બીયર બાર Yashpalsinh D jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બીયર બાર


-યશpal jadeja લીખીત


મારા મિત્રનુ મને આમંત્રણ મળ્યું હતું કે બાર મા પાર્ટી રાખેલ છે સમયસર પહોચી જજે, એટલે ઑફિસ થી આજે હુ થોડો વેલો નીકળ્યો જલ્દી જલ્દી ઘરે પહોંચીને સમરસર ત્યાથી બાર પહોંચી જાવ એટલે મારા દોસ્ત ને શાંતિ થય જાય.
એટલે ઘરે પહોચ્યો ફટાફટ થોડોક હળવો ફ્રેશ થયો વાળ-બાળ થોડા થીક કર્યા અને કપડા તો ઑફિસનુજ શુટ પહેરેલુ હતુ એટલે બદલવાની કાંઈ ઝંઝટ નતી એટલે જલ્દી રેડી થઈને કાર ની ચાવી લઈ દરવાજા તરફ આગળ વધીને બાર નીકળ્યો ને હળવે હળવે સીડી ના પગથીયા ઊતર્યો. કાર તરફ આગળ વધતા વધતા ગાર્ડ અંકલ ને ગેટ ખોલવા માટે ઈશારો કર્યો.

બાર શહેર થી થોડુ દૂર અને ઉનાળાનો ગરમીનો સમય એટલે શહેર થી બાર હાઈવે પર પહોંચી શીટબેલ્ટ છોડ્યો ગળામા બાંધેલી ટાઇ થોડી લુઝ કરી અને કાર નુ ટેપ ચાલુ કર્યું ને એફ એમ રેડીયો ની ચેનલ સેટ કરી અને કાર ચલાવા લાગ્યો.

રેડીયો નો મીઠો અવાજ મને સંભળાયો અને એનાઉન્સમેન્ટ કર્યુ હુ છુ તમારા શહેરની તમારી દોસ્ત RJdhara અને સંભળાવા જઇ રહી છું રફી સાહેબ ની મહેફીલ તો જોડાયેલા રહો મારી સાથે. એટલે મે સાઉન્ડ ને થોડો અવાજ આપ્યો.

થોડી વાર એ રફી સાહેબ ની વાતો કરે છે અને ગીત પ્લે કરે છે "ખોયા ખોયા ચાંદ ખુલા આસમા... ન" આ...... હ શું ગીત પ્લે કર્યુ એમણે મહેફીલ તો બીયર બાર પહોચતા પેલાજ કારમાજ શરુ થઈ ગય બરાબર એવુજ વાતાવરણ હતુ જેવુ RJ એ ગીત પ્લે કર્યૂ તુ.

10-15 મીનીટ નુ ડ્રાઈવીંગ કર્યા બાદ આખરે હુ બીયર બાર પહોચી ગયો પાર્કિંગ ગેટ ની અંદર કાર લીધી ગાર્ડ અંકલ એ મને ઇશારાથી કાર પાર્ક કરવાની જગ્યા બતાઈ દીધી કાર પાર્ક કરીને હું બીયર બાર ના ગેટ તરફ ડગલા ભરવા લાગ્યો.

દરવાજા પાસે પહોંચ્યો એટલે મારા મિત્ર પેલા જ દરવાજા પાસે ઊભેલા ગાર્ડે મારુ વેલકમ કરી આવકાર્યો અને હુ મીઠી સ્માઈલ આપી અંદર ગયો અને વોશરુમ તરફ આગળ વધ્યો ત્યા જઈ ટાઈ બરાબર ટાઈટ કરી વાળ થોડા સરખા કર્યા અને મોઢાપર રુમાલ ફેરવ્યો અને બાર નીકળ્યો મીત્ર ને મળવા.
તેના ઘણા બધા મીત્રો આવેલા હોય છે એટલે હું શોધતો શોધતો આખરે મારા મિત્ર સુધી પહોંચી ગયો અને મને જોતાજ તે સોફા પરથી ઉભો થય મારી તરફ આવ્યો અને અમે બન્ને એકબીજાને ગળે ભેટી પડ્યા અને તે મને મહેફીલ તરફ લય ગયો અને મને સોફા પર જગ્યા આપી.
બરાબર મહેફીલ જામવા લાગી તી એટલે મારા દોસ્ત એ મને પૂછ્યું શું ફાવશે એટલે મે એક ગ્લાસ હળવૂ બીયર મંગાવ્યૂ, આમ તો મને આદત નથી પીવાની પણ આમ ક્યારેક મહેફીલ હોય તો પી લવ બીયર એકાદ.
મારા મિત્ર એ બીયર ના ગ્લાસ નુ કીધુ વેઈટર ને આવે ત્યાં સુધી અમે બંને વાતો કરવા લાગ્યા એકબીજા ના હાલ પુછ્યા અને વાતો નો વાયરો આગળ વધ્યો.
વેઈટરે મને બીયર નો ગ્લાસ આપ્યો અને મારા મિત્ર ને એક શરાબ નો બન્ને પસાર થઈ ગયેલા જુના દીવસોને યાદ કરતા તા બાર મા લયબદ્ધ ગીતો વાગતા હતા અને અમારા બન્નેની વાતોની મહેફિલ જામી તી અને આમ તો હું શાયર એટલે ડાયરી અને પેન મારી સાથે જ હોય એટલે મને એક શેર લખવા નુ મન થયું એટલે બધુ જોઈને મે એક શેર ડાયરીમાં ટપકાવ્યો.

