Mithiyaad - 4 books and stories free download online pdf in Gujarati

મીઠી યાદ - 4 - છેલ્લો ભાગ

ભાગ 3મા આપણે જોયું કે ઉદ્ધવજી દ્વારિકાથી શ્રીકૃષ્ણની આજ્ઞાનથી ગોકુલ આવ્યા છે .
હવે ભાગ ૪ માં જોઈએ ગોકુળ ની હાલત અને રાધાજી ની હાલત.
સખિ ઓ ઉદ્ધવજીને શ્રી રાધિકા પાસે લઈને આવે છે, કહે છે આ શ્રીકૃષ્ણના મિત્ર છે દ્વારિકા થી આવ્યા છે અને શ્રીકૃષ્ણનો સંદેશો લાવ્યા છે. રાધિકા ની નજર સામેના વૃક્ષ પર કિલ્લોલ કરતા પક્ષીઓના જોડલાઓ ની સામે હતી. રાધીકા
એ આનંદિત પક્ષીઓને જોઈ રહ્યા હતા . કિલ્લોલ કરી રહેલા પક્ષીઓ નો આનંદ જોઈને શ્રી રાધા આનંદિત થતા હતા. તાજા ખીલેલા પુષ્પો પર ગુંજારવ કરી રહેલા ભમરાઓ પર હતી . તાજા ખીલેલા પુષ્પો ઉપરથી ઠંડો પવનનો સ્પર્શ વહેતો હતો . પવનની એક નાની અમથી લહેરખી આવી અને ફૂલોના ગાલ પર વહાલ કરી અને જાણે ફૂલોને નચાવી રહી હતી. જેવી રીતે શ્રી કૃષ્ણ કાલીયા દેહમાંથી બહાર આવી અને કાલિયા નાગ ના સહસ્ત્રફેણ પણ ઉપર નૃત્ય કરી રહ્યા હતા !! એ ઘટના જાણે કે રાધિકાજીને આ પુષ્પના નૃત્ય કરવાથી દેખાઈ રહી હતી. રાધા ઉદ્વધવ ની વાત ને સાંભળી રહ્યા હતા , પણ દ્રષ્ટિ પ્રકૃતિના તત્વો ઉપર હતી. ઓધવજી કહી રહ્યા હતા કે કૃષ્ણયે દ્વારિકા નગરી વસાવીછે . અનેક પ્રકારના વૈભવ શ્રીકૃષ્ણ પાસે છે . સોનાના મહેલમાં રત્નજડિત સુવર્ણ સિંહાસન પર શ્રી કૃષ્ણ બિરાજે છે ત્યારે ઇન્દ્ર લોકના રાજા ઇન્દ્ર પણ તેમની આગળ તુચ્છ લાગે છે! . એવો શ્રીકૃષ્ણનો રાજ દરબાર છે. દરરોજ ભોજનમાં શ્રી કૃષ્ણ છપ્પન પ્રકારના ભોજન સોનાના થાળમાં જમે છે . સ્વર્ણ અને રત્નજડિત અનેક આભૂષણ શ્રીકૃષ્ણની શોભાને વધારે છે . રાજશાહી પોશાક શ્રીકૃષ્ણના અંગની કાંતિ વધારે છે. જાણે કે સ્વયં શ્રી હરિ નો અવતાર હોય ! એવી રીતે શ્રી કૃષ્ણ પોતાની દ્વારિકા નગરના પ્રજાજનો નું પાલન પોષણ કરે છે . અનેકવિધ રીતે સુખી છે, શ્રીકૃષ્ણની સેવામાં હંમેશાંને માટે શ્રી રુક્ષ્મણી , સત્યભામા વગેરે આઠ પટરાણીઓ હાથ જોડી અનેઉભા હોય છે.આ વૈભવશાળી શ્રીકૃષ્ણ , એમના વૈભવ નો કોઇ પાર નથી એવા શ્રી કૃષ્ણ ઘણીવાર થોડી મૂંઝવણમાં હોય એવું પણ લાગે છે. અને હે રાધિકા એ શ્રીકૃષ્ણ એટલા માટે મૂંઝવણ અને દુઃખમાં હોય છે કે તમને યાદ કરે છે . શ્રીકૃષ્ણ નુ માનવું છે કે જ્યાં સુધી તમે અને ગોકુળના લોકો એમને યાદ કરો છો ત્યાં સુધી ક્રિષ્ન એ પોતે દ્વારિકા ની અંદર એકલા હોવાથી એકલા હોવાનું દુઃખ અનુભવે છે. દરેક ગોકુળવાસી અને તમને ખૂબ યાદ કરે છે . હે રાધિકા બે હાથ જોડી અને હું તમને વિનંતી કરું છું કે ' તમે શ્રીકૃષ્ણને યાદ કરવાનું બંધ કરો' . કેમ કે જ્યાં સુધી તમે કૃષ્ણને યાદ કરશો તો તમારું હૃદય કૃષ્ણના આત્માને પોકારે છે ત્યાં સુધી શ્રીકૃષ્ણ દ્વારિકા ની અંદર પોતાનું ચિત લગાવી શકતા નથી. એવું મારુ માનવું છે, એટલા માટે હે રાધિકાજી તમને આટલું કહું છું શ્રી કૃષ્ણ તમારાથી અલગ નથી તમારી અંદર જ કૃષ્ણ વસે છે, કેમકે ભગવાન સ્વરૂપ છે શ્રી હરિનો જાણે કે અવતાર છે, અને એવા શ્રી કૃષ્ણ કોઈપણ જીવ થી અલગ હોઈ શકતા નથી, તો રાધિકા જે તમારી પાસે પણ છે તમારી અંદર પણ છે એવું મને લાગે છે તો કૃષ્ણને યાદ કરવાનું તમે બંધ કરો .
અને ત્યારે કુદરત - પ્રકૃતિ ઉપરથી નજર ઉઠાવી અને શ્રી રાધિકાજી કરુણામય દૃષ્ટિ પ્રેમમય દૃષ્ટિ ઉદ્ધવજી ની સામે કરે છે. જ્યારે રાધિકા એક નજર નાખે અને ત્યારે જાણે કે ઉદ્ધવજીને આ સમગ્ર સંસાર અને એમની અંદર રહેલું સત્ય જ્ઞાન એ જાણવા મળી ગયુ ! ઉદ્ધવજીને સામે શ્રી રાધિકાજી જોઇ અને કહે ' ઉદ્ધવ , તમે કોનો સંદેશ લઈને આવ્યા છો ? ' અને ત્યારે ઉદ્વધવ કહે છે કે 'હું દ્વારકાધીશ શ્રીકૃષ્ણ સંદેશ લઈને આવ્યો છું ' . ત્યારે શ્રી રાધિકાજી કહે છે કે ' હુ દ્વારિકાધીશ શ્રીકૃષ્ણને ઓળખતી નથી'. ' હું તો મારા કાના ને ઓળખું છું.' અને હા તમારા દ્વારિકાધીશ કૃષ્ણને કહી દેજો કે શ્રી રાધિકાજી એમને યાદ કરતા નથી પણ પોતાના બાળપણના પ્રેમી એવા શ્રીકૃષ્ણને યાદ કરે છે . અને હા ! જે તમે જ કહ્યું હતું ને કે કૃષ્ણ ભગવાન છે, ભગવાન કણ - કણ માં શ્વાસ - શ્વાસમાં હોય છે, તો ઉદ્ધવ શ્રી કૃષ્ણ મારો એક નો નહીં પણ સમગ્ર સૃષ્ટિના ભગવાન છે .અને મારી એકની અંદર નહીં પણ પૃથ્વી ના તમામ જીવોના શ્વાસોશ્વાસમાં છે . જડ - ચેતન દરેક વસ્તુઓની અંદર શ્રીકૃષ્ણ વીલસી રહ્યો છે . તમે જ કહ્યું હતું ને કે શ્રીકૃષ્ણ દરેકમાં વસે છે , તો પછી કૃષ્ણ મારામાં પણ વસે છે !. મારા રોમરોમમાં વસે છે ! એમની યાદો મારી નજરમાં રહે છે . મારા અંતર મન મા હંમેશા કૃષ્ણ યાદ રૂપે રહે છે . અને પ્રત્યક્ષ રૂપે પણ રહે છે. એવા શ્રી કૃષ્ણ મારાથી એક પલ વાર માટે પણ જો તું નથી તો હું એમને યાદ શા માટે કરું ? જે દૂર છે એ તો તમારો દ્વારિકાધીશ છે. તમે જેમાં સંદેશો લઈને આવ્યા એ છે , તો જે શ્રી કૃષ્ણ મારી અંદર હોય અને મારા હોય અને શ્વાસ અને વિશ્વાસ મા હોય અને એ મારાથી દૂર ન હોય તો એમના સંદેશો લાવોવો શક્ય નથી . તો શ્રીકૃષ્ણ નો સંદેશો નહી તમે જરૂર બીજા કોઈનો લાવ્યા છો ! . મારો કૃષ્ણ તો મારી પાસે છે. અને ત્યારે રાધિકાજી ની દ્રષ્ટિએ ઉદ્ધવની જ્ઞાન દ્રષ્ટિ હતી એમને ફેરવી અને પ્રેમ દ્રષ્ટિ બનાવ્યા . અને પ્રેમ દ્રષ્ટિ થી રાધિકાજી એ વ્રજની અંદર રહેલા તમામ જડ -ચેતન, સગુણ - નિર્ગુણ દરેક વસ્તુની અંદર કૃષ્ણના દર્શન કરાવ્યા, અને એ દર્શન થયા બાદ ઉદ્ધવ ના મનની અંદર રહેલી એ શંકાઓ દૂર થઈ. અને રાધિકાજી ના ચરણો ની અંદર સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને કહે છે કે 'ધન્ય છો તમે અને ધન્ય છે તમારા પ્રેમને , ધન્ય છે તમારી યાદને કે જે યાદ હંમેશા શ્રીકૃષ્ણને રહે છે '. એવા શ્રી રાધિકાજી ના ચરણો ની અંદર વંદન કર્યા અને ઉદ્ધવ કહે છે કે
' હે રાધિકાજી હવે મને સમજાય છે કે યાદ શું કહેવાય! ' આજ સુધી મને એમ લાગતું હતું કે કૃષ્ણ ગોકુળ વ્રજ ને ગોપી અને રાધિકાજીને યાદ કરે છે , તો એમનો ભૂતકાળ છે ભૂતકાળને યાદ કરી અને વ્યક્તિ ક્યારેય સુખી થઈ શકતા નથી, આવું મને લાગતું હતું . ' અને શ્રીકૃષ્ણના દુઃખને દર્દ સમજી અને હું એમને મિટાવવા માટે થઈ અને અહીં વ્રજવામાં આવ્યો હતો .
પણ "ઉપકાર થયો શ્રીકૃષ્ણનો મારા ઉપર કે એમણે આજે તમારા દર્શન મને લાભ આપ્યો છે " . મોકો આપ્યોછે. શ્રી રાધિકાજી " આજથી મને સમજાયું છે કે વ્યક્તિના જીવનમાં ગમે એટલા દુઃખ કે કષ્ટ હોય પણ એ દરેક દુઃખ અને કષ્ટ ની અંદર એક જ માત્ર તો એવો સહારો છે કે એ સહારાથી વ્યક્તિ પોતાનું જીવન સુંદરતાથી વિતાવી શકે છે." દરેક થાક તકલીફ અને મુશ્કેલીઓને પોતાનાથી દૂર રાખી શકે છે. એ એક જ વસ્તુ છે. " એમની મીઠી યાદ ". આમ કહી અને રાધિકાજીને પ્રણામ કરી અને' હંમેશાં ને માટે શ્રી કૃષ્ણની અંદર પોતાને પણ રાધિકાને જેવી છે એવી જ અનન્ય પ્રીતિ રહે એવું વરદાન શ્રી રાધિકાજી પાસેથી માંગી' અને એ કૃષ્ણને મળવા માટે ઉદ્ધવજી વિદાય થયા. ગોકુળમાં થી વિદાય થઇ અને કૃષ્ણ જ્યારે દ્વારિકામાં આવે છે યારે શ્રી કૃષ્ણના ચરણો ની અંદર અષ્ટાંગ પ્રણામ કરીને કહે છે, કે "હે નાથ! હે પ્રભુ !આજ સુધી તો હું તમને એક માત્ર એક રાજા માનતો હતો . આદર્શ રાજા માનતો હતો. પણ હવે આદર્શ રાજા નહીં પણ સ્વયં તમને ઈશ્વર માનું છું . તમે મારા સખા મિત્ર છો એ બધી વાત બરાબર છે પણ હે પ્રભુ આજથી તમે મારા પ્રભુ છો અને હું તમારો દાસ છું ." મારી અંદર રહેલુ જે વ્યક્તિની ઓળખવાનુ કે વ્યક્તિને ન ઓળખવાનું અજ્ઞાન હતું , એ દરેક મારી અંદરથી ઓગળી ગયું છે. અને આજે મને પ્રેમ નો સાક્ષાત્કાર થયો છે. અને હે પ્રભુ ! હું વ્રજની અંદરથી જોઈ અને આવ્યો છું જે અનુભવી ને આવ્યો છું, એ હું ક્યારેય નહીં ભૂલી શકું , રાધિકાજી એ તમારા માટે જે સંદેશ મોકલાવ્યો છે કે " મીઠી યાદ " . એ યાદ હું ક્યારેય નહીં ભૂલી શકું !. મારા જીવનનો એક અનોખો એવો અનુભવ છે, એમની મીઠી યાદ કહેતા કહેતા ઉદ્ધવજીને આંખોની અંદરથી આંસુની ધારાઓ વહેવા લાગી!!! અને પ્રેમ ત્યારે જ સાચો થયો કહેવાય છે કે જ્યારે એ પ્રેમમાંથી પ્રેમ હદયને પીગળાવી અને આંખો દ્વારા ધારા વહેતી કરી દે છે . એને તો કહે છે કે। "એમની મીઠી યાદ ".
સંપૂર્ણ
(પુરણ લશ્કરી)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED