ધ એક્સિડન્ટ - 16 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - 16











ધ્રુવ અને પ્રિશા બંને ઘરે આવે છે. હોસ્પિટલ માં પ્રિશા ના મમ્મી પપ્પા રહે છે , પ્રિશા ની ના છતાં એને ધ્રુવ સાથે ઘરે મોકલે છે.

રાત ના 12 વાગ્યા છે...પ્રિશા કંઈજ બોલવાની હાલત માં નથી...ધ્રુવ એની સામે જોવે છે પણ કંઈ કહી શકતો નથી...

ધ્રુવ પ્રિશા ની બાજુ માં બેસે છે. એને સમજાતું નથી કે શું કરવું. માહિર નું કોઈ સંબંધી પણ નથી india માં જેને આ inform કરી શકે અને માહિર ની આ હાલત એના થી નથી જોવાતી...

ધ્રુવ:- sorry આજે મેં માહિર સાથે ખરાબ વર્તન કર્યું... actully વાત એમ હતી કે...

પ્રિશા:- મારે કંઈ જ નથી સાંભળવું... leave me alone dhruv. (એક દમ ગુસ્સા માં)

ધ્રુવ:- પણ સાંભળ તો ખરા...

પ્રિશા : I said leave me alone ...

ધ્રુવ : પ્રીશું પ્લીઝ...

પ્રિશા:- આ ઘર માં મને કોઈ થોડી વાર શાંતિ થી બેસવા દેશે કે હું બહાર જાઉં?

ધ્રુવ:- ok baba chill... હું જાઉં છું.

(ધ્રુવ એના રૂમ માં જાય છે bed માં બેસી રહે છે એના મન માં પ્રિશા સિવાય કાંઈ બીજું ચાલતું જ ના હતું... ત્યાં પ્રિશા બાજુ માં બેસે છે અને એના ખભા પર માથું મૂકી દે છે. )

ધ્રુવ:- પ્રિશા...

પ્રિશા:- sorry... થોડો ગુસ્સો કરી દીધો...

ધ્રુવ:- સાચે!! થોડો જ એમ?

પ્રિશા:- હા હવે થોડા કરતાં થોડો વધારે બસ.

ધ્રુવ:- (હસતાં હસતાં) it's ok baba...

પ્રિશા:- માહિર સાથે કેમ આમ rude behaviour કર્યું હા..!

ધ્રુવ:-છોડ ને યાર.. એ બધું please...

પ્રિશા:- ધ્રુવ મારા સામે જો ચલ..બોલ..
ધ્રુવ:- (પ્રિશા સામે જોઇને) એ એવું બોલ્યો કે પ્રિશા મારા સાથે એના માટે પણ important છે.

પ્રિશા:- (ધ્રુવ સામે એક જ નજરે જોઈ રહે છે... જેમ કે હાલ જ ધ્રુવ ને કંઈક કૈં દેવાનું હોય.) હાહાહાહાહાહ બુદ્ધુ એ મારો friend છે, old friend & એને મારા માટે love care છે પાગલ& friendship માં એવું હોય જ પાગલ...

ધ્રુવ:- મારા સીવાય તું કોઈના માટે important ના હોવી જોઈએ તું મારી છે બસ મારી...

પ્રિશા:- ઓહહ એવું હા... (નાની smile સાથે)

ધ્રુવ:- તો friendship માં friend ને રડાવાનો પણ નિયમ હોય એમ?

પ્રિશા:- એવું કેમ બોલે છે તું?

ધ્રુવ:- પેલા દિવસે રાત્રે તું રડી હતી કારણ કે માહિર કંઈક કહ્યું હતું તને અને એ પૂછવા હું માહિર ના જોડે ગયેલો... બોલ પ્રિશા શું વાત હતી...

પ્રિશા:- ધ્રુવ રાત બહુ થઈ ગઈ છે સુઈ જવું જોઈએ કાલે હોસ્પિટલ પણ જવાનું છે.

ધ્રુવ:- પ્રિશા મેં કઈ પૂછ્યું તને.

પ્રિશા:- past ને યાદ કરી ને કોઈ ખુશ નથી રહ્યું ધ્રુવ please યાર...

ધ્રુવ:- ના કહી ને અંદર અંદર મરવા કરતાં share કરી દેવા માં પણ મજા છે...

પ્રિશા:- ધ્રુવ... promise કર કે તું માહિર ના સામે આ વાત નઈ કરે તો હું કઉ...

ધ્રુવ:- ok .... હું નહિ કહું બોલ હવે ..

પ્રિશા:----
આ વાત છે મારા college days ની જ્યારે હું કોલેજ માં નવી નવી હતી...
કોઈ friend નહોતું અને બધો જ નવો માહોલ.Subject, friend.. બધું જ અલગ એવું જાણે કે નવી જ દુનિયા માં આવી ગઈ છું...

એક દિવસ મારી activa ની key ખોવાઈ ગયેલી કોલેજ પુરી થયા પછી આખી કોલેજ ના એક એક ખૂણામાં જોયું ના મળી. ઓફીસ માં પૂછ્યું, એમને પણ નતી ખબર.. નિરાશ થઇ ને કોલેજ ની સીડીઓ પર બેસી હતી. મારી friends બધી ઘરે જતી રહી..

ત્યાં પાછળ થી અવાજ આવ્યો "Hello.. આ key તમારી છે?"

અને આ અવાજ હતો માહિર નો... key જોઈ તરત મારા જીવ માં જીવ આવ્યો. હું એટલી ખુશ થઈ ગઈ કે મેં માહિર નો હાથ પકડ્યો અને thanks... thanks... કહેવા લાગી...
પણ થોડી વાર માં ભાન આવ્યું તો... અચાનક શરમાઈ ને હું ત્યાં થી ભાગી ગઈ..

બીજા દિવસે ક્લાસ માં entry મારી તરત મારી બેન્ચ ની બાજુ ની જ બેન્ચ માં માહિર બેઠેલો.. એ એના friend સાથે વાત કરી ને બોલ્યો... ભાઈ key સંભાળી ને મુકજે હમણાં થી બૌ લોકો ની ખોવાય છે. અને હસવા લાગ્યો..

હું શરમાઈ ગઈ હતી અને કલાસ પછી એ બાર garden માં બેઠો હતો. હિંમત કરી ને મેં એને કહ્યું sorry. અને એણે પૂછ્યું કેમ તો મેં કહ્યું કાલ મેં કર્યું એના માટે પણ તને key મળી ક્યાંથી?

એ બોલ્યો..Activa માં જ લાગેલી હતી, હું bike park કરતો તો તું જલ્દી માં key લેવાનું ભૂલી ગઈ.& કલાસ માં આપવાનો હતો પણ કલાસ ચાલુ થઈ ગયેલો. કલાસ પછી friends મને જબરદસ્તી નીચે લઈ ગયા અને key નું યાદ આવ્યું તો તને આપવા આવી ગયો..હું હસવા લાગી.. પણ મને ક્યાં ખબર મને એક દોસ્ત મળી જશે.

સાથે બેસતા, વાતો કરતાં, project બનાવતા number exchange થયા. Instagram અને facebook માં Friends બન્યા સારા એવા friends હતા અમે... મને એક સાચો best friend મળી ગયો તો અને...

ધ્રુવ:- અને શું.... પ્રિશા?

પ્રિશા:- અને...માહિર માટે હું એની best friend કરતાં વધારે જ હતી...એ મને પ્રેમ કરતો હતો પણ મને ક્યારે પણ નહોતું કહ્યું... પણ એક દિવસ મારા birthday પર એણે garden માં બોલાવી રોજ ની આદત ના જેમ એ દિવસે પણ time કરતાં વહેલા પહોંચી ગયેલો. પણ એ દિવસે એના મોઢા પર confusion દેખાતું હતું.. મેં એને પૂછ્યું શું થયું તો મને કહ્યું કે કઈ નહિ બસ એમ જ & મને કહ્યું કે પ્રિશા i love you તને પ્રેમ કરું છું. હા ખબર છે હું તારા માટે perfact નહિ હોઉં પણ હું મારા થી થતો બધો try કરીશ ...

યાર આ વાત બહુ પેલા કહી દેવી હતી પણ મને આપણી friendship ના તૂટી જાય એની બીક હતી... તને hurt કરવા નથી માંગતો પણ જે છે એ કહી દીધું....

એ સમયે હું શું જવાબ આપું માહિર ને એ જ ખબર નતી પડતી કારણ કે જે friendship ને માહિર love સમજી બેઠો તો એ મારા માટે just સારી અને સાચી મિત્રતા હતી જે એક છોકરા છોકરી વચ્ચે હોવી જોઈએ. અને મેં એને સમજાવ્યો કે હું આ બધાં માટે હજુ તૈયાર નથી અને આપણે friends છીએ એ જ સારું છે. આપણી friendship બગાડવી નથી.

તું બહુ જ સારો છે પણ sorry માહિર, હું તૈયાર નથી.. હું આવા કોઈ સંબંધ માં જોડાવા નથી માંગતી... સાંભળ .. અત્યારે હું લેટ પડું કે કોઈ છોકરા સાથે વાત કરું ને ત્યારે તું મને કંઈ જ નથી કહેતો પણ પછી છે ને તું મારી પર શક કરવા લાગીશ ... આપણા ઝગડા અત્યારે 5 મિનિટ માં જ પતી જાય છે પછી છે ને વધવા લાગશે પછી ધીમે ધીમે તું છે ને મને વધારે ઓળખવા લાગીશ ... અને પછી એક દિવસ તને મારી સાથે ફાવશે પણ નહિ , તું કંટાળી જઈશ મારાથી , હું એમ નથી કહેતી કે બધી ભૂલો તું જ કરીશ ... હું પણ તારી સાથે આમ કરી શકું છું ... આ બધું છે ને ફકત આકર્ષણ છે ... અને આપણને એકબીજા સાથે ફાવે છે , એકબીજા ની કેર કરીએ છીએ , એ તો દરેક સંબંધ માં હોય જ છે ને .. તો આને પ્રેમ કહેવો એ જરૂરી નથી કે સાચું જ હોય ... તું સમજે છે ને મને આ બધું નહિ ફાવે.

એણે કહ્યું , પણ પ્રિશા તું સાચી છે પણ જરૂરી નથી ને કે આપણી જોડે એવું થાય .. હું હંમેશા એનું ધ્યાન રાખીશ ... તારું ધ્યાન રાખીશ ... આ નિર્ણય સાચો પણ હોઇ જ શકે છે ને ...

મેં એને કહ્યું કે .. મને આ બધું એકદમ ફેક લાગે છે , અત્યારે આપણે જો એ સંબંધ માં બંધાશું તો બિલકુલ સારું લાગશે ... પણ કારણ કે લવ બે વ્યક્તિ વચ્ચે હોય છે , પણ મેરેજ એ બે ફેમિલી ને જોડે છે , એમાં સમાજ પણ હિસ્સો બને છે ... બધી જવાબદારી પણ વધી જાય છે અને છેવટે આપણે એવા નહિ રહી શકીએ કે જેવા અત્યારે છીએ...

" પ્રિશા .. એ બધું તો સમય સાથે થઈ જાય ... બધાને એમાંથી પસાર તો થવું જ પડે છે ને "

" પણ મારે નથી થવું ... તારી સાથે શું કોઈની પણ સાથે નહિ ... "

" સોરી પ્રિશા "

હું આ વાત નઈ ભૂલી શકું યાર.. (આટલું કહેતા પ્રિશા રડી જાય છે. )

એ મને મનાવા માટે મારો હાથ પકડવા ગયો અને મેં એને લાફો મારી દીધો એ કંઈ જ ના બોલ્યો... અને હું sorry sorry બોલે જતી હતી... એ time પર મારાં કરતા એ વધારે રડી રહ્યો હતો... પણ હું ત્યાંથી જતી રહી... it was my biggest mistake .. હું એને રોકી ના શકી ... મારા બેસ્ટ ફ્રેન્ડ ને ગુમાવી દીધો મે ...

ધ્રુવ:- પછી માહિર....?

to be continued.....