વિવાહ એક અભિશાપ - ૧૨ jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિવાહ એક અભિશાપ - ૧૨

આગળ આપણે જોયુ કે દુર્ગા દેવી એમના ખાનદાની શ્રાપ પાછળ નો ઇતિહાસ જણાવી ને બધાને પાછા જવાનું સુચન કરે છે જે બધા માની જાય છે .જતા પહેલા અદિતિ અને એના ફ્રેન્ડ્સ ગામ માં ફરવા માટે નીકળે છે જ્યારે વિક્રમ બહાનુ કરી ને રોકાઇ જાય છે .જ્યારે બધા બહાર જાય છે ત્યારે વિક્રમ દુર્ગા દેવી ને શ્રાપ ના ઉપાય માટે પુછે છે એટલે એ દક્ષિણ પુર્વ દિશા માં ટેકરી પર આવેલા મહાદેવ ના મંદિર માં રહેતા એક સિદ્ધ સાધુ પાસે જવાનો ઉપાય સુચવે છે .એટલે વિક્રમ તરત જ એ તરફ જવા નીકળી પડે છે.
માધવસિંહ ની જીપ લઇ ને હું એકલો જ નીકળી પડ્યો.ગામડા ના કાચા ખાડાટેકરાવાળા રસ્તે મહાદેવ ના મંદિર નો રસ્તો પુછતા પુછતા હું એ ટેકરી પાસે પહોંચ્યો.ટેકરી ખાસી ૧૦૦ ફીટ ઉંચી હતી અને એના ટોચ પર મંદિર ની ધજા દેખાતી હતી .ખાસી મહેનત અને શ્રમ થી હું ટેકરી પર ચડ્યો .ચડ્યા પછી મહાદેવ ના દર્શન કર્યા .અને પછી બધી જગ્યા એ પેલા સાધુ મહારાજ ને જોવા નજર દોડાવી . મંદિર ની પાછળ એક ઝુંપડી ની બાજુ માં પીપળા ના વ્રૃક્ષ નીચે એક પથ્થર પર એક સાધુ સમાધિ માં લીન હતા. શરીર પર ભસ્મ લગાવેલી ,માથે જટા અને ગળા મા રુદ્રાક્ષ ની માળા ઓ ધારણ કરી ને એ સમાધિ માં હોવા છતાં જ્યારે હું એમની નજીક ગયો એવા એ બોલ્યા",આજા બચ્ચે બેઠ યહાં .કબસે તેરા ઇંતજાર કર રહા હું "
મને આશ્ચર્ય થયુ કે એમની આંખો બંધ હોવા છતા એમને મારા આવવાની ખબર પડી ગઇ.હું એમની નજીક જઇ ને એમના પગ પાસે બેઠો .એમણે આંખો ખોલી ને કહ્યું ,"તેરે આને કી ખબર હી નહિ તેરે યહાં આને કી વજહ ભી જાનતા હુ .તુમ ચંદર હીર કે દિયે હુયે શ્રાપ કા તોડ જાનને કે લિએ આએ હુએ હો.પછી મારા કાન પાસે આવીને કહ્યું ," મેરે ભોલેબાબા ને મુઝે સબ બતાયા હૈ"પછી દુર જઇ ને ઉંચા અવાજે કહ્યું ,".વિશ્વાસ કર યેહ સિર્ફ તુ હી કર સકેગા .ક્યોંકિ તુ હી વો હૈ જો ઉસ બચ્ચી કે લિએ અપની જાન કો ખતરે મે ડાલને સે પહલે સોચેગા નહિ.પર યે ઇતના આસાન નહિ હોગા કદમ કદમ પર કઇ ખતરો કા સામના હોગા.ગર મજબુત કલેજા હે તેરા તો હી ઇસ રાસ્તે પર આગે બઢના."
"જાનતા હું પર વો મેરી દોસ્ત હૈ સબસે અચ્છી દોસ્ત.ઉસે પુરી જિંદગી દુખ મે દેખકર અપની જિંદગી ખુશી સે નહિ જી સકતા .અગર ઐસા કિયા ભી તો કભી માફ નહિ કર પાઉંગા ખુદ કો."
"દોસ્ત?લોગો કો ભી ના જાને કૈસે કૈસે વહેમ હો જાતે હૈ.કોઇ બાત નહિ ભોલેબાબા વક્ત રહેતે સારે પર્દે ખોલેંગે.ક્યા કલ આધી રાત કો તુમને કીસી કો ગાતે હુએ સુના થા?"
મે માથુ હલાવી હા મા જવાબ આપ્યો.
કલ રાત કો જીસે ગાતે હુએ સુના થા વો હીર કી આવાઝ થી .વો ચંદનગઢ મે અપને પ્રેમી કો ગીત ગાકર બુલાતી હૈ.પર મેરી બાત ધ્યાન સે સુનો તુમ્હે અબ ક્યા કરના હૈ મૈ તુમ્હે બતાતા હું .વો આજ રાત ફીર આયેગી અપને પ્રેમી કો ગીત ગાકર બુલાયેગી ..યે ભભુત લે જાઓ અપને સાથ.જબ વો ગાના ગા રહી હો તબ ઉસકા પીછા કરના ઓર ઉસ આત્મા કે ચારો તરફ એક લકીર ખીંચ દેના .એસા કરને સે વો ઉસ લકીર કે અંદર કૈદ હો જાએગી તુમ્હારે વશ મે હો જાએગી .તુમ્હે કોઇ ચોટ નહી પહુંચા પાએગી .ઓર તો ઓર તુમ જો ભી આદેશ દોગે ઉસે માનના પડેગા .હાં લેકિન એક બાત કા ખાસ ખ્યાલ રખના જબ તુમ લકીર ખીંચો તબ ઉસકી યા કિસીકી ભી નજર તુમ પે નહિ પડની ચાહિયે.એક બાર લકીર ખીંચકર ઉસે કેદ કર દેના ફિર જો ચાહે ઉસસે પુછ લેના .વો બતાયેગી ઉસ શ્રાપ કા તોડ .ઉસે બતાના હી પડેગા."
મે માથુ ઝુકાવી ને એમને પ્રણામ કર્યા એટલે એમણે આશિર્વાદ દેતા કહ્યું ,"જા બચ્ચા .ભોલેનાથ તેરી રક્ષા કરેંગે."
બાબા ના આશિર્વાદ લઇ ભસ્મ ની પોટલી સાચવી ને મુકી પછી ફરીથી મહાદેવ ના દર્શન કરી એમની પાસેથી આવનારા સંકટ નો સામનો કરવા ની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હું નીચે ઉતરી ચંદનગઢ પાછો ફર્યો.
*********
અદિતિ
વિક્રમ ને મુકી ને અમે બધા ગામ માં ફરવા નીકળ્યા.મિહિર મારી સાથે જ્યારે પુજા મોન્ટી સાથે વાત કરતા જઇ રહ્યા હતા.ત્યાં જ અમારી નજર આલીશાન અને ખંડેર જેવી હવેલી પર પડી .અમે બધા જ એને જોઇને ઉભા રહી ગયા. પુજા એ કહ્યું ,"લુક હીઅર ,આ એ જ હવેલી લાગે છે જ્યાં અદિતિ ના દાદાજી ને રહેતા હતા . દુર્ગા દેવી એ ને એમણે જો આ હવેલી ના છોડી હોત તો આ હવેલી માં રહેવા મળ્યુ હોત."
હવેલી છે તો શાનદાર પણ બહુ રહસ્યમય અને ભયાનક લાગે છે.જોને એવુ નથી લાગતુ જાણે આપણી તરફ ઘુરી ઘુરી ને જોઇ રહી હોય.મોન્ટી એ મજાક કરતા કહ્યું .પણ મારા તો એ હવેલી ને જોતા ધબકારા ઝડપી થઈ ગયા ,ગળુ સુકાવા લાગ્યુ અને અજીબ બેચેની થવા લાગી .કેમ કે આ એ જ હવેલી છે જે મને આજરોજ સવારે સપના માં આવી હતી .પુજા એ મારા હાવભાવ જોઇ કહ્યું ,"શું થયુ તારા ચહેરા નો રંગ કેમ ઉડી ગયો ?"
"મને કંઇક અજીબ લાગે છે .મારે પાછા જવુ છે .તમે લોકો જાવ .મારે હવે નથી ફરવા જવું.હું પાછી જઉં છું."
"પણ હજુ તોઆપણે કંઇ જોયુ ય નથી ને તું પાછા જવાની વાત કરે છે ?"
" મારે ક્યાંય નથી જવુ .બસ પાછા જવું છે .અને હવે આપણે અહિંથી પણ બહુ જલ્દીથી ઘરે જવુ પડશે.મને નથી લાગતુ અહિ રહેવા નો કોઇ ફાયદો થાય"
"સારુ ચાલો પાછા જઇએ જેમ વહેલા નીકળી જઇશું એટલુ સારુ રહેશે."પુજાએ કહ્યું
અને અમે બધા જ ગામ માં ફર્યા વગર જ પાછા વળી ગયા.
ઘરે જઇને ખબર પડી કે વિક્રમ કામથી બહાર નીકળી ગયો છે.હું રુમ માં પાછા જવા જ જતી હતી ત્યાં કમલા એ મને એક ચિઠ્ઠી આપી જેમાં લખ્યુ હતુ ,"અદિતિ મારા મમ્મી પપ્પા નો ફોન આવવાનો છે એ બહાનુ મારે બનાવવુ પડ્યુ એ બદલ સોરી.પણ દુર્ગા દેવી એ મને રસ્તો બતાવ્યો છે અને એ માટે જ હું એક જગ્યાએ જઉં છું .પુજા ને કે કોઇ ને પણ આ વાત ના કરતી .પાછા આવીને હુ તને બધુ સમજાવીશ."
ચિઠ્ઠી વાંચી ને મને ફાળ પડી છેવટે વિક્રમ એ જ રસ્તે જઇ રહ્યો છે જ્યાં એના જીવ ને સંકટ છે મે નક્કી કર્યુ કે એ પાછો આવશે તો એને સમજાવવો પડશે અને બધાને અહિંથી લઇ જવા પડશે .મારા લીધે એને કંઇક થઈ જશે તો હું મારી જાત ને ક્યારેય માફ નહિ કરી શકું.ભલે મારી આખી જિંદગી કુંવારા પણુ કેમ ન ભોગવવું પડે પણ આ રસ્તે હું એને આગળ નહિ વધવા દઉં.એમ વિચારી ને એના પાછા આવવા ની રાહ જોવા લાગી.
એકતરફ વિક્રમ ને બચાવવા અદિતિ જીવનભર કુંવારા રહેવા પણ તૈયાર છે અને તરફ વિક્રમ અદિતિ ને શ્રાપમુક્ત કરવા જીવ ને જોખમ માં મુકવા પણ તૈયાર છે શું બે ય પોતાના મન ની વાત સમજી શકશે?વિક્રમ મહારાજે બતાવેલા રસ્તા મુજબ કામ કરી શકશે ?આખરે આ શ્રાપ પાછળ ખરેખર હીર જ જવાબદાર છે ?જાણવા વાંચતા રહો વિવાહ એક અભિશાપ.
******************************
આ એપિસોડ માં લેટ કરવા બદલ વાચકો મને માફ કરશો પણ હવેથી ધ્યાન રાખીશ ગમે તે રીતે સમય કાઢી ને પણ સમયસર એપિસોડ આપવા નો પ્રયત્ન કરીશ.


.