Featured Books
શ્રેણી
શેયર કરો

K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - ૩

પ્રકરણ ૨માં જોયું કે...

કવિથ તેના કોલેજના દિવસોમાં, તેના મા-બાપ, તેને બારડોલીથી અમદાવાદ મુકવા આવેલા, ફ્રેશર પાર્ટી, તેનું મિસ્ટર ફ્રેશર તરીકે અને ક્રિષાનું મિસ ફ્રેશર તરીકે પસંદ થવું, ક્રિષાનાં ગ્રુપ સાથે, વિવાન ફેનિલનું જોડાવવું આ બધું જ યાદ કરતો કરતો સુઈ ગયો હોય છે, અડધી રાત્રે કવિથનાં રૂમનો દરવાજો પલ્લવીબહેન ખખડાવે છે અને કહે છે 'રૂમ નંબર ૧૩ નાં દર્દીની તબિયત ખરાબ છે સર...રૂમ નંબર ૧૩ સાંભળીને કવિથ સફાળો બેઠો થઇ જાય છે અને ચિંતાતુર થઇ જાય છે અને હવે આગળ...

પ્રકરણ ૩

કવિથ નાઈટ ડ્રેસમાં જ ફટાફટ દાદરા ઉતરીને તેની કેબીનની બરાબર બાજુમાં રહેલા રૂમ નંબર ૧૩માં પહોંચી ગયો. હાર્ટબીટ એનાલાઇઝર તરફ નજર નાખીને જોયું, તો તેને જરૂરત કરતાં ગ્રાફ નીચે જણાતો હતો તે બે મિનીટ માટે બઘાઈ ગયો. ફટાફટ પેસન્ટને તપાસ્યા પછી પલ્લવીબેનને કહ્યું કે,

‘જલદી પેસન્ટને લઈને ઓપરેશન થિએટરમાં આવો.’

‘બીજા સ્ટાફને ઓપરેશન થિએટરમાં બીજી તૈયારી કરવા માટે કહે છે.’

‘હાર્ટબીટ એનાલાઇઝરમાં હાર્ટનો ગ્રાફ જરૂર કરતાં ઘણો ઓછો હતો. પલ્લવીબેન પેસન્ટને ઓપરેશન થિએટરમાં લઈને આવે છે અને કવિથ ઇલેક્ટ્રિક કાર્ડીઓવસર્ન ટેકનીક દ્વારા પેશન્ટની છાતીમાં લો વોલ્ટેજ સાથે શોક આપે છે, અનેક પ્રયત્નો છતાંય તેની કોઈ જ અસર પેશન્ટ પર થતી નથી. તેના ચહેરા પર ટેન્સન પથરાઈ જાય છે. કપાળ પર પરસેવાની બુંદો જામી જાય છે.’

‘તે સ્ટાફને થોડો વોલ્ટેજ અપ કરવાનું કહે છે. તે ફરી શોક આપવાના પ્રયત્નો કરે છે. હાર્ટબીટને રેગ્યુંલર બનાવવા માટે મથે છે અને અંતે એક હાશકારો અનુભવે છે, કવિથની મહેનતને અંતે હાર્ટબીટ રેગુલર થાય છે.. આંખો બંધ કરીને ઉપરવાળાનો આભાર માને છે. કવિથ પેશન્ટને હગ કરે છે અને કવિથ પેસન્ટનો હાથ પકડીને આખી રાત ત્યાં જ બેસી રહે છે.

