બોલતી ડાયરી Yashpalsinh D jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બોલતી ડાયરી

-યશpal jadeja લીખીત

આમતો આ યાદગાર ક્ષણ મારી સાથેજ બનેલ એક પ્રસંગ છે. આવી મુલાકાત બહુ ઓછી થતી હોય છે. પણ હું ઈશ્વર ને પ્રાર્થના જરુર કરુ કે આવી મુલાકાતો મને કરાવતો રહે, અને આવા સારા કામ હું કરતો રહુ અને તમે બધા પણ કરતા રહો.

હં..... તો વાત એમ છે કે નોકરી પરથી હું બસ સીટીમાં પહોચી ગયો છુ. રાતનો સીટીનો નજરીયો કેટલો મસ્ત હોય, એય.. ને કલરફુલ દુકાનોના બોર્ડ ને શોરૂમ ની ડેકોરેટિવ લાઈટ્સ ને બસમાં વાગતુ ધીમુ ધીમુ સંગીત ને મસ્ત મસ્ત રેસ્ટોરાં ની વાનગીઓની મીઠી મીઠી ખુશ્બુ ને આહ... મજા જ આવી જાય હો આખા દિવસ નો થાક કેમ ઉતરી જાય કાંઇ ખબર જ ના પડે. તો આવો રાતનો નજરીયો જોતા જોતા આખરે મારી બસ મને મારા સ્ટોપ સુધી પહોંચાળી જ દયે છે.

મહાન વીરાંગના રાણી લક્ષ્મીબાઈ નુ સ્ટેચ્યુ એટલે મારો સ્ટોપ પણ હવેતો લોકો સાત રસ્તા સર્કલ જ કહે પણ અદ્ભૂત સ્ટેચ્યુ હો. જાણે હમણાં જ વીરાંગના બોલી ઉઠશે, હમણાં જ વીરાંગના ના હાથમાં રહેલ તલવાર ની દીશા બદલાશે ને કેટલાય 21મી સદીના જીવતા રાક્ષસોના માથા વાઢી લેશે. આવુ તેજ વાળુ સ્ટેચ્યુ હો. આમ જીવંત સ્ટેચ્યુ ને જોતા જોતા હું મારા ઘર તરફ ના રીક્ષા-સ્ટેન્ડ સુધી પહોંચી ને ઊભો રહ્યો. દરરોજ તો મારે ઘરે જવાની ઉતાવળ હોય, હોયજ ને ભલા ઘરે જવાની ઉતાવળ કોને ના હોય. પણ, આજ મારે એટલી બધી ઉતાવળ નહોતી એટલે હું શાંતી થી રીક્ષા-સ્ટેન્ડ પર ઊભો તો.

એક કાકા રીક્ષા લઈને ઊભા તા મને પૂછ્યું ક્યાં જવું છે એટલે મે કીધું કાકા ને એટલે કાકા ક્યે ચાલો બેસી જાવ જવું જ છે એટલે હું રીક્ષામાં બેસી ગ્યો. કાકા એ રિક્ષા ચાલુ કરી ત્યાં મે કીધું કાકા કોઈ પેસેંજર મલે તો ઊભા રયોને બે મીનીટ લેતા જઈએ, મારે કાંઇ ઉતાવળ નથી એટલું કવ છુ ત્યાં જ બે યુવાનો પાછળ દેખાણાં મેલા-ઘેલા કપળા ભર્યા છે અને બન્ને સગાભાઈઓ જેવા લાગે છે અને એ પણ મારી જેમ કામ પરથી આવતા હશે એવું લાગે છે.

પાછળ બે-ત્રણ રીક્ષા વાળાને પુછે છે પણ કોઈએ સરખો જવાબ ન આપ્યો એટલે બન્ને હુ બેઠો હતો એ રીક્ષા તરફ આવ્યા અને ઊભા રહ્યા. કાકા એમને પુછે છે ક્યાં જાવું છે એટલે કાંઇ બોલતા નથી, કાકા પાછુ પુછે છે એટલે બન્ને ખાલી ઈશારાઓ કરે છે, કાંઇ બોલતા નથી. કાકાએ બે-ત્રણ એરીયાના નામ લીધા પણ કાંઇ ખબર ના પડી. કાકા ક્યે છોડોને ચાલો બેટા આપણે જઈએ. મે કીધું ઉભાર્યો કાકા. આમ તો શાયર એટલે ડાયરી મારા ખિસ્સામાં જ હોય એટલે મે ડાયરી કાઢીને ડાયરી ને પેન પેલા ભાઇને આપ્યા. એટલે એણેં લખી દીધુ જ્યાં જાવુ તુ ત્યાનુ નામ. મે વાંચ્યૂ અને મારે પણ એજ એરીયામા જવાનુ હતુ, એટલે કીધુ આવી જાવ બન્નેને રીક્ષામાં બેસાડ્યા ને અમે નીકળ્યા. કાકાને મે કીધું કાકા તમે નસીબદાર છો મને ક્યે ચાલે હવે બેટા બધાયને ઘરે પહોંચવાની ઉતાવળ હોય.
આમ કરતા કરતા પેલા ભાઈ સાથે વાતચીત ની શરૂઆત કરી મે. મને જાણવા મળ્યું કે એકેય બોલી નથી શકતા અને કારખાનામાં મજૂરી કામ કરે છે. મને થોડુ આશ્ચર્યજનક લાગ્યું કે બોલી નથી શકતા તોય મજૂરી કરીને પોતાનુ ઘર હલાવે છે, જાત કમાઈ કરીને ખાય છે. મને આંખમાં થોળા ઝળ-ઝળીયા આવી ગ્યા.
થોડી હિમ્મત રાખી ને હું એમની સાથે વાતો કરતો રહ્યો ને વિચાર કરતો રહ્યો કે બન્ને બોલી નથી શકતા તો કેટલી તકલીફ પડતી હશે. આવા જવામા કેમ એ રીક્ષાવાળા ને ઘરનુ સરનામું આપતા હશે કેમ એ કારખાને પહોચતા હશે આવા અનેક સવાલો મારા મનમાં થવા લાગ્યા.

વાત કરતા કરતા મે બન્નેને પુછ્યુ લખતા આવડે છે વાંચતા આવડે છે એટલે એમણે ઈશારાથી મને જવાબ આપ્યો. અને હું બોવ ખુશ થયો કે હા.... સ બન્ને ને લખતા ને વાંચતા તો આવડે છે! મે ઘણી બધી વાતો એમની સાથે કરી અને ઈશ્વરે એને અલગજ શક્તિ આપી તી કે ઈશારાઓ થી મને બધુ સહેલાઈથી સમજાવી સકતા તા. આમ 10 થી 15 મીનીટ વાતો કરી ત્યાં અમારો સ્ટોપ આવી ગ્યો. અમે બધા ઉતર્યા અને હુ બન્ને ભાઈઓ ને ઉતરતાની સાથે જ સ્ટેશનરી એ લઈ ગયો. અને એક મસ્ત ડાયરી અને પેન લઈને પેલા ભાઇને આપ્યા. બન્ને એટલા રાજી થયાને કે ઘડીક વાર તો મને ગળે વળગી પડ્યા અને પગે લાગવા સુધી પહોંચતા પહોંચતા મે રોક્યા કે આની કોઈ જરૂર નથી, બસ હવે તમને બન્ને ને તકલીફ ઓછી પડશે અને સમજાવ્યા કે તમારે હવે આ ડાયરીમાં કોઈપણ કાંઈ પુછે ને તો લખી ને કેવાનુ, અને ડાયરી પુરી થઈ જાય એટલે બીજી લઈ લેવાની. અને જલસા કરજો બેય ભગવાને તમને ખાલી વાચા નથી આપી પણ બીજુ ઘણુ બધુ આપ્યું છે એટલે મુંજાતા નય. બેય ની આંખો મા હરખના આંસુ નોતા સમાતા એટલા રાજી થય ગ્યા બેય.

વાત હવે ચાલુ થાય છે કે તમને બધાને એમ હશે કે એક ડાયરીને પેન શું આપી દીધી બધાને કહેવા બેસશે. પણ ના, એવુ નથી મીત્રો મને એની તકલીફ દેખાઈ આવતી તી કે એમની હાલત કેવી થાતી હશે જ્યારે બીજા ને બોલતો જોતા હશે. અને હું તો એમ કવ કે તમને ક્યારેય આવા માણસો મળે ને તો સાહેબ ક્યારેય એની ઓકાત પર ના જવુ એની સાથે વાત કરવાનો મોકો ના ટાળવો અને કપડાથી કે વિચારથી જજ ના કરવુ પણ એની તકલીફ ને સમજવાની કોશિશ કરવી. અને મને છે વિશ્વાસ કે એ ડાયરી હવે બોલશે અને દુનિયા સાંભળશે, અને હું તો એમ કવ કે આ એક નય પણ આવી હજારો.. લાખો.. ડાયરીઓ બોલતી થાય અને પોતાની રાહ તરફ આગળ વધે. બસ, તમારા જેવા એક ડાયરીને પેન આપનાર એક રાહ ચિંતક ની જરુર છે.

બસ આટલુ કહી ને મારી વાતને વિરામ આપુ છુ અને આશા રાખું છું કે તમને બધાને આ વાત ગમશે અને તમે પણ આવી રીતે મળેલા વ્યક્તિને રાહ ચિંધસો અને કોઈની તકલીફ સમજીને એને મદદ કરશો.

આશા રાખુ છું કે તમને બધાને વાર્તાલાપ ગમ્યો હશે અને તમે પણ હવે આવા માણસો ને મદદ કરશો.

-યશpal