Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર....પેજ - ૩૯

સંબંધો ના વમળો માં અટવાતી અને ગુંચવાયેલી અદિતી તેની મોટી બહેન અને એક સહેલી જેવા જ સ્વરા ભાભી સાથે પોતાના દિલ માં પ્રયાગ માટે ના પ્રેમ નો એકરાર કરેછે,તથા તેનાં અને પ્રયાગ બન્ને ના પરિવાર વચ્ચે ના આર્થિક અંતર ની વાત કરે છે..તથા હવે આગળ શું કરવું જોઈએ તેની સલાહ લેછે.

હવેેઆગળ..... પેજ નંબર -૩૯
*************************************************
એક ખાસ વાત યાદ રાખજે અદિતી જીવન માં તને અંજલિ આન્ટી જેવા સાસુ કે જે સાચા અર્થમાં નિસ્પાપ, નિસ્વાર્થ, પ્રેમ અને કરુણાની મુર્તી સ્વરૂપ છે...તથા પ્રયાગ જેવો જીવનસાથી કે જે આટલી સંપત્તિ નો વારિસ છે,તેમ છતાં પણ એકદમ ડાઉન ટુ અર્થ છે.અને પોતે પણ ખુબ લાગણીશીલ અને પ્રેમાળ છે, આવા સારા સાસુ અને શ્રેષ્ઠ પતિ નો સુમેળ નહીં મળે. અને વળી પ્રયાગ પણ તને પ્રેમ કરેજ છે તેમ હું સમજું છુ. તારા ભાગ્યમાં શુ લખ્યું છે તે તો ઈશ્વર જાણે...પણ હું એમ માનું છું કે તુ નાહક નીજ ચિંતા કરી રહી છું. બધુંજ સારુ જ થશે અને આ સંબંધ માં તુ આગળ વધજે.
દુનિયા શુ કહેશે ?? તેના કરતા તારૂં મન તારું દિલ તને નુ કહેછે ?? તે પહેલાં વિચારજે.
બીજુ કે જે કંઈપણ નિર્ણય લે તે તારો પોતાનો જ હોવો જોઈએ, અને જીવનમાં જ્યારે પણ મુંઝવણ અનુભવે તો તુ ચોક્કસ મારી પાસે આવી શકેછે, મારી સમજ પ્રમાણે હું તને સલાહ આપીશ.
જી...ભાભી ચોક્કસ..અને થેન્કસ ફોર યોર કાઈન્ડ એડવાઈઝ એન્ડ સપોર્ટ. હું હવે જઉ ભાભી...!!
ઠીક છે...અદિતી....બાય ..જય અંબે.
જી...ભાભી જય અંબે...કહી ને અદિતી ગેસ્ટહાઉસ બાજુ ગઈ.
અદિતી ના મન પર થી બોઝ હળવો થયો..રીલેક્સ ફીલ કરતી હતી અત્યારે....તેના રૂમમાં ગઈ અને મન માં એક વાત નક્કી કરી લીધી..કે એક વખત મારા મન ની વાત અને મારી પ્રયાગ પ્રત્યે ની લાગણી ની રજુઆત પ્રયાગ ને કરીશજ...અને બાકી બધુ પછી પ્રયાગ પર છોડીશ..તેના પર બધુ નિર્ભય રાખીશ.તેની ઈચ્છા હશે તેમ આગળ વધીશું. મારા મન માં રાખુ તેના કરતા પ્રયાગ ને જણાવવું સારું.
બીજે દિવસે અદિતી અને પ્રયાગ કોલેજ ગયા....હવે ઘણો સમય થઈ ગયો હતો યુ.એસ.આવ્યા ને, એટલે પ્રયાગ જાતે જ કાર ડ્રાઈવ કરીને જતો હતો.બે યુવાન હૈયા માં પ્રેમ ની કુંપળો ફુટેલી હતી..
મૌસમ ના પહેલા વરસાદ પછી વાતાવરણ માં જે તાજગી ફેલાયેલી હોય ત્યારે છોડ પર નાં પાંદડા લીલા તથા તાજા થઈ ગયેલા હોય તેમ, આજે અદિતી ના ગાલ અને ચહેરા પર તાજગી વર્તાઈ રહી હતી, તેના હોઠો પર મંદ મંદ મુસ્કાન હતી...શરમ ની ટશીઓ ફુટેલી હતી અને આખો ચહેરો શરમ ને મારે સફેદ હતો તે લાલ થઈ ગયો હતો.
બન્ને જણાં કોલેજ થી પરત આવતા હતા ત્યારે જ અદિતી એ પ્રયાગ ને કહ્યું...પ્રયાગ મારે તને કંઈક કહેવુ છે..!
શું આપણે દશેક મિનીટ માટે કયાંક બેસીશુ ??
પ્રયાગ એટલો બધો હોંશિયાર હતો કે અદિતી નાં ચહેરા ના હાવભાવ અને તેનાં ચહેરા પર ની લાલી પર થી સમજી ગયો હતો કે અદિતી શું કહેવા માંગે છે.
અદિતી વાત શું છે...તે હું સમજુ છું...એક કામ કરીએ ચાલ કોઈ કૉફી શોપ પર બેસીએ.
ઠીક છે...પ્રયાગ...ચાલ..પણ તને કેવીરીતે ખબર છે ? કે મારે શું કહેવુ છે ??
તારો ચહેરો ચાડી ખાય છે મેડમ..અને આંખો પણ. અને સાંભળ ક્યારેય મારા થી કોઈ વાત છુપાવવા ની હોય ને તો આ તારા ચહેરા અને આંખોમાં તે વાત છલકી નાં જાય તે વાત નું ખાસ ધ્યાન રાખજે.હું આંખો અને ચહેરા ને વાંચી લઉ છું.
અદિતી મન માં જ બોલી...બાપ રે...આતો મને પણ ન્હોતી ખબર કે પ્રયાગ માં આ ગુણ પણ છે.
પ્રયાગે નજીકમાં આવતા કૉફી શોપ પર કાર પાર્ક કરી અને બન્ને યુવાન હૈયાં પ્રેમની જવાળા ઓ માં પોતાની જાત ને હોમી દેવા આગળ વધ્યા.
બન્ને ની સરખી ચોઇસ હતી એટલે બે કેફેચીનો નો ઓર્ડર આપ્યો.
હજુય અદિતી એ પોતાનાં મન ની વાત ની રજુઆત ન્હોતી કરી, એટલે પ્રયાગ બોલ્યો...બોલો મેડમ શું વાત હતી ?? શું હલચલ થઈ છે મન માં ??
પ્રયાગ હવે જીવન પથ પર આગળ શુ કરવું તેના માટે મારે તારી જ સાથે વાતચીત કરવી પડે તેમ છે.બહુ જ નાની હતી ત્યાર થી મારા મમ્મી અને પપ્પા નું એક સ્વપ્નુ હતું કે હું મારા પોતાના પગ પર ઊભી રહી શકું તેમ મારી જાત ને સાબીત કરું...ક્યારે મારું બાળપણ વીતિ ગયું અને ક્યારે યુવાની માં પ્રવેશી તે પણ યાદ નથી.
સ્કુલમાં થી હાયર સેકનડરી અને પછી કોલેજમાં પ્રવેશી...તે સમયે પણ ઘણાય યુવાન છોકરાઓ મને પ્રપોઝ કરી જતા હતા..અને કેટલાય મારી આગળ પાછળ ફરતા હતાં. પણ મેં હંમેશા મારા લક્ષ્ય ને છોડી ને કશુંજ વિચાર્યું પણ નહોતું. કોઈ મને પ્રપોઝ કરવા આવતુ તો પણ તેને હસી ને કહીદેતી કે શા માટે તે પોતાનું ભણવાનું બગાડે છે ?? ભાઈ તારુ તો તુ જાણે પણ મારે તો ભણવું છે હજું. કોલેજમાં પગ મુક્યો ત્યારે જ યુવાની માં પણ પગ મુકી દીધો હતો. મૂળ માં અમે નાગર બ્રાહ્મણ એટલે કુદરતી રીતે પણ અમે થોડા વધારે જ ગોરા હોઇએ...અને એમ પણ મારા પેરેન્ટ્સ પણ રૂપાળા છે, એટલે પણ કદાચ કુદરત મારા પર મહેરબાન હશે...!! ભગવાનને જ ખબર એ બધું તો.
સામાજિક પ્રસંગો માં પણ સહેજ તૈયાર થઈ ને ગઈ હોઉ તો પણ લોકો મમ્મી પપ્પા પાસે આવી ને કહી જતા કે આચાર્ય ભાઈ હવે દીકરી યુવાન થઈ છે...કોઈ છોકરો શોધી લો..પણ મારું દિલ આજ સુધી ક્યારેય કોઈ ના પણ માટે હા નહોતું કહેતું. હું તો મસ્તી થી મારા પેરેન્ટ્સ નાં સ્વપ્ન ને સાકાર કરવા ની ઈચ્છા ને જ જીવી રહી હતી.
હમમમ..બરાબર અદિ...તું છુ જ એવી દેખાવડી કે તને જોઈને કોઈ યુવાન આવુ ના વિચારે તોજ નવાઈ કહેવાય.
પણ આમાં સમસ્યા જેવું શું છે ?? પ્રયાગ એટલો હોંશિયાર હતો કે તે આખી વાત ને સમજતો હતો તેમ છતાં પણ તે અદિતી ના મોંઢે જ બોલાવા માંગતો હતો.
પ્રયાગ...બોલી ને સ્હેજ અટકી અદિતી...
હમમ..બોલ અદિ....!! શું વાત છે ??
પ્રયાગ જ્યારે પહેલી વખત આપણે ઈન્ડિયા છોડતી વખતે એરપોર્ટ પર મળ્યા ત્યાં સુધી અંજલિ મેડમ નો સન તથા પ્રયાગ ગ્રુપ નો એક નો એક વારિસ પ્રયાગ તરીકે જ હું તને ઓળખતી હતી. મેં તને ક્યારેય જોયો પણ ન્હોતો કે આપણે ક્યારેય મળ્યા પણ નહોતાં. જ્યારે તને પહેલી જ વખત એરપોર્ટ પર જોયો ત્યારેજ મારા મન માં તારા માટે એક અલગ જ પ્રકાર ની લાગણી ઉદભવી હતી. વર્ષો ની સુની અને વેરાન જમીન પર જાણે મેઘરાજા ની સવારી આવી હોય અને પ્રેમ રૂપી વાદળો એ જબરજસ્ત વરસાદ વરસાવ્યો હોય તેવી હાલત હતી મારી તે વખતે પણ...!!
અને હવે આટલા વખત થી આપણે એકબીજાની સાથે રહ્યા પછી અને એકબીજાને સમજ્યા પછી તે પ્રેમ રૂપી વરસાદની હેલી વરસ્યા જ કરી છે. તરસ્યા રણ માં તારા પ્રેમના વરસાદ નાં અમી છાંટણા મને હર હંમેશા વર્તાય છે.
તારા માટે મારા મન માં જે લાગણી છે તે એકદમ નિસ્પાપ, નિસ્વાર્થ અને ગંગા થી પણ શુધ્ધ છે. હું બહુ સ્પષ્ટ શબ્દો માં કહુ તો હું તને ખુબજ "ચાહુ" છું પ્રયાગ...!! અને તુ જો મારી ચાહત અને મારા પ્રેમ ની સાથે મારો સ્વીકાર કરીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ.
આમ તો મારા પપ્પા પ્રયાગ ગ્રુપ માં એક સામાન્ય કર્મચારી અને હું તેમની દીકરી હોવાના લીધે ઘણા સમય થી મારી લાગણીઓ ને છુપાવી ને બેઠી હતી. પરંતુ બહુજ વિચાર્યું પછી નકકી કર્યુ કે મારે મારા મન ની વાત એકવખત તો તને જણાવવી જ જોઈએ,પછી તું ભલે મારી લાગણીને,મારી ચાહત ને કે મારા પ્રેમ ને સમજે કે નાં સમજે અને તું મને અને મારા પ્રેમ ને સ્વીકારે કે ના સ્વીકારે પરંતુ મારા મન ની વાત મારે તને કરીશજ.
બસ...હવે તારા ઉપર છે....કે તુ મારા પ્રેમ નો તથા મારો સ્વીકાર કરે છે કે નથી કરતો...હા એક બીજી વાત..પ્રયાગ...તને મારા તરફ થી કોઈપણ જાત નો ફોર્સ નથી...તારા મન માં મારા માટે જે ભાવ છે તેજ રહેવા જોઈએ.તુ પ્રયાગ ગ્રુપ નો એક નો એક માલિક અને વારસદાર છું, તારી પોતાની પણ કોઈ મજબૂરી હોઈ શકે છે, તારા અંગત સવાલો પણ હોઇ શકે છે...અને શક્ય છે કે કદાચ તારા મન માં મારા માટે જે પ્રેમ મને તારા માટે છે...તેટલો પ્રેમ અને તેવો પ્રેમ નાં પણ હોઇ શકે. જોતું મારો અને મારા પ્રેમ નો સ્વીકાર કરીશ તો હું તને વચન આપુ છું કે આજીવન તારી બની નેજ રહીશ. આમતો મારા વિચારો અને આદર્શ થી તુ વાકેફ છુ જ.
અને જો તું મારો અને મારા પ્રેમ નો સ્વીકાર નહીં કરું તો પણ અદિતી નો તારા પ્રત્યે નો પ્રેમ, નિષ્ઠા, લાગણીઓ કશુંજ રતિભાર પણ ઓછું નહી થાય, અને હું ક્યારેય તને એવુ પણ નહીં પૂછું કે તે મને કેમ નાં પાડી કે કેમ મારો અને મારા પ્રેમ નો સ્વીકાર ના કર્યો ? તારું સ્થાન અને તારું સન્માન મારા દિલ માં જેમ છે તેમ જ આજીવન રહેશે.બસ તું નાં કહીશ તો એક જ અફસોસ રહી જશે જીવન માં કે
"હું જે વ્યક્તિ ને ચાહતી હતી ...ચાહુ છું...સમજતી હતી અને સમજું છું, અને જે વ્યક્તિ મને પણ સમજતી હતી..તે મારો જીવન સાથી નાં બની શક્યો."
જીવન માં દરેક ના લગ્ન થતા હોય છે...કોઈ ના પ્રેમ લગ્ન હોય તો કોઈ લગ્ન પછી કદાચ પ્રેમ કરતા હશે. પણ એ બન્ને થી ઉપર તમે એક બીજાને સમજતાં પણ હોવ અને એકબીજાને પ્રેમ પણ કરતા હોવ તેવી વ્યક્તિ જો તમારો જીવનસાથી હોય તો...તે આદર્શ અને ઉચ્ચ કહેવાય.
બસ..મેં મારા દિલ ની વાત કહી દીધી પ્રયાગ...!! તારો નિર્ણય તારે જાતે જ લેવાનો છે...ખુબ જ શાંતિ થી વિચારી ને જ જવાબ આપજે. હું આજીવન તારી અને તારા જવાબ ની રાહ જોઈશ.

પ્રયાગ એકદમ શાંત મન થી...અને ખુબ જ સ્વસ્થ ચિતે અદિતી ને સાંભળી રહ્યો હતો.
સામે અદિતી એ પણ ખુબ જ શાંતિ થી અને સ્વસ્થતા થી પોતાના પ્રેમ ની રજુઆત કરી હતી. બન્ને માથી કોઈ ને પણ કનફ્યુઝન નહોતું. પ્રયાગ ની નજર અદિતી એ કહેવાનું શરુ કર્યું ત્યાર થી જ સતત તેનાં ચહેરા અને આંખો પર જ હતી.
અદિતી ની વાત તથા રજુઆત હવે પુરી થઈ ગઈ હતી...અને હવે વારો હતો પ્રયાગ નાં જવાબ આપવાનો....

અદિ......બોલી ને પ્રયાગે એક લાંબો...શ્વાસ લીધો...પછી બોલ્યો.
હું પણ એકદમ સાચું જ કહીશ અદિ તને...બસ તારી જેમજ....
ખરેખર તો તુ મને જે વાત અત્યારે કહી રહી છું તે જ વાત તને થોડો ટાઈમ રહીને હું સામેથી જ કહેવાનો હતો.હું પણ તારી જેમ જ મન માં સહેજ પણ કનફ્યુઝ નથી...અદિ.
હું હંમેશા મારી વાત માં અને મારા કામમાં સીધી અને સરળ રજુઆત કરવા નું પસંદ કરૂં છું. તે પણ કેટલીય વખત અનુભવ્યું હશે કે હું તારી આંખો ને વાંચતો હોઉ છું.તુ મને ના કહે તો પણ હું તારા ચહેરા પર થી જ સમજી જઉ છુ,અને તારી આંખો પણ હંમેશા મને કશું કહેતી હોય છે જેને હું સમજવા પ્રયત્ન કરતો હોઉ છું.
અદિ તારી રજુઆત કરવાની પધ્ધતિ મારા દિલ ને સ્પર્શી ગઈ છે.હું એવુ સમજતો હતો કે જો અત્યારે આપણે એકબીજા મા વ્યસ્ત થઈ જઈશુ તો કદાચ જે ગોલ સાથે આપણે ઘર છોડીને અંહિ આવ્યા છીએ તેમાં કદાચ ઉણાં ના ઉતરીએ.હાલ આપણો બન્નેનો ઉદ્દેશ્ય ફક્ત ભણવાનો જ છે તે એકબીજાને પ્રેમ કરવા મા બદલાઈ નાં જાય બસ.
આપણી એક્ઝામ પછી હું સામે થી જ તને આ વાત ની રજુઆત કરવાનો જ હતો, પરંતુ હવે જ્યારે તે મને પુછ્યુ જ છે તો મારે તને એનો સાચે સાચો જવાબ આપવો જ પડે.
અદિ જે દિવસે અને જે પળે મેં તને પહેલીવાર જ જોઈ હતી, તેજ પળે અને તેજ ક્ષણે મને પણ તારા માટે પ્રેમ નાં અંકુર ફૂટ્યા હતા.તારી જેમ જ મને પણ ધણીએ છોકરીઓ એ પ્રપોઝ કર્યું હતું અને પેલી બિચારી આસ્થા તો મને મેળવવા છેક મમ્મી સુધી પંહોચી ગઈ હતી.પણ મને ક્યારેય કોઈ ના પણ માટે કોઈ લાગણી જન્મી જ ન્હોતી.મારા જીવનની તું એ પહેલી વ્યક્તિ છુ કે જેને જોયા પછી મારા દિલ નાં તાર ઝણઝણ્યા હતા.તારુ વ્યક્તિત્વ અને તારો સાથ મને હંમેશા મારા પોતાના અસ્તિત્વ ને એક નવો જ આયામ આપતો હોય તેવું લાગે છે.
તારા સાનિધ્યમાં હું મારી જાતને સમ્રુધ્ધ મહેસૂસ કરુ છું.કોઈ કવિ ની જેમ હું શબ્દો ને શણગાર નહીં સજાવી શકું...મારો તારા પ્રત્યે નો પ્રેમ છે તેને વ્યક્ત કરવામાં કદાચ હું સામર્થ્ય નાં પણ હોઉ...પરંતુ એક વાત કહીશ કે કદાચ તુ મને જેટલો પ્રેમ કરતી હોઈશ તેનાં કરતા વધારે હું તને ચાહું છું, તારૂં રીસ્પેક્ટ કરું છું. જો તુ મારી જીવન સંગીની બની ને મારી સાથે જીવન જીવીશ તો તે મારું સૌભાગ્ય હશે.
હું તને શુ આપી શકીશ ?? તે મને ખબર નથી...પણ તારી નાની નાની ખુશીઓ ને પૂરી કરવા હું મારાં મોટા સ્વપ્નો નુ બલિદાન આપવું પડે તો પણ નહીં અચકાઉ.મારે તારી સાથે જીવન ની આ સફર માં દરેક ક્ષણે તને અને તારા પ્રેમ ને જીવવો છે, તારા સ્વપ્નાં ને સિધ્ધ કરવા મારી જાત ને સમર્પિત કરવી છે. મારું જીવન તારી સામે હર હંમેશા ખુલ્લી કિતાબ હશે, તારા થી ક્યારેય કશું છૂપાવી ને કે તારી જાણ બહાર કયારેય કશુ કરવું નથી. તારી સાથે જીવન ના છેલ્લા શ્વાસ સુધી જીવવું છે, તારી સાથેજ ઘરડું થવુ છે, આપણાં ઘડપણ માં તારા હાથ અને ચહેરા પર પડેલી કરચલીઓ પર મારા ઘરડા હાથ ના સ્પર્શ થી તને હુંફ આપવી છે. મારી આંખો પર ના ચશ્માં ને તારી સાડી ના પાલવ થી તુ લુછતી હોય અને તને જોઈને હું મનોમન ખુશ થતો હોઉં...જીવન ના અંતિમ તબક્કે આપણા થી નાનાં લોકો ની સેવા કરશું અને જીવન ને જીવી જઈશું. ક્યારેક મીઠા ઝગડા નહીં જ થાય તેમ નથી ખબર પણ કોશિશ કરીશ કે મારા તરફ થી તને ક્યારેય કોઈપણ જાત નું દુઃખ થાય તેવું વર્તન નહી કરું.હંમેશા એકબીજાને સમજીને આપણે જીવન જીવીશું.અદિ પ્રેમ એટલે સમર્પણ....સંપૂર્ણ રીતે એકબીજાને સમર્પીત થઈ શકીએ તોજ એ પ્રેમ અને એ સંબંધો સાર્થક થયા તેમ કહેવાય.હું મારા તરફ થી તને વચન આપુ છુ કે હું આજીવન તને સમર્પિત રહીશ.તથા તારા થી પણ તેવી જ અપેક્ષા રાખુ છુ.
અદિતી એકધારું પ્રયાગ ની સામે જોઈ રહી હતી. અને મનો મન કંઇક વાત કરી રહી હતી.
અદિ...અને રહી વાત પ્રયાગ ગ્રુપ તથા મમ્મી ની...તો એક વાત હું ચોક્કસપણે કહીશ કે અંજલિ મારી મમ્મી જેવી વ્યક્તિ આ દુનિયા માં કોઈ થઈ નથી અને થશે પણ નહીં.એ મારું સૌભાગ્ય છે કે હું તેમની કૂખે થી જન્મ્યો છું. હું મમ્મી થી ક્યારેય કશુંજ છુપાવતો નથી.
અને રહી તારા પપ્પા ની અને પ્રયાગ ગ્રુપ નાં તેમના કામ ની વાત તો મમ્મી ક્યારેય આવા ઉંચ નીચ અને અર્થ વગર ના ખોટા વિચારો ને મન માં પણ ના લાવી શકે.મમ્મી ના મન માં હંમેશા દરેક ની ઇજ્જત સરખી જ છે.
અને હા એક વાત અદિ કે આપણે બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ,અને આપણે એકબીજાને સમજીએ પણ છીએ પરંતુ હાલ આપણે આપણાં કેરિયર ને નુક્શાન ના થાય તે પણ ધ્યાનમાં રાખીશુ.

અદિતી ના ચહેરા પર મઘમઘતો ગુલાબ નો બગીચો ખીલી ઊઠ્યો. શરમ ની ટશીઓ ફુટી ગઈ તેના ચહેરા પર.અદિતી ના તનબદન માં અને ચહેરા પર ગુલાબ,મોગરા અને રાતરાણી ની સુગંધ પ્રસરી ગઈ.જ્યારે પ્રયાગ નો જવાબ સાંભળ્યો ત્યારે અદિતી ની આંખો શરમથી ઝૂકી ગઈ.
અદિતી નાં પ્રેમ નો સ્વીકાર થઈ ચૂક્યો હતો.પ્રયાગ નાં શબ્દો માં તેનાં દિલ માં અદિતી સમાઈ ચૂકી હતી.
બન્ને યુવાન હૈયાં ઓ એ ખુબ સમજદારી ભરી વાત કરી હતી.બે પુખ્ત અને પરિપકવ વ્યક્તિ ઓએ બે માંથી એક થવાનો નિર્ણય ખુબજ શાલીનતા થી અને ગંભીરતાથી લીધો હતો.
કદાચ યુવા અવસ્થામાં માં આટલી પરિપક્વ રીતે પ્રેમ ની અભિવ્યક્તિ અને રજૂઆત ભાગ્યે જ થઈ હશે.પ્રયાગ અને અદિતી બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા...બન્ને એકબીજાને આજે પહેલીવાર ખુબ શાલીનતા થી ભેટ્યા...અને થોડીકવાર સુધી એમજ ભેટી ને ઊભા રહ્યાં...
પ્રયાગે ....અદિતી નાં માથા માં હાથ ફેરવતાં ફેરવતાં...તેનાં કપાળ પર કીસ કરી.અદિ નાં પુરા શરીર માં પ્રયાગ નાં હોઠો ના સ્પર્શ થી ઝણઝણાટી થઈ ગઈ.વીજળી વેગે તેનાં શરીર અને દિલ માં દિવા પ્રગટી ઉઠ્યા.
અદિ....આઈ લવ યુ.....!!
અદિતી એ પણ....સામે પ્રયાગ નાં કપાળ પર પોતાનાં અધરો ને ધરી દીધાં અને .....ધીમા સ્વરે બોલી.....લવ યુ ટુ પ્રયાગ.
બન્ને એમ જ એકબીજાને ભેટી ને લાંબો સમય ઊભા રહ્યાં....!!
પછી પ્રયાગ બોલ્યો.....અદિ.....આપણે જઈશુ ???
હમમમ....લેટ્સ ગો...પ્રયાગ. એન્ડ થેન્કસ ફોર એક્સેપ્ટ મી એન્ડ માય લવ. આઈ વીલ ઓલવેઝ ટ્રાય ટુ લીવ એસ યુ વીસ.
ના અદિ....ક્યારેય મારા એકલાની જ ઈચ્છા મુજબ ના જીવતી...તારી મરજી તારી ઇચ્છા પણ એટલીજ અગત્યની છે. તારી ઈચ્છા ઓ ને મારી ને હું ક્યારેય ખુશ ના રહી શકું.તુ મારા જીવનમાં એક મિત્ર, એક પ્રેમિકા બની ને આવી છુ અને મારી પત્ની મારી અર્ધાગીંની બની ને રહેવાની છુ...તો બસ એમ જ રહે જે. અને હું પણ પ્રયત્ન કરીશ કે તારા અને આપણા જીવન ને માંગલ્ય બનાવી શકું. તારા નાના મોટાં સ્વપ્નાં અને નાનાં માં નાની ખુશી ને હું હર હંમેશા મારી અને તારી ખુશી બનાવવા પ્રયત્ન કરીશ.
બે યુવાન હૈયા માં ધગધગતો પ્રેમ રૂપી લાવારસ વહી રહ્યો હતો. વધારે આવેશ માં અને લાગણી માં નાં આવી જવાય એટલે બન્ને જણાં ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું.
બન્ને પક્ષે પ્રેમ ની રજુઆત થઇ ગઈ હતી. લગભગ એકાદ કલાક ના સ્પષ્ટ અને સ્વસ્થ વિચારો ની આપલે પછી અદિતી અને પ્રયાગ ત્યાંથી ઓફીસ જવા નીકળ્યા.

************** ( ક્રમશ:) **************