ચાલ ને પરણી જઈએ - 1 Naresh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ ને પરણી જઈએ - 1

A social story..(part 1)

ચાલને, પરણી A social story..(part 1)

ચાલને, પરણી જઈએ...?

थोड़ी सी कर गए चूक,
ए इश्क तेरी इबादत में ।

खुदा मुकम्मल था,
लम्हा गर वोह सम्हल जाता ।

ડો.સમીર,...લોનાવાલા ની તમારી એ ટુર દરમિયાન મળેલા શોપિંગ ટાઈમ માં તમે ટુરિસ્ટ સ્ટ્રીટ માર્કેટ માં તમારા દશ વર્ષ ના ચારમિંગ દીકરા અંશ ની આંગળી પકડી ને બધા જ સ્ટોલ તરફ જોતા જોતા આગળ વધી રહ્યા હતા....
શરૂઆત ના સ્ટોલ પરથી થી જ ચોકલેટ/ ચીક્કી ની ખરીદી કરેલી બે ત્રણ હેન્ડ બેગ હાથ માં હોવા છતાં પણ,
એક પછી એક આવતી ચીક્કી અને ચોકલેટો ના એ હારબંધ લાગેલા સ્ટોલ અન્ય ટૂરિસ્ટો ની જેમ જ નાનકડા અંશ ને પણ લલચાવવા હતા..
તમારી ખૂબસૂરત પત્ની ડોકટર સ્વાતિ તમારી આગળ આગળ પોતાની ખરીદી માં વ્યસ્ત હતી..
ક્યારેક ક્યારેક એ પાછળ જોઇ લેતી કે,તમે આ ભીડ માં બહુ પાછળ તો નથી રહી ગયા ને..?...સ્વાતિ ભલે ડોક્ટર રહી, પણ આખીર તો એક ગૃહિણી જ ને ,એટલે એનું સંપૂર્ણ ધ્યાન ખરીદી ની સાથે સાથે તમારી પર પણ હતું...
કોઈ પણ સ્ત્રી, કારકિર્દી ના ગમે તે મુકામે હોય, શોપિંગ એ એની સૌથી મોટી નબળાઈ હોય છે...
ખરીદી નું એક પ્રકારનું વ્યસન કે નશો હોય છે મોટે ભાગે સ્ત્રીઓને...
અને, પાછું એવું નહિ કે ગમે તેમ ખરીદી કરી ને પૈસા વેડફી નાખવાના..
ગમે તેટલી આર્થિક સદ્ધરતા હોય પણ પોતાના ખર્ચેલા પૈસા નું પૂરેપૂરું વળતર લેવાનુ એ દરેક સ્ત્રી નો સ્વભાવ. અને એમાંય આ તો ગુજરાતી ...એટલે કંઇ બાકી જ ન હોય...

દુકાનદાર સાથે પુરે પુરો ભાવ ની રકઝક કરી ને પછી જ ખરીદી કરવી...એ જાતીગત સ્વભાવ જ હોય છે.. દરેક સ્ત્રીઓનો..

તમારી વાત કરું તો તમે,
ડો. સમીર .... જાણીતા શહેરના એક નામાંકિત ડોકટર.. અને તમારી જ સહાધ્યાયી અને હાલમાં તમારી પત્ની એવી ડો.સ્વાતિ પણ શહેર ની નામાંકિત ગાયનેકોલોજિસ્ટ
સાથે દશ વર્ષ નો એક નો એક દીકરો અંશ ....

દર વખત ની જેમ જ તમારા ભરચક અને વ્યસ્ત સીડ્યુલ માંથી સમય કાઢી ને પણ દર વર્ષે ક્યાંક ને ક્યાંક અનુકૂળતા મુજબ ફરવાનું રીફ્રેશ થવાનું આયોજન કરો છે...
એ મુજબ આજે અહીં વ્યવસાય ને એકાદ અઠવાડિયા નો આરામ આપીને મહાબળેશ્વર,લોનાવાલા અને ખંડાલા રીફ્રેશ થવા માટે આવ્યા છો.....
આજે છેલ્લો દિવસ હતો તમારી આ ટુર નો.... ડૉ સમીર..
તમારી પત્ની ડૉ સ્વાતિ પણ સ્ટ્રીટ શોપિંગ નો પુરેપુરો આનંદ ઉઠાવી રહી હતી.. ડૉ.સમીર....
રવિવાર નો દિવસ હોવાથી,
સ્ટ્રીટ ઘણી ભીડ ભાડ વળી હતી...
જોકે કાયમ ભીડ થી ઘેરાયેલી ઓપીડી થી તમે તો ટેવાયેલા જ હતા ડૉ સમીર....એ શોપિંગ સ્ટ્રીટ માં સ્વાતિ હવે લગભગ દસ પંદર કદમ જ આગળ ચાલી રહી હતી..અચાનક,

તમે જોયું, ડૉ સમીર કે ,એક બૂટિક સ્ટોલ પાસે ઊભી રહેલી તમારી પત્ની સ્વાતિ એ તમને ઈશારો કરી ને પોતા ની તરફ આવવાનો હુકમ કર્યો...

ડૉ સમીર..
તમે પત્નીનો ઈશારો સમજી ગયા...
મોટે ભાગે શોપિંગ માં પતિ ના ભાગે પત્નીઓ ના સિલેકસન પર મજૂરી ની મહોર મારવાનું જ કામ આવતું હોય છે... અને ડૉ.સમીર તમે પણ એમાંથી બાકાત નહોતા...

નજીક પહોંચતા જ સ્વાતિ એ હાથ ઊંચો કરી ને એક ડ્રેસ બતાવતા ,

"સમીર,જુવો તો, આ ડ્રેસ મને કેવો લાગશે...?

સ્વાતિ એ પૂછયું....
બે કદમ દૂર ઉભા રહેતા જ પત્ની ને સંભળાય એ રીતે તમે બોલ્યા ડૉ સમીર ..

"વેરી ગુડ વન...સ્વાતિ, આમેય ગ્રીન તો તારો ફેવરિટ જ છે.. તને ગમતો હોય તો લઈ લે ને "....
ડો સમીર, હંમેશ ને જેમ જ દરેક પત્ની ને ગમતો હોય એવો જ જવાબ આપ્યો..

તમારું ધ્યાન ડ્રેસ જોવા કરતા પણ એટલી ભીડ માં અંશ ને સાચવવામાં વધારે હતું....

ત્યાં તો,
" મેડમ, આ અમારું સ્પેશિયલ ગ્રાસ ગ્રીન કલેક્શન છે"..."અને તમારા આ ફેર ફિગર પર તો આ કલર એકદમ શોભી ઉઠશે"...

સ્ટોલ ની એ સેલ્સ વુમન માર્કેટિંગ કરતી હોય એ રીતે ગુજરાતી માં બોલી....

ડૉ.સમીર સ્ટ્રીટ માં ઘણી ભીડ હતી...તમે સ્વાતિ થી લગભગ એકાદ બે કદમ જ દૂર હતા...
સ્ટોલ ની બહાર હાર બંધ હેંગ કરેલા એ તમામ આઉટ ફીટ ને લીધે સ્ટોલ ની અંદર પૂરું જોઈ શકતા નહોતા .. ડૉ.સમીર....

મોટે ભાગે આઉટ સ્ટેટ માં લોકો હિન્દી અથવા અંગ્રેજી બોલતા જોવા મળે છે...

પણ અહીં અચાનક સાંભળેલ એ ગુજરાતી લહેકા એ તમારા કાન સરવા કરી નાખ્યા... ડૉ સમીર,
એ અવાજ તમને ક્યાંય જાણીતો લાગ્યો...જાણીતો લાગ્યો એમ જ નહિ પણ, આ અવાજ તમે ઘણી વાર સાંભળ્યો છે એવું તમને લાગ્યું.... ડૉ સમીર....

એટલી વાર માં તો,
સ્વાતિ ના હાથ માં એ ડ્રેસ પકડાવીને એ સેલ્સ વુમન બીજા કસ્તમર્સને ને ટ્રીટ કરવામાં મશગૂલ થઈ ગઈ.....

