Vivah Ek Abhishap - 13 books and stories free download online pdf in Gujarati

વિવાહ એક અભિશાપ - ૧૩

આગળ આપણે જોયુ કે વિક્રમ દુર્ગા દેવી ના જણાવ્યા મુજબ ટેકરી પર રહેલા એક સિદ્ધ તપસ્વી એવા સાધુ મહારાજ પાસે જાય છે .એ વિક્રમ ને ભસ્મ ની પોટલી આપે છે અને હીર જ્યારે ગીત ગાતી હોય ત્યારે એની જાણ બહાર એની આજુબાજુ કુંડાળુ કરી એને કેદ કરવાનુ કહે છે અને જણાવે છે કે એ પછી એ જે પણ પ્રશ્ન પુછશે એનો જવાબ આપવા મજબુર થઈ જશે.વિક્રમ એમના આશિર્વાદ અને ભસ્મ ની પોટલી લઇ પાછો ફરે છે .અદિતિ ને ગામ ના રસ્તા પર એ જ હવેલી દેખાય છે જે એણે રસ્તા પર જોઇ હતી જેને જોઇ ને એ ગભરાઇ જાય છે અને પોતાના દોસ્તો સાથે ગામ જોયા વગર પાછી ફરી જાય છે.ઘરે આવતા વિક્રમ ના નીકળી જવાની ખબર પડે છે અને અદિતિ વિક્રમે એના નામે મુકેલી ચિઠ્ઠી વાંચી નક્કી કરે છે કે વિક્રમ ના પાછા આવતા વિક્રમ ને બધું પડતુ મુકી ઘરે પાછા જવા સમજાવશે.
વિક્રમ
દુર્ગા દેવી એ બતાવેલી ટેકરી પર જઇ ને પાછા આવતા રાત ના નવેક વાગી ગયા હતા .એટલે જમીને હું સીધો મારા રુમ માં જવા જતો હતો ત્યાં દુર્ગાદેવીએ મને એકાંત માં બોલાવી ને મને પુછ્યું કે એમણે શું ઉપાય બતાવ્યો પણ મે એમ કહીને વાત ને ટાળી દીધી કે એમણે કહ્યું સમય આવ્યે બધું સારુ થઇ જશે.એમ કહીને રુમ માં જવા જતો હતો ત્યાં અદિતિ એ મને રોકી ને પુછ્યું મારે તારી સાથે જરૂરી વાત કરવી છે .મે એને પણ કહ્યું ,"જો અદિતિ મને બહુ થાક લાગ્યો છે સારુ રહેશે કે આપણે કાલે વાત કરીએ."
મારે એમ કરવુ પડ્યું કેમ કે મારે બધા થી વાત ને ગુપ્ત રાખવાની હતી.અને હીર આવે ત્યારે જાગવાનું પણ હતુ.એ કામ કરવાનું હતુ જે મહારાજે કહ્યું હતુ.રુમ માં જઇ ને મને થયુ થોડી ઉંઘ ખેંચી લઉં જેથી કરીને રાતે ઉઠી શકુ.પહેલા તો મને થયુ કે એલાર્મ રાખી દઉ પણ એમ કરવાથી મોન્ટી અને મિહિર બંને ઉઠી જાય .એટલે પછી એમ જ આડો પડ્યો ને અદિતિ ના વિચાર કરતા કરતા સુઇ ગયો.રાતે સવા બે વાગ્યે મારી ઉંઘ ઉડી હશે .ઘડિયાળ જોઇને પેટ માં ફાળ પડી કે ક્યાંક હું ચુકી તો નથી ગયો .એમ વિચારીને ઉભો થયો ને રુમ ની બારી ખોલી એ જ સન્નાટા ભરી ડરાવની રાત .ત્યાં જ ઠંડી હવા આવી ને એ સાથે જ કાલ રાતે સાંભળેલા ગીત નો અવાજ આવ્યો.અને ધીમેધીમે
મોટો થતો વાતાવરણમાં ગુંજવા લાગ્યો .
****************************************
અજનબી હવાયેં બેકરાર બાંહે
દે રહી સદાયેં આજા આજા ......
મંજિલો કી રાહેં ચાહતો કી બાંહે
ફિર તુઝે બુલાયે આજા આજા.....
તુ આજા તુ આજા રગો મેં સમા જા
પુકારે તન્હા દિલ તુ આજા ......
અજનબી હવાયેં બેકરાર બાંહે
દે રહી સદાયેં આજા ..આજા.......
કાટે સે ભી કટે ના દુરીયોં કે પલ
તેરી જુસ્તજુ હૈ મેરી બેબસી હલ
હોગા હોગા હમારે ખ્વાબો કા મિલન
કહે રહી હૈ તેરે મેરે જખ્મો કી જલન
ઇશ્ક પે હૈ યકીં ડર મુઝે કુછ નહિ
તુ આજા તુ આજા રગોંમે સમાજા
પુકારે તન્હા દિલ તુ આઆ જા ...
અજનબી હવાયેં બેકરાર બાંહે
દે રહી સદાયેં આજા આજા.......
ઢૂંઢે તુઝે અબ તો તનહાઇંયાં મેરી
પીછે પીછે મૈ આગે પરછાઇયાં તેરી
એસે કૈસે ટુટેગી યાદોં કી કડી
સાંસો સે બંધી હૈ તેરી સાંસો કી લડી
જિંદગી યે મેરી હૈ અમાનત તેરી .......
તુ આજા તુ આજા રગોંમેં સમા જા
પુકારે તન્હા દિલ તુ આજા..........
અજનબીં હવાયેં બેકરાર બાંહે
દે રહી સદાયેં આજા આજા
મંજિલો કી રાહેં ચાહતો કી બાંહે
ફિર તુઝે બુલાયે આજા ....આજા
મે બારી માંથી જોયુ કે હવેલી ના ખુલ્લા ગેટ માંથી બહાર નીકળી .એ સાથે જ મે પણ ભસ્મ ની પોટલી લઇ ઘરમાંથી બહાર નીકળી ગયો.એનો ચહેરો તો નહોતો જોઇ શકાતો પણ રાજકુમારી ના સફેદ વસ્ત્રો માં એ દુર થી પણ અદ્ભુત દેખાતી હતી .મે છુપાઇ ને એના પર નજર રાખી જેથી એની નજર મારા પર ના પડે.ધીમેધીમે ચાલતા ચાલતા ગીત ગાતા ગાતા એ જંગલ તરફ વળી.એટલે હું પણ ચોક્કસ અંતર રાખી ને છુપાતો છુપાતો એની પાછળ ગયો.મને થયુ કે એની નજર પડ્યા વગર એની આસપાસ વર્તુળ કેવી બનાવું એમાંય એ ક્યારેક પોતાની જગ્યાએથી અદ્રશ્ય થઈ બીજી જ ક્ષણે બીજી કોઇ જગ્યાએ પહોંચી જતી જે જોઇને મારા મોતિયા મરી ગયા.હું ફાટી આંખે જોતો જ રહ્યો .એમ થયુ કે નથી કરવું પછી ક્યારેક કરીશ પણ પછી એમ થયુ એનો પીછો કરતો કરતો અહિં સુધી આવી ગયો છું જો એની નજર પડી જશે તો ખબર નહિ શું થશે મારા હાલ એ વિચાર કરી ને ભસ્મ ની પોટલીમાંથી રાખ કાઢી ને જમીન પર વેરવા નું શરુ કર્યુ ને એની ફરતે વર્તુળ બનાવવાનુ ચાલુ કર્યુ .સદનસીબે ભસ્મની પોટલી નાની દેખાતી હતી પણ એમાંથી ભસ્મ ની માત્રા ચમત્કારીક રીતે ખતમ જ નહોતી થતી એટલે વર્તુળ પણ મોટુ બન્યુ.અને એ એક જગ્યાએથી અદ્રશ્ય થઈ ક્ષણભરમાં બીજી જગ્યાએ પહોંચી જતી ને એમાં જ એ પોતે જ વર્તુળ માં ક્યારે ઘેરાઇ ગઇ એને ખબર જ ના રહી .
ગીત પુરુ કરી એ ખાસી વાર એક જગ્યાએ ઉભી રહી પણ પછી જેવી એ આગળ વધવા ગઇ ત્યાં કોઇ અદ્રશ્ય શક્તિ એને રોકી રહી હતી.એણે આગળ જવા ના બહુ પ્રયત્નો કર્યા પણ બધા ય વ્યર્થ ગયા.હવે એને ખબર પડી કે કોઈ એ એના પર જાદુ કરી ને એને કેદ કરી દીધી છે.એ ખબર પડતા એ ગુસ્સે થઈ ગુસ્સામાં એણે ગર્જના કરી, "કોણે મને અહિં કેદ કરવાની હિંમત કરી છે હું એને જીવિત નહિ છોડું.જે પણ હોય એ બહાર આવે"
એ ખુબ જ ગુસ્સે થઈ ગઇ હતી મન માં ડર હતો થયુ એની સામે જઉં કે નહિ પણ પછી મનમાં મહાદેવ નું સ્મરણ કર કરીને બહાર નીકળ્યો,મને જોઇને વધારે ગુસ્સે થઈ અને બોલી ",મને જવા દે નહિ તો તને જીવતો નહિ જવા દઉં ."
"તારે જે કરવું હોય એ કરી લે પણ હું પણ તને નહિ જવા દઉં ,જ્યાં સુધી મારા પ્રશ્નો ના જવાબ ના મળી જાય હું તને નહિ જવા દઉં .ભલે ગમે એટલો સમય નીકળી જાય કે ગમે તે થઈ જાય ના તો હું અહિં થી જઇશ કે નહિ તને જવા દઉં .તું આ વર્તુળ માં જ કેદ થઈ ને રહી જઇશ."
એણે બહુ જ પ્રયત્ન કર્યા ,મારા પર પ્રહાર કરવા ના ય પ્રયત્ન કર્યા પણ પોતાના એક પણ પ્રયાસ માં એ સફળ ના થઈ આખરે થાકી હારીને ઘુંટણિયે બેસી ને રોવા લાગી અને રોતા રોતા બોલી ,"કેમ ,આખરે કેમ બધા ને દુખી કરવા ,સતાવવા હું જ કેમ મળુ છું?મને શાંતિ થી જીવવા તો ના દીધી હવે મર્યા પછી પણ મને હેરાન કરવાનું છોડતા નથી .એટલે જ ને કે હું કમજોર છું.એટલે જ બધા મારા પર જોર અજમાવે છે.તું જે કોઇ પણ હોય મે તારુ શું બગાડ્યુ છે કે મને કેદ કરી દીધી .કોણ છે તુ?"
"તું એમ કહે છે કે તે કોઇ નું શું બગાડ્યું છે?તારા જ કહેર થી ગામમાં સાંજ પછી કોઈ ઘરની બહાર નીકળતુ નથી .આખુ ગામ તારા ભય ના ઓથાર તળે જીવવા મજબુર છે . સમશેરસિંહજી, ભાનુ પ્રતાપસિંહ જી ,યશોધરા જી ,સુકેતુજી એ બધાની હત્યા કરીને પણ તુ કહે છે કે તે કોઈ નું શું બગાડ્યું છે ?તારા દીધેલા શ્રાપ ના લીધે તારા જ કુળ ની પુત્રી,મારી મિત્ર અદિતિ નથી કોઇ ને પ્રેમ કરી શકતી કે કોઇ સાથે લગ્ન કરી શકતી મરી મરીને જીવી રહી છે કેમ કે એ નથી ઇચ્છતી કે તારો આપેલો શ્રાપ કોઇ નો જીવ લઇ લે.આ બધું કર્યા પછી ય તું કહે છે તે કોઈ નું શું બગાડ્યુ છે ?આજે તારે તારો આપેલો શ્રાપ પાછો લેવો પડશે અને જ્યાં સુધી તું તારો શ્રાપ પાછો નહિ લે ત્યાં સુધી ના તો તુ ક્યાંય જઇ શકીશ કે ના તો કંઇ કરી શકીશઆમ જ કેદ થઈ ને રહી જઇશ."
"મે કોઇ ની હત્યા નથી કરી.શું તું એમ સમજે છે કે હું મારા ભાઇઓ ની મારી ભત્રીજી ની હત્યા કરીશ.કે પછી મારા જ ખાનદાન માં જન્મેલી દિકરી ઓ ને શ્રાપ દઇશ.હું એટલી નિર્દય ક્યારેય ના બની શકું મારી સાથે જે અન્યાય થયો એની તને શું ખબર ?"
મે હસીને કહ્યું ,"શું તું એમ કહેવા માગે છે કે તે શ્રાપ નથી આપ્યો ? આ જે પણ હત્યાઓ થઈ અને એ પછી પણ જેટલા નિર્દોષો નો જીવ ગયો એની પાછળ તારો કોઇ જ હાથ નથી ?તને લાગે છે કે હું તારા પર વિશ્વાસ કરી લઇશ ખોટુ બોલે છે તુ પોતાને બચાવવા."
"મને નથી ખબર કે કોણ છે તુ પણ મારો વિશ્વાસ કર મે કોઇ ને નથી માર્યા કે નથી કોઇ શ્રાપ આપ્યો .મારા ચંદર ની કસમ મે મારા ભાઇઓ ની ,મારા ભત્રીજી ની હત્યા નથી કરી .હું સાચું કહી રહી છું."એ રોતા રોતા બોલી.
મને થયુ કદાચ ખોટુ બોલી રહી હોય પણ જે રીતે એ રડતી હતી મારા મને કહ્યું એકવાર એની વાત પણ સાંભળવા જેવી છે.મે કહ્યું ,"જો આ બધા પાછળ તારો હાથ નથી તો કોનો હાથ છે કોણ છે જેણે આ બધાની હત્યા ઓ કરી છે?કોણ છે આ શ્રાપ પાછળ?મને કહે તારી સાથે શું થયુ હતુ ?
એ થોડી શાંત થઈ ને બોલી કેવી રીતે કહું એ ગોઝારા દિવસે મારી સાથે શું થયું હતુ?એ દિવસે હું અને ચંંદર .કેટલી નિર્દયતા થી મોત ને ઘાટ ઉતારી દીધા હતા અમને .હજુ ય એ દિવસ ની પીડા એવી જ તાજી છે."
"મને ખબર છે તમારા મોટાભાઇ સમશેર સિંહ જી ના માણસોએ તમારા બંને ની હત્યા કરી હતી.પણ એમની સજા તમે બીજા નિર્દોષ લોકો ને કેમ આપો છો?"
"ના ,મારી અને ચંદર બંને ની હત્યા પાછળ મારા મોટાભાઇ કે એમના માણસો નો કોઇ હાથ નહોતો?
શું?એ સાંભળીને મને ચારસો ચાલીસ વોલ્ટ નો ઝાટકો લાગ્યો.
મારા બંને ભાઇઓ મને બહુ જ પ્રેમ કરતા હતા .અને હું ચંદર ને બહુ જ પ્રેમ કરતી હતી પણ એ દિવસે મારા ભાઇ ને કોઈ ના દ્વારા ખબર પડી કે ચંદર અને મારા વચ્ચે પ્રેમ છે અને એ દિવસે જે વાત ની મને બીક હતી એ જ થયુ ."
******************************
"હીર અને ચંદર ને કોણે માર્યા ?કોણ છે જેણે આવો ભયાનક શ્રાપ આપ્યો?કોણ છે આ બધી હત્યા પાછળ જાણવા વાંચતા રહો વિવાહ એક અભિશાપ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED