(આગળ ના ભાગ માં આપળે જોયું કે પાયલ અને આકાશ એકબીજા ના પ્રેમ ના રંગ માં રંગાઈ જાય છે અને જ્યારે એ બન્ને સવારે એકબીજા નો હાથ પકડીને બેઠા હોય છે ત્યારે પાયલનો ભાઈ વિશાલ જોઈ જાય છે અને પાયલ ને ડર છે કે ક્યાંક એનો ભાઈ આં વાત એની મમ્મી ને કહી ના દે...હવે આગળ)
.
સવારે પાયલ આકાશ ને message કરીને કહી દે છે કે એ વિશાલ જોડે વાત કરે અને એની મમ્મી ને કેહવાની ના પાડે.... રાતે આકાશ આવે છે અને વિશાલ ને લઈને આંટો મારવા જાય છે..એ દરમિયાન એ વિશાલ ને સમજાવે છે કે આં વાત પાયલ ના મમ્મી પપ્પા ને ના જણાવે.. પણ વિશાલ કહે છે કે.." આં વાત મે બપોરે જ કાકી ને ફોન કરીને જણાવી દીધી છે અને પાયલ પરમદિવસે નિકળવાની હતી એ જગ્યા એ કાલે જ નિકળી જશે કેમ કે એની મમ્મી નો ફોન આવી ગયો છે..હવે હું કઈ નહિ કરી શકુ..જે કરશે એ કાકી જ કરશે.."એમ કરીને વિશાલ અધવચ્ચે જ આકાશ ને એકલો મૂકીને જતો રહે છે..
.
આકાશ તરત જ message કરીને પાયલ ને જણાવી દે છે કે એની મમ્મી ને વાત ખબર પડી ગઈ છે અને તારે કાલે જ જવાનું છે પાછું..તો હવે તું વિચારી રાખ કે તારે શું કરવું અને શું નહીં..
.
બીજા દિવસે પાયલ એના ભાઈ (મામાના છોકરા) જોડે વાપી જવા નીકળી જાય છે. આખા રસ્તે એ જ વિચારે છે કે એને એવું તો શું ખોટું કર્યું કે એના ભાઈએ એનો સાથ પણ ના આપ્યો..પાયલ ના કોઈ સગા ભાઈ બહેન ના હોવાથી એ હમણાં પોતાને એકલી સમજી રહી છે..એને ખબર હતી કે એની મમ્મી આં વાત ને નહિ સમજશે અને એને આકાશ ને ભૂલી જ જવો પડશે..પણ કઈ રીતે?? એને પેહલી વાર કોઈના માટે આવી લાગણી થઇ હતી..
.. ત્યારે જ એ songs સાંભળતી હોય છે અને સોંગ વાગે છે...
"પેહલા પેહલા પ્યાર હૈ... પહેલી પહેલી બાર હૈ..
જાનકે ભી અંજાના..હો... કેસા મેરા યાર હૈ.."
..
આ ગીત એના આંખો માંથી આંસુ લાવી દે છે..આખી રાત એ સૂઈ નથી શકતી..કેમ કે એને એના આકાશ ને ખોઈ દેવાનો ડર સતાવે છે..
.
વાપી આવી જાય છે અને પાયલ એના ઘરે પોહચી ને ફ્રેશ થઈ જાય છે..એના મમ્મી નો બદલાયેલા સ્વભાવથી એ સમજી જાય છે કે આજે મમ્મી બહુ ગુસ્સા માં છે.. પપ્પા ના બહાર જવાની સાથે તરત જ એની મમ્મી એની બાજુ માં જઈને બેસે છે અને બોલવાનું શરૂ કરે છે..
" તને આં બધા માટે મોકલી હતી ત્યાં..અને આ ઉમર માં તને આવું બધું કરતાં પેહલા શરમ ના આવી..મારું મોઢું ના જોયું તે.. તારા પપ્પાને આ બધી કશી જ ખબર નથી..એમને ખબર પડશે ને તો તને મારીને ક્યાંય ફેંકી આવશે.. તારે આ બધા જ ધંધા કરવા હોય તો જતી રેહ આં ઘરેથી.." પાયલના મમ્મી
.
અહીં પાયલ ને એ સમજાતું નથી કે એટલો મોટો તો શું અપરાધ કરી દિધો છે એને કે વગર વાંકે આટલું બધું સાંભળવું પડે છે ખાલી હાથ પકડવાથી આટલો બધો ગુસ્સો.. એ તો હજુ સુધી આકાશ ની નજીક પણ નથી આવી અને મમ્મી આવું બોલે છે..
.
એની મમ્મી ને કામ પર જવાનું હોવાથી એ પાયલ નો મોબાઈલ લઈને જતી રહે છે અને કહેતી જાય છે કે "આજ પછી ભૂલી જા કે તને આં મોબાઈલ પછી મળે..અને આકાશ ને પણ ભૂલી જજે..એ અમીર બાપ ની ઓલાદ છે તને ક્યારે વાપરીને ફેંકી દે તને ખબર પણ નહી પડે..હું જે કહું છું એ તારા સારા માટે કહું છું હવે તારે જે માનવું હોય એ માન.." એમ કહીને એના મમ્મી કામ પર જતા રહે છે..
.
(એની મમ્મી એ બીજા ના ઘરે રસોઈ કરવા જાય છે અને ઘર ચલાવે છે અને એના પપ્પા નાના મોટા વાયરમેનનું કામ કરે છે જેમાં એમને ક્યાંક લાઈટ ફિટ્ટિંગ નું અને એ બધું કામ મળી રહે છે..પાયલ ના ઘરમાં એટલી બધી condition બરાબર નથી હોતી હોતી..અને ઘર પણ માંડ માંડ ચાલે છે.. પાયલ બાળપણ થી જ ખૂબ જ હોશિયાર હોવાથી એક સ્કૂલ ના ટ્રસ્ટી જ એનો બધો ખર્ચો ઉપાડે છે..પાયલ હમણાં પણ એવી સ્કૂલ માં ભણે છે કે જેની કલ્પના પણ આજ સુધી એને નહિ કરી હોય..એની સ્કૂલ પ્રાઇવેટ હોવાથી સ્કૂલ એકદમ મોડર્ન હોય છે અને એમાં બધા અમીર બાપ ના દીકરા દીકરીઓ જ ભણવા આવતા..એમાં પેહલા પેહલા તો પાયલ ને adjust કરતાં વાર લાગે છે..પણ એના માર્ક્સ ને કારણે એ સ્કૂલ માં ઘણા ફ્રેઇન્ડ્સ બનાવી દે છે..)
.
હવે result આવવાની તૈયારી હતી..પાયલ ટેન્શન માં હતી કે જો આં વખતે result સારું નહિ આવે તો એને સ્કૂલ માં અડધી fees ભરવી પડશે..જે અડધી fees રકમ 50000 રૂપિયા હતી.. આમ તો એને પોતાના પર ભરોસો હતો કે એના માર્ક્સ સારા જ આવશે.. result na દિવસે રાતે 12 વાગે વિશાલ નો કૉલ આવે છે..result shu આવ્યું એ જાણવા માટે કેમ કે પાયલ જોડે ના તો મોબાઈલ હતો કે ના તો કમ્પ્યૂટર એટલે એનું result વિશાલ ને જોવા માટે કહ્યું હતું.. અપેક્ષા પણ એનું result જોવા માટે વિશાલ જોડે જ આવી હોય છે.. અને વિશાલ બોલવાનું ચાલુ કરે છે
" અલી ઢબુડી તું તો બહુ કૂદતી હતી ને કે તારી પરીક્ષા બહુ સારી ગઈ છે ને ..માર્ક્સ ખાલી આટલા જ..આટલા ઓછા ટકા..બસ"
"પણ કેટલા છે એ તો બોલ.." પાયલ ચિંતા માં પૂછે છે
"બસ ખાલી 97% અને 99.98 percentile છે.."વિશાલ
પાયલ ના ઉદાસી ભર્યા ચેહરા પર અચાનક એક હાસ્ય ફરી વળ્યું..અને આંખો માંથી પાણી નીકળી ગયું..પછી એનો ફોન મમ્મી એ લીધો અને પંચાત કરતાં અપેક્ષા અને રિયા(એની માસી ની છોકરી જે વાપી માં રહે છે) બન્નેના માર્ક્સ પૂછ્યા..જે પાયલ કરતા બહુ ઓછા હતા..એટલે એ જાણી ને પાયલ ની મમ્મી પણ ખુશ થઈ ગઈ..અને પેંડા ખવડાવિશું નો વાયદો આપીને ફોન cut કર્યો...અને બીજા દિવસે બધા એ પાયલ ને ખુબ અભિનંદન આપ્યા..અને સાયન્સ લેવા કીધું..
.
પાયલ ની સ્કૂલ ચાલુ થઈ ગઈ..હવે એ ફક્ત ભણવામાં વ્યસ્ત થઈ ગઈ ..
.
શું પાયલ આકાશ ને ભૂલી ગઈ? શું હવે પાયલ અને આકાશ મળશે? કે કહાની નો અહીં જ અંત આવશે?
(ક્રમશઃ)