અને ડૉ સમીર....સ્ટોલ ની બહાર હેંગ કરેલા આઉટ ફિટ ની અડચણો વચ્ચે થી એ ગુજરાતી બોલતા સેલ્સ વુમન ના ચેહરા ને જોવા પ્રયત્ન કર્યો...
પણ સ્ટોલ ની અંદર રહેલા એ ચેહરા પર નજર પડતાં જ તમારા પગ નીચે થી ધરતી સરકી ગઈ હોય એવું લાગ્યું.....

બિલકુલ શૂન્ય મસ્તિક થઈ ગયા...એટલા ખુશનુમા વાતાવરણ ની વચ્ચે પણ તમારે કપાળે પરસેવાના ટીપા બાઝી ગયા ડૉ. સમીર...

સ્ટોલ ની અંદર ઘણી ભીડ હતી... કસ્ટમર ની ભીડ વચ્ચે એ સેલ્સ વુમન નું ધ્યાન સ્ટોલ ની અંદર રહેલા અન્ય કસ્ટમર ઉપર હતું.......

પણ ડો સમીર ...તમે એ ચેહરો અને એ અવાજ ને બરાબર ઓળખી લીધો...

એ ખુશ્બુ હતી......માંડ પાત્રીસી એ પહોંચેલા એ ચેહરા પર ની જવાબદારીઓ ની લકીરો એ એની ઉંમર ને ચાલીસી નો આંકડો પાર
કરાવી દીધો હોય એવું લાગતું હતું....

એક ક્ષણ તો શું કરવું તમે સમજી ન શક્યા ડૉ સમીર...અને તરત જ આંગળી પકડેલા અંશ ને તેડી ને બે ડગલાં આગળ નીકળી જતા તમે સ્વાતિ ને કહ્યું...

"ચાલ હવે,ફટાફટ બિલિંગ કરીને આવ, આપણે હોટેલ પહોંચવામાં લેટ થઈ જઈશું....સાંજે તો ચેક આઉટ લઈ લેવાનુ છે".....

તમારા દિલ ની ધડકનો હજુય તેજ હતી, ડૉ સમીર....
તમે જેમ બને તેમ જલદી આ સ્થળે થી નીકળી જવા માંગતા હતા....
એટલે,તમે એ સ્ટોલ થી થોડા આગળ જઈને ઉભા રહ્યા....
થોડી વાર માં તો હાથ માં પેક કરેલા ડ્રેસ ની હેન્ડ બેગ લઈને પાછળ થી આવી ને સ્વાતિ એ તમને ટપારતા કહ્યું..

" શું થયું, ડૉકટર સાહેબ....ભીડ થી અપસેટ થઈ ગયા કે શું.....! પણ એ,ચાલશે નહિ... ડીયર,
હજુય તો લાઇફ માં આવા કેટલાય સ્ટ્રીટ શોપિંગ માં તારે મારી સાથે આવવાનું છે"..
સ્વાતિ એ આંખ મિચકારતા તમને કહ્યું......

"નો,ઈટ્સ ઓકે...સ્વાતિ ....નથીંગ... આ તો અંશ હવે અકળાય છે.. એટલે મેં તને કહ્યું"

કપાળ પર નો પરસેવો લૂછતાં તમે બોલ્યા ડૉ સમીર...

હવે હોટેલ તરફ ના રસ્તે જતાં જતાં તમારી પત્ની એ જે વાત કરી એ વાતે તમને અંદરથી થોડા હચમચાવી મૂક્યા.... ડૉ સમીર..

સ્વાતિ એ આશ્ચર્ય સાથે તમને કહ્યું....

"સમીર....મે જે પેલો ગ્રીન ડ્રેસ ખરીદ્યો ..એ બૂટિક શોપ એક ગુજરાતી ની હતી ".." અને પેલી સેલ્સ વુમન તો વળી આપણા અમદાવાદ ની હતી. એણે મને એ શોપ નું વિસિટીગ કાર્ડ પણ આપ્યું"....કદાચ," ડ્રેસ ના કલર કે સાઇઝ અંગે કોઈ ફેરફાર કરવો હશે તો પણ કુરિયર દ્વારા થઈ જશે,એવું પણ એણે કહ્યું" ....."કેટલું સોલીડ માર્કેટિંગ હોય છે .. આ લોકો નું.. નહિ...કસ્ટમર ને આકર્ષવાનું"..??...

ડૉ સ્વાતિ ના આ શબ્દોમાં,

અહી,સ્ત્રીઓ ની એક બીજી પણ ખાસિયત પણ પ્રદર્શિત થઈ.. કે,ગમે તેટલી લાંબી પસંદગી પ્રક્રિયા પછી પણ, શોપિંગ કરેલી વસ્તુ ને એકાદ વાર તો એક્સચેન્જ કરાવવનો આગ્રહ એ હમેશ રાખતી જ હોય છે ..

ખેર,એ જે કંઈ હોય.. પરંતુ,

ડૉ સમીર,હોટેલ પહોંચ્યા ત્યાં સુધી ના આખાય રસ્તે તમે એ ખુશ્બુ ના વિચારો માં જ ખોવાયેલા રહ્યા હતા.
હોટેલ ના એ રૂમ પર પહોંચ્યા પછી સ્વાતિ એ તમને પૂછયું પણ ખરું,
"સમીર, આર યુ ઓકે...પણ તમે પણ "ઇટસ ફાઇન ઓકે" એવો ઉડાઉ જવાબ આપ્યો ડૉ સમીર...

ગમે તે હોય,પણ ખુશ્બુ નો એ ચેહરો કેમેય કરીને તમારી નજર સામેથી હટવાનું નામ નહોતો લેતો ....

સિડ્યુલ પ્રમાણે,
હોટેલ માંથી ચેક આઉટ લીધા પછી સાંજ ની ફ્લાઇટ પકડીને મોડી રાત્રે અમદાવાદ પરત આવી પહોંચ્યા.... ડૉ સમીર

ખુશ્બુ ના વિચારો એ તમે આખી રાત ઊંઘી પણ ના શક્યા...
બીજા દિવસે સોમવારથી તો રૂટિન ચાલુ થઈ જવાનું હતું... ડૉ સમીર...

એ મુજબ સવારે બરાબર અગિયાર ના ટકોરે તૈયાર થઇને તમે હોસ્પિટલ પહોંચ્યા...
તમારી તબિયત આજે કંઇ ઠીક નહોતી લાગતી..એટલે ઓ પી ડી ની એ ભીડ જોઈને તમે તમારી આસિસ્ટન્ટ ડૉ ગાર્ગી ને સૂચના આપી..કે,
ક્રિટીકલ ન હોય એવા કોઈ પણ પેશન્ટ ને એ આજે એકઝામીન નહિ કરે.
એટલે આજે કેબિન માં જરૂર ના લાગે તો કોઈ પેશન્ટ મોકલવા નહિ...
ડૉ ગાર્ગી જ આજે ઓપીડી સાંભળી લે.....

ડૉ સમીર તને તમારા કેબિન માં બેઠા બેઠા એ પેપર વેઇટ ને ટેબલ પર ગોળ ગોળ ફેરવી રહ્યા હતા...
હજુ પણ તમારા મગજ માં એ અવાજ, એ ચેહરો અને તમારી પત્ની સ્વાતિ એ બતાવેલા લોનાવાલા ના એ બૂટિક સ્ટોલ ના વીસિતિંગ કાર્ડ નો એ નંબર ઘૂમરાતો હતો...

અંતે તમારી ધીરજ ખૂટી ગઈ ડૉ સમીર...
અને કેબિન માં બેઠા બેઠા જ તમે વિસિતિંગ કાર્ડ ના એ બરાબર યાદ રહી ગયેલા એ સેલ નંબર પર કોલ કર્યો ...

(અપૂર્ણ)જઈએ...?

(અપૂર્ણ)