Return of shaitan - part 20 Jenice Turner દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

Return of shaitan - part 20

દોસ્તો પાછળ ભાગ માં આપડે જોયું કે રાજ અને લોરા લાયબ્રેરી માં જઈ ને કોઈ કલુ શોધે છે પરંતુ હજુ તેમને સફળતા હાંસલ નથી હવે આગળ.

રાજ પાસે પડેલા ટેબલ પર જઈ ને ત્યાં પુસ્તક મૂકે છે અને પાસે પડેલા ડ્રોવર માં થી વાઈટ કલર ના હેન્ડ ગ્લોવૈસઃ કાઢે છે અને તે પહેરી ને પુસ્તક ના પાના આમ થી તેમ ઉથલાવે છે . લોરા નું ધ્યાન પણ ત્યાં જ છે તે પણ પુસ્તક માં જોઈ રહી હતી. પહેલા પાના માં તો બહુ મોટું ઇટાલિયન માં લખાણ લખેલું હતું હવે રાજ કોઈ સંજ્ઞા કે ચિહ્નો ના વિષે કંઈક શોધી રહ્યો હતો પણ એક પછી એક પાના ઊથલતાં હતા ત્યાં કોઈ પણ નામ કે સંજ્ઞા નો ઉલ્લેખ ના હતો. એક પાના ઉપર હેલીયોસેન્ટ્રિસિટી મોડેલ નો ઉલ્લેખ હતો જોકે લખાણ બધું જ ઇટાલિયન માં હતું પણ રાજ ને તે વાંચતા આવડતું હતું.આગળ ના પાના ઉપર મૂવમેન્ટ ઓફ ઘી પ્લેનેટ્સ નો ઉલ્લેખ હતો જે અત્યાર ના નાસા ના મોડેલ સાથે એકદમ મેચ કરતુ હતું. રાજ પાસે સમય હોત તો તે ચોક્કસ ધ્યાન થી વાંચતો પરંતુ અત્યારે તે બીજી કોઈ વસ્તુ શોધી રહ્યો હતો. તેને બીજું પાન ફેરવ્યું.ત્યાં લુનાર ફેજ અને ટાઈડલ મૂન વિષે કઈ લખ્યું હતું જોકે કોઈ જગ્યા પર ડાયાગ્રામ કે નમ્બર્સ હતા જ નહિ. એક પછી એક પાના ફરતા જતા હતા પરંતુ હજુ કઈ પણ સંજ્ઞા કે ચિહ્નો જેવું બુક માં દેખાતું ના હતું.

"મને લાગ્યું કે ગેલેલિઓ મેથેમેટિશ્યન હતા પરંતુ અહીંયા તો જાણે કોઈ નિબંધ લખ્યો હોય તેમ બધું લખાણ જ છે " લોરા બોલી.

"હા લોરા મને પણ એવું જ લાગ્યું પરંતુ તેઓ બહુ બુદ્દિશાળી હતા ક્યાંક તો કોઈ કલુ હશે જ." રાજે જવાબ આપ્યો.

લોરા ત્યાં થી નિરાશ ચેહરા સાથે ઉભી થઇ ને દૂર ભીંત પાસે જઈ ને ઉભી રહી ગઈ તેને મન માં બહુ જ ચિંતા થવા લાગી કે હવે શું થશે તેના પિતાજી ને તે કેવી રીતે છોડાવશે પેલા શેતાન ના હાથ માં થી ચાર કાર્ડીનલ્સ નું શું થશે શું તેઓ અહીંયા થી જીવતા બહાર નીકળી સક્સે આ બધું વિચારી ને તેને રડું આવી ગયું તેની આંખો માંથી પાણી નીકળવા લાગ્યું. રાજ હજુ પણ બુક માં કોઈ કલુ શોધવાંમાં વ્યસ્ત હતો તેનું ધ્યાન હજુ પણ બુક માં જ હતું લોરા ની આંખો માંથી જાણે શ્રાવણ ભાદરવો નીકળી રહ્યો હતો. રાજ ને લોરા નો અવાજ ના આવ્યો તો તેણે ઊંચું મોં કરી ને જોયું કે લોરા ક્યાં ગઈ. રાજે ત્યાં પડેલા દિવા ની મધ્યમ રોશની માં લોરા ની સામે જોયું તો તેને ખબર પડી કે પહાડ જેવી મજબૂત વ્યક્તિત્વ ધરાવતી લોરા અત્યારે કોઈ નાના બાળક ની જેમ રડી રહી હતી. રાજે આ જોયું અને તેને ફટાક થી હેન્ડ ગ્લોવૈસઃ નીકળ્યા અને ચેર માં થી ઉભો થઇ ને લોરા ની નજીક ગયો.

"હેય લોરા શું થયું ? કેમ તમે આમ અચાનક રડવા લાગ્યા ? તમે ચિંતા ના કરો ને હું છુ ને તમારી સાથે બધું ઓકે થઇ જશે તમે હિમ્મત ના હારશો હું પ્રોમિસ કરું છુ કે આપણે આપડી મંજિલ સુધી જરૂર પહોંચીશું ચારે કાર્ડીનલ્સ ને પણ બચાવી લઈશું અને તમારા પિતા ની આત્મા ને પણ એ શેતાન ના હાથ માં થી છોડાવીશું." રાજ આટલું બોલી ને લોરા ની ઔર વધુ નજીક જાય છે એટલો નજીક કે તેને લોરા ની શ્વાસ ની ગરમી મેહસૂસ થવા લાગે છે.

રાજ પોતાનો રૂમાલ લોરા ને આપે છે લોરા તે લઇ ને પોતા ના આંસુ લૂછે છે. રાજ ની નજર લોરા ના ચેહરા પર જ છે તે જુએ છે પાસે પડેલા લેમ્પ ની રોશની માં લોરા બહુ જ સુંદર દેખાઈ રહી હતી તેના સુંદર ચેહરો, તેની કાચ જેવી નીલી આંખો, તેના ભરાવદાર હોઠ તેની સુરાહી સી ગરદન અને તેની ટી શર્ટ માં થી બહાર આવવા મથતા તેના સુંદર ઉરજો રાજ ની નજર હજુ લોરા પર જ ટીકેલી હતી . તે લોરા ને બહુ જ ધ્યાન થી જોઈ રહ્યો હતો. લોરા એ તેના આંશુ લૂછી ને રાજ ને રૂમાલ પાછો આપ્યો. જેવો લોરા એ રૂમાલ રાજ ના હાથ માં આપ્યો એવી લોરા ની આંગળી નો સ્પર્શ રાજ ની આંગળીઓ સાથે થયો. રાજ ની અંદર કઈક થયું અને તેણે રૂમાલ સાથે લોરા નો હાથ પકડી ને પોતાની તરફ ખેંચી અને પોતાની મજબૂત બાહો માં લઇ લીધી. લોરા એ પણ કોઈ વિરોધ ના કર્યો અને તે પણ રાજ ની બાહો માં સમાઇ ગઈ. અત્યારે તે રાજ ના દિલ ની ધડકન સાફ સાંભળી રહી હતી. એ રાજ ના મજબૂત ખભા અને ચોડી છાતી ને મેહસૂસ કરી સકતી હતી. લોરા ના વાળ ની લટ રાજ ના મોં પર અડતી હતી હવે રાજ પોતાનો સંયમ ગુમાવી ચુક્યો હતો અને તે લોરા ની સુરાહી ગરદન ને પોતાના હોઠો થી ચૂમવા લાગ્યો. પાગલ ની જેમ તે લોરા ને આમ થી તેમ કિસ કરવા લાગ્યો. લોરા ની પકડ ઔર મજબૂત બની ગઈ. હવે રાજ ના હોઠ તેની સુરાહી ગરદન થી ઉપર આવી ને લોરાના હોઠો સુધી આવી ગયા અને પછી તેણે લોરા ને એક પ્રગાઢ ચુંબન કર્યું. લોરા પણ મદહોશ બની ને રાજ ને સાથ આપવા લાગી. લોરા ના હાથ રાજ ના વાળ માં ફરી રહ્યા હતા .અત્યારે બંને સમય અને સ્થળ નું ભાન ભૂલી ગયા હતા અને એક બીજામાં ખોવાઈ ગયા હતા. એવી રીતે કે જાણે તેઓ ક્યારેય એક બીજાથી અલગ જ નહિ થાય. રાજ ના હાથ લોરા ના શરીર ને બધી જગ્યા પર અડી રહ્યા હતા લોરા ને પણ રાજ નો આ સ્પર્શ ગમી રહ્યો હતો. લોરા ને કિસ કરતા કરતા તે પાછળ ખસવા લાગી અને દીવાલ તેની પીઠ પર મેહસૂસ થઇ ત્યાં જ તે થંભી ગઈ. લોરા દીવાલ ને અડીને ઉભી હતી અટાયરે રાજ ના શરીરે નું વજન પોતાની ઉપર તે મેહસૂસ કરી શક્તિ હતી. અચાનક રાજે લોરા ને બંને હાથો માં ઉઠાવી લીધી અને તેને પાસે પડેલા ટેબલ પર મૂકી દીધી. પછી તે લોરા ની નજીક જઈ ને તેની ટી શર્ટ કાઢવા ગયો ત્યાં જ તેની નજર પાસે પડેલી બુક માં ગઈ તેણે અચાનક હોશ આવ્યો કે તેઓ અહીંયા શું કામ માટે આવ્યા છે. રાજ એક ઝાટકામાં લોરા થી દૂર થઇ જાય છે. આ બાજુ લોરા હજુ પણ તડપી રહી હોય છે રાજ ની અંદર સમાવા માટે તેની આંખો હજુ બંધ જ હોય છે. ઘણી વાર સુધી તેને રાજ નો સ્પર્શ મેહસૂસ નથી થતો માટે તે આંખો ખોલે છે અને તે જુએ છે કે રાજ તેનાથી દૂર થઇ એ બુક ની તરફ જોતો હોય છે. તે પણ ટેબલ પર થી ઉતરી ને પોતાના વાળ સરખા કરે છે અને પાસે પડેલી પાણી ની બોટલ માં થી પાણી પીવે છે.

રાજ પણ પાછો આવી ને ટેબલે પર બેસી જાય છે અને પાછા હેન્ડ ગ્લોવૈસઃ પહેરી ને બુક માં ખોવાઈ જાય છે. લોરા પણ ત્યાં આવી ને ઉભી રહે છે અને જુએ છે કે રાજ બુક માં કલુ શોધવામાં મશગુલ થઇ ગયો છે તો તે પણ ત્યાં પાસે પડેલી ચેર માં આવી ને બેસી જાય છે. લોરા રાજ ને ધ્યાન થી જુએ છે અને વિચારે છે કે આ એ જ માણસ છે કે જે થોડી વાર પહેલા પોતાની અંદર સમાય જવા માટે બેતાબ હોય છે.પછી તે પણ બુક માં કલુ શોધવા માં મશગુલ થઇ જાય છે.

******************************

રોમ ની અંધારી ટનલ માં એક માણસ ચાલી ને જતો હોય છે તેના હાથ માં ટોર્ચ હોય છે. થોડે દૂર ચાલ્યા પછી તે ચાર માણસો ની નજીક આવી જાય છે. તેઓ એ જ બંધાયેલી હાલત માં પડ્યા હોય છે જે હાલત માં તે તેમને છોડી ને ગયો હોય છે. તેઓ બહુ જ ગંદી હાલત માં ત્યાં હતા. બીજું કોઈ હોત તો તેમને જોઈ ને ચોક્કસ દયા આવી ગઈ હોત પરંતુ આ તો હત્યારો હતો તેના મન માં દયા કરુણા નામનો કોઈ શબ્દ હતો જ નહિ. ત્યાં પાસે પડેલા ચાર માં થી એક માણસે પૂછ્યું,"તમને અમારી પાસે થી શું જોઈએ છે અમને અહીંયા કેમ લેવામાં આવ્યા છે?"

"અમને જવા દો અમે તમારું શું બગાડ્યું છે." બીજા એક માણસે કહ્યું.

"તમને ખબર પણ છે અમે કોણ છે?" ત્રીજા માણસે કહ્યું.

"ચૂપ્પ એકદમ ચૂપ મને આટલો પણ અવાજ આવો ના જોઈએ." હત્યારા એ જોર થી બૂમ પાડી. ચારે માણસ એની ત્રાડ થી ગભરાઈ ને ચૂપ થઇ ગયા.

ચોથો માણસ મન માં જ બોલ્યા લાગ્યો,"હે ભગવાન અમને આ આફત થી બચાવો."

હત્યારા એ તેની કાંડા ઘડિયાળ માં સમય જોયો અને બોલ્યો," હવે બોલો કોણ પહેલું મરવા માટે તૈયાર છે?"

*********************************

રાજ હજુ પણ બુક માં ખાખા ખોળા કરી રહ્યો હતો પરંતુ કઈ જ કલુ મળતો ના હતો. લોરા પણ તેની બાજુ માં બેસી ને કંઈક શોધી રહી હતી.અચાનક તેની નજર ત્યાં લખેલા લખાણ પર ગઈ ત્યાં લખેલું હતું," The path of light is laid the sacred test." લોરા એ જોરથી વાંચ્યું.

"સોરી લોરા શું બોલ્યા તમે મને કઈ સમજ માં ના આવ્યું." રાજે લોરા થી નજર ચુરાવી ને પૂછ્યું. હજુ પણ તે બંને નજર માં નજર નાખી ને વાત કરી શકે તેવી હાલત માં ના હતા. બને ને શરમ આવી રહી હતી.

લોરા એ આંગળી થી બુક માં જ્યાં એ લખ્યું હતું તે બતાવ્યું. રાજે તે જોયું અને તે આશ્ચર્ય માં પડી ગયો કે ઇટાલિયન બુક માં ઇંગલિશ? તેને ફરીથી વાંચ્યું "પાથ ઓફ લાઈટ" આ વાત છે ૧૬ મી સદી ની જયારે રોમ માં અને બીજા યુરોપીઅન દેશ માં ઇંગલિશ ને એટલું મહત્વ આપવા માં આવતું ના હતું . રોમન ચર્ચ પણ લેટિન, જરમન, સ્પેનિશ, ફ્રેન્ચ આ બધી ભાષા જાણતું હતું પરંતુ ઇંગલિશ હજુ તેમની માટે નવી હતી અને એમ પણ તેઓ ઇંગલિશ ભાષા ને ફ્રી થિંકર્સ ની ભાષા સમજતા હતા. રાજ ને ચમકારો થયો કે કેમ ૧૬ મી સદી ની ઇટાલિયન બુકમાં ઇંગલિશ માં લખાણ લખ્યું છે. તે બુક ને આમ થી તેમ કરી ને જોવા લાગ્યો તો તેને ત્યાં ચાર લાઈન ઓર નજર આવી. તેને વિચાર આવ્યો કે દુનિયાભર ના વિજ્ઞાનીકો તો ઇંગલિશ ભાષા જાણતા જ હતા તો તેઓ આ કલુ ને ઇઝિલી ડિકોડ કરી શકે માટે જ આ ઇંગલિશ ભાષા નો પ્રયોગ ઇટાલિયન બુક માં કરવાં આવ્યો છે.તે એકદમ ખુશ થઇ ને લોરા ને ભેટી પડ્યો અને બોલ્યો,"કૉંગ્રટસ લોરા તમે શોધી કાઢ્યું જે વસ્તુ આપણે જોઈતી હતી તે."

"અરે શું મને પણ કહો ને."

"જુઓ લોરા અહીંયા ચાર ઓર લાઈન લખેલી છે જે કોઈ પોએમ જેવી છે."

"પોએમ?"

"હા લોરા પોએમ. તમે મિલ્ટન ને ઓળખો છો?"

"હા જ્હોન મિલ્ટન ફેમસ પોએટ હતા."

"હા બસ એમને આ પોએમ લખેલી છે જુઓ અહીંયા તેમની સાઈન પણ છે."

"શું તેઓ ગેલેલિઓ ને જાણતા હતા?"

"હા જાણતા હતા ગેલેલિઓ ને જયારે તેમના જ ઘર માં કેદ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓ આવી ને તેમને તેમના ઘર માં મળતા હતા."

"પણ કલુ શું છે એ હજુ સુધી તમને કહ્યું નથી."

"લોરા મને એક પેન અને પેપર જોઈએ છે હું આ પોએમ એમાં લખવા માંગુ છુ ." રાજે આમ તેમ ફાંફા મારતા કહ્યું.

લોરા એ જે પેજ માં આ પોએમ લખેલી હતી એ પેજ બુક માં ફાડી નાખ્યું અને તે પેજ હાથમાં લઇ ને બહાર તરફ નીકળતા બોલી," રાજ જલ્દી આવો આપણી પાસે સમય ખુબ જ ઓછો છે."

"મિસ લોરા તમે આવું ના કરી શકો ." રાજ ના શબ્દો લોરા ના કાન સુધી હજુ પહોંચ્યા નહતા એ પહેલા તો તે આ રૂમ ક્રોસ કરીંને exit ની સાઈન તરફ આગળ વધી ગઈ હતી . રાજ પણ તેની પાછળ ચાલ્યો.

*******************

લગભગ ૧૦ મીન ની વોક પછી તેઓ લાયબ્રેરી ની બહાર આવી ગયા હતા.લોરા ના હાથ માં હજુ એ પેજ હતું જેને તે ઉલટું સીધું કરી ને જોઈ રહી હતી.

rom santi's earthly tomb with demon's hole ,
cross rome the mystic elements unfold.

the path of light is laid, the sacred test ,

let angles guide you on your lofty quest. લોરા આખી પોએમ ફરીથી વાંચી ગઈ પણ તેને કઈ વધારે ખબર ના પડી.તેને સવાલિયા નજરે રાજ ની સામે જોયું.

"લોરા પહેલી સાઈન છે સેન્ટીની જે કબર છે તે."

"ઓકે તો સેન્ટી કોણ છે અને એની કબર ક્યાં આવેલી છે?"

"તમે રાફેલ ને તો ઓળખતા જ હશો ને?"

"કોણ રાફેલ સાન્ટિ? હા ઓળખું જ છુ ફૅમસ પેઈન્ટર અને આર્કિટેક્ટ હતા રોમ ના."

"હા બસ એ જ હવે આપણે એમની કબર સુધી જવાનું છે અને મળી જશે આપણને આપણા પહેલા કાર્ડિનલ ત્યાં." આટલું બોલતા રાજે સ્વિસ ઓફિસે નો દરવાજો ખોલ્યો.

ક્રમશ: