મારાં દાદીમા પાસેથી એક વાર્તા સાંભળી હતી. મહાભારત યુદ્વ પછી જયારે પાંડવોએ અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે ક્રિષ્ન ભગવાનને ધરાવેલ રાજભોગ માંથી ડુંગળી સરકીને બહાર જતી રહી. આથી ભગવાને ગુસ્સે થઈને તેને શ્રાપ આપ્યો કે "હે ડુંગળી, આજથી તું મનુષ્યો માટે અગ્રાહ્ય છે. " આ જ કારણથી ધાર્મિક માણસોએ ડુંગળીનો ત્યાગ કરવો. પણ
આપણા હિંદુ ધર્મમાં કહ્યું છે કે સમય બદલાઈ જાય
છે. આજે મારો તો કાલે તારો.
આ જ સિદ્ધાંત ને અનુસરીને હે મનુષ્ય, હવે ડુંગળીનો સમય પાછો આવી ગયો છે. આટલા લાંબા સમય સુધી ડુંગળી પોતાનો ત્યાગ કરવાનો બદલો લઈ રહી હોય એમ જણાય છે. થોડા સમય પહેલા ગધાડે ગોવાતી ડુંગળીીી આજે શાકભાજીનો સૂકોમેવો બની ગઈ છે. સો થી એકસો વીસ રૂપિયે કિલો વેચાવા લાગી છે.
સામાન્ય બોલચાલ માં એક જાતિ સમુહ વિશે કહેવાાય છે કે, એ ધર્મના લોકો ડુંગળીીી ખાતા નથી એટલે સસ્તી છે. જો ખાવા લાગે તો ડુંગળી અનેેે કાજુ સરખા ભાવે વેચાય. હવે એવું લાગે છે, કે એમણે ડુંગળી ચાલુ કરી દીધી, બોસ !!
હવેે તો આપણા ચોરભાઈ બંધુઓ સોનાા ચાંદીનો બિઝનેસ છોડીને ડુંગળીના ધંધામાં પડયા છે! હશે, કોઈની બિઝનેસ સેન્સ વિશે મારે શું કામ કંઈ કહેવુંં? એ લોકોને સોના-ચાંદી કરતા ડુંગળીમાં વધારે નફોો દેખાતો હશે!! વાતે સાચી જ છે ને, લોકો સોના ચાંદી ખરીદી કે ડુંગળી? સોના ચાંદીના દાગીના ના બદલે તો આર્ટીફીસીયલ દાગીના પહેરાય પણ આર્ટિફિશિયલ ડુંગળી તો ન જ ખવાય ને!!! હા, શો કેસમાં મૂકીને પોતાની શ્રીમંતાઈ નો દેખાડો થઈ શકે.
ડુંગળી ને મળતા માન પાન જોઈને લાગે છે બટાકાને ય અદેખાઈ થઈ ગઈ છે. ડુંગળી થી પ્રભાવિિત થઈને બટાકા
પણ સત્યાગ્રહ પર ઉતર્યા છેે!! આજકાલ બજારમાં ત્રીસ થી ચાલીશ રૂપિયા કિલો વેચવા લાગ્યા છે.
આપણા હિન્દુધર્મમાં કહેવાય છે કે, કોઈ વ્યક્તિ કે વસ્તુને તુચ્છ ન સમજવી પણ આપણેે સગવડીયા તે ડુંગળી બટાકા ને તૃણવત સમજી અઢી અઢી કિલો ભરતા. તો હવેે જીદે ચડેલા આ બંને શાકભાજી ને મનાવતા નાકે દમ આવી જાય છે.
શાક માર્કેટના હોલસેલ વેપારીઓ જે અઢી કિલો થી ઓછી ડુંગળી નો 'તા આપતા એ બચાડાઓ હવે 500 ગ્રામ ની પણ શરમ ભરે છે!!!!
સામાન્ય પરિસ્થિતિ ના માતા પિતા દાયજા માં ડુંગળી આપતા થઈ ગયા છે. હવે એવા દિવસો દૂર નથી કે જ્યારે લગ્ન પ્રસંગે વહેચાતા ભારમાં ડુંગળી વહેંચાશેે. ગરીબોની કસ્તુરી, કસ્તુરી મૃગ કરતાં પણ વધુ અલભ્ય બની ગઈ છે. કદાચ પાડોશી દેશની એક વધુ ચાલ હશે !!
પણ આપણે તો હિન્દુ ને વળી પાછા ચુસ્ત ગાંધીવાદી. એટલે આપણને કાંઈ બહુ અડ્યું નથી. ગાંધીવાદી વિચારસરણીને લીધે રવૈયા ના શાકનો અને તમામ પંજાબી શાકનો ત્યાગ કર્યો. એટલે ડુંગળી ની મોકાણ જ પુરી. ડુંગળીના ભાવ સાંભળીને સ્વાદેન્દ્રિયનો નિગ્રહ કરવાની ભાવના થઈ જાય છે! હશે, આત્મકલ્યાણ નો આ માર્ગ પ્રભુએ પ્રશસ્ત કર્યો હશે!!! હું પણ જિદ્દી છું. સફળ થઈને જ જંપીશ. ગાંધીજીએ સ્વતંત્રતા ન મળી ત્યાં સુધી સત્યાગ્રહચાલુ રાખ્યો. અબ્રાહમ લિંકને અનેક ચૂંટણીમાં હારવા છતાં ઉમેદવારી કરવાનું ચાલુ જ રાખ્યું અને અંતે અમેરિકાના પ્રમુખ બન્યા. તો હે જીવાત્મા કર્મ કર્યે જા ફળની આશા ત્યાગી દે.
એક કવિતા
મોમાંં તું લાવે પાણી, અંદર થી સાવ પોલી
સૌ શાકે સમાણી, રસોઈની તું રાણી
કદમાં તું ભલે નાની, હવે તો ખરેખર
આંખે લાવે પાણી, રસોઈની તું રાણી
તારી આગળ કોઈનું ન ચાલે,
ભલભલા ભરે પાણી, રસોઈની તું રાણી
તા. ક.
ઉપરોક્ત કવિતા કવિએ ' ડુંગળીને' ઉદ્દેશીને લખેલ છે. માટે પત્નીઓએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.