ચાલ ને પરણી જઈએ - 2 Naresh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ ને પરણી જઈએ - 2

A social story.....
Part 2 (ચાલ ને પરણી જઈએ...)

Part 1, માં આપણે જોયું કે,

ડૉ સમીર પોતાની ડોકટર પત્ની સ્વાતિ અને દસ વર્ષ ના દીકરા અંશ ને લઈને લોનાવાલા ની ટુર પર હોય છે..
લોનાવાલા ની એ સ્ટ્રીટ માં શોપિંગ કરતી વખતે એક બૂટિક સ્ટોલ પર પત્નીના ડ્રેસ ની ખરીદી વખતે સ્ટોલ ની એ સેલ્સ વુમન ને જોયા પછી ડૉ સમીર એને ઓળખી જાય છે કે કદાચ એ ખુશ્બુ જ હતી
અને ડો સમીર, ઘણા અપસેટ થઈ જાય છે,

ટુર માંથી પાછા આવીને પોતાના ક્લિનિક પર બેઠા બેઠા લોનાવાલા ના બૂટિક સ્ટોલ ના વિસીતિંગ કાર્ડ પર નંબર ડાયલ કરે છે...
અને હવે, આગળ..........


Part 2.....
(ચાલ ને પરણી જઈએ...)

એકાદ, રીંગ વાગ્યા પછી,સામે છેડે થી જવાબ મળ્યો..
"હેલ્લો,
"ખુશ્બુ ત્રિવેદી બોલ રહી હું...અનમોલ બૂટિક લોનાવાલા સે...બોલીએ સર, ક્યાં કામ હૈ".!!

બસ, ડૉ સમીર,
તમે બરાબર ઓળખી ગયા,કે આ એ જ ખુશ્બુ ત્રિવેદી હતી,
કે, જે વર્ષો પહેલા તમારા ગળાડૂબ પ્રેમ માં હતી..
અને નામ સાંભળતા ની સાથે જ તમે ફોન કાપી નાખ્યો....
તમારા ધબકારા હવે તીવ્ર ગતી થી ચાલતા હતા .. ડૉ.સમીર..
થોડી વાર માં તો સામેથી કોલ આવ્યો,પણ તમે એને રિસિવ ન કર્યો..
એકાદ બે રીંગ વાગી ને તમારો સેલ ફોન તો શાંત થઈ ગયો...
પણ,હવે તમારા હદય માં જે ઝંઝાવાત શરૂ થયો જે કેમે ય કરી ને શાંત થવાનું નામ નહોતો લેતો... ડૉ સમીર

પ્યુન પાસે પાણી મંગાવી ને પીધા પછી તમે થોડી સ્વસ્થતા કેળવી... ડૉ સમીર...

હવે, તમે વિચારો માં સરી પડ્યાં ગયા...

તમે અને ખુશ્બુ વર્ષો પહેલા,
એકબીજા ના ગળાડૂબ પ્રેમ માં હતા અને વળી તમારી અને ખુશ્બુ વચ્ચે કંઇ પણ ન બન્યું હોવા છતાં પણ,

ખુશ્બુ એ તમારી સાથે આવું કેમ કર્યું...!!!

શા માટે તમને કઈ પણ કહ્યા વિના ખુશ્બુ તમારા જીવન માંથી દૂર થઈ ગઈ ..!!!

આવા કેટલાય સવાલો એ તમને પંદર વર્ષ જૂના તમારા ભૂતકાળ માં ધકેલી દીધાં
ડૉ સમીર......

તમને બરાબર યાદ છે કે ત્યારે તમે ડોક્ટર નહિ પણ ફક્ત સમીર ભટ્ટ હતા...

અમદાવાદ ની નજીક આવેલા એ નાનકડા ગામ માંથી ધોરણ ૧૨ માં આખાય સેન્ટર માં અવવલ આવવાને કારણે વર્ષો જૂનું તમારું અમદાવાદ ની બી જે મેડિકલ કોલેજ માં એડમીશન લેવાનુ સ્વપ્ન પુરું થયું હતું..

અમદાવાદ માં જ તમારા સગા માસી રહેતા હોવા છતા પણ તમે બીજે મેડિકલ ની એ હોસ્ટેલ માં રહી ને ભણવાનું પસંદ કર્યું..

પણ ક્યારેક રજા ઓ માં માસી ના આગ્રહ ને કારણે એકાદ દિવસ એમના ઘેર રોકાવા જતા હતા ..સમીર

તમને યાદ છે...કે,તમે એ રજા નો એકાદ દિવસ માસી ને ત્યાં ગાળ્યા પછી, સમીર
સવારે આશરે નવ વાગ્યા ના સુમારે મેડિકલ કોલેજ આવવા માટે સિટી બસ માં નીકળ્યા હતા..
.
થોડું મોડું થઈ ગયું હોવાથી વાઇટ એપ્રોન અને ગળામાં સ્ટથો સ્કોપ લટકાવી ને હોસ્ટેલ પર જવાને બદલે સીધા જ કોલેજ માં ક્લાસ એટેન્ડ કરવા જવાના હતા....સમીર

તમને યાદ છે કે તમારા જ સ્ટેન્ડ પરથી તમારી સાથે ખીચો ખીચ ભરેલી એ સિટી બસ માં,

તમારી જેમ જ ઊભા ઉભા મુસાફરી કરતી લગભગ હમઉમ્ર એવી બ્લુઈસ આંખો વાળી એક છોકરી આખીય મુસાફરી દરમિયાન સતત શરમાય વિના તમારી સામે તાકી તાકી ને જોઈ રહી હતી..
એકાદ વાર તમારી એની સામે આંખ મળી પછી તો તમે નજર નીચી ઢાળી દીધી.
પણ એ તો પલક ઝપકવ્યા વિના સતત તમારી સામે જ જોયા કરતી હતી.... સમીર

કદાચ તમારા જેવા સિટી બસ માં મુસાફરી કરતા કેટલાય મેડિકલ સ્ટુડન્ટ્સ ને આવા અનુભવ થતાં હોય છે એવું એક અનુમાન છે..

અને, એ એમના વાઇટ અપ્રોન અને ગળે લટકતા સ્ટથોસ્કોપ નું જાદુઈ આકર્ષણ પણ હોઈ શકે......

ખેર, એ જે કંઈ હોય તે,
સમીર,પણ
તમારું બીજે મેડિકલ નું સ્ટેન્ડ આવતા જ તમે તો ઉતરી ગયા...

ઉતરીને બસ તરફ અનાયાસ જ નજર પડી તો તમે જોયું કે,
બ્લુઇસ આંખો વાળી છોકરી એ સિટી બસ માં ઉભા ઉભા જ તમારી સામે હળવું સ્મિત આપતા હાથ થી બાય નો ઈશારો પણ કર્યો...

એના એ જાદુઈ આકર્ષણ થી આકર્ષાઈને વળતા પ્રતિભાવ માં ક્યારે, તમારા થી પણ હાથ ઊંચો થઈ ગયો એની ખબર જ ના રહી.....

પણ દિલ માં એક પ્રકાર ની હલચલ જરૂર થઈ ગઈ એવું તમને લાગ્યું સમીર....

ખેર,થોડા દિવસો માં તો બધું ભુલાઈ ગયું...

એકાદ મહિના પછી સમીર તમે તમારી કોલેજ ના લેક્ચર પતાવીને સાંજના સમયે માસી ને ઘેર જવા માટે સિટી બસ ની રાહ જોતા મેડિકલ કોલેજ ના બસ સ્ટેન્ડ પર ઉભા હતા...

સ્ટેન્ડ પર એકલ દોકલ મુસાફરો ની હાજરી હતી,
તમે પણ ઘણા સમય થી બસ આવવાની રાહ જોઈને અકળાઈ ગયા હતા...

ત્યા તો અચાનક આંખો પર ગોગલ્સ ચડાવેલ એક છોકરી બરાબર તમારી પાસે આવી ને એનું એકટીવા ઊભુ રાખી દીધું...

પોતે પહેરેલા ગોગલ્સ ને માથા પર ચડાવતા એણે તમને ઈશારો કરતા કહ્યું ...

"હેલ્લો, લાગે છે કે,આજે આ રૂટ ની સીટી બસ ,કદાચ આજે નહિ આવે"...એટલે તો હું પણ આજે એકટીવા લઈને કોલેજ ગઈ હતી" .

