મારી ચૂંટેલી લઘુકથાઓ - 12 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 12

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

મડદાંઘર

આ એક એવો બદનસીબ દિવસ હતો જેનો પડછાયો આ સરકારી હોસ્પિટલ પર પડી ચૂક્યો હતો. આખી હોસ્પિટલ મડદાંઘરમાં પરિવર્તિત થઇ ગઈ હતી જ્યાંથી ફક્ત એ અભાગીયાઓના ચિત્કારો આવી રહ્યા હતા જેમને કોઈ અહીં છોડીને જતા રહ્યા છે. આ ચિત્કારો આ મડદાંઘરથી આવીને આખીયે હોસ્પિટલમાં ફેલાઈ ગયેલા સન્નાટાને ચીરવાની અસફળ કોશિશો કરી રહ્યા છે.

“મા, મને બચાવી લે. હું મરી જઈશ...” પાંચ વર્ષની બાળકીનો ચિત્કાર ડોક્ટર રાઘવના કાન સુધી પહોંચી ચૂક્યો હતો. આ એ સરકારી હોસ્પિટલનો ડોક્ટર્સ રૂમ હતો જે આ સમયે મડદાંમાં પરિવર્તિત થઇ ગયો છે. ડોક્ટર રાઘવ સિવાય અહીં બીજા ત્રણ ડોક્ટરો પણ હાજર છે પરંતુ એ બધા બહેરા થઇ ગયા છે. બાળકીની માતા એક પછી એક બધા જ ડોક્ટરોના પગ પકડી પકડીને વિનંતી કરી રહી છે.

પગાર વધારવા માટે આ સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ પાડેલી હડતાલનો આ પહેલો દિવસ છે, પરંતુ આજે પહેલા જ દિવસે જાણેકે આખી વ્યવસ્થા ઠપ્પ થઇ ગઈ હોય એવું લાગી રહ્યું છે. નિરાશ, પીળા પડી ગયેલા સડેલા ચહેરા કેટલાક બીજા નિરાશ ચહેરાઓના હાથ પકડીને હોસ્પિટલના ગેટની તરફ પરત વળી રહ્યા છે.

“એ મરી જશે ડોક્ટર...” આ ચીસ સિસ્ટર માર્થાની છે જેણે ડોક્ટર રાઘવને ઢંઢોળી નાખ્યા છે. તેમના પગમાં ગતિ આવી ગઈ છે.

“ક્યાં જઈ રહ્યો છે તું રાઘવ?” ત્રણેય ડોક્ટરોએ એક સાથે પૂછ્યું.

“તમે લોકોએ સાંભળ્યું નહીં? એ મરી જશે!” એ પણ ચિત્કારી ઉઠ્યો.

“પણ આપણે હડતાલ પર છીએ, અને તમે પણ અમારી સાથે છો. આપણે આપણા હક્ક માટે લડી રહ્યા છીએ.” પેલા ત્રણેય રાઘવને રોકવાની કોશિશ કરી રહ્યા હતા.

“હક્ક પહેલા ફરજ હોય છે મારા ભાઈ!”

“તો અમે બધા તમારો બોયકોટ કરી દઈશું ડોક્ટર રાઘવ.” ફરીથી એ ત્રણ સ્વર એક સાથે મળીને રાઘવના પગ બાંધવાની કોશિશ કરી રહ્યા છે.

“કોઈ બોયકોટ એ શપથથી મોટી નથી મિત્રો, જે આપણે ડોક્ટર બનવા સમયે સહુથી પહેલા લીધી હતી.”

ડોક્ટર રાઘવ ઝડપથી એ તરફ જઈ રહ્યા છે જે તરફથી પેલી બાળકીની ચીસો આવી રહી છે. સિસ્ટર માર્થા પણ તેની પાછળ પાછળ ઝડપી પગલાં ભરી રહી છે. મડદાંઘર હવે હોસ્પિટલમાં પરિવર્તન પામી રહ્યું છે.

***