પેહલા પેહલા પ્યાર હૈ!! - 10 Bhargavi Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેહલા પેહલા પ્યાર હૈ!! - 10

( પેહલા ના ભાગ જોયું કે પાયલ એક જબરદસ્તી ના બંધન માંથી મુક્ત થાય છે અને એની જિંદગી માં આગળ વધે છે..હવે આગળ..)

પાયલ થોડા દિવસ પછી આં બધા માંથી બહાર આવે છે.. એ હવે હસી રહી છે,મસ્તી કરી રહી છે,નોર્મલ લાઈફ જીવી રહી છે.. એને અચાનક કંઇક યાદ આવતા તરત જ મોબાઈલ પકડે છે અને આકાશ ને બધી સાઇટ પરથી unblock કરે છે.. અને તરત જ એને મેસેજ કરે છે.. એ મેસેજ નો reply છેક રાતે મોડેથી આવે છે...પાયલ એના જ મેસેજ નો રાહ જોતી હોય તેમ  એ તરત જ મોબાઈલ ખોલીને એના જોડે વાત ચીત શુરૂ કર છે..

આકાશ: " ઓહો..શું વાત છે..આટલા બધા દિવસ પછી    મારી યાદ આવી ખરી તને..!!"

પાયલ : " હા કેમ ના કરાય યાદ?"

આકાશ :  " ના ના..કરાય જ ને..પણ આજે અચાનક અમારી યાદ ક્યાંથી આવી..અને તારો મંગેતર કેમ છે? સાંભળ્યું કે તારી સગાઈ થઈ ગઈ"

પાયલ : " થઈ ગઈ અને તૂટી પણ ગઈ.."

આકાશ : " ઓહ..કેમ? મારી યાદ આવતી હતી કે શું?"

પાયલ : " તું મારા દિલ માંથી જતો જ નતો..પછી બીજા જોડે રહીને શું કરું? "

આકાશ : " ઓહ... તો સગાઈ કેમ કરી હતી? મને પૂછ્યા વગર..કહ્યા વગર? મને પેહલા કઈ ખબર નહતી..પછી આં તો માસી ના ઘરે ગયો ત્યારે ખબર પડી અને હું ત્યાં જ બેસી ગયો..પેહલા થયું ના..મારી પાયલ મારા સાથે આવું તો ના જ કરી શકે..બીજા કોઈની ના થઈ શકે.. તો એવી તો શું મજબૂરી હતી બકા તારી? "


પાયલ કેવી રીતે આ બંધન બંધાઈ..અને કેવી રીતે  બંધન માંથી છૂટી પડી ત્યાંની બધી વાત આકાશ ને કરે છે..અને એ આકાશ ને કેટલો પ્રેમ કરે છે અને હમણાં સુધી એને એક પણ ક્ષણ એવું નહિ હોય કે આકાશ ને યાદ નહિ કર્યો હોય..બધા માં આકાશ ને યાદ કરે છે એ બધું આકાશ ને કહે છે..

આકાશ : " ઓહ..તો આવું બધું હતું..તું તો બહુ બહાદુર છે ને પાયલ..મારી પાયલ એ આટલું બધું સહન કર્યું..વાહ આઈ એમ proud of you... ચલો જે થયું એ..હવે તું મને કીધા વગર કઈ જ નહિ કરતી..તું ખાલી મારી જ છે સમજી ને.. હું તારા જોડે જ મેરેજ કરીશ..I promise u ..❤"

    

હવે આકાશ અને પાયલ બન્ને દરરોજ પ્રેમભરી વાતો કરે છે..પાયલ ઉત્તરાયણ પર સ્પેશિયલ આકાશ ને જોવા મળે એટલે ગામ એકલી જાય છે.. 13 જાન્યુઆરી એ આકાશ નો જન્મદિવસ હોય છે..પાયલ આકાશ ને surprise આપવા માંગે છે..એ 13 તારીખે સાંજે ત્યાં પોહચી જાય છે અને આકાશ ને ફોન કરીને સ્ટેશન પર જ મળવા માટે બોલાવે છે..એને આકાશ માટે સ્પેશિયલ કાર્ડ બનાવ્યું હોય છે અને સાથે આકાશ માટે ગોગલ્સ લાવી હોય છે એ આપે છે અને બન્ને એકબીજા ને હગ કરીને પોત પોતાના ઘરે જતા રહે છે.. બીજા દિવસે ઉત્તરાયણ હોવાથી આકાશ પણ એની માસી ના ત્યાં જ વિશાલ અને બીજા દોસ્ત જોડે પતંગ ચગવાના બહાને પાયલ ના ઘરે જ આવે છે.. પાયલ ને પણ પતંગ ચગાવવાનો ખૂબ જ શોખ હોય છે એટલે સવારે વેહલાં એના ભાઈઓ જોડે ધાબા પર જતી રહે છે..અને સ્પીકર પણ ચાલુ કરે છે..ત્યારબાદ આકાશ પણ આવે છે અને એકબીજા વચ્ચે નયન રમત ચાલુ થઈ જાય છે.. પાયલ ના કાકી પણ બપોરે ધાબા પર આવે છે એની મોટી મમ્મી જોડે... એ પાયલ  અને આકાશ ને જોઇને સમજી જાય છે કે એમના  વચ્ચે કંઇક તો ચાલે છે..

સાંજે પાયલ નીચે આવીને બધા માટે પિત્ઝા બનાવે છે..અને જમીને પાયલ એની કાકી જોડે બેઠી હોય છે  ત્યારે એની કાકી એને પૂછે છે.. " શું તને આકાશ ગમે છે" પાયલ એના કાકી જોડે ખૂબ જ સરળ રીતે વાત કરી શકતી હોય છે એટલે હકાર માં માથું હલાવી નિકળી જાય છે..

રાતે પાયલ અને એના કાકી એક જ બેડ પર સૂતા હોય છે ત્યારે એના કાકી ફરીથી વાત શુરૂ કરે છે.. " જો બકા..એમાં કંઈ ખોટું નથી પણ તું આકાશ ને કહી દેજે કે એના ઘર માં જણાવી અને જલ્દી થી તારા જોડે સગાઈ કરો લે.. નહિ તો પછી બહુ વાર થઈ જશે..હું પણ તારી મમ્મી ને વાત કરીશ પછી અમે મોટી ને વાત કરીશું કે એ તારી સગાઈ ની વાત એના બહેન આગળ મૂકે..પછી આગળ વાત.. અને તું પણ સમજાવજે આકાશ ને.."

પાયલ ને પેહલા તો કઈ સમજમાં નથી આવતું..અને થોડી વાર પછી સૂઈ જાય છે..સવારે પાયલ અને આકાશ એક જ બસ માં જવાના હોય છે..આકાશ ને અમદાવાદ નોકરી હોવાથી એ ત્યાં ઉતરી જશે..ત્યાં સુધી બન્ને પ્રેમી પંખીડા પોતાની અમૂલ્ય આખરી ક્ષણો વિતાવાના હોય છે.. 

પાયલ સવારે ઊઠીને જલદી તૈયાર થઈ ને ઘરે બધા ને પગે લાગીને એના ભાઈ જોડે સ્ટેશન જાય છે..થોડી જ વાર માં બસ આવી જાય છે અને પાયલ બેસી જાય છે..આકાશ થોડે આગળ થી બેસવાનો હોય છે જેથી કોઈને શક ના જાય.. થોડી વાર માં આકાશ પણ પાયલ ની બાજુ માં આવીને બેસી જાય છે..થોડી વાર પછી આકાશ ધીરેથી પાયલ નો હાથ પકડે છે અને જિંદગી ભર ના બધા વાયદા ઓ કરે છે એકબીજા ને.. 2 કલાક માં અમદાવાદ આવી જતા આકાશ ઉતરી જાય છે..પાયલ ની આંખ માં અનાયાસે આંસુ આવી જાય છે જેને એ માંડ માંડ રોકી શકે છે.. પાયલ પણ 6 કલાક પછી ના લાંબા સફર બાદ વાપી પોહચી જાય છે..અને પોતાની રૂટિન લાઈફ માં પાછી આવે છે..

પાયલ ના મમ્મી પપ્પા ફેબ્રુઆરી માં કોઈના લગન હોવાથી ગામ જવાના હોય છે..પણ પાયલના લેક્ચર મહત્વના હોવાથી એ ગામ જવાનું ટાળી એકલી રેહવાનું નક્કી કરે છે.. એ આં બધી વાત આકાશ ને કરે છે..આકાશ એને કહે છે કે હું બે દિવસ વાપી આવી જાઉં..તો તને પણ ફાવશે.. પાયલ ને થોડું અટપટું લાગે છે પણ એ ના નથી પાડી શકતી.. થોડા દિવસ પછી આકાશ ટ્રાવેલ્સ માં ટિકિટ પણ બુક કરાવી દે છે અને પાયલને મળવા માટે ઘણો excited હોય છે.. પાયલ ને કંઇક અચુક્તું લગતા એ આકાશ ને કહે છે કે એના important લેક્ચર છે જે એને એટેન્ડ કરવા જ પડશે.. આકાશ એને કહે છે કે આં ગોલ્ડન ચાન્સ છે એ બન્ને ના એકલા સાથે રેહવાનો..અને એ આં વખતે બધી હદો પાર કરીને પાયલ ના આલિંગન માં સમાવા માંગે છે..જ્યારે પાયલ ને લગન પેહલા આં બધું ગમતું નથી કેમ કે હમણાં એને ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા હોય છે જેમાં છોકરાઓ ખાલી એમની જરૂરિયાત પૂરી કરીને છોકરી ને છોડી દે છે.. એટલે એ આકાશ ને આમ કરવા એ પોતે ready નથી એમ જણાવી દે છે અને આકાશ ગુસ્સા માં એની ટિકિટ કેન્સલ કરાવી ને પાયલ ને બહુ બોલે છે..પણ પાયલ ને એક શાંતિ થાય છે.. 

ઘણા દિવસ સુધી આકાશ નો કોઈ મેસેજ આવતો નથી અને પાયલ ના મેસેજ નો પણ એ ઈગનોર કરે છે અને reply નથી આપતો..એના મમ્મી પપ્પા ગામથી આવે છે ત્યારે એને કહે છે કે આકાશની સગાઈ પાક્કી થઈ ગઈ..આપણા ગામની જ છોકરી છે.. પાયલ ને આં સાંભળીને ધ્રાસકો લાગે છે..એ કઈ બોલવાની હાલત માં નથી હોતી...તરત જ એ એનું વોટ્સ એપ ખોલે છે અને આકાશ ને મેસેજ કરે છે કે એને આવું કેમ કર્યું..તો આકાશ પણ એના ફેમિલી ના ફોર્સ ના લીધે આવું કરી રહ્યો છે એમ બહાનું બતાવે છે..થોડા દિવસ પછી એ પોતાની મંગેતર સાથે ફોટોસ પણ upload કરવા લાગે છે..અને પાયલ તો હવે સાવ તૂટી જ ગઈ હોય છે..એને હવે બસ એના ભણવા અને એના career   પર ફોકસ કરવા લાગે છે..એવું નથી હોતું કે પાયલ માટે કોઈ માંગા નથી આવતા..ઘણા બધા આવે છે પણ એને હમણાં કરવું જ નથી એ બહાને એ બધાને જોયા વગર જ ના પાડી દે છે..પાયલ રૂપાળી દેખાતી હોવાથી એને એના કૉલેજ માંથી પણ ઘણા છોકરા પ્રોપોઝ કરે છે પણ એ કોઈને ભાવ આપતી નથી..એનો છોકરાઓ પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હોય છે.. એ હવે બસ એના કેરિયર પર જ ધ્યાન આપવા માંગે છે.. કોઈક દિવસ પાયલ એ એનું વોટ્સ એપ નું dp બદલે એટલે આકાશ નો મેસેજ આવતો..કે " looking hot..looking sexy.." પાયલ એના મેસેજ ને ઈગનોર કરતી..કેમ કે એની મંગેતર થોડી શ્યામ હતી અને પાયલ જેટલી વધારે બોલકી અને સ્માર્ટ નહતી .. એટલે આકાશ પાયલ જોડે વાત કરવાના બહાને મેસેજ કરતો પણ પાયલ એને દર વખતે ઇગનોર કરતી..એને ખબર પડી ગઈ હતી કે શા માટે આજ સુધી આકાશ એના જોડે હતો..ફક્ત ફિઝિકલ attraction હતું એને..હવે પાયલ ખૂબ જ બદલાઈ ગઈ હોય છે..બધા છોકરાઓ જોડે rudely જ વાત કરે છે..અને કોઈપણ છોકરા માં interest નથી બતાવતી.. એની મમ્મી એને લઈને ટેન્શન માં હોય છે કે આં લગન પણ કરશે કે નહિ?

શું પાયલ ના જીવન માં કોઈક એવું આવશે જેને એ ફરી પ્રેમ કરી શકશે? જેના પર વિશ્વાસ કરી શકશે? 

જાણવા માટે વાચતા રહો..પેહલા પેહલા પ્યાર હૈ ❤


અભિપ્રાય જરૂર આપશો..??