પેહલા પેહલા પ્યાર હૈ !! - 18 Bhargavi Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેહલા પેહલા પ્યાર હૈ !! - 18

(આગળ ના ભાગ માં જોયું કે પાયલ હવે એની જીંદગી માં આગળ વધી ગઈ હોય છે..અને એના બોસ એ કંપની છોડીને અબ્રોડ જતા રહે છે..અને એ કંપની નો માલિક હવે બીજો કોઈક હોય છે..પાયલને લેટ થતાં એ ઓફિસ એ લેટ પહોંચે છે..હવે આગળ)

એ માણસ ખુરશી પલટે છે.. AM બીજું કોઈ નહિ પણ અંશ મહેતા હોય છે..પાયલ એને જોઈને એકદમ શૉક થઈ જાય છે અને ચૂપ ચાપ ત્યાં જ ઊભી રહે છે..અંશ પણ 5 મિનિટ સુધી ખાલી પાયલ ને જ જોયા કરે છે..આખરે અંશની સેક્રેટરી પરાણે ખાંસી ખાઇને એ બન્ને ની તંદ્રા તોડે છે.. અને અંશ અને પાયલ વર્તમાન ની પરિસ્થિતિ માં આવે છે.. અંશ પાયલ ને ખુરશી માં બેસવા માટે કહે છે..પાયલને તો અંશ ને જોઇને ખૂબ જ ગુસ્સો આવતો હોય છે પણ પોતે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી ..પોતાની પર્સનલ અને પ્રોફેશલ જિંદગી ને ભેગી નથી કરવા માંગતી એટલે બધું ભૂલીને ખુરશી પર બેસે છે.. અંશ પાયલને ટોન્ટ મારતા કહે છે..

" સો.. મિસ.પાયલ .. તમારા જોડે ઘડિયાળ નથી..કે પછી તમે ઘડિયાળ પ્રમાણે ચાલતા નથી.. ..હા હશે તમને મોડેથી પહોંચવાની આદત..પણ હવે તમારે આં આદત ભૂલવી પડશે..હવે તમારે મારા કહેવા મુજબ ચાલવું પડશે.. નહીં તો પછી બીજે ક્યાંક નોકરી શોધી લેજો.. do you understand?"

"of course sir.. એમ પણ મને કોઈક નું સાંભળવાની આદત નથી.. અને રહી વાત સમય ની..તો સમય સાથે તો માણસ પણ બદલાય છે.. પણ સમય કોઈ દિવસ અટકતો નથી.. અને જો કાલથી હું મોડી આવી તો બેશક તમે મને અહીંયાથી કાઢી શકો છો..એમ પણ દિલ્હીમાં કંપની ઓ ઓછી નથી.. mr.AM.."પાયલ પણ અકળાઈને જવાબ આપે છે.

" તો..મિસ પાયલ તમારી વાતો પૂરી થઈ હોય તો આપડે કામ લાગીએ?"

"sure"..એમ કહીને પાયલ અંશ ને એમની કંપની નું આખું infrastructure બતાવે છે અને આખી કંપની ના અલગ અલગ પ્લાન્ટ માં લઇ જઇને બધાનું કામ બતાવે છે..અને છેલ્લે બધા જ કામ કરતા workers ની યાદી અંશ ને આપે છે..અને પોતાનો નવો પ્રોજેક્ટ શું છે એના વિશે પણ જણાવે છે ..

પછી નિરાંતે પોતાની કેબિન માં જઈને બેસે છે અને વિચારે છે કે એના બોસ એ ક્યાં અંશ ને આં કંપની વહેચી દીધી..એનો ભૂતકાળ હમણાં એની સામે આવીને ઊભો હતો જેની સામે એ દરરોજ લડે છે.. એ વિચારે છે કે હવે આં કંપની છોડી દેશે..પણ એના બોસ ખાલી એના ભરોસે આં કંપની છોડીને ગયા હતા એટલે હમણાં એ વાત અશક્ય હતી.પાયલ આં બધું વિચારતી હોય છે..એટલામાં પાયલ ની ફ્રેન્ડ દિશા ત્યાં આવે અને પાયલ જોડે બેસીને કહે છે..
" યાર..પાયલ..આં નવો બોસ તો જેટલો હેન્ડસમ છે એટલો જ અકડું છે યાર.. જો ને બધા ને કામે લગાડી દીધા..પોતાની આંગળી પર નચાવે છે બધાને..અને એને સારી રીતે વાત કરતા તો આવડતી જ નથી.."

" હા.. દિશા..તું સાચું કહે છે..પણ હવે શું કરીએ .. હવે એ જ આપડો બોસ છે.." એમ કહીને બન્ને પોત પોતાના કામમાં લાગી જાય છે..

આં બાજુ અંશ પોતાની કેબિન માં બેસીને આખી કંપની માં સીસીટીવી કેમેરા લગાડ્યા હોય છે અને એ જોતો હોય છે ત્યાં જ એને પાયલ ની કેબિન કેમેરામાં દેખાય છે અને એ ખોલીને એ ખાલી પાયલ ને જોતો હોય છે..એ મન માં વિચારે છે કે પાયલ આટલી બધી કાબિલ બની ગઈ કે એ આખી કંપની ને સંભાળી શકે છે અને આં કંપની માં એ એક એક worker જોડે પણ સારા સંબંધ રાખે છે.. કંઇ પણ કામ હોય બધા જ workers ની જેમ managers જોડે બધા જ પાયલ ની હેલ્પ લેવા માટે આવે છે અને પાયલ અકળાયા વગર બધાને પ્રેમ થી મદદ કરે છે..અને બધા ને સારી રીતે સંભાળે છે .. અને આખી કંપની માં બધા લોકો પણ પાયલ ને ખુબ જ માનતા હોય છે..

ત્યાં અચાનક અંશ ને કોઈક નાની છોકરી પાયલ ના કેબિન માં આવતી દેખાય છે..અને એ છોકરી માપા માપા કરીને પાયલ ને આવીને ગળે વળગે છે.. અને પોતે કંઇક ટ્રોફી જીતીને આવી હોય છે એ પાયલ ને બતાવે છે..ત્યારે અંશ તરત receptionist ને ફોન કરીને બોલાવે છે..અને એ નાની છોકરી વિશે પૂછે છે..તો એને ખબર પડે છે કે એ પાયલ ની છોકરી છે.. આં સાંભળીને અંશ ને આઘાત લાગે છે..અને વિચારે છે કે કદાચ પાયલ એ બીજા લગ્ન કરી દીધા હશે.. એટલે મનોમન કંઇક વિચાર કરે છે..અને પોતાના કામ માં લાગી જાય છે..

છેલ્લે દિવસ પૂરો થતાં બધા પોતપોતાના ઘરે જવા નીકળે છે..અને પાયલ પણ પોતાના ઘરે જવા માટે નીકળે છે..પણ પોતાની એક્ટિવા તો સવારે બગડી ગઈ હોવાથી એ રિક્ષા ની રાહ જોતી હોય છે..ત્યાં એક મોટી ગાડી એના આગળ આવીને ઊભી રહે છે..અને એ ગાડી નો કાચ ખુલે છે તો પાયલ જોવે છે કે એ અંશ જ હોય છે..પણ પાયલ એને અવોઇડ કરે છે અને આગળ જાય છે..ગાડી પણ પાછળ પાછળ જાય છે અને અંશ હોર્ન વગાડે છે પણ પાયલ ધ્યાન નથી આપતી અને રિક્ષા માં બેસીને જતી રહે છે અંશ પણ એ રિક્ષા નો પીછો કરતા એની પાછળ પાછળ જાય છે પણ વચ્ચે એને કોઈક નો ફોન આવતા એ ત્યાંથી જ પોતાની ગાડી વાડી દે છે ..

1 અઠવાડિયા પછી એ પોતે એક પાર્ટી રાખે છે પોતે એક કંપની નો નવો બોસ છે એટલે એ બધા ને જાણી શકે અને બધાને પોતપોતાની ફેમિલી જોડે આવવાનું કહે છે..કારણ કે એ જાણવા માંગે છે કે પાયલનો પતિ કોણ છે.. એટલે એ દિવસે બધા પોત પોતાની ફેમિલી જોડે તૈયાર થઈને આવે છે..અને પાર્ટી માં નવું નવું જમવાનું પણ રાખેલું હોય છે એટલે બધા ને મજા પડી જાય છે.. ત્યાં જ અંશ ખાલી પાયલ ની રાહ જોતો હોય છે.. પાર્ટી ચાલુ થયે 1 કલાક થઈ ગયો હોય છે પણ પાયલ હજુ સુધી આવી નથી હોતી.. થોડા સમય બાદ પાયલ પણ ત્યાં આવે છે.. પોતે લાલ સાડી માં ખુબ જ સરસ લાગતી હોય છે.. પહેલા તો અંશ ખાલી પાયલ ને જ જોવે છે પછી એની આગળ પાછળ જોવે છે પણ કોઈ નથી આવતું..પણ અચાનક એક માણસ આવે છે જે પોતે એક ગુજરાતી ફિલ્મ નો હીરો હોય છે..એનું નામ હોય છે આદિત્ય.. એ પાયલ જોડે આવીને ઊભો રહે છે અને એની જોડે વાતો કરતો હોય છે..ત્યાં અંશ આવીને બન્ને નું સ્વાગત કરે છે અને પાર્ટી એન્જોય કરવા માટે કહે છે..( અસલિયત માં અંશ એ શેહેર ના બધા જાણીતા બિઝનેમેન ને પણ બોલાવ્યા હોય છે એટલે આદિત્ય પોતે એક મોટા બિઝનેસમેન નો છોકરો હોય છે..પોતાના પપ્પા વિદેશ ગયા હોવાથી એ પોતે પાર્ટી માં એમની જગ્યા એ આવે છે.. ઉપરાંત આદિત્ય એ પાયલ નો સારો ફ્રેન્ડ પણ હોય છે એટલે એ પાયલ જોડે વાત કરવા ઊભો રહે છે..અને અંશ ને લાગે છે કે એ બન્ને પતિ પત્ની છે.)

ત્યારે અંશના મગજ માં બીજું જ કંઇક ચાલતું હોય છે એટલે એ પોતે ફોન કરીને કોઈકને બોલાવે છે.. અને પાર્ટી માં બધા એન્જોય કરતા હોય છે ત્યાં જ એક announcement થાય છે..
" hello..ladies and gentlemen.. હું અંશ મહેતા..આજે મારી જિંદગીનો બધાથી ખાસ દિવસ તમારા જોડે શેર કરવા માંગુ છું.. આજે હું મારી મનગમતી છોકરી ને engagement માટે પ્રપોઝ મારવાનો છું..તો જોરદાર તાળીઓ થી સ્વાગત કરો મારી જાન ..મારી જિંદગી.. નેહા નું..."

અને એક છોકરી અંશ નાં બાજુમાં આવીને ઊભી રહે છે..ત્યારે અંશ નીચે બેસીને એ છોકરીને વીંટી પહેરાવે છે..અને પછી એ છોકરી અંશ ને વીંટી પહેરાવે છે..અને બધા તાળીઓ થી એ બન્ને ને અભિનંદન આપે છે..

આં બાજુ પાયલ એક beer નો ગ્લાસ લઈને ઉભી હોય છે અને આં બધું સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ જાય છે..અને એની આંખો માંથી અનાયાસે જ આંસુ નિકળી જાય છે અને એને પોતાનો ભૂતકાળ યાદ આવી જાય છે કે કેવી રીતે અંશ એ એને પણ પ્રપોઝ કર્યું હતું.. અને ગ્લાસ પ્રતેય એની પકડ મજબૂત થતાં એના હાથ માંથી ગ્લાસ તૂટી જાય છે..અને હાથ માંથી લોહી વહેવા લાગે છે.. અને બધા એની તરફ જોવે છે..એ રડતી રડતી બહાર ભાગી જાય છે. . અંશ પણ દરવાજા સુધી જાય છે.. અને આદિત્ય ને ત્યાં જ ઊભો જોઈ એને પૂછે છે કે તારી પત્ની ને શું થયું? તો આદિત્ય એને કહે છે કે પોતે unmarried છે અને પાયલ તો ફક્ત એની સારી ફ્રેન્ડ છે.. પછી અંશ બધાને પાર્ટી શુરૂ રાખવાનું કહે છે અને પોતે ગાડી લઈને પાયલ ની પાછળ પાછળ જાય છે..

પાયલ દોડતી દોડતી થાકી જાય છે અને રસ્તા પર બેસી જાય છે..અને જોર જોર થી રડવા લાગે છે.. હવે એ જિંદગી થી હારી ગઈ છે એવું એને લાગે છે.. અને બસ જોર જોર થી રડે છે..




(ક્રમશઃ)