" છે મહેફીલો ના દરીયાઓ અપાર, પણ ક્યાં છે મીઠાસ નદી કે ઝરણાં જેવી" આ દ્રશ્ય એક સ્ત્રી ત્યાં સામે બેઠેલી એણે જોયું એટલે હું એની સામે જોઈ થોડુ મંદ મંદ મુસ્કુરાયો એટલે એણે કાઝળ થી કાઢેલી આંખો ની ધાર દેખાડી મને ડરાવ્યો.
બરાબર ની મહેફીલ જામવા લાગી છે ડાંસ ગર્લ જોરદાર ડાંસ કરી રહી છે અને રફી સાહેબ નુ ગીત વાગે છે
'ઉડે જબ જબ જુલ્ફે તેરી એ, કવાંરો કે દીલ મચલે'
'જબ એસે ચીકને ચેહરે, તો કેસે ના નજર ફીસલે'
અને મે પેલી બેઠેલી કવાંરીકા ને ઈશારો કર્યો ગીત ની મહેફીલ નો અને એ વધારે કાતીલ થઈ મારા પર અને મને નકારતી હોય મારા મા એને રસજ ના હોય એવો હાવભાવ આપ્યો.

હુ થોડો હસ્યો અને બીયર ના બે ઘુંટ માર્યા આમ કરતા કરતા શેર લખેલો એ મીત્ર એ જોયેલુ એટલે થોડી વાર થય ગીત પુરુ થયુ એટલે મારા દોસ્ત એ મ્યુસીક ઓપરેટ ને બોલાવી માઈક મંગાવ્યૂ અને એનાઉન્સમેન્ટ કર્યુ દોસ્તો "આજ કી શામ આપ સભી કે નામ" એમ કહીને આગળ બોલ્યો કે મારો લંગોટીયો દોસ્ત તમને બધાને આજે શાયરી સંભળાવશે. આમ કહીને માઈક મારા હાથમાં આપી દીધું.

હવે મારે બોલ્યા વગર છુટકારો જ નતો એટલે હવે જે થાય તે વિચારીને બધા મીત્રો ને અમારા બંને ની દોસ્તીની થોડી વાત કહી મે ત્યાં લખેલો શેર જ બધાને સંભળાવ્યો "છે મહેફીલો ના દરીયાઓ અપાર, પણ, ક્યાં છે મીઠાસ નદી ને ઝરણાં જેવી" વાહ.....ક્યા બાત ક્યા બાત બધા બોલી ઉઠ્યા ને આખા બાર મા once more નો નાદ ગુંજી ઉઠ્યો.

અને પેલી કુવાંરીકા થોડુ શરમાઈ હસી મારી સામે જાણે હવે એને મારા પ્રત્યે કાઈક હોય એમ જોવા લાગી મારી સામે. અને હું બીજો એક શેર બોલ્યો "Tuj mein esi khusboo hey jo mujhe ful k bagon me bhi na Miley.
or teri ankhon ka nasha muhe ye jaam me bhi na Miley" બધા જાણે મારા દીવાના થય ગયા હોય તેમ ઊભા થય ગયા અને પેલી કાતીલ આંખો વાળી આ...... હ જાણે હવેતો સાવ આતૂર હતી મારા પર.

બધા શાંત થઈ બેઠા અને મ્યુસીક ઓપરેટરે ગીત મુક્યુ
"ગુલાબી આંખે જો તેરી દેખી, શરાબી યે દીલ હો ગયા" જાણે ઓપરેટરને પણ અમારા ગપસપ ની ખબર પડી ગઈ હોય તેમ મહેફીલ ઓર જામે એવા ગીતો વગાડવા લાગ્યો. અને એ મારા ઈશારા અને હાવભાવ થી મારી આંખો ની વધારે નજીક આવતી રહી અને આમ કરતા કરતા એણે ઈશારાથી મને આવકાર્યો પોતાની મહેફીલ મા. વાહ શું મેળાપ થ્યો અને હવેતો મહેફીલ મા શું કમી હોય.

એણે પેલી નશીલી આંખો વાળીએ વેઈટર ને બોલાવ્યો અને વેઈટર ને બીયર નો ગ્લાસ મને આપવા કહ્યું ઈશારાથી અને કાઈક આપ્યું વેઈટર ને એટલે વેઈટર મારી પાસે આવ્યો બીયર નો ગ્લાસ મને આપ્યો અને એક ચીઠી મને આપી જે પેલી કુંવારીકા એ મને મોકલેલી અને એમા લખ્યું હતું "शायर साहब, अब और जान मत लीजिए शेर ओर शायरीआ सुना कर। दो शेर काफी है पागल करने के लिए " ચીઠી વાચી એની સામે જોયું અને હસ્યો. ત્યા રફી સાહેબ નુ ગીત વાગ્યુ "ઈશારો ઈશારો મે દીલ લેને વાલે, બતા યે હુન્નર તુને શિખા કહા સે " ઓહ.... હવેતો મહેફીલ સાવ ઘેલી થઈ છે અને મહોતરમા હવેતો મને ઈશારાઓ કરી રહી છે ને એક પછી એક બધા નીકળવા લાગ્યા છે પણ જાણે અમને બંનેને કાઈ બીજી ખબર નથી અમેતો અમારી મહેફીલ ને માણ્યાં જ કરીએ છીએ. પછી તો બધા ચાલ્યા જાય છે અને વધ્યા રફી ના ગીતો મારો દોસ્ત, હું અને તૂ અને આ જામેલી મહેફીલ મા સવાર કેમ થઈ જાય છે કાય ખબર જ નથી રેતી.


જો આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો like ane comment કરવાની ભુલતા નય અને આવીજ બીજી સ્ટોરીઓ, ગઝલ, શેર-શાયરીઓ સાંભળવા માટે follow કરો જલ્દી અને જોડાયેલા રહો મારી સાથે.

-યશpal