"ચાલો હું તમને આગળ ના મોટા બીજા સ્ટેન્ડ સુધી મૂકી જાઉં'......."ત્યાંથી તમને કોઈને કોઈ બસ મળી જશે"..."તમને યાદ હોય તો આપણી મુલાકાત એકાદ વાર આજ રૂટ ની સીટી બસ માં થયેલી"..."મને તો બરોબર યાદ છે..!!!

એણે તો રીતસર તમને ઘાયલ કરતી હોય એવી અદાથી કહ્યું....

સમીર,
આ એ જ બ્લૂઈસ આંખો વળી છોકરી હતી...

જે એકાદ મહિના પહેલા સિટી બસ માં તમારી સાથે હતી...
તમે તો જાણે કે એની આંખો ના કામણ થી હિપ્નોટાઇસ થયા હોય એ રીતે કઈ પણ બોલ્યા વિના તરત જ એના એકટીવા ની પાછળ ની સિટ પર ગોઠવાઈ ગયા....

આખાય રસ્તા દરમિયાન થયેલી વાતચીત થી તમે જાણ્યું કે એ,
બીજે મેડિકલ કોલેજ ની નજીક માં જ આવેલી એક જાણીતી કોમર્સ કોલેજ ફર્સ્ટ યર ની સ્ટુડન્ટ ખુશ્બુ ભટ્ટ હતી...

તમારા પરિચય ની તો એને જરૂર જ નહોતી...

કારણ કે સિટી બસ માં થયેલી એ મુલાકાત થી જ એ જાણી ગઈ હતી કે તમે એક મેડિકલ સ્ટુડન્ટ હતા...સમીર

અહી એક વાત નોંધવા જેવી હતી કે, તમે જેટલા ખુશ્બુ થી આકર્ષાયા હતા એનાથી અનેક ગણી એ તમારા પર મોહી પડી હતી...

એવું તમને એની વાતચીત પરથી લાગ્યું...ના, ના કરતા એ તો તમને છેક તમારા માસી ના ઘર પાસે આવેલા એ બસ સ્ટેન્ડ પાસે ઉતારી ને ચાલી ગઈ.

બીજા દિવસે માસી ના ઘેર થી કોલેજ આવવા માટે સવારે તમે સિટી બસ સ્ટેન્ડ પર આવી પહોંચ્યા.. સમીર,

અને,તમે જોયું કે ,
ખુશ્બુ તો ક્યારની આવી ને તમારી રાહ જોતી ઉભી હતી.....
હવે, આ વખતે તો એણે તમને કહેવાની પણ જરૂર ન પડી...
અને તમે એના એકટીવા ની પાછળ ની શીટ પર ગોઠવાઈ ગયા સમીર....

પણ આ વખતે એકટીવા ની શીટ ઉપર તમારી અને ખુશ્બુ વચ્ચે ના અંતર લગભગ નહિવત થઇ ગયું હતું....

તમે બંને એ સ્પર્શ નો પુરેપુરો રોમાંચ અનુભવ્યો...સમીર....

આ વખતે ખુશ્બુ એ જાણી લીધું કે તમે મેડિકલ કોલેજ ની એ હોસ્ટેલ માં રહો છો...અને એની જ જ્ઞાતિ ના છો...

બસ,એ જ ઘડી થી તમારી અને ખુશ્બુ વચ્ચે પ્રેમ ના અંકુર ફૂટવાની શરૂઆત થઇ ગઈ.....સમીર..

જોકે, તમારા જેવા સ્કોલર મેડિકલ સ્ટુડન્ટ માટે ખતરાની ઘંટી ગણી શકાય....

કારણકે તમારે અભ્યાસ માં હજુ લાંબી મંઝિલ કાપવાની બાકી હતી.....

બસ પછી તો શું,
ખુશ્બુ, લગભગ નિયમિત અંતરે પોતાની કોમર્સ કોલેજ ના લેક્ચર બંક કરી ને તમને હોસ્ટેલ ની રૂમ પર મળવા આવવા લાગી...

હવે તમારી હોસ્ટેલ ના મિત્ર વર્તુળ માં પણ ધીરે ધીરે તમારા અને ખુશ્બુ ના સંબંધો ને લઈને ગણગણાટ શરૂ થયો...

ઘણા એ તો તમને એમ કહી ને પણ ચીડવવા નું પણ શરૂ કરી દીધું હતું કે ,

"સમીર તારા લીધે તો હોસ્ટેલ માં ખુશ્બુ આવવા લાગી છે....યાર, આખિય હોસ્ટેલ સુગંધિત થઈ જાય છે"

અને હવે, સમીર, તમને પણ થોડું થોડું લાગવા લાગ્યું છે કે કારકિર્દી ના આ મહત્વ માં મુકામે, તમારા જેવા મેડિકલ સ્ટુડન્ટ માટે આ પ્રેમ બેમ નું ચક્કર ખોટું છે....

ખુશ્બુ ને તો કદાચ, કોઈ ફરક પડવાનો નહોતો.પણ તમારી કેરિયર ડામાડોળ થઈ શકે તેમ હતી.....સમીર

એટલે તમે હવે થોડાક સંયમિત બન્યા હતા..

પણ ખુશ્બુ ના પ્રેમ ના ઉભરા સામે તમે લાચાર હતા...
જો કે,
સમીર, એવું નથી કે તમે પ્રેમ ના વિરોધી હતા. પણ કારકિર્દી નો પ્રશ્ન હોય ત્યારે પ્રેમ માં સંયમિતતા જરૂરી થઈ જાય છે ...અને એવું એકાદ વાર તમે ખુશ્બુ ને પણ સમજાવેલુ..

મોટેભાગે,છોકરા છોકરીઓ માં
ભણવાની ઉમરે આવતા જાતીય આવેગો એના વિદ્યાર્થી ધર્મ ને અભડાવતા જોવા મળે છે..એ વાત તમે એક મેડિકલ સ્ટુડન્ટ તરીકે સારી રીતે જાણતા હતા સમીર....

પણ એક વાર તો હદ થઇ ગઈ....સમીર
તમને બરાબર યાદ છે સમીર .કે,

આવનારી એક્ઝામ ને કારણે પડેલા રીડિંગ વેકેશન ને લઈને લગભગ મોટા ભાગ ની મેડિકલ હોસ્ટેલ ખાલી થઈ ગઈ હતી...

તમારા બંને રૂમ મેટ પણ પોતાના વતન ચાલ્યા ગયા હતા.....

તમે તમારી પરીક્ષાની તૈયારી માં વ્યસ્ત હતા.

આમેય મેડિકલ નો સિલેબસ એટલો મોટો હોય છે કે પૂરતી તૈયારી વિના તો પાસ થવું પણ અઘરું થઈ જતું હોય છે....
એ વાત મેડિકલ સ્ટુડન્ટ સારી રીતે જાણતા હોય છે...

તમે તમારી હોસ્ટેલ ની રૂમમાં એકલા જ હતા સવારે ફ્રેશ થઈને એનેટોમી પાર્ટ ૩, ની
થોથાં જેવી બુક લઈને વાચવામાં મશગૂલ હતા...

ત્યાં તો અચાનક આવી ને કોઈ એ હોસ્ટેલ ની રૂમ ના દરવાજા પર નોક કર્યું...

દરવાજો ખોલતા જ સામે ખુશ્બુ હતી...

રેડ મીની સ્કર્ટ અને બ્લુ ટોપ માં એ કોઈ હિરોઈન થી કામ નહોતી લાગતી...

ખુશ્બુ એ લગાવેલા ડીઓ ની માદક સુંગંધે તમારા હોસ્ટેલ ના એ આખાય રૂમ માં માદકતા પ્રસરાવી દીધી...

ખુશ્બુ એ જોયું કે રૂમમાં તમે એકલા જ હતા સમીર,
હોસ્ટેલ ની રૂમ નો દરવાજો આડો કરી એકદમ પાસે આવીને ખુશ્બુ એ તમને એક તસતસતું ચુંબન ચોડી દીધું...

એની બ્રાઇટ રેડ લિપસ્ટિક ના ડાઘ તમારા ચોકલટી ગાલ પર ઉપસી આવ્યા.

આજે ખુશ્બુ કઈક અલગ જ અંદાજ માં હતી,
એવું તમે અનુમાન લગાવી દીધું...સમીર

(અપૂર્ણ)