Mithiyaad - 2 books and stories free download online pdf in Gujarati

મીઠી યાદ - 2

મીઠી યાદ ભાગ એકમાં આપણે કૃષ્ણ ની યાદ માં શ્રી રાધિકાજી ની પરિસ્થિતિ અને વૃંદાવન વર્ણન જોયું. ભાગ-૨ , માં આપણે શ્રી કૃષ્ણ ની પરિસ્થિતિ અને દ્વારિકા ની પરિસ્થિતિનું વર્ણન જઈશું.

જ્યારથી શ્રી કૃષ્ણયે ગોકુળ - વૃન્દાવન છોડ્યું છે ત્યારથી સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ યે ક્રીડાઓ અને વાંસળી બંનેને મૂક્યા છે!.
એક જવાબદારી પૂર્ણ વ્યક્તિત્વ શ્રીકૃષ્ણનું બન્યું છે . ગોકુળથી મથુરા આવી કંસનો વધ કર્યા બાદ , મથુરાના રાજ્યનો કારભાર જાણે કે શ્રી ક્રિષ્ના ઉપર આવ્યો.
પણ એ રાજ્ય ક્રિષ્ના ઉગ્રસેનને સોંપી અને અભ્યાસ માટે ગયા છે .ગોકુળ હતા ત્યાં સુધી જ કૃષ્ણના જીવનમાં બાળ લીલાઓ અને ક્રીડાઓ વર્ણવ્યા છે . ગોકુળ મેલતા ને સાથે જ બાળપણ પણ મુકાયું છે. અભ્યાસ કરી ક્રિષ્ના પાછા ફર્યા ત્યારે કંસના સસરા જરાસંધ મથુરા પર ચડાય કરી આવ્યા. અને અનેકવાર લડતો થઈ . અંતે કૃષ્ણ બચવા માટે મથુરા છોડી અને દ્વારિકા વસાવે છે .
ઉત્તર પ્રદેશમાંથી ક્યાં છેક દૂર ગુજરાતમાં દરિયાને કિનારે , શ્રીકૃષ્ણ સુંદર, મનોરમ્ય , વૈભવશાળી એવું એક નગર વસાવે છે.
આમ તો કહેવાય છે કે દ્વારિકા સોનાની નગરી છે . અને સોનાનુનગર હોય એનો અર્થ એ થયો કે દરેક લોકો સુખ અને સમૃદ્ધ જીવન જીવતા હોય. કોઈના જીવનમાં દુઃખનું એક નિશાન પણ ન હોય આવું નગર. હવે આવા નગરના રાજા ને કોઈ પણ જાત નુ દુઃખ હોય એ વાત જાણે કે અસંભવ જ હોય !.
પણ અહીં તો કંઈક આવું બન્યું છે કે સોનાનીનગરીના રાજા સોનાના મહેલ મા રહેનારા સોનાની થાળી ઓ માં છપ્પન ભોગ જમનારા અનેક રાણીઓ થી વીંટળાયેલા અને ઘણાઈ મંત્રી અને મિત્રોની સાથે હંમેશા આનંદથી રહેતા દેખાનારા શ્રીકૃષ્ણ, ઘણીવાર મહેલથી થોડે દુર દરિયા ને પાસે આવેલા એક નાના એવા ઝરૂખામાં બેસી અને અનંત એવા સાગર ને ઘૂઘવતા - આનંદ થી મોજા ઉછળતા કલાકો સુધી જોઇ રહેતા.
જ્યારે સંધ્યાનો સમય થવા જઇ રહ્યો હોય, ત્યારે કૃષ્ણ પોતાના રાજ્યના કામો થી પરવારી અને સીધા જ એ ઝરુખે આવિજતા , અને કાંઈક વર્ષ જુની યાદોમાં ખોવાઈ જતાં. ગોમતી - સાગર નું મિલન જોઈ રહેતા . આવું દ્રશ્ય ઘણી વખત શ્રીકૃષ્ણના મિત્ર ઉદ્ધવજી એ જોયું છે. આજે પણ શ્રી કૃષ્ણ સાંજનો સમય થતા એ યાદ ઝરુખે આવ્યા ને બેઠા છે. નજર ગોમતી - સાગર ઉપર છે .જુએ છે વિચારે છે કે ગોમતી અને સાગર એમનુ મિલન અનંત છે. કેટલો આનંદ ગોમતીને છે અને સાગર પણ ઉદારતાથી ગોમતીને પોતાની અંદર સમાવે છે.
આજ શ્રીકૃષ્ણની આંખમાંથી ધીરે ધીરે આંસુની ધાર વહીરહી છે.પણ કૃષ્ણને એ વાતની સુધરહી નથી. ક્યાંય વર્ષો પહેલાની યાદમાં કૃષ્ણ ખોવાયા છે!. આજ ગોમતીમાં શ્રીકૃષ્ણને યમુનાજી દેખાય છે!!. અને સાથે સાથે યાદ આવે છે એ ગોકુળ ગામની. યાદ આવે છે એ વૃંદાવન ની લીલાઓ, ગોવાળ મિત્રોની સાથે ગાયો ચરાવવા જતા અને ગોવાળોની સાથે જે નિર્દોષ પણે રમતો રમતા એ.
અનેકવિધ લીલાઓ યાદ આવે છે. ભૂખ લાગે અને ગોવાળો ના ભેગા જમતા એ યાદ આવે છે .યાદ આવે છે નાની એવી વાંસ માંથી બનાવેલી વાંસળી, અને વાંસળી યાદ આવે તો પછી રાધા ને કેમ ભુલાય! રાધા અને વાંસળી યાદ આવે તો એ રાસલીલા ને કેમ ભુલાય ? અને કૃષ્ણના યાદોના મહેલમાં આજે ગોકુળીયુ ફરીને ઉભરાયું છે!. શ્રી કૃષ્ણ આજે ગોકુળીયા માં ખોવાઈ ગયા છે.
દેખાવા લાગ્યું રાધાનું એ સુંદર મુખ .એક વાર જોયા પછી ભુલી ન શકાય, અત્યંત નિર્દોષ જેનો સ્વભાવ છે, દુનિયાના પ્રપંચ થી સાવ અજાણ એવી ભોળી -લી એવી શ્રી રાધિકાજી ની સુંદર છબી કૃષ્ણની આંખ સામે ઉભરાવા લાગી. જાણે કે શ્રી કૃષ્ણ દ્વારિકા નહીં પણ વૃંદાવનમાં છે !અને સાચે જ શ્રી રાધિકા સાથે ક્રીડા ઓ ઓ કરી રહ્યા છે .શ્રી કૃષ્ણ રૂઠેલી શ્રી રાધિકા ને મનાવી રહ્યા છે .કહે છે 'રાધે રિસામણા મુક ને હવે' તને છોડી બીજી ગોપીઓ સાથે રાસ નહિ રમુ, રાધે તને નહીં ગમેેેેેે તે નહીં કરું , પણ તું રિસાઈને મારાથી આમ દુર ના જા. તારા રીસાવાનુ અને તારો વિયોગ એક પણ માટેે પણ મારાથી સહન થતુંં. રાધે તું મારી આંખો થી દુર થાય છે ત્યાં જ માારી આંખોથી અશ્રુ વહેવા લાગે છે. ક્યારે પણ રાધે મારી આંખો થી દુુર નહીં કરું. હે રાધે તુંં તો મારો પ્રાાણ છે. મારા જીવનનો આધાર છે.તારા આનંદ થકી જ મારી વાંસળી ના સુર છે. તારા આનંદથી અમારી વાંસળી વાગે છે. એક પળવાર માટે પણ જો રાધા રિસાય છે તો મારી વાંસળી વાગતી બંંધ થાય. અને રાધા તું મારાથી દુર થાય તો મારો શ્વાસ બંધ થાય. આમ કૃષ્ણ રાધા ને મનાવી રહ્યા છે.આંખમાંથી આંસુની ધારાઓ વહી રહી છે. શ્રીકૃષ્ણના અંગવસ્ત્ર આંસુ થી તર થયા છે.
ધીરે થી ઉધ્ધવ શ્રીકૃષ્ણની પાસે આવ્યા અને શ્રીકૃષ્ણની આવી પરિસ્થિતિ જોઈને મનોમન દુઃખી થયા.અને 'બોલ્યા આવી વૈભવશાળી સોનાની નગરી ના રાજા અને ત્રિભુવનના માલિકને, એવું તે શું દુઃખ છે ?કેે જે અમે મિત્રો થઈને તમારી સાથે રહેવાા છતાં જાણી નથીશકતા '. હે શ્રીકૃષ્ણ ઘણીવાર મેં તમને અહીં આવી ચૂપચાપ બેસતા અને કોઈને જાણ ન થાય એમ રડતા જોયા છે. કહોને ક્રિષ્ણ કઈ વાતનું દુઃખછે તમને ? એક વાર તમારા દુ:ખનું કારણ કહોને , મિત્ર હોવાના નાતે મારી ફરજ છે, તમારા દુઃખને દૂર કરવું. ત્યારે હસીને કૃષ્ણ કહે છે અરે ઉધ્ધવ આ કોઈ દુઃખના આંસુ નથી, હું તો દ્વારિકા નો રાજા - સ્વર્ણ મહેલ માં રહેનાર - મારે શું દુઃખ હોય! આ તો અમસ્તા આંખમાં સહેજ કંઈક કચરો ઉડીને પડ્યો અને આંસુુ આવી ગયા .
ઉદ્ધવજી કહે છે હું તમારો મિત્ર છું , તમે ભલે કંઇ ન કહો , પણ તમારી પરિસ્થિતિ બધું સાચુ કહીદે છે . માટે હે કૃષ્ણ તમારા દુઃખ હોય એ આજ મનેે કહો જ .
કે પછી તમે મનેે એ વાત સાંભળવાની લાયક નથી સમજતા? ત્યારે કૃષ્ણ કહે છે, 'ઉદ્ધવ ખરેખર એ દુઃખ નથી પણ કોઈની "મીઠી યાદ" છે' અનેે એ મીઠી યાદ ના સહારે હું આનંદીત રહુ છુ. અન્યથા આ સ્વર્ણના મહેલમાં રહી વૈભવશાળી જીવન જીવી અનેક રાણીઓ સાથે રહેવા છતાં એકલતા અનુભવુ છું. મને આ સોનાના વૈભવમાં રાજાના વેશ પરિવેશમાં જરાય આનંદ નથી. કેમ કે મને એગોકુળવૃંદાવન ભુલાતુ નથી .હુ એ નો રાણ આધાર હતો. જે આનંદ ગોકુળની ધૂળ-માટી માં હતો એ યાદ આવે છે.
મા યશોદાની યાદ આવે છે . નંદ બાવા ની યાદ આવે છે. મિત્રોની યાદ આવે છે,યાદ આવે છે એ વાંસની નાની વાંસળી ! અને ઉદ્ધવ જ્યારે મને રાધાની યાદ આવે છે ને ત્યારે મારું મન બેચેન બની જાય છે. ન જાણે કઈ પરિસ્થિતિમાં રાધાા જીવિત હશે?
(ક્રમશઃ)
ભાગ 3 મા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED