. એક વરસમાં તો ત્યાં સ્ટેટલેવલની તરણ સ્પર્ધા રમાવા લાગી.

ધ્રુવે નવો પ્લાન બનાવ્યો અને પાછળની ખુબ મોટી જમીન ખરીદી ત્યાં એક આધુનિક સ્ટેડિયમ બનવાનો પ્લાન કર્યો. જેમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થઇ શકે.

ક્રમશ: