Return of shaitaan - 7 books and stories free download online pdf in Gujarati

Return of shaitaan - part 7

હેલો દોસ્તો આપ કેમ છો? આગળ આપણે જોયું કે લોરા ને તેના પિતા સાથે વિતાવેલો દરેક સમય યાદ આવે છે. અને તેઓ તેના પિતાની સિક્રેટ લેબ માં જાય છે હવે આગળ.

વેત્રા ની લેબ એ કોઈ ભવિષ્યવાદી ની લેબ હોય તેવી અદ્યતન હતી. સફેદ કલર ની અને બધી બાજુ કોમ્યુટર અને અલગ પ્રકાર ના ડિવાઇસ લગાવેલી. રાજ મન માં વિચારવા લાગ્યો કે એવું તો શું સ્પેશ્યલ છે આ લેબ માં કે કોઈ ની હત્યા કરી ને આંખ કાઢી લેવી પડે. કોહલર જરા અસ્વસ્થ દેખાતા હતા. લોરા પણ તેના પિતા વગર જાણે ખોવાઈ ગઈ હોય તેવું લાગતું હતું.

રાજ ની નજર પડી રૂમ ની મધ્ય માં ફ્લોર માં થી નીકળેલા પિલર જેવા લાગતા કોલમ ઉપર. કોલમ રૂમ ની વચ્ચે વર્તુળાકાર આકાર માં હતા.તેમની ઊંચાઈ ૩ ફૂટ થી વધારે નહિ હોય. રાજ ને યાદ આવ્યું કે મ્યુઝિયમ માં કોઈ વસ્તુ ડિસ્પ્લે માં મુકવાની હોય તો આવા કોલમ કે પિલર પર જ મૂકે છે.દરેક પિલર કે કોલમ પર કાચની બરણી જેવા દેખાતા કેનિસ્ટર હતા. જે લગભગ ૪૦ કે ૫૦ cm જેટલા હતા. તે ખાલી દેખાતા હતા.

કોહલરે પણ કેનિસ્ટર જોયા.તે થોડા કનફ્યુઝ દેખાતા હતા. પણ તેમણે બધું ઇગ્નોર કરતા લોરા ને કહ્યું," શુ લાગે છે કોઈ વસ્તુ ચોરાઈ છે?

"ચોરી કેવી રીતે? રેટિના સ્કેન ખાલી મારા અને મારા પિતા માટે જ છે. બીજું કોઈ અંદર આવી શકે જ નહિ. " લોરા બહુ વિશ્વાસ સાથે બોલી.

"હા તો પણ તું ધ્યાન થી જો."કોહલર થોડું જોર આપતા બોલ્યા.

લોરા એ બધી બાજુ ધ્યાન થી જોયું પણ ક્યાંય કોઈ વસ્તુ ચોરાઈ હોય તેવું લાગતું ના હતું ના એવું પણ લાગ્યું કે કોઈ લેબ માં આવ્યું હોય તેના અને તેના પિતા ના સિવાય. દરેક ચીઝ તેની જગ્યા એ હતી.

રાજ જોઈ રહ્યો હતો કે કોહલર હજુ પણ કંઈક છુપાવતા હતા લોરાથી.

થોડી વાર માં પાછા કોહલર પિલર વાળી જગ્યા એ આવ્યા અને બોલ્યા ," સિક્રેટ લોરા આ સિક્રેટ આપડે અફોર્ડ નથી કરી શકતા આ સમયે."

થોડા ઉગ્ર અવાજે કોહલર બોલ્યા હતા એની અસર લોરા પર થઇ અને તે કોહલર પાસે આવી અને આંખ બંધ કરી ને ઊંડો શ્વાસ લેવા લાગી.

રાજ તેને જોઈ રહ્યો હતો તેને મન માં વિચાર્યું કે લોરા ને થોડો સમય આપવો જોઈએ.

"મને ખબર નથી કે હું શું બોલું અને ક્યાંથી શરુ કરું." લોરા એકદમ ધીરા અવાજે બોલી.

"શરૂઆત થી જ કહે કે તું અને તારા પિતા કયા સિક્રેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા." કોહલર એ કહ્યું.

"ધર્મ અને વિજ્ઞાન નું જોડાણ શરૂઆત થી જ મારા પિતાનું સપનું હતું. તેમને આશા હતી કે વિજ્ઞાન અને ધર્મ એ બંને સુસંગત શાખાઓ છે. બે અલગ અલગ શાખાઓ જે એક જ સત્ય ની પાછળ છે." આટલું બોલી ને તે રોકાઈ અને પછી તે જાણે જે બોલવા જઈ રહી હતી તેની પર જાણે તેને ખુદ ને ભરોશો ના હોય એ રીતે તે બોલી," અને ..... હાલ માં જ તેમણે એક રસ્તો શોધ્યો હતો.તે સાબિત કરવા માટે. તેમણે એક પ્રયોગ કર્યો.એવી આશા માં કે ધર્મ અને વિજ્ઞાન ની વચ્ચે નું કડવું ઘર્ષણ હંમેશા માટે દૂર થઇ થઇ જશે."

રાજ વિચારવા લાગ્યો કે કયા ઘર્ષણ ની વાત કરે છે.

"સર્જનવાદ એ જંગ કે આ બ્રહ્માંડ ની ઊત્તપત્તિ કેવી રીતે થઇ.

"ઓહ આ તો વર્ષો જૂની ચર્ચા છે."રાજ બોલ્યો.

" હા એ તો છે જ અને બાઇબલ એવું કહે છે કે ઈશ્વરે બ્રહ્માંડ ની રચના કરી. ઈશ્વરે કહ્યું કે પ્રકાશ થાવ અને પ્રકાશ થયો.અને આપડે જે બધું જોઈ રહ્યા છે તે અસ્તિત્વમાં આવ્યું. મતલબ કે એક ખાલી જગ્યા માં થી આવ્યું પણ કમનસીબે ફિજીક્સ ના ફંડામેન્ટલ નિયમો એવું કહે છે કે જે ના હોય તેમાંથી કશું ના બનાવી શકાય.

"Matter can not be created out of nothing ."

"મી. રાજ હું ધારું છુ કે તમે આ વિષે મતલબ કે બિગ બેંગ થિયોરી વિષે વાંચ્યું કે સાંભળ્યું હશે."લોરા બોલી.

રાજે પણ આ વિષે ઘણું બધું વાંચ્યું હતું.તે માથું હલાવતા બોલ્યો." હા મને ખબર છે." તે એવી જાણતો હતો કે બિગ બેંગ એ સાયન્ટિફિકલી એકસેપ્ટેડ મોડલ હતું બ્રહ્માંડ ની ઊત્તપત્તિ સમજવા માટે.રાજ ને વધારે તો ખબર નહતી પડતી કે આ વાતો માં પણ તે એટલું ચોક્કસ જાણતો કે બિગ બેંગ પ્રમાણે એક બિંદુ માં અપાર શક્તિ ભરેલી હતીઅને એમાં પ્રચંડ વિસ્ફોટ થયો અને પછી બધા ગ્રહો અને તારા ઓ નું નિર્માણ થયું. એક રીતે જોવા જઈ એ તો સીધું ઉદાહરણ છે એક ફટાકડા કે હવાઈ નું તે કેવી રીતે નાના હોય છે પણ એમાં વિસ્ફોટ થવાથી જે રીતે તે ફૂટે છે અને બધી શક્તિ બહાર નીકળે છે કંઈક અંશે એવું જ બિગ બેંગ માં થયું હતું.

લોરા આગળ બોલી," જયારે કેથોલિક ચર્ચ એ ૧૯૨૭ માં પ્રથમ વખત બિગ બેંગ થિયોરી વિષે ......................."

હજુ તે આગળ કશું બોલવા જતી હતી તે પહેલા રાજે તેને અટકાવી ને પૂછ્યું,"આઈ એમ સોરી પણ તમારા કહ્યા મુજબ બિગ બેંગ એ કેથોલિક ચર્ચ નો આઈડિયા હતો ?મતલબ કે ચર્ચ એ આ વસ્તુ નું નિર્માણ કર્યું હતું માણશો ને સમજવા માટે?"

લોરા ખુબ જ સરપ્રાઈઝડ હતી તેને બીલીવ ના થતું હતું કે રાજ ને આ વાત ની ખબર નથી તે બોલી," ઓફ કોર્સ કેથોલિક મોન્ક(પ્રિસ્ટ) જ્યોર્જિસ લેમેઇટેર એ આ વાત ની સંશોધન કર્યું હતું ૧૯૨૭ માં."

"ઓહ મને લાગ્યું કે બિગ બેંગ એ હાવર્ડ એસ્ટ્રોનોમર એડવિન હબલ એ સૂચિત કર્યું હતું." રાજ બોલ્યો.

" ફરીથી અમેરિકન એટ્ટીટ્યૂડ મી. રાજ હબલ ૧૯૨૯ માં આવ્યા હતા લેમેઇટર ના ૨ વર્ષ પછી." આ વખતે કોહલર એ જવાબ આપ્યો.

રાજ ને ગુસ્સો આવ્યો પણ તે બને તેટલા નમ્ર અવાજે બોલ્યો,'સર હજુ સુધી મેં લેમેઇટર ટેલિસ્કોપ વિષે નથી સાંભળ્યું. અત્યાર સુધી બધા ને જ હબલ ટેલિસ્કોપ જ ખબર છે."

" મી. કોહલર સાચું બોલી રહ્યા છે. ઓરીજીનલ આઈડિયા લેમેઇટર નો હતો પણ હબલ એ બધા પુરાવા ભેગા કર્યા અને કન્ફર્મેશન આપ્યું. જયારે લેમેઇટર એ સૌ પ્રથમ વખત બિગ બેંગ થિયોરી વિષે સૂચિત કર્યું ત્યારે બધા વિજ્ઞાનીઓ તેમની મજાક ઉડાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવું તો પોસ્સીબ્લ નથી. પરંતુ જયારે હબલ એ સાયન્ટિફિકલી પ્રુવ કર્યું કે બિગ બેંગ એ એક્યુરેટ થિયોરી છે બ્રહ્માંડ ની ઊત્તપત્તિ માટે ત્યારે રોમન ચર્ચ એ પોતાની જીત જાહેર કરી. અને કહ્યું કે આ સત્ય તો બાઇબલ માં છે મતલબ કે બંને એક જ છે.THE DIVINE TRUTH " લોરા બોલી.

રાજે હકાર માં માથું હલાવ્યું તે સંપૂર્ણ ધ્યાન એકત્રિત કરી ને લોરા ની વાત સાંભળી રહ્યો હતો.

"વિજ્ઞાનીકો ને આ મજુર ના હતું. તેમણે તરત જ આ ડિસ્ક્વરી ને મેથેમેટિક્સ થી પ્રુવ કરી ને ધર્મ ને વચ્ચે થી હટાવી દીધો.અને એવું પ્રુવ કર્યું કે આ તેમની પોતાની ખોજ છે.જો કે હજુ પણ ઘણી ખામીઓ હતી તેમની આ ખોજ માં જેની પર રોમન ચર્ચ એ નિર્દેશ કર્યો હતો."લોરા બોલી.

"સિંગ્યુલારિટી " કોહલર બોલ્યા.

"હા સિંગ્યુલારિટી બ્રહ્માંડ ના બનવાની એ ચોક્કસ ક્ષણ. ટાઈમ ઝીરો.હજુ પણ વિજ્ઞાન આ ચોક્કસ સમય ને નથી પકડી શક્યું જ્યારથી આ શૃષ્ટિ ની રચના થઇ છે.બધા ગણિત ના સમીકરણો બ્રહ્માંડ ની ઊત્તપત્તિ અલગ રીતે સમજાવે છે પરંતુ જેમ જેમ સમય માં આગળ આવીએ છે તેમ તેમ આ સમીકરણો એ અર્થ વગર ના બની જાય છે."લોરા બોલી.

" એકદમ સાચી વાત રોમન ચર્ચ એ પણ આ જ વાત ને પકડી લીધી અને આજ ખામી ને તેમણે કહ્યું કે જે વિજ્ઞાન નથી સમજાવી શકતું એમાં જ ઈશ્વર ની હાજરી છે અને તેમણે આ બ્રહ્માંડ નું સર્જન કર્યું છે.પણ તું શુ કહેવા માંગે છે આ બધી વાત અમને ખબર જ છે." કોહલર બોલ્યા.

"ઓકે હું મુદ્દા પર આવું છુ મારા પિતા એ એક પ્રયોગ કર્યો બ્રહ્માંડ ની ઊત્તપત્તિ કેવી રીતે થઇ એ સાબિત કરવા માટે."લોરા બોલી.

"લોરા આ તું શું બોલી રહી છે."કોહલર ની આંખો તો જાણે ચાર થઇ ગઈ.

"તમે જે સાંભળી રહ્યા છો મી.કોહલર એ સાચું છે.મારા પિતાજી એ બ્રહ્માંડ ની રચના કરી કશું જ નહિ માં થી બહુ બધું. વધુ સારી રીતે કહું તો તેમણે બિગ બેંગ થિયોરી ને ફરીથી બનાવી.હા તે ઘણા નાના સ્કેલ પર કરી હતી તેમણે એકદમ પાતળા કણો ને કણો પ્રવેગક ટ્યુબ માં વિરુદ્ધ દિશામાં વેગ આપ્યો અને એક બીજા સાથે ભયાનક સ્પીડ થી અથડાવ્યા.તે એકબીજામાં મળી ગયા અને તેમની એનર્જી એક સિંગલ પોઇન્ટ માં જમા થઇ ગઈ.અને તેમણે એક અપાર ઘનત્વ વાળું બિંદુ મળ્યુ. અને પછી તેમાં વિસ્ફોટ કરાવ્યો તો રિઝલ્ટ એકદમ ખતરનાક હતું જે ફિજીક્સ ના પાયા હલાવી દેનારું હતું. અને આ પોઇન્ટ પર પાર્ટિકલ્સ ઓફ મેટર ખબર નહિ ક્યાંથી પણ બધા એક ટ્યુબમાં ભેગા થવા લાગ્યા હતા.દ્રવ્ય , કઈ નહિ માં થી ઘણું બધું બની રહ્યું હતું.એવું લાગી રહ્યું હતું કે જાણે બ્રહ્માંડ ની ઉત્તપત્તિનું નાનું વર્ઝન. મારા પિતાજી એ સાબિત કર્યું કે દ્રવ્ય કઈ નહિ માંથી બનાવી શકાય છે.એક શક્તિ ના ભંડાર ની હાજરી થી આ બધું સમજી શકાય છે.લોરા એકદમ અભિમાન થી આ બધું બોલી.

"તારો મતલબ બ્રહ્માંડ ના ઉતપન્ન કરનાર વિષે છે."કોહલર બોલ્યા.

"ઈશ્વર ,જીસસ, રામ ,શિવ,અલ્લાહ ,ઝોંટ ,બોગ,જુમાલ કે પછી એકતા બિંદુ - તમને જે નામ ગમે એ નામ થી બોલાવી શકો છો રિઝલ્ટ એકસરખું જ રહેશે વિજ્ઞાન અને ધર્મ બંન્ને આ વાત ને સપોર્ટ કરે છે.-pure energy is father of creation .

"ઓકે તો તું એવું કહેવાની કોશિશ કરી રહી છે કે તારા પિતાએ દ્રવ્ય કે મેટર કશું નહિ માં થી બનાવ્યું." કોહલર એ પૂછ્યું.

"હા સબૂત તમારી સામે છે. આ કેનિસ્ટર માં ભરેલું છે." લોરા કાચ ના કેનિસ્ટર (બરણી) પાસે જતા બોલી.

કોહલરે થોડી ખાંસી ખાધી અને પછી તે કેનિસ્ટર પાસે જતા બોલ્યા," હું કંઈક ભૂલી રહ્યો છુ એક મિનિટ વેઇટ.હા ઓકે તો કોઈ કેવી રીતે માની લે કે આ તારા પિતા એ બનાવેલું મેટર છે?આ તો કોઈ પણ બનાવી ને કહી શકે કે આ મેં બનાવ્યું છે."

"એક્ચુલી તેઓ આ ના બનાવી શકે. આ પાર્ટિકલ્સ યુનિક છે.મતલબ આ પ્રકાર ના પાર્ટિકલ્સ આખી પૃથ્વી પર નહિ મળે."લોરા બોલી.

" મતલબ કે આ ચોક્કસ પ્રકાર ની મેટર છે ? મેટર એક જ પ્રકાર ની હોય છે અને તે------" કોહલર આગળ કશું બોલવા જાય એ પહેલા તો લોરા બોલી ,"ડિરેક્ટર તમે જાતે જ આની ઉપર લેક્ચર આપ્યું હતું ભૂલી ગયા? વિજ્ઞાન નું આ સત્ય".અને તે રાજ તરફ ફરતા બોલી," મી.રાજ બ્રહ્માંડ ની ઉત્પત્તિ વિષે બાઇબલ શું કહે છે?ઈશ્વરે શેનું સર્જન કર્યું?"

"ઉમમમ પ્રકાશ અને અંધકાર ,રાત અને દિવસ, સમુદ્ર અને કોરો ભાગ ,સ્ત્રી અને પુરુષ......." રાજ થોડા અચકાતા બોલ્યો.

"એક્ઝેટલી ,તેમણે બધી જ વિરુદ્ધ વસ્તુઓનું સર્જન કર્યું છે.બધું જ વિરૂધાભાસ માં બનાવ્યું છે. સપ્રમાણતા ,પરફેક્ટ બેલેન્સ. ડિરેક્ટર વિજ્ઞાન પણ એ જ વાત કહે છે જે ધર્મ કહે છે.અને જયારે મારા પિતા એ આ પ્રયોગ કર્યો ત્યારે બે પ્રકાર ની મેટર બની ને તૈયાર થઇ."લોરા બોલી.

રાજ મન માં વિચારવા લાગ્યો કે મેટર ની વિરુદ્ધ શુ હોઈ શકે?

"મતલબ તું જે મેટર કે જે કઈ પણ વાત કરે છે આખી પૃથ્વી પર નહિ મળે?" કોહલર બોલ્યા.

"સર આખા બ્રહ્માંડ માં ક્યાંય નહિ મળે. આ એજ સાબિતી છે કે કેનિસ્ટર માં ભરેલી વસ્તુ એ મારા પિતા દ્વારા બનાયેલ છે." લોરા બોલી.

"લોરા શું તું સિરિયસ છે ? આ બરણી માં ભરેલા પદાર્થ કે નમૂના એ રીયલ વાસ્તવિક નમૂનાઓ છે? real specimen ?કોહલર ખુશીના અતિરેક સાથે બોલ્યા.

"હા ડિરેક્ટર હા, તમે એન્ટી મેટર ના વર્લ્ડ ના સૌ પ્રથમ નમૂના તરફ જોઈ રહ્યા છો."લોરા પણ ખુશી થી બોલી.

કદાચ એક પળ માટે એ ભૂલી ગઈ હતી કે જે માણસે આની શોધ કરી હતી એ આ દુનિયા માં નથી.તેના પિતાનું મૃત્યુ થઇ ચૂક્યું છે.

*********************************

એ સ્ત્રી ના હાથ બંધાયેલા હતા.હત્યારા ની બાજુમાં અત્યારે એ સુઈ રહી હતી.હત્યારા એ સુઈ જવાની જગ્યા એ આ સ્ત્રી સાથે સમય પસાર કરવાનું નક્કી કર્યું હતું. હત્યારા ને યાદ આવ્યું કે કેવી રીતે ગઈ કાલે ખૂન કર્યું હતું. ખૂન કરવું એ તેની માટે નશા સમાન હતું. કોઈ પણ ડેડ બોડી ને જોઈ ને એને અનેરો આનંદ પ્રાપ્ત થતો.અત્યારે પણ તેનું અંતરમન તેને હત્યા કરવા માટે પ્રેરી રહ્યું હતું.

તેની નજર તેની બાજુ માં સુઈ રહેલી એ સ્ત્રી તરફ ગઈ. તેના હાથ તે સ્ત્રી ની ગરદન પર ગયા તેને લાગ્યું કે તે બે જ મિનિટ ની અંદર આ સ્ત્રી નો ખેલ ખતમ કરી શકે છે. તેને ગરદન પર ની પકડ મજબૂત કરી તેની રગ નો અવાજ મેહસૂસ કરી શકતો હતો.પણ તરત જ એક ઝટકા સાથે તેણે હાથ લઇ લીધો અત્યારે તેણે જે કામ કરવાનું હતું તે કેટલું જરૂરી હતું એ વિચાર આવતા જ તે પોતા ની ઈચ્છાઓ ને કાબુ માં રાખી બેડ માં થી ઉઠીને પોતાના કપડાં પહેરે છે.તેણે યાદ આવ્યું કે જોયેસ એ તેને શું કામ સોંપ્યું હતું.કેટલો ભરોષો હતો જોયેસ અને બ્રધરહૂડ ને તેની ઉપર.

ફેજ ૨ - બીજો અધ્યાય શરુ થઇ ગયો હતો.હત્યારા એ એક અંધારી ટનલ માં ચાલતા વિચાર્યું. તેના હાથમાં એક ટોર્ચ હતી તેની જરૂર ના હતી તો પણ તેણે લીધી હતી માત્ર પ્રભાવ પાડવા માટે. પ્રભાવ જ બધું હતું તેની માટે. ડર, ડર ને કદાચ તેનાથી ડર લાગે. તે શીખ્યો હતો કે ડર ક્યારે પણ નહિ રાખવો. ડર જ માણસ ને પાંગળો અને અપંગ બનાવી દે છે.કદાચ યુદ્ધ માંથી કોઈ જખ્મી થયા વગર પાછું આવી શકે પણ એક વાર જો ડર મન માં ઘર કરી જાય તો તેમાંથી પાછું વળવું અશક્ય બાબત છે. તે જ્યાં તૈયાર થયો હતો ત્યાં કોઈ અરીસો ના હતો પરંતુ અત્યારે તેના પોતાના પડછાયા ને જોઈ ને એવું લાગતું હતું કે તેણે જે વેશ ધારણ કર્યો છે તે એકદમ બરાબર છે . લાંબો ઓવરકોટ અને હેટ. તેણે સપના માં પણ નહતું વિચાર્યું કે તે જે કામ કરવા જઇ રહયો છે તે કામ તે કરી શકશે. બે અઠવાડિયા પહેલા જો કોઈએ તેને કહ્યું હોત તો તે આ કામ ના કરી શક્યો હોત કે કદાચ તેણે ના પડી દીધી હોત જોયેસ ને આ ટાસ્ક માટે.કેમ કે આ એક સુસાઇડ મિશન હતું. સિંહ ની બોડ માં સામે ચાલી ને જવાનું હતું.પરંતુ જોયેસ એ ઈમ્પોસ્સીબ્લ ની વ્યાખ્યા જ બદલી નાખી હતી.

જે સિક્રેટ જોયેસ એ તેની આગળ ઉજાગર કર્યા હતા એ બધા ખતરનાક હતા. એમાંથી એક આ ટનલ પણ હતી.પૌરાણિક અને એને પાર પણ કરી શકાય. જેમ જેમ તે ટનલ માં ચાલી રહ્યો હતો તેમ તેમ તેણે એ પણ વિચાર આવતો હતો કે જે અંદર તેની રાહ જુએ છે તે જોયેસ ના કહ્યા પ્રમાણે એકદમ ચાલાક હોવું જોઈએ . જોયેસે તેને કહ્યું હતું કે કોઈ અંદર નું જ એની માટે જોઈતી વ્યવસ્થા કરશે.

**************

"તમને જોઈ ને એવું લાગે છે કે તમને એન્ટિ મેટર એ શું છે એ ખબર છે." લોરા રાજ ના ચેહરા તરફ ધ્યાન થી જોતા બોલી.

"હા થોડી ઘણી ખબર છે." રાજ આમ તેમ જરા હલતા બોલ્યો.

"તમે સ્ટાર ટ્રેક જોતા હો એવું લાગે છે." લોરા બોલી.

" હા મને સાયન્સ પહેલે થી જ એટ્રેક્ટ કરે છે.શું એન્ટિ મેટર રીયલ છે?" રાજે પૂછ્યું.

"હા નેચરલ છે.દરેક વસ્તુ નું વિરોધી છે. જેમ કે રાત તો દિવસ , અંધકાર તો ઉજાસ , સરવાળો તો બાદબાકી, પ્રોટોન એને ઇલેક્ટ્રોન આ જ રીતે મેટર એ યીન છે તો એન્ટિ મેટર યંગ છે. તો જ ઈકવેશન બેલેન્સ થાય મતલબ કે તો જ પૃથ્વી પર સમાનતા જળવાઈ રહે."લોરા એ જવાબ આપ્યો.

રાજ ને ગેલેલિઓ ની કહેલી વાત યાદ આવી .

belief of duality

"૧૯૧૮ થી બધા જ વિજ્ઞાનીકો ને ખબર છે કે બિગ બેંગ થિયોરી માં બે પ્રકાર ની મેટર નું નિર્માણ થયું હતું એક મેટર જેનાથી આપડી પૃથ્વી અને બિજા ગ્રહો વગેરે બન્યા પણ આનાથી વિરુદ્ધ બીજી એક મેટર નું પણ નિર્માણ થયું હતું જે ખતરનાક મેટર હતી જેને એન્ટી મેટર નામ આપવામાં આવ્યું." લોરા બોલી.

આ બધી વાતો જયારે ચાલતી હતી ત્યારે કોહલર દૂર હતા પછી તે લોરા ની નજીક આવ્યા અને બોલ્યા," પણ લોરા એન્ટી મેટર ને સ્ટોર કરવા માટે તમે શું કર્યું?વાસ્તવ માં તેને સ્ટોર કરવા માટે ઘણા અવરોધ છે."

"મારા પિતા એ રિવર્સ પોલારિટી વેક્યુમ બનાવ્યું હતું એન્ટી મેટર ના પાર્ટિકલ્સ ને ભેગા રાખવા માટે."

"પણ વેક્યુમ તો મેટર ને પણ જોડે ખેંચી લે છે. કોઈ જ રસ્તો નથી કણો ને જુદા કરવાનો. પ્લસ માઈનસ ઓલ્વેઝ એટ્રેકટ્સ."

"હા ખબર છે મારા પિતા એ મેગ્નેટિક ફિલ્ડ પણ બનાવ્યું હતું જેમાં મેટર જમણી બાજુ અને એન્ટી મેટર ડાબી તરફ જતું. તેઓ ધુવીય વિરોધી છે. મતલબ N અને S સાઈડ પર. "લોરા ને લાગ્યું કે કોહલર ના બધા ડાઉટ કલીયેર થઇ ગયા . પણ કોહલર એ લોરા સામે જોયું અને હજુ કઈ બોલવા જ જતા હતા અને તેમને જોર થી ખાંસી આવી. તેમણે રૂમાલ મોં પર મૂકી દીધો.

થોડી વાર ના મૌન પછી તે બોલ્યા," ઈંક્રિડિબલ જોબ લોરા હું બહુ જ ખુશ છુ આજે.પછી કાચના કેનિસ્ટર પાસે જઇ ને બોલ્યા," અરે એ પૂછવાનું તો હું ભૂલી જ ગયો કે જો મેગ્નેટિક ફિલ્ડ પણ કામ કરતુ હોય તો પણ એન્ટી મેટર ને આ કેનિસ્ટર માં સ્ટોર કેવી રીતે કર્યું.કેમ કે મેટર અને એન્ટી મેટર જરા પણ ટચ કરે તો તરત જ રિએકશન થાય."

"આ નમૂના મતલબ કે કેનિસ્ટર ને તો એન્ટી મેટર ટચ પણ નઈ કરતુ."

"પણ એ કેવી રીતે શક્ય બને?" કોહલર ની જગ્યા એ રાજે સવાલ કર્યો.

" કેમ કે મેટર ને સસ્પેન્ડ કરી દીધું છે. કેનિસ્ટર ને તમે એન્ટી મેટર ટ્રેપ પણ કહી શકો છો. એકદમ સેફ ડિસ્ટન્સ થી તે કોઈ પણ બાજુ થી કેનિસ્ટર ને ટચ નથી કરતુ." લોરા એ જવાબ આપ્યો.

" સસ્પેન્ડ? કેવી રીતે હજુ પણ મારી સમજ માં નથી આવતું."કોહલર બોલ્યા.

"મેગ્નેટિક ફિલ્ડ ના લીધે તમે અહીંયા આવો હું બતાવું." આટલું બોલી ને લોરા કેનિસ્ટર જ્યાં મુક્યાં હતા ત્યાં ગઈ અને ગન જેવી દેખાતી કોઈ વસ્તુ મૂકી અને ત્યાંથી દૂર એક મશીન જેવું હતું ત્યાં ગઈ. કશુંક સેટ કર્યું અને અને તેને લાગ્યું કે હજુ બરાબર નથી એટલે પછી તે કેનિસ્ટર પાસે પાછી ગઈ અને નોબ બરાબર ફિટ કર્યા અને પછી મશીન પાસે આવી ને કેનિસ્ટર ની અંદર જે એન્ટી મેટર હતું તેને મશીન ના વ્યૂઅર દ્વારા જોવા લાગી. બધૂ બરાબર છે એવું તેને લાગ્યું પછી તેણે કોહલર ને બોલાવ્યા ," અહીં આવો આપ અને જુઓ તેને કે તે કેવું દેખાય છે."

કોહલર મશીન પાસે ગયા અને આઈ પીસ માંથી જોતા પહેલા બોલ્યા,"કેટલી અમાઉન્ટ છે?"

" ફાઈવ થાઉઝેન્ડ નેનો ગ્રામ લીકવીડ પ્લાઝમા પોઝિટ્રોનસ છે."

બીજી ઘણી સાયન્સ રિલેટેડ વાતો થઇ લોરા અને કોહલર ની વચ્ચે જે સાંભળીને રાજ ને લાગ્યું કે આ લોકો ઇંગલિશ માં જ વાત કરે છે?

કોહલર અને લોરા ની વાતો પતી પછી કોહલર એ પોતાની વ્હીલચેર નું એક બટન દબાવ્યું અને વ્હીલચેર ઉપરની તરફ કરી. બટન દબાવતા ની સાથે જ વ્હીલચેર ની સીટ આખી ઉપર ઉચકાઈ ગઈ અને તેમણે વ્યૂઅર માંથી કેનિસ્ટર તરફ જોયું. ઘણી મિનિટ એમ જ વીતી ગઈ અને શાંતિ પથરાઈ ગઈ.કોઈ કઈ બોલતું ના હતું. રાજ ચુપકી થી લોરા ને જોઈ લેતો હતો.પણ લોરા ની નજર તો કોહલર તરફ જ હતી. કોહલર ના કપાળ ઉપર પસીનો આવી ગયો હતો. અને અત્યારે તે જે દ્રશ્ય જોઈ રહ્યા હતા એ તેમની ઇમેજિનેશન ની બહારનું હતું.તે ધીરે રહી ને બોલ્યા," ઓહ માય ગોડ ,યુ રિઅલિ ડીડ ઈટ."

લોરા જોર થી બોલી ," માય ફાધર ડીડ ઈટ.( મારા પિતાજી એ કરી બતાવ્યું.)"

" આઈ ડોન્ટ નો કે હું શું બોલું લોરા. " કોહલર આશ્ચર્ય મિશ્રિત ભાવે બોલ્યા. એક પળ માટે તો જાણે ભૂલી જ ગયા હતા કે જેણે આ વસ્તુ ને બનાવી છે એ આ દુનિયા માં હયાત નથી.(લિઓનાર્દો)

તે ત્યાંથી દૂર ગયા ત્યારે લોરા એ રાજ ની તરફ ફરતા કહ્યું ,"મી.રાજ તમને જોવું છે કે એન્ટી મેટર કેવું દેખાય છે.?"

રાજે હકાર માં માથું હલાવ્યું. લોરા તેને મશીન ના વ્યૂઅર પાસે લઇ ગઈ રાજ ની હાઈટ લોરા અને કોહલર ની હાઈટ થી જરા વધારે હતી આથી લોરા એ તેને આઈપીસ તેની હાઈટ પ્રમાણે સેટ કરી આપ્યું.અને તે બોલી, "આ વ્યૂઅર માંથી જુઓ."

રાજે તેની આંખો વ્યૂઅર પર મૂકી અને કેનિસ્ટર તરફ જોવા લાગ્યો.થોડી વાર લાગી તેની આંખો સામે ઇમેજ આવા માં.અને જે ઇમેજ આવી તેની સામે એ કંઈક આવી હતી.જે કઈ એન્ટી મેટર હતી તે ના તો કેનિસ્ટર ના તળીએ હતી ના તો કોઈ જગ્યા એ ટચ થતી હતી પણ તે તો લગભગ હવામાં અધ્ધર લટકતું હતું.કોઈ ચકચકીત ધાતુ જાણે હવા માં લટકી રહી હોય એવું લાગતું હતું. જેવું મરક્યુરી એટલે કે પારા નું લીકવીડ હોય કંઈક અંશે તેના જેવું.લીકવીડ જાણે સ્પેસ માં હોય એ રીતે અધ્ધર લટકતું હતું. આ જોઈ ને રાજ ને પાણી નો વિડિઓ યાદ આવે છે એક વખત તે નાસા નો કોઈ પ્રોગ્રામ જોઈ રહ્યો હતો તેમાં એવું બતાવે છે કે ઝીરો ગ્રેવીટી માં પાણી કેવું દેખાય છે.બસ આ એન્ટી મેટર પણ કંઈક એવું જ લાગતું હતું.

"એ ફ્લોટ કરે છે મતલબ કે તરે છે" રાજ બોલ્યો.

"મી. રાજ એ ફ્લોટ જ કરવું જોઈએ.કેમ કે એ જરા પણ સ્ટેબલ નથી.એન્ટી મેટર એ મિરર છે મેટર નો જો એક બીજાને ટચ કરે તો તરત જ કેન્સલ કરી દે. મતલબ કે પ્લસ અને માયનસ છે.તેને અલગ રાખવું એ બહુ મોટી ચેલેન્જ છે.ઓફ કોર્સ પૃથ્વી પર બધું જ મેટર થી બનેલું છે એટલે આ સેમ્પલ્સ ને એવી રીતે સ્ટોર કરવા પડે છે કે જેથી એ કશા ને ટચ ના કરે હવા ને પણ નહિ." લોરા રાજ ને સમજાવતા બોલી.

રાજ ને ખુબ જ મજા આવી રહી હતી લોરા ની વાતો માં.પણ કોહલર વચ્ચે બોલ્યા," આ એન્ટી મેટર ટ્રેપ એ તારા પિતાજી નો આઈડિયા હતો?"

" એક્ચુલી આ મારો આઈડિયા હતો મારા પિતાજી એ એન્ટી મેટર તો બનાવ્યું પણ એને કઈ રીતે સ્ટોર કરવું એ વિષે શ્યોર ના હતા.મેં તેમને આ આઈડિયા આપ્યો હતો. કેનિસ્ટર ની અંદર ૨ ઈલેક્ટ્રો મેગ્નેટ છે. બંને છેડે એક એક. તેમનું વિરીધીય ચુમ્બકીય ક્ષેત્ર કેનિસ્ટર ની મધ્ય માં છૂટે છે એને એન્ટી મેટર ને તે અધ્ધર પકડી રાખે છે."લોરા બોલી.

રાજે કેનિસ્ટર તરફ નજર નાખી એને જોયું કે હજુ પણ એન્ટી મેટર અધ્ધર લટકી રહ્યું છે. કોહલર સાચું જ કહેતા હતા કે બાપ એને દીકરી એકદમ બ્રિલિઅન્ટ માઈન્ડ ધરાવે છે.કેમ કે કોઈ જીનિયસ જ આવું વિચારી શકે.

"ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ નો પાવર સોર્સ ક્યાં છે?" કોહલર એ પૂછ્યું.

"ટ્રેપ ની નીચે જે પિલર જેવી રચના છે જેની અંદર કેનિસ્ટર ને ફસાવેલા છે ત્યાં તેનો પાવર સોર્સ છે.જે સતત આ કેનિસ્ટર ને ચાર્જ કરે છે."લોરા એ કહ્યું.

"અને જો ચુમ્બકીય પાર્ટ મતલબ કે મેગ્નેટિક ફિલ્ડ નિષ્ફળ જાય તો?કોહલર એ પૂછ્યું.

"ઓબિયસ છે કે તો એન્ટી મેટર નીચે પડી જાય અને વિનાશ નક્કી છે. એનાહીલેશન વર્ડ છે વિનાશ માટે. મેટર અને એન્ટી મેટર એકબીજા ને ટચ કરે તો બંને નો નાશ થઇ જશે આ પ્રોસેસ ને વિજ્ઞાનીકો એનાહીલેશન કહે છે. આ નેચર નું સિમ્પલ રિએકશન છે.મેટર ના પાર્ટિકલ અને એન્ટી મેટર ના પાર્ટિકલ બને ભેગા થઇ ને નવા પાર્ટિકલ બનાવશે જેને આપડે ફોટોન કહીએ છે. "લોરા બોલી.

રાજે એક આર્ટિકલ વાંચ્યો હતો જેમાં લખ્યું હતું કે ફોટોન એ પ્રકાશ ના અણુઓ છે. પ્યોરેસ્ટ ફોર્મ ઓફ એનર્જી. ઉર્જા નું શુદ્ધ સ્વરૂપ.

"ઓકે એન્ટી મેટર નીચે પડી જાય તો આપણ ને નાના તણખા જોવા મળશે." રાજે પૂછ્યું.

લોરા તેની તરફ ફરતા બોલી," ડીપેન્ડ કરે છે મી.રાજ કે તમે નાના તણખા કોને કહો છો? એક મિનિટ હું બતાવું છુ " આટલું બોલી ને તે ચાર્જિંગ પોડિયમ પાસે ગઈ અને કેનિસ્ટર ને પિલર થી અલગ કરવા લાગી.

"લોરા તું પાગલ થઇ ગઈ છે? " કોહલર એ જોર થી બૂમ પાડતા કહ્યું.

ક્રમશ:

થૅન્ક યુ વાંચક મિત્રો તમારા રેટિંગ એને કૉમેન્ટ્સ માટે. પ્લીસ તમારા અમૂલ્ય મંતવ્યો જણાવાનું ના ભૂલતા. મને મદદ મળશે કે હજુ કઈ રીતે સ્ટોરી સારી લખી શકું. તમે મને wts app કરી શકો છો આ નંબર પર +61 0421 865 873 પર.જલ્દી થી લઇ ને આવીશ નેક્સટ પાર્ટ વાંચવાનું ચુકતા નહિ રીટર્ન ઓફ શૈતાન.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED