ચાલ ને પરણી જઈએ - 3 Naresh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ ને પરણી જઈએ - 3


Part 3..(last)
(ચાલ ને પરણી જઈએ...)
A social story...

આજે ખુશ્બુ કઈક અલગ જ અંદાજ માં હતી,
એવું તમે અનુમાન લગાવી દીધું...સમીર

જુવાની નો નશો ખુશ્બુ ના મગજ પર આજે બરાબર સવાર થઈ ગયો હોય એવું તમને લાગ્યું...સમીર
પણ મક્કમ મનોબળ વાળા તમે તો ક્ષણિક આવેગો અને એની દૂરગામી અસરો નું અનુમાન લગાવી લીધું હતું...સમીર,

એટલે,તમે તમારી જાત ને ખુશ્બુ થી થોડી દૂર કરતા બોલ્યા....

"ખુશ્બુ, કંટ્રોલ યોર સેલ્ફ...યાર, આ મારી હોસ્ટેલ નો રૂમ છે...
અને, મારે રીડિંગ વેકેશન છે...
"પ્રેમ કરવા માટે તો આપણ ને પૂરતો સમય મળી જ રહેવાનો છે".....
"યુ ડોન્ટ માઈન્ડ ખુશ્બુ, પણ આ કેરિયર નો સવાલ છે ,ને કેરિયર બનાવવા માટેના ચાંસ જીવન માં વારે વારે નથી મળતા"..

તમારા એ ફિલોસોફિકલ શબ્દો એ
ખુશ્બુ ના તોફાની મૂડ માં અડચણ ઉભી કરી એવું એને લાગ્યું...
એને તમારી પાસેથી આવી આશા નહોતી રાખી....

કારણ કે,
મોટા ભાગ ના વિજાતીય આકર્ષણો માં મર્યાદા ઓળંગવાની શરૂઆત કે જીદ છોકરાઓ દ્વારા કરાતી હોય છે..જોકે,
એના પરિણામો છોકરીઓ ને જ ભોગવવાના આવતા હોય છે...એવું એક અનુમાન છે

પણ અહી આખુંય ચિત્ર ઊંધું હતું...

તમારી વાતો સાંભળીને ખુશ્બુ નો એ રોમેન્ટિક નશો તો પળવાર માં જ ઉતરી ગયો..

પણ પછી એણે તમને કહેલા શબ્દો એ તમારા અંદર રહેલા પુરુષત્વ ની સાથે સાથે તમારા હદય ને પણ છેદી નાખ્યું..સમીર

ખુશ્બુ એ નારાજ થઈને તમને કહ્યું...

"સમીર તું, એટલો બધો ડરપોક હોઈશ એવી જો, મને પહેલા ખબર હોત તો,હું તારા પ્રેમ માં પડત જ નહિ"...
" મારા જેવી રૂપાળી છોકરીઓ ને પામવા માટે તો કેટલાય છોકરાઓ પોતાની જાન લૂંટાવી દેતાં હોય છે"
"ખરેખર તો તું મને પ્રેમ જ નથી કરતો"

" સમીર...અને તને તો મારી કઈ પડી જ નથી."

જોકે ખુશ્બુ ની એ બાલિશ વાતો થી તમને મન માં હસવું આવી ગયું...સમીર

હવે,તમે ખુશ્બુ ને એક નાના બાળક ને સમજાવતા હોય એ રીતે કહ્યું...

" જો,ખુશ્બુ, હું ખરેખર તને ખૂબ ચાહું છું,
અને હું એમ પણ નથી કહેતો કે પ્રેમ માં શારીરિક આકર્ષણ નું મહત્વનું નથી..

" લગ્ન પછી તો આ બધું સ્વાભાવિક જ છે ...!!! પણ,અત્યારે તો"......!!

"અને હા",
"તન અને મન ની સંયમિતતા તો પ્રેમ નું ઘરેણું છે...સાચો પ્રેમ સંયમ થી જ સુંદર દેખાય છે"...

પરંતુ સમીર,
તમારી આ ભારેખમ અને સુફિયાણી વાતો ની તો જાણે કે એની પર કોઈ અસર ન થઈ હોય એ રીતે એ પગ પછાડતી હોસ્ટેલ ની રૂમ માંથી નીકળી ગઈ...

જો કે ત્યારે તો તમે ખુશ્બુ ની એ ક્ષણિક જીદ ને સ્ત્રી સહજ સ્વભાવ ગણીને સમય આવ્યે એને મનાવી લેશો,
એ વિચારે એના ગયા પછી તરત જ પાછું અભ્યાસ માં મન પરોવી લીધું....સમીર

પણ સમીર, તમે એ નહોતા જાણતા કે આ બનાવ પછી ખુશ્બુ કાયમ માટે તમને છોડી ને જતી રેહવાની છે..

હોસ્ટેલ ના એ બનાવ પછી ખુશ્બુ તમને ક્યારેય નથી મળવાની એ પણ તમે ક્યાં જાણતા હતા !! સમીર....

અપેક્ષિત પરિણામ સાથે તમારી ફાયનલ
એમ.બી.બી.એસ ની પરિક્ષા પૂરી થઈ...

તમે હવે તો, સમીર માંથી ડો.સમીર બની ચૂક્યા છો ગયા..

પણ,
વર્ષો થી જોઈ રાખેલા ડોકટર બનવાના સાકાર થયેલા એ સ્વપ્ન ની ખુશી તો હતી પણ સાથે ખુશ્બુ એ છોડી દીધેલા તમારા સાથ નું દુઃખ પણ હતું....

એમ.બી.બી.એસ ની ડિગ્રી મેળવ્યા,પછી
પી.જી. માં એડમિશન મેળવતા ની સાથે જ તમે, ગમે તેમ કરી ને તમારી ખુશી તમારા જીવન માં પાછી વળે એ માટે ખુશ્બુ ના ઘર નું સરનામું શોધી કાઢ્યું..

ડૉ સમીર....
કારણ કે હોસ્ટેલ ના એ રૂમ વાળા બનાવ ને ભલે હજુ ચાર પાંચ મહિના થયા હોય પણ તમે હજુ ખુશ્બુ ને ભૂલ્યા નહોતા.

ડૉ.સમીર તમને હજુ પણ માં મન માં ઊંડે ઊંડે શ્રદ્ધા હતી કે તમે ખુશ્બુ ને જરૂર મનાવી લેશો...

અને એ દિવસ તમે તમારા ડોકટર બન્યા ની ખુશી નાં પેંડા લઈને ખુશ્બુ ને ત્યાં પહોંચ્યા...

ડૉ.સમીર
ખુશ્બુ ના ઘેર મોટું તાળું લટકતું હતું...

આજુ બાજુ ના પાડોશ માંથી પૂછપરછ કરતાં તમને જાણવા મળ્યું ડૉ સમીર, કે...

ત્રિવેદી બ્રાહ્મણ પરિવાર ની એ
એકની એક દીકરી ખુશ્બુ ને તો હજુ બે ત્રણ મહિના પહેલા જ સોસાયટી ના નાકે ઉભા રહેતો કોઈ મવાલી જેવો છોકરો ભગાડી ને લઇ ગયો.....

જેના આઘાત ને લીધે ખુશ્બુ નો આખોય પરિવાર મહારાષ્ટ્ર ના એમના મૂળવતન માં પરત જતો રહ્યો છે....

પાડોશીએ કરેલી, ખુશ્બુ વિશે ની વાત તમારા માટે વજ્રઘાત સમાન પુરવાર થઈ.. ડૉ સમીર..

તમે હવે સંપૂર્ણપણે અંદરથી તૂટી ચૂક્યા હતા.

અને હવે તમે પણ એવું માનવા લાગ્યા છો કે આ બધા માટે તમે જ જવાબદાર છો.

કારકિર્દી મેળવવાના મોહે તમે તમારા જીવન ના પહેલા પ્રેમ ને ગુમાવી દીધો છે એવું તમને લાગવા લાગ્યું...ડૉ સમીર

જેમ તેમ કરીને તમે હોસ્ટેલ પહોંચ્યા..

ડૉ સમીર...પણ,
મિત્રો ને આ વાત ની ખબર પડતાં જ, તણાવ માં આવી ને તમે કોઈ અજુગતું પગલું ના ભરી લો, એ ડર થી તમને સંભાળી લીધા ...

મોટે ભાગે એવું કહેવાતું હતું , કે મેડિકલ અભ્યાસક્રમ ના અઘરા ભણતર ના કારણસર બિનઅપેક્ષિત રિઝલ્ટ ને કારણે તણાવ ને લઈને દર વર્ષે એકાદ મેડિકલ સ્ટુડન્ટ તો પોતાનો અભ્યાસ અધૂરો છોડી દે છે અથવા તો આત્મઘાતી પગલું ભરતો હોય છે...

મિત્રો ની સાથે સાથે પી.જી. ના તમારા અભ્યાસ ની શરૂઆતથી જ આવા વિપરીત સંજોગો માં પણ એક નાજુક ખભા એ તમને આત્મવિશ્વાસ અને હૂંફ આપી છે...એ ખભો હતો ડૉ. સ્વાતિ પરીખનો..

ઉમદા માયાળુ સ્વભાવ સાથે ચેહરા પર સતત ફરકતા નિર્દોષ સ્મિતના વૈભવ નું હરતું ફરતું વ્યક્તિત્વ..એટલે ડૉ. સ્વાતિ પરીખ....

કદાચ,
ડૉ સ્વાતિ ની હૂંફ ન મળી હોત તો તમે તમારું પીજી પણ પૂરું ન કરી શકત..!!

એ વાત તો તમે આજે પણ એટલીજ નિખાલસતા થી કબૂલો છો...ડૉ સમીર...

ડૉ.સ્વાતિ એ ભલે ખુશ્બુ ક્યારેય જોઈ નહોતી પણ તમારી સાથે બનેલી એ સઘળી હકીકત થી ડૉ.સ્વાતિ બરાબર વાકેફ હતા....

તમારા હદય માં રહેલી ખુશ્બુ નું સ્થાન
ડૉ સ્વાતિ ના એ નિખાલસ અને નિસ્વાર્થ પ્રેમે ક્યારે લઈ લીધું એની તમને ખબર જ ન પડી...

અને છેવટે,
મોટે ભાગે જેમ જોવા મળે છે એ મુજબ ડોકટર પોતાના જીવનસાથી તરીકે ની પસંદગી સહાધ્યાયી ડોક્ટર પર જ ઉતારે છે....એવું તમારા જીવન માં પણ થયું ડૉ. સમીર...

પીજી પૂરું થતાં ની સાથે જ મિત્રો ની હાજરી અને વડીલો ની સંમતિ થી તમે અને ડૉ સ્વાતિ પરણી ગયા....
ડૉ સ્વાતિ પરીખ , મટીને હવે, ડૉ સ્વાતિ સમીર ભટ્ટ બની ગયા...

કદાચ, તમારી અને ડૉ સ્વાતિ ની જોડી ભગવાને ઉપરથી જ સર્જી હશે....

તમારા જીવન માં ખુશીઓ નો ગુણાકાર થવા લાગ્યો....એવું તમને લાગ્યું....ડૉ સમીર

અને વળી પાછો એમાં એકાદ વર્ષ પછી અંશ નો ઉમેરો થયો.....

ખુશ્બુ હવે તો, તમારો દફનાવી દીધેલો ભૂતકાળ બની ગઇ હતી.....

પ્રમાણિકતા થી કહું તો સ્વાતિ અને અંશ ના તમારા જીવન માં પ્રવેશ્યા પછી તમને ક્યારેય ખુશ્બુ ની યાદ પણ આવી નથી..... ડૉ સમીર

પણ આજે આટલા વર્ષો પછી,લોનાવાલા ની
ટુર પૂરી કર્યા પછી,
ત્યાંના એ બૂટિક સ્ટોલ માં જોયેલા ખુશ્બુ ના ચેહરા ને જોઈને તમે અપસેટ થઇ ગયા હતા...

અને હવે તો સામે છેડેથી સાંભળેલા ખુશ્બુ ત્રિવેદી ના અવાજે તમને ખાતરી પણ કરાવી દીધી કે એ ખુશ્બુ જ હતી...

આટલા બધા વર્ષો પછી હવે કંઇ ખુશ્બુ ને યાદ કરવાનો અર્થ કોઈ જ નહોતો...
એટલે તમારી પાસે નંબર હોવા છતાં પણ ખુશ્બુ ને તમે કોલ ના કર્યો.. ડૉ સમીર...

પણ વર્ષો પહેલા તમને પડતાં મૂકીને ખુશ્બુ એ ભરેલા અવિચારી પગલાં પછી ખુશ્બુ અત્યારે કેવા સંજોગો માં છે એ જાણવાની એક તાલાવેલી ચોક્કસ તમારા મનમાં ઉભી થઈ છે..
ડૉ સમીર...

જો કે તમારા સુખી અને શાંત સંસાર રૂપી સરોવર માં ખુશ્બુ ને લઈને કોઈ વમળ ન સર્જાય એટલી સમજણ તો તમારા માં છે જ
ડૉ સમીર...
એટલે તો ફરી પાછા તમે તમારા રૂટીન માં ગોઠવાઈ ગયા છો... ડૉ સમીર...

તમારી લોનાવાલા ની ટુર માંથી આવ્યે હવે તો ત્રણ ચાર મહિના નો સમય થવા આવ્યો છે...

રોજનીશી મુજબ એક દિવસ સાંજે ક્લિનિક પરથી આવીને લંચ પતાવીને તમે તમારા આલીશાન બંગલાના ડ્રોઈંગ રૂમ માં પત્ની ડૉ સ્વાતિ સાથે બેઠા હતા..

નાનકડો અંશ ટીવી પર કાર્ટુન જોવામાં મશગુલ હતો...
એટલામાં તમારા સેલ ફોન ની રીંગ વાગી....તમારા દાક્તરી વ્યવસાય ને કારણે ગમે તે સમયે આવેલા કોલ ને રિસીવ કરવાની ફરજ ના ભાગ રૂપે એ કોલ રિસીવ કરતા ની સાથે જ સામે થી કોઈ આધેડ પુરુષ નો અવાજ સંભળાયો.....

"હેલ્લો, સર, આપ ડૉ સમીર બોલ રહે હો...!!
મે અનમોલ બૂટિક શોપ લોનાવાલા કા ઓનર બોલ રહા હુ.."
સર,હમારે યહાં કામ કરને વાલી મેરી દૂર કી રિસ્તેદાર લડકી ખુશ્બુ ત્રિવેદી..
લાસ્ટ એક વીક સે હોસ્પિટલ મે એડમીટ થી.....
વૈસે ભી વો એચ.આઇ.વી. પોઝિટિવ લડકી બચને વાલી તો નહિ થી......
ઉસ્કે માતા પિતા કા તો તીન સાલ પહેલે હી સ્વર્ગવાસ હો ચુકા થા..
લેકિન, દો દિન પહેલે ખુશ્બુ કા ભી નિધન હો ચૂકા હૈ...
ઔર તો કોઈ રિસ્તેદાર થા નહિ ઉસ લડકી કા

લેકિન , મરને સે પહેલે આપકા યે સેલ નંબર દિયા થા...
બોલી થી અગર ઉસે કુછ હો જાયે તો,
સિર્ફ એક બાર કોલ કર કે આપકો ઇન્ફોમ કિયા જાયે....
"વો યહ ભી કહ રહી થી, સર,
"આપ દો તીન મહિને પહેલે હી લોનાવાલા આયે થે...ઔર હમારે યહાં સે કુછ શોપિંગ ભી કિયા થા"....
"ખેર,મે તો આપ કો જાનતા નહિ હું....સર...પર,આપ કા ક્યા રિશ્તા થા, ખુશ્બુ સે...??.....

લોનાવાલા થી આવેલા એ ફોન માં આધેડ દ્વારા એક જ શ્વાસે અપાયેલા એ સમાચાર થી તમને એ સમજતા વાર ના લાગી કે ખુશ્બુ ના જીવન માં શું બન્યું હશે...

પણ એ સમાચારે ફરી એક વાર તમને અંદર થી હચમચાવી નાખ્યા..ડૉ સમીર

તમારી બાજુમાં જ તમારા પત્ની ડૉ. સ્વાતિ ની સામે જોઇને તમે એટલું જ બોલ્યા ડૉ. સમીર
"ખુશ્બુ ઇઝ નો મોર...સ્વાતિ...

અને ન ઈચ્છવા છતાં પણ તમારી આંખ માંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા ડૉ.સમીર

હવે તમે પત્ની સ્વાતિ ને વધુ કઈ કહો એ પહેલાં તો એણે તમારો હાથ પોતાના હાથ માં લઇ લીધો...
સોફામાં બેઠા બેઠા જ ડૉ સ્વાતિ એ તમારું માથું એના ખોળા માં લઈ લીધું અને તમારા કપાળે હાથ ફેરવવા લાગી......

તમારી પત્ની ના ખોળા માં માથું રાખીને સૂતા સૂતા તમે જોયું કે ,ખુશ્બુ ના મૃત્યુ ના સમાચારે
સ્વાતિ ના આંખ ના ખૂણા પણ ભીના કરી દીધા હતા....
જે એના સ્વભાવની જ ખાસિયત હતી....

નાનકડો અંશ તો આ બધું જ સમજવા માટે અસમર્થ હતો.......

(પૂર્ણ)