કવિથ આધુનિક જમાનાનો આધુનિક ડોક્ટર હતો તે બીજા ડોક્ટર્સ કરતાં થોડો અલગ હતો. તે પેસન્ટને પોતાના સમજી લેતો હતો તે પેસન્ટની કેર બીજા ડોક્ટર્સ કરતાં અલગ રીતે કરતો હતો. તે માનતો હતો કે વિજ્ઞાનની સાથે લાગણી ભેળવાય ત્યારે રોગનું નિદાન વધુ સારી રીતે કરી શકાય છે. કવિથની હોસ્પિટલ અમદાવાદની અન્ય હોસ્પિટલ કરતાં જુદી પડતી હતી. તેની હોસ્પીટલ અમદાવાદ સાબરમતી રીવર ફ્રન્ટની પાછળના ભાગમાં હતી. તેની હોસ્પિટલની ડીઝાઈન એ રીતે હતી કે પેસન્ટના દરેક રૂમમાંથી રીવરફ્રન્ટનું સોંદર્ય જોઈ શકાતું હતું. તેની હોસ્પિટલની બિલ્ડીંગની ફરતે સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દરેક પેસન્ટ માટે પસર્નલ સિસ્ટર(નર્સ) અને બ્રધર હતા જે તે દરેકની પર્સનલ કેર કરતા હતા. દરેક પેસન્ટને રોજ સવારે તેની હોસ્પિટલની ફરતે રહેલા બગીચામાં કુદરતી સોંદર્ય માણવા માટે લઇ જવામાં આવતા હતા. સતત મનને ગમે એવું મ્યુઝીક વગાડવામાં આવતું હતું, તેની હોસ્પિલમાં જ એક આધુનિક જિમનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યાં ક્વોલીફાઇડ ફીઝીયોથેરાપીસ્ટ જે પેસન્ટને એક્ષરસાઈઝની જરૂર હોય તેમને એક્ષરસાઈઝ કરાવતા હતા. વળી કવિથ જે રીતે સાહિત્ય પ્રેમી હતો તે રીતે હોસ્પિટલમાં એક આધુનિક પુસ્તક પરબ પણ રાખવામાં આવી હતી જ્યાં કોઈ પણ લોકો વાંચેલા પુસ્તકો જમા કરાવી શકે અને નવા પુસ્તકોને મફત ખરીદી શકે. ગુજરાત ગવર્મેન્ટ તરફથી હોસ્પીટલમાં પુસ્તકાલય નાં આ વિચારને બિરદાવામાં આવ્યું હતું. કવિથને તથા તેના હોસ્પિટલ સ્ટાફને તે બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલનો બાળક વિભાગ ગમી જાય તેવો હતો. હોસ્પીલનાં બાળક વિભાગમાં હોસ્પીટલની દીવાલો કાર્ટુનથી ડ્રો કરવામાં આવી હતી, બાળકો માટે સ્પેશીયલ ગેમિંગ ઝોન વિકસાવવામાં આવ્યો હતો. કોઈ હોસ્પીટલમાં આવી રીતે ગેમિંગ ઝોન હોઈ શકે ? એ નવી વાત હતી. ભારત તથા ગુજરાતનાં પી.એચ.ડી હોલ્ડર્સ પોતાના સંસોધનને રજુ કરી શકે તે હેતુ માટે કવિથની હોસ્પિટલ દ્વારા દરેક વર્ષે એક મેડીકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હતું. તે અમદાવાદની એક અત્યંત આધુનિક હોસ્પિટલ હતી જેમાં દર્દીઓને ટ્રીટ કરવાની રીત સાયન્સની સાથે લાગણીઓથી વિકસાવવામાં આવતી હતી જે આ હોસ્પિટલની ખુબી હતી. કવિથ એક લાગણીસભર વ્યક્તિ હતો, ગરીબ દર્દીઓની આર્થિક તપાસ કરીને તેમને મફતમાં સેવા આપતો હતો. આટલો આધુનિક અને ભણેલો વ્યક્તિ હોવા છતાય તે માનતો હતો કે દુનિયામાં કુદરતી તાકાત એ કૃત્રિમ તાકાત કરતાં વધુ છે, તે પ્રકૃતિની પૂજા કરવામાં માનતો હતો ક્યારેક કોઈ તેને પૂછી લેતું હતું કે ડો.કવિથ તમે આટલા આધુનિક થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરો છો ? ત્યારે કવિથ કહેતો હતો કે જે પ્રકૃતિ માંથી આપણે જન્મ્યા છીએ તેની પૂજા અર્ચના કરવામાં મને કંઈ જ વાંધો નથી. મેં પ્રકૃતિને અનુભવી છે અને તેના અનુભવ પરથી મને એટલું જાણવા મળ્યું છે કે પ્રકૃતિ કે દુનિયાના દરેક રોગ, દુનિયાના દરેક પ્રશ્ના નાં જવાબ એ આ પ્રકૃતિ આપી શકે એમ છે ખાલી દરેક મનુષ્ય એ બાબતથી અજાણ છે.

