" સુખ ક્યાં મળશે?? "
આ આર્ટિકલ વાંચ્યા પછી તમને થોડે અંશે સંતોષ થશે કે સુખ મળ્યું મને,
જેમ મને રચના કરીને મળશે.
સુખનો સીધો મતલબ છે આનંદ ઠીક જ છે ને? શાયદ મનુષ્યને સુખ એટલે જ્યાં તે હસી શકે અને જીવનના જે પળ તે વિતાવી રહ્યો છે તેમાં માનસિક શાંતિ મળે એવું જ હોય તો જ દુઃખ કોઈને નથી ગમતા ને,
ભાગ્યે જ કોઈ દુઃખને અપનાવે છે નહિતર
' આયખું આખું વીતી જાય છે સાહેબ દલીલો અને દુવાઓ કરતા કરતા ',
કોના ભરોસે બેઠા છો? ભગવાનના કે પછી ભાગ્યના?
ના સમજ્યા શુ કીધું?
ચલો એક નાની વાર્તાથી સમજીએ,
નવીનભાઈ અને સમીરભાઈ પાક્કા પાડોશી એક છે સુનાર અને બીજા ભાઈ છે શિક્ષક કરાર પર,
નવીનભાઈએ અત્યાર સુધી લગભગ ૪ જગ્યાઓ બદલી છે પોતાના માટે (હા પોતાના માટે કેમ કે તેઓને લાગે છે તેમનો ધંધો નથી ચાલતો પણ સાહેબ તમે જ કહો દિવસના ૨૦૦૦ ગલ્લામાં આવે એ ધંધો ઓછો ગણાય?)
સમીરભાઈ એક જ જીદ છે નોકરી કરીશ તો શિક્ષકની (સાચેમાં કહું જીદ નથી આત્મવિશ્વાસ ઓછો છે કે તેઓ બીજું કશું કરી શકશે)
બન્નેને આશા છે કે કાલે કોઈ સૂરજ નું કિરણ એમના માથા પર પડશે અને કઈક નવું સર્જાશે,
હવે તમે જ કહેશો કે સૂરજ નું કિરણ તો પડે જ છે ને રોજ,
ઠીક હું પણ એ જ કહું છું સૂરજનું કિરણ આપણને બતાવે છે સમજાવે છે કે ઉઠ કઈક નવું કર હું મારું કામ તો કરું જ છું તને જણાવવાનું કે સવાર પડી હવે તું મને જણાવ કે તારી સવાર ક્યારે પડશે?
પડશે ને??
લ્યો સૂરજ પૂછે છે નવીનભાઈ અને સમીરભાઈને પણ એ બન્ને જણ આશા રાખીને બેઠા છે આવનાર દિવસો પર ! વ્યર્થ નથી?
આજે જેવો દિવસ છે તેવો જ કાલે ઉગશે આ નિરંતર ચાલતી કુદરતી પ્રક્રિયા છે. સૂરજ નાનો થવાનો નથી કે પાસે આવાનો નથી.
નવીનભાઈ અને સમીરભાઈ તમે જ સમજો હવે કઈક કે તમારે ખુદના રસ્તાઓ બદલવાના છે આ રીતે નહિ પોતાના મન પર જે રોજ નવા વિચારોથી પરત માંડો છો કે કાલ સારી આવશે એ ખોટું છે તમારે જાતે જ કાલને બનાવવી પડશે.
કેમ કે તમે કોઈ જિન નથી કે નથી કોઈ કાલ્પનિક એવેન્જર્સના પાત્ર કે બેઠા રહેવાથી કોઈ નવું સર્જન થઈ જશે.
વાસ્તવિકતા એ છે કે,
પૈસા હશે તો સુખ હશે આ એક જ વિચાર છે આજના મિડલ કલાસ અને ગરીબ વર્ગનો પણ ક્યાં ખબર છે વધારે પૈસા વાળા માણસો પણ દુઃખી છે.
જીવન સુખ અને દુઃખ એમ સિક્કાની બે બાજુઓ છે આજે સુખ હશે તો કાલે દુઃખ આવશે જ એ નક્કી જ છે.
તેનાથી ડરવાની જરૂર જ ક્યાં છે?
સરવાળે તમારે લડવાની જરૂર છે બસ !
તો ઉઠોને કોની રાહ જોઇને બેઠા છો?
જોશ ભરી દો ખૂન્નસ અને લોહીને ઉકડાવી દો,
ડગર ડગર પર એક હથોડાની માફક ચાલ બનાવો.
એની માને કહીને પોતાને ચાર્જેબલ બનાવો.
ઉઠાવ તલવાર અને ઉભો થા મ્યાનમા કટાઈ જશે.
તરત નથી કશું જ આવવાનું થોડી ધીરજ અને સંયમ સાચવ કેમ કે ફરતો સૂરજ પણ ધીમેથી તને કહે છે હું આટલો મોટો છું એટલે ધીમો નથી તમે ક્યાંક પાછળ ન રહી જાવ એટલે ધીમી ગતિ રાખું છું.
ચાવી નાખ દુઃખને અને થૂંકી નાખ સુખને,
સ્વાદ માણ બન્નેનો તો જ જીવી જાણીશ.
ચલ ઉઠ હવે તો શબ્દો પણ ખૂટવા મંડ્યા છે કેમ
કે,
બકા આ આર્ટિકલ છે.
મતલબ સુખ મળશે તમને તમારી પાસે બજારમાં મારા જેવા નથી વેચવાના ( હા...હા...હા)