પેહલા પેહલા પ્યાર હૈ !! - 19 - Last Part Bhargavi Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

પેહલા પેહલા પ્યાર હૈ !! - 19 - Last Part

(આગળના ભાગ માં જોયું કે પાયલ અને અંશ ફરી એક વાર મળે છે..પરંતુ અંશ ને લાગે છે કે પાયલ ના લગ્ન ફરી થઈ ગયા છે..એટલે એ પાર્ટી માં નેહા ને બોલાવીને એની સાથે સગાઇ કરે છે અને આં બધું જોઈને પાયલ તૂટી જાય છે..એટલે એ દોડતી દોડતી gate ના બહાર જતી રહે છે..અને રોડ પર બેસીને રડવા લાગે છે..હવે આગળ)

પાયલ રોડ પર બેસીને જોર જોર થી રડતી હોય છે..અને ત્યાં અંશ આવી જાય જાય છે અને ગાડી માંથી નીચે ઉતરી ને પાયલ જોડે જાય છે.. પાયલ અંશ સામે જોવે છે અને ઊભી થઈને ચાલવા લાગે છે.. ત્યારે અંશ પણ એના પાછળ પાછળ જાય છે.. પાયલ અંશ ને કહે છે કે.." કેમ હવે તું મારી પાછળ આવે છે..જા ને તારી પ્રેમિકા જોડે સમય વિતાવ.."

અંશ ચાલતા ચાલતા પાયલ ના સામે આવીને બેસી જાય છે.. અને હાથ જોડીને માફી માંગે છે..અને કહે છે કે "મને એમ હતું કે તે બીજા લગ્ન કરી લીધા છે એટલે મેં આજે તારા સામે નેહા જોડે સગાઈ કરી.."

" હાં..મારા લગ્ન તો થઈ ચૂક્યા છે..મારી જિંદગી જોડે.. મારા લોકો જોડે જે મને મને છે.. અને હું એમાં ખૂબ જ ખુશ છું..તો હવે તારે મારી ચિંતા કરવાની કે ચિંતા કરવાનો દેખાવો કરવાની કોઈ જ જરૂર નથી..I am happy in my life.."

" પાયલ મને ખબર છે કે ક્રિયા તારી અને મારી છોકરી છે. . અને તારા જોડે મે જે કંઈ પણ કર્યું એના માટે હું તારી માફી પણ નથી માંગી શકતો .. પણ મને ખૂબ જ પસ્તાવો છે. . અને તારે મારા લીધે આટલું બધું સહન કરવું પડ્યું. હું જ તારો ગુનેગાર છુ..તું મને સજા આપી શકે છું. . હું એના માટે તૈયાર છુ.." અને ત્યાં રડવા લાગે છે..

" હા હા હા .. શું મજાક કરે છે..તને લાગે છે..હું તારા પર ફરીથી ભરોસો કરી લઈશ..અને સાંભળ ક્રિયા તારી નહિ ફક્ત અને ફક્ત મારી જ છોકરી છે.. તારો એના પર કોઈ જ અધિકાર નથી..અને તું શું જાણે છે કે મે આટલા વર્ષ કેવી રીતે કાઢ્યા અને કેવી રીતે જિંદગી વિતાવી.. તું તો તારી માશૂકા સાથે ખુશ હતોને તો હમણાં કેમ આવ્યો છે..એના થી મન ભરાય ગયું હશે..એટલે મારા જોડે.."

અને આકાશ એને બોલતા રોકે છે..જોરથી બોલે છે" પાયલ"... " તો તને એમ લાગે છે ને કે મે તારા માટે કંઇ જ નહિ વિચાર્યું.. તો સાંભળ.. હવે હું તને આખી વાત કરું..
જ્યારે તું ઘર થી બહાર નીકળી ને ત્યારે હું જાગતો જ હતો..અને તારા પાછળ પાછળ આવ્યો..પછી ખબર પડી કે તું ઇન્ડિયા જાય છે..મને એમ હતું કે તું તારા મમ્મી પપ્પા જોડે જતી હશે..એટલે મેં તને રોકી નહિ.. અને એ પણ સાંભળ કે મેં જ્યારથી તને જોઈ છે ત્યારથી લઈને આજ સુધી ખાલી ને ખાલી તને જ પ્રેમ કર્યો છે.. બીજી કોઈ છોકરી સાથે અફેર છું હું જોઈ પણ નહિ શકું..તું મારા દિલ માં એવી રીતે વસી ગઈ છે કે હવે જ્યારે હું મરીશ ત્યારે જ તારી યાદો મારા દિલ માંથી જશે.. અને રહી વાત એ દિવસની તો ત્યારે નેહા એ મારા drink માં કંઇક ભેળવી દીધું હતું..જેથી મને ચક્કર આવ્યા અને હું બેડ પર પડ્યો..અને. એપછી એને મારા કપડા ક્યારે ઉતારી દીધા અને ક્યારે અમે બન્ને...... હું તો એના રૂપ માં પણ તને જ જોતો હતો એટલે મને ખબર જ ના પડી કે આં બધું શું થઈ ગયું... તારા આવ્યા પછી મને તું દેખાય એટલે હું બેભાન અવસ્થા માં પણ ત્યાંથી ઉભો થયો અને તારી જોડે આવવા માંગ્યુ..જ્યારે નેહા એ મને પાછળ થી પકડી લીધો ત્યારે મે એને એક લાફો મારીને ઘરે મોકલી દીધી..કેમ કે એને હવે મારી દોસ્તી પર કલંક લગાવી દીધો હતો..અને એને તને દુઃખ પહોંચાડ્યું હતું.. એ મારી નજર માંથી ઉતરી ગઈ હતી..અને હું તારી નજર માંથી..હવે મને તારા સામે આવતા પણ શરમ આવતી હતી..એટલે મેં વગર રોકે તને જવા દીધી..

પછી મેં નેહા ને ધમકાવી અને એના જોડે દોસ્તી તોડી નાખી..અને એક શરત મૂકી કે હવે જ્યારે પણ મને એની જરૂર પડશે અને કંઇક કામ હશે તો એને કરવું જ પડશે.. વિના આનાકાની એ.. અને એ પણ શરમ ના લીધે માની ગઈ..આજે પણ મેં એને એટલા માટે જ નકલી સગાઇ રચવાનું કહ્યું હતું..એટલે આં બધું નાટક હતું પાયલ નાટક..

તું અહીંયા ઇન્ડિયા આવી ગઈ..પછી હું પણ એના અઠવાડિયા પછી તને જોયા વગર રહેવાયું નહિ એટલે ઇન્ડિયા આવી ગયો..અને હું એક હોટેલ માં રોકાયો હતો.. ત્યારે તારા મમ્મી પપ્પા નો ફોન આવ્યો મારા પર કે 2 અઠવાડિયા થી પાયલ એ ફોન નથી કર્યો ..પાયલ જોડે વાત નથી થઈ..એ ઠીક તો છે ને..ત્યારે મને ખબર પડી કે તું તારા મમ્મી પપ્પા જોડે નથી ગઈ..અને મે હા પાયલ ઠીક છે એમ કરીને ફોન મૂકી દીધો..પછી મારા બધા જ contacts જોડે તને શોધવાના ખૂબ જ પ્રયત્ન કર્યા પણ તું નહિ મળી.. એટલે હવે મારા જોડે જીવવાનું કોઈ મકસદ નહતું પણ તું કોઈક દિવસ મને મળીશ એમ વિચારીને મેં મારી આખી જિંદગી ખાલી કામ માં જ પરોવી દીધી..એક દિવસ એવો નહિ ગયો હોય પાયલ કે મે તને યાદ ના કરી હોય.. એક એક દિવસ મને હવે એક એક વર્ષ જેવો લાગતો હતો હવે આં જિંદગી મુશ્કિલ થઈ ગઈ હતી મારા માટે..વધુ ને વધુ સમય બસ મારા કામ માં જ લગાવતો..ત્યારે મારો એક દોસ્ત ઇન્ડિયા માં તમારી કંપની સાથે કામ કરી રહ્યો હતો. એ તને જાણતો હતો..પણ તું એને નહતી ઓળખતી..એટલે ત્યારે એને મને જાણ કરી..કે તું અહીંયા છે..એ પછી હું અહીંયા આવ્યો પણ તો પણ તારી સામે તો ના જ આવ્યો..પછી તું જ્યાં રહેતી હતી ત્યાં ગયો..અને એક વૃદ્ધ માતાજી એ મને તારી સ્ટોરી કીધી..કે કેવી રીતે તું મંદિર માં ભીખ માંગતી હતી અને પછી તને એ માતાજી એ આશ્રય આપ્યો અને તારી ડિલિવરી કરાવડાવી.. હું એમનો આભાર માનીને વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ ને મોટી રકમ દાન કરી..પણ હજુ પણ તારા જોડે આવવાની હિંમત નહતી થતી..એટલે એક દિવસ જ્યારે ના રહેવાયું ત્યારે તારી કંપની ખરીદી લીધી.. અને તારા અને મારી છોકરી ના જોડે આવી ગયો પણ મને એમ થયું કે ક્યાંક તું બીજા કોઈના પ્રેમમાં પડી ગઈ હોય તો કદાચ લગ્ન પણ કરી લીધાં હશે..એટલે મેં આં બધું નાટક કર્યું..I am very very sorry પાયલ...you are so precious part of me..please મને માફ કરી દે..please.. એવું કહીને અંશ પાયલ ના હાથ પકડીને રડવા લાગે છે..

પાયલ પણ આં બધું સાંભળીને રડવા લાગે છે..અને એને ઉભો કરીને એને હગ કરે છે..અને પછી કહે છે.." તું તો હમણાં પણ ડોબો ને ડોબો જ છે..હું તારા સિવાય કોને પ્રેમ કરી શકું યાર .અને હવે તો પ્રેમ કરવા માટે મારી સોરી આપણી દીકરી હતી..બધી વાત માં તારા પર જ ગઈ છે.. બહુ જ જિદ્દી છે.."

"હા..ચાલ પાયલ મારે એને જોવી છે..હગ કરવું છે..પ્રેમ કરવો છે..એને રમાડવી છે..જલ્દી ચલ પાયલ મારાથી હવે રાહ નથી જોવાતી.." એમ કરીને પાયલ અને અંશ બન્ને અનાથાશ્રમાં જાય છે..અને બધા ને સાચું કહે છે..અને અંશ અનાથઆશ્રમ અને વૃધ્ધાશ્રમ ખરીદી લે છે..અને એની બધી જવાબદારી અંશ અને પાયલ ઉઠાવે છે.. અને હવે એ 3 ખૂબ જ ખુશહાલ જિંદગી જીવે છે..❤

સમાપ્ત❤