કવિથની સવાર રૂમ નંબર ૧૩ નાં પેસન્ટ જોડે જ થઇ જાય છે

પલ્લવીબેન કવિથને કહે છે કે ‘સર, તમે હવે ફ્રેશ થવા જઈ આવો, હું કાવ્યાબેન જોડે અહી બેઠી છું.’

‘નાં, કાવ્યા જોડે હું બેઠો છું, હાલ મારે એમ પણ કોઈ પેસન્ટ નથી અને કોઈ ઈમરજન્સી નથી, તમે રાતના જાગો છું, હું અહિયાં છું તમે જઈ આવો. જ્યાં સુધી બીજા સિસ્ટર ડ્યુટી પર નાં આવી જાય ત્યાં સુધી અહિયાં હું બેઠો છું.’

‘કાવ્યા ?’

*****

વાત ત્યારની છે જયારે સાહિત્યનો શોખીન કવિથ, મેડીકલ કોલેજમાં ડોકટર બનવાનો પોતાની કારકિર્દીનો રસ્તો બનાવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર કવિથની કવિતાઓની માંગ વધતી જતી હતી. કવિથ સોશિયલ મીડિયા પર કવિતાઓ લખતો લોકો વચ્ચે ખુશામત મેળવતો હતો. કવીથનું આટલું મોટું ફેન ઓડીયન્સ બનતું હોવાથી એક વખત એક ઓર્ગેનાઈઝેશનએ કવિથનો કોન્ટેક્ટ કર્યો કે દર રવિવારે અમારું ઓર્ગેનાઈઝેશન એક “તોફાની કવિઓનો તખ્તો” કવિ સંમેલન , સાહિત્ય સંમેલનનું આયોજન કરે છે અને અમે ઇચ્છીએ છીએ કે તમે પણ તેમાં ભાગ લો. ઓર્ગેનાઈઝેશનનાં આ પ્રસ્તાવથી જાણે તરસ્યા પાસે એક કુવો આવ્યો હોય, તેવું કવિથને લાગ્યું અને તેણે તે પ્રસ્તાવને સ્વીકારી લીધો. મેડીકલ કોલેજનાં મેડીકલ સ્ટુડન્ટસની લાઈફ આવી જ હોય છે. તેઓ સોમવાર થી શુક્રવાર એટલું ભણભણ કરે કે શનિવાર અને રવિવાર તેઓ પોતાના જીવનમાં એન્જોય કરવા માટે જ રાખતા હોય છે. કવિથ પોતાના સ્ટ્રેસને કવિતાના માધ્યમથી દુર કરતો હતો.

ઓર્ગેનાઈઝેશનનાં એ પ્રસ્તાવને સ્વીકારી લીધા બાદના રવિવારે રાતે બરાબર સાંજે ૭ વાગે કવિથ અમદાવાના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા ‘નટરાણી થિએટરમાં’ કવિ સંમેલન માટે રવાના થાય છે. નટરાણી થિએટરએ ઓપન થીએટર જેવું હતું, પાછળથી સતત વહેતો સાબરમતીનાં પાણીનો પ્રવાહ અને તેનો અવાજ નટરાણી થિએટરને કુદરતના ખોળામાં મુકતું હોય તેવું લાગતું હતું, આવું વાતાવરણ નટરાણી થીએટરને જીવંત રાખતું હતું, ધબકતું રાખતું હતું. એ વચ્ચે મોટા મોટા સાહિત્યકારો વચ્ચે આ નાનકડો કોલેજનો છોકરો આજે પોતાની રચનાને પ્રસ્તુત કરવાનો હતો તેથી તે થોડું નર્વસ ફિલ કરતો હતો.

બધા કવિઓની પ્રસ્તુતિ બાદ કવિ સંમેલનનાં સંચાલકએ કવીથને આમંત્રણ આપતા કહ્યું કે, ‘આજે આપણી વચ્ચે એ વ્યક્તિત્વ હાજર છે, જેણે સાહિત્યને યુવાન વયે સ્વીકાર્યું છે, જે જીન્સ પેહરે છે અને જેમના જનીનોમાં સાહિત્ય અને કવિતા વસે છે, માત્ર જનીનોમાં જ નહિ પણ જેમના નામમાં જ કવિ છે, જેમણે સોશિયલ મીડિયા પર પોતાની કવિતાથી ધૂમ મચાવી છે. એવા યુવાન વયના મૂળ મેડીકલ ક્ષેત્રના એવા કવિ ઉર્ફે ભાવી ડો. કવિથને હું કાવ્ય પાઠ માટે આમંત્રણ આપું છું’ અને ‘સાથે એમને વિનંતી કરું છું કે આટલી નાની ઉમરમાં કવિતા તેમના જીવનમાં કેવી રીતે સહજ રીતે વણી ગઈ એ પણ અમારે જાણવું છે જો તે કહેવા માંગે તો.’

આ નાની ઉંમરનો કવિથ પોતાની કવિતાને પ્રસ્તુત કરવા માઈક હાથમાં લે છે, પોતે લખેલી ડાયરી ઓપન કરે છે અને

કહે છે “ જે બોલીશ તે હું નહિ મારી ડાયરી બોલશે કારણ મારી ડાયરી અને હું કઈ અલગ નથી હું સાહિત્યમાં જીવું છું મારી ડાયરી કલમ થકી મારા સાહિત્યને સાચવે છે, હું અને કવિતા કોઈ અલગ નથી શ્વાસ લઉં છું અને શ્વાસ સાથે કવિતા લેવાય છે, શ્વાસ સાથે કવિતા લખાય છે એટલે કવિતા એ મારી જિંદગીની વણાયેલી એક સહજ અને સ્વીકારેલી વાત છે”...!!! કવિથનાં મોઢેથી આટલું બોલતા બોલતા લગભગ નટરાણી થિએટર આખું તાળીઓનાં ગળગળાટથી ગુંજી ઉઠ્યું. ત્યાં આવેલા મોટા સાહિત્યકારોના મોઢેથી પણ નીકળી ગયું બહોત ખુબ કવિથ સાબ બહોત ખુબ..!!! નાની ઉંમરના આ કવીથએ કવિતા પાઠ પહેલા જ લોકોને પોતાના કર્યા અને

પછી કહ્યું ‘મારી સૌથી પ્રિય કવિતા “ કલાકાર” પ્રસ્તુત કરું છું’ અને લોકો એ કીધું ઈર્શાદ કવિથ ઈર્શાદ..!!

‘શબ્દે શબ્દે મને હવે ભાર લાગે છે,

તું નહી આવે એવો અણસાર લાગે છે,

મને નહીં મારા કાગળને પણ આ ખબર છે

'ટીપ' કલમની કાગળ ને હવે વધુ ધારદાર લાગે છે

આંખોના આંસુ સુકાય ગયા છે રોઈ રોઈને,

તારી દુરીનો હવે દિલને અહેસાસ લાગે છે.

સમય બંધાતો નથી ને બાંધી શકાતો નથી,

પ્રેમ તો બેય એ કર્યો, છતાં છુટા થયા.

સમય જ આમાં મને જવાબદાર લાગે છે.

હશે લોકો માટે તાજમહેલ કોઈ અજાયબી

મને તો માત્ર ઉભી થયેલી એક સફેદ દીવાર લાગેછે

કહી દીધું હતું તેણે

‘લુંછી નાખજે આંસુ તારા’ છુટા પડતી વખતે

તેને ક્યાં ખબર છે

બળેલા દિલ ના આંસું અણીદાર લાગે છે


તારી ગલીઓમાં ફર્યો છું, ને બેચેન થયો છું,

તારી લાગણીઓનું વાતાવરણમાં આસપાસ આવરણ લાગે છે

એ ગલીમાં,

રાત્રે એક વાગે, એક બારીમાંથી મેં એક પ્રકાશ જોયો હતો

ત્યાં પણ મારી જેમ સાલો એક 'પ્રેમી કલાકાર’ લાગે છે.’

કવિથનાં આ શબ્દોએ તેને એ રાતનો હીરો બનાવી દીધો. મોટા મોટા સાહિત્યકારો એ કવિથને અભિનંદન પાઠવ્યા અને તેમના “તોફાની કવિઓનો તખ્તો” સંમેલનમાં દર રવિવારે હાજર રહેવા માટે આગ્રહપૂર્વક કહ્યું.

કવીથે કહ્યું કે ‘જો વ્યસ્ત નહિ હોવ તો કવિથ, કવિતા સાથે હાજર રહેશે.’

ત્યાં પાછળથી કોઈ મધુર અવાજ કવિથનાં કાને આવ્યો,

‘કવિથ ખુબ સુંદર કવિતા લખો છો તમે આજથી તમે મને તમારી બહુ જ મોટી ફેન સમજી લો.’

‘સુંદર અવાજ કવીથનાં કાને અથડાતા કવિથ પાછળ ફર્યો અને ત્યાં જ તે સૌદર્યમાં આફરીન થઇ ગયો. સફેદ અને ગુલાબી કલરના લહેરીયાના સ્લીવલેસ ટોપમાં એક સુંદર મહોતરમાં, તેનાં સુંદર સજાવેલા, સુડોળ, કમરથી થોડા પાતળા અને ઉરજથી ભરાવદાર શરીર પર કોઈ પણ ઉંમરનો, કોઈ પણ પુરુષ ત્યાં ને ત્યાં જ આફરીન થઇ જાય તે તેની ખુબી, તે સામે ઉભી હોય ત્યારે કોઈ પુરુષ પોતાને ભૂલી જાય તેવા અફલાતુન સૌદર્યમાં તે રાચતી હતી, તે મોર્ડન ટૂંકા કપડાં પહેરીને આવી ન હતી, પણ માણસની ની ખુબસુરતી તેનાં કપડાં માં ક્યાં હોય છે? વાઈટ-પિંક લહેરિયાનાં તે ટોપનું ગળું વી શેપનું હતું, ત્યાંથી નીચે જે રીતે ટોપ શરીરને ચુસ્ત રીતે વીંટળાયેલ હતું તેના પરથી તેના ભરાવદાર ઉભારો, સુદ્રઢ નિતંબ, ટટાર કમરને, સુડોળ ઘડેલા શરીર વિશે પુરતી માહિતી મળતી હતી. તેના ઢીંચણની ઉપર પૂરૂ થતું તેનું ટોપ, આ ટોપ નીચે વાઈટ રંગની લેગીઝ તેના સાથળ અને ઘૂંટણનાં નીચેના ભાગ સુધી એકદમ ચુસ્ત હતી, સાઈડ સાથળ પરથી ટોપમાં કરેલો વી કટ તેની સાબિતી પુરતા હતા. સાબરમતીના નદી પરથી આવતાં ઠંડા પવનમાં લહેરાતાં તેના સુંદર, ખુલ્લા, લાંબા, કાળા રેશમી વાળ, પવનને લીધે તેની કાતિલ આંખને કિસ કરવા આવી રહેલી કાળા રંગથી સહેજ અલગ પડતી મેંદી કલરની તેનાં વાળની લટ્ટ, તે લહેરાતાં વાળને સંવારતી તેના કોમળ હાથની લાંબી આંગળીઓ, તેની આંખોમાં લગાવેલુ કાજલ અને તેના લીધે તેની આંખોમાં ઉભરી આવતું ગજબનું આકર્ષણ, પતંગીયાની પાંખ જેમ તેને સુંદર બનાવે, તેમ આ કવિથની સામે ઉડી રહેલા પંતગિયાને સુંદર બનાવી રહેલી તેણીની પાંપણો, ઘાટા કાળા તથા બંને છેડેથી અણી કાઢેલા તેના નેણ, તેનું જરાક અમથું લાંબુ નાક, કપાળમાં લગાવેલી મેચિંગ નાની બિંદી, ડાબા હાથમાં પેહરેલી કાંડા ઘડિયાળ અને જમણા હાથમાં પેહરેલું મેચિંગ બ્રેસલેટ, પિંક-વાઈટ કલરનાં લહેરિયા ડ્રેસ સાથે મેચ થાય એવી પિંક લીપસ્ટીકથી તેના હોઠ ગુલાબની માફક ખીલી રહ્યા હતા, ઉપલા હોઠનો આકાર ધનુષ આકારની ટાપસી પુરતો હતો, નીચેનો હોઠ પણછ માફક તેને સીધો જોડતો હતો, તે ધનુષ અને પણછ થકી નીકળેલું તીર કોઈ પણ પુરુષને ઘાયલ કરી શકવા માટે સક્ષમ હતું. તેની લાંબી આંગળીના લાંબા નખ પર પિંક અને વાઈટ કલરની નેઈલપોલીસ કરેલી હતી, તો મેચિંગ એવી તેના કાનની લાંબી ઈયર રીંગ તેનાં ખભાને ટચ કરવા માટે આતુર હતી, અને તેના હાથ પર ડાબી સાઈડના બાજુ પર કે. કે લખેલું ટેટુ કરેલું હતું.

