સુહાનીની શોધ
લાંબા સમય પછી આજે સુહાનીની વાત પાકી થઈ હતી, ઘણા મુરતિયા જોયા પણ એને એકેય પસંદ આવે એવો જીવનસાથી આટલા સમય સુધી તો મળ્યો જ નહોતો પણ
આજે......
આજે અજય માં શુ દેખાઈ ગયું મેડમ ને ખબર ના પડી !
ખેર આજે છોકરા વાળા જોવાં આવાના હતા,
વાત તો ખાલી ફોન અને ફોટો સુધી પાકી થઈ હતી જોવા કરવાનું તો બધું આજે હતું,
સુહાનીએ તો મનોમન ખુશીઓની હારમાળા બનાવી દીધી હતી,
પણ હવે કોણ જાણે આવનાર મુરતિયો સાચે માં એના લાયક હતો કે કેમ ?
બપોરનો ટાઈમ થયો અજય અને એના મમ્મી પપ્પા એમની કાર લઈને આવી ગયા હતા,
ઓ સુહાની......
" જલ્દી કર જલ્દી કર ",એના નટખટ પપ્પા એ કહ્યું,
" હા મારા પિતા શ્રી "...સુહાની પણ એના વારસાગત ગુણોમાં આવેલી એટલે સ્વાભાવિક છે બંને સરખા જ હોય !
પપ્પા દીકરી તો નટખટીયા પણ મમ્મી......???
મમ્મી થોડું ઓછું ભણેલી એટલે એને આ બધું સમજ ના આવે એટલે કહ્યા કરે કે , " બાપ દિકરી સાવ ગાંડા થયેલ છે "
આવો આવો......
સુહાનીના પપ્પાએ આવકાર સાથે અજય અને તેની ફેમિલી નું સ્વાગત કર્યું,
ચર્ચાઓ ચાલી એકબીજાને દેખી લીધા અને પાક્કું થઈ ગયું,
તો બનેવી જી શુ કરીયે??
આવતી હોળીના દિવસ પછી સગાઈ કરી દઈએ??
" હા કેમ નહિ પણ મુહૂર્ત??? ", સુહાનીના પપ્પા એ અજય ના પપ્પા સામે નજર મિલાવીને કહ્યું...
અરે એ બધું અમે નક્કી કરીને જ આવ્યા છીએ,
અમારા જ્યોતિષ જી એ કહ્યું છે કે આવતી હોળી પછી નું મુહૂર્ત સરસ છે અને આવનાર દીકરી
" લક્ષ્મી છે લક્ષ્મી...."
તો ભલે...
કુંડળી ભેગી કરાઈ અને નક્કી થયું કે,
"જટ મંગની પટ બ્યાહ"
સુહાની તો મનોમન પાગલ થાય એમ હતી.
અજય???
શુ દેખાવ..??
શુ બોડી ????
ખુશીના ફુવારા ફૂટવા માંડ્યા હતા,
અજયનું શરીર જોઈને લાગતું હતું કે એ ખૂબ લાંબા સમયથી જીમ કરતો હશે,એનો ગોરો વર્ણ !!!
સુહાની એ તો અત્યાર થી જ મનની વાતો રટી નાખી હતી સાંજે અજય ફોન કરશે તો આ પૂછીશ અને આ કહીશ વગેરે વગેરે....
ખુશીના મારે રહેવાયું નહીં એટલે
સુહાની એ એનો ફોન લીધો,
અને આંગળીઓના સહારે એસ સિરીઝ દબાવીને સંધ્યા ને ફોન લગાવ્યો,
સંધ્યા જે તેની બાળપણની સહેલી,
એકબીજા ની સાથે ધોરણ ૧ થી ૧૨ ભણ્યા અને કોલેજકાળ પણ જોડે જ પતાવ્યો,
બંને એટલી પાક્કી બહેન પણીઓ કે પેટમાં રહેલી દરેક વાતો ખોલી નાખે એક બીજાની સામે,
'ભલેને પછી દૂર જ કેમ ના હોય',
હેલો સંધુ..........
કેમ છે????
સુહાની એ પૂછ્યું,
" હા ચાંપલી મજામાં ",
સંધ્યા એ સામે થી જવાબ આપ્યો,
અચ્છા તો જીજુ અવાના હતા ને આજે તો??
શુ થયું??
અલી યાર જવા દે ને.....
"શુ જવા દે??? "
બોલને ચાંપલી,
કેવા હતા એના ઘરવાળા??
પાકું થયું કે નહીં???
ના યાર...!
સાવ બકવાસ હતો,
ફોટામાં તો દૂધ જેવો ધોળો અને અસલ માં તો.....
છી.....છી......
કાળો કાળો.....
શુ વાત કરે???
સંધ્યા એ આશ્ચર્ય જતાવતા પૂછ્યું,
અચ્છા તને એમ પણ ક્યાં એવા લોકો ગમે ?
તને તો રવિ ગમે નય???
" સાચું ને??? "
જો સંધુડી તું આવું ના કે હોં..
સુહાની એ ખિજાઈને કહ્યું,
અમે ફક્ત મિત્રો છીએ બીજુ કાઈ જ નહીં....
હા હા ચંપા હું જાણું છું એ તો કોણ મિત્રો અને કોણ બીજું કાંઈ.....!!!!
સંધુ સાંભળ વાત પાકી થઈ ગયી,
આવતી હોળી પછી સગાઈ નક્કી કરી છે...
અને તારે આવાનું છે હોં,
આમ કહી સુહાની એ વાત પલટી નાખી,
સંધ્યા પણ સમજી ગઈ,
એટલે એને પણ મજાકિયા મૂડમાં કહ્યું.....,
શુ વાત કરે????
ચંપા.....
તો તો કાલે ડોમીનોઝ ના પીજ્જા અમારા પાક્કા એમ ને????
હા પાક્કું ચલ કાલે મળીએ,
એમ કહીને ફોન Disconnect કરી દીધો...,
***
સાંજ પડી.....
ઘરની બાલ્કનીમાં ખુરશી લઈને બેઠેલી સુહાની ક્યારનીયે ફેસબૂક,વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ખોલ બંધ ખોલ બંધ કરતી હતી,
મારો મતલબ એ રાહ જોઈ રહી હતી. ;)
ક્યારે આવશે યાર આનો ફોન !
હું કરી લઉં???
ના ના ભાવ નહી આપવાનો.....
આવું ગણગણ કર્યા કરતી ને
એવા માં જ ફોન રણક્યો........
" લો સફર શુરું હો ગયા......
લો સફર શુરું હો ગયા...... "
:
હેલો????
Hi.........
સામેથી અવાજ આવ્યો મંદ મંદ,
ડર સાથેનો એ અવાજ,
સાયદ ડર નહીં પણ ક્યારેય કોઈ છોકરી સાથે વાત ના કરવાની એ શરમ...,
પણ સુહાની થોડી અલગ હતી,
બધા સાથે માડતવડી,ખુશમિજાજ,આખાબોલી.....,
Hello અજય, હું ઠીક છું
"How Are You"???
તમે તો ઘણી વાર કરી યાર...ક્યારની રાહ જોવું છું તમારી....,
સુહાની જી હું થોડો કામ માં હતો,અને હા હું પણ મજામાં છું,
સોરી.....હોં.....
અજય એ કહ્યું,
" વાંધો નહીં...બોલો શુ કરો છો તમે??? ",
જમ્યા?? સુહાની એ પૂછ્યું...
હા હું જમ્યો.
તમે???
ક્યાં થી યાર તમારી સાસુ મને જમવાનું જલ્દી આપતી જ નથી,
પણ હું એ કાંઈ કમ નથી,
આખો દિવસ કઇ ને કઈ ફાંકા માર્યા કરું છું ઘર માં રાખેલ ફરસાણ ના.....
અચ્છા એક વાત પૂછું????
" હા બોલોને ",
અજય એ કહ્યુ...
હું તમને કેવી લાગી???
સરસ.....
અજય એ જવાબ આપ્યો,
મતલબ?? સુહાની એ પૂછ્યું....
તમે ખુબ જ સુંદર છો અને સરસ છો...
આવી વાતોમાં ને વાતો માં......
ઓ સુહાની...
" નીચે આવ તો ",
મમ્મી એ એક જોરદાર બુમ પાડી...
સુહાની ફટાફટ ફોન disconnect કરીને નીચે ગઈ,
બોલો મમ્મીજી.....
ચલ જા ખાવાનું કાઢ,
" જી માતા શ્રી ",સુહાની એ એની મમ્મી સામે જોઇને કહ્યું.
બધાએ જમી લીધું,
રાતના દસ વાગ્યા,
પણ એક અણગમો સુહાનીના મનમાં ઘર કરી ગયો....
શુ હતો એ અણગમો????
આમ તો સુહાનીને ઓળખવી ખુબ અઘરી હો સાહેબ,
મારી કલમ ખૂટી જાય એવા એના ગુણ...
" દર મિનિટ એ રંગ બદલાય ",
સુહાનીએ ફોન લીધો રૂમ માં ગઈ અને વોટ્સએપ ચાલુ કર્યું,
થોડા ઘણા ગ્રુપ મેસેજ જોયા પછી એની નજર સ્ટેટ્સ પર ગઈ,
અને એક નામ સામે આવ્યું.......
" રવિ "......
હા રવિ....એ જ રવિ કે જેને
સુહાનીએ ધોરણ ૧૦ ના અભ્યાસ દરમ્યાન પ્રપોઝ કર્યું હતું પણ રવિ અલગ હતો,
એણે સુહાની ને સમજાવતા ના પાડેલી કે જો સુહાની તું મારી bestie છું,
આ ઉંમર આવું બધું કરવાની નથી હોં....
મારે મારા કરિયર પર ધ્યાન આપવું છે,
આજે આટલા વર્ષો પછી રવિ અને સુહાની
બંનેની એ મિત્રતા તો અકબંધ હતી,
ક્યારેક ક્યારેક વોટ્સએપ પર ચેટિંગ પણ કરી લેતા,
પરંતું રવિ સમયનો આગ્રહી માણસ એના સમય પ્રમાણે કામ કરે,
કઈક કરી દેખાડવાની એની તમન્ના,
અને ખૂબ જ મહેનતુ,
સુહાની ને થયું આજે વાત કરી લઉં,
પણ વિચાર આવ્યો ના,
" એ બીઝી હશે ",
એટલે એણે માંડી વાળ્યું અને
વોટ્સએપ સ્ટેટ્સમાં sad imogi નાખીને વોટ્સએપ બંધ કરી દીધું,
"Tring..............,
વોટ્સએપની નોટિફિકેશન આવી, !
ઓપન કરતા જ આંખે વિશ્વાસ ના કર્યો,
એની એ ઉદાસી છું થઈ ગયી.....
કેમ????
કારણ રવિનો મેસેજ હતો !
મેસેજ જોયો પણ સુહાની ને આશ્ચર્ય થયું !!!!
એક Smily imogi હતું...
કેવો માણસ છે મારા સેડ મૂડ પર smily મોકલે છે,
એટલે સુહાની એ ગુસ્સા વાળું Imogi સેન્ડ કર્યું,
Typing.........
ચાલુ હતું સુહાની વિચારતી હતી કે શું જવાબ આવશે ??
પણ જવાબ એના વિચારોની ઉપર આવ્યો,
એમા લખેલું હતું,
સગાઈ થઈ ગઈ તારી???
હેં.......સુહાની બે ઘડી વિચારોમાં ખોવાઈ ગઈ,
રવિને શી રીતે ખબર પડી કે મારી સગાઇ નક્કી થઈ ગયી છે,??
પાક્કું આ સંધુડી નું કામ છે...
હા યાર,
આવા મેસેજ સાથે સુહાની એ સેડ ઇમોજી મોકલ્યું,
રવિનો જવાબ આવ્યો,
" કેમ?? શુ થયું? ખુશ નથી??
તારા મન નો માણીગર હજીએ ના મળ્યો કે શું??? "
યાર એવું નથી...
" તો કેવું છે? "રવિએ પૂછ્યું :
તું નહીં સમજે...અરે પણ સમજાવને હું આજે ફ્રી જ છું બોલ,
સાચેમાં ફ્રી છું????
હા મારી મા ફ્રી..… ફ્રી...… ફ્રી
' હવે બોલ ! '
રવિ વાત જાણે એમ છે કે અજય સારો છે, No Doubt પણ......
" પણ શું સુહાની?? " રવિ એ કહ્યું,
પણ એને વાત કરતા નથી આવડતું....!
હી.… હી… હી......,
આવું ઇમોજી રવિ એ મોકલ્યું,
યાર તું પણ??? સુહાની એ ઉદાસ થઈને કહ્યું,
તો શું કરું યાર, ' તું સાચે માં પાગલ છું ',
વાત કરતા નથી આવડતું મતલબ કે એ હદ કરતા વધારે સીધો છે....!
અને તારે તો એવો જ જોઈતો તો ને?
સીધો સાદો,
પણ એની પાસે સાદો ફોન છે યાર, કપડાં નું પણ એટલું બધું સેન્સ નથી હું માનતી તી કે એ જીમ વિમ કરતો હશે એટલે આવો ઘડાયેલ બોડી વાળો છે પણ એને તો એવી એ ખબર નથી પડતી,
inshort એ મારા કરતા સાવ ઉલટો છે યાર,
જો સુહાની હું છું ને હું શીખવી દઈશ તું ચિંતા ના કર,મારા જેવો કરી દઈશ....
સુહાની મનમાં ને મન માં મારે તું આજે પણ તું જોઈએ છે તારા જેવો નહિ,
પણ રવિ એના નસીબ માં હતો જ નહીં તો વ્યર્થ હતું બધું,
સુહાની ખુશ તો નહોતી જ પણ હસતું ઇમોજી મોકલ્યું અને કહ્યું
થેન્ક યુ રવિ એક તું જ છે જે મારી સાથે હમેશા રહ્યો છે,
અરે મારી ભોળી સુહાની આ રવિ તારો બેસ્ટ મિત્ર છે તું કહીશ ત્યારે તારી જોડે હું આવી જઈશ,
Ohk ચલ કાલે વાત કરીશું,
'મારે અત્યારે થોડું કામ છે નિપટાવી લઉં'
by Good Night, Sweet dreams....Take Care
સુહાની એ પણ સામે same To You કરીને મેસેજ સેન્ડ કરી અને વોટ્સએપ બંધ કરી દીધું...
એના મૂડ માં બદલાવ તો હતો પણ થોડો જ,
વર્ષો પહેલા ભુલાયેલો રવિ આજે પાછો.......
" રવિ સુહાનીની એ શોધ હતો કે ,
જે પાસે હોવા છતાં દૂર હતો,
સુહાની આજે પણ રવિ માટે જાન આપી દે એમ છે પણ
આ પ્રેમ હતો તો એકતરફી જ...
અને સુહાની પણ જાણતી હતી કે એ ક્યારેય પૂરો થશે નહીં..."
***
' સુહાની ની શોધ પુરી પણ થઈ,
અને અધૂરી પણ રહી ગઈ '