કવિથનું ધ્યાન ત્યાં જાય છે અને કવિથ કહે છે. ‘સો, Thanks a lot Miss K.K.’,

આશ્ચર્ય સાથે સામે ઉભેલી સુંદર અપ્સરા એ પૂછી લીધું ‘હાઉ ડુ યુ નો માય નેમ ?’

‘સોરી, હું તમારું નામ નહિ પણ શોર્ટ નેમ જાણું છું. ‘થેન્ક્સ ટુ યોર ટેટુ ઓન યોર લેફ્ટ હેન્ડ આર્મ..!!!’ કવિથ કહે છે.

‘તીવ્ર નજર છે તમારી મિસ્ટર કવિથ.,

‘રાખવી પડે છે...!!’ કવીથે કહ્યું.

અને આટલું બોલતા બોલતા બંને હસી પડ્યા.

‘સો, મિસ્ટર કવિથ માય નેમ ઇઝ કાવ્યા, કાવ્યા કંસારા.’ એન્ડ ‘આજનાં તમારા દરેક કાવ્યોની આ કાવ્યા ફેન થઇ ગઈ છે. કેવી રીતે લખો છો આટલી સુંદર કવિતાઓ ?’ કાવ્યાએ પૂછી લીધું ?

‘કારણ કે, મને લખવું પ્રિય છે એટલે’ કવીથે કહ્યું

‘અને મને કવિતા સાંભળવી પ્રિય છે. મિસ્ટર કવિથ.’

‘આલે. લે.!, તો તો સાહિત્યના આ થાળમાં જમવાની મજા પડશે.’ કવિથે આંખ મારી. અને કાવ્યા હસવા લાગી.

આ રીતે કાવ્યા અને કવીથની એ દિવસે પહેલી વાર મુલાકાત થઇ..!! કોઈ કવિતા લખનારને કવિતા સાંભળનાર એવા બે યૌવનમાં રાચતા વિજાતીય શ્રેષ્ઠ આકર્ષણો એક બીજાની સામે આવ્યા..!!

***********

સવાર પડી ગઈ હતી અને કવિથ હજી કાવ્યા જોડે જ બેઠો હતો. કાવ્યાના હાથને પોતાના હાથમાં લઈને કવિથ આખી રાત બેસી રહ્યો ? તેના હાથને ચૂમતો રહ્યો. તેના માસુમ ચેહરાને જોતો રહ્યો. તેનાં ટેટુ ગુંથેલા કે.કે પર હાથ ફેરવતો રહ્યો અને આંખો બંધ કરીને તેમની પહેલી મુલાકાતને વાગોળતો રહ્યો....!!!

શું થયું એ દિવસ પછી ? કાવ્યા અને કવિથ બીજી વાર સાથે મળ્યા હતા ? કે નહિ ? કેવી રીતે પહોંચી કાવ્યા કવિથની હોસ્પિટલમાં ? શું છે કાવ્યાનું બેકગ્રાઉંડ ? કેમ ચિંતિત છે કવિથ કાવ્યા માટે આટલો ? ક્રિષાનું શું થશે ? કાવ્યાને છોડીને ક્રીષાને મળવા કવિથ જવાનો હતો તે જશે કે નહી ? અને હજી ક્રીષાના પ્રશ્નો તો ઉભા જ છે ? શું પૂછવાની છે ક્રિષા કવીથને?

લેખકનાં દિલની વાત:

એ તું જ છે,

જે, મારી કવિતાનાં શબ્દોમાં રાજ કરે છે,

મારી સવારે જાગેલી કવિતાની સાંજ કરે છે.


તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે એ મને અચૂક જણાવશો...!!
ઈમેલ આઈડી : jaygohil13@gmail.com