Return of shaitan - Part 19 Jenice Turner દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Return of shaitan - Part 19

'હા એક મિનિટ ' રાજે કહ્યું અને તે આગળ લાયબ્રેરી માં જતા બોલ્યો,' બહુ ઓછા ઇતિહાશકારો ને આ મૂર્તિઓ અને આ ચર્ચ વિષે ખબર છે અને જે લોકો ને ખબર છે તે લોકો એ એમાં વિશ્વાસ નથી કર્યો.અને આમ તેમની આ સેક્રેટ લોકેશન ૪૦૦ વર્ષો સુધી સિક્રેટ રહી છે.પરંતુ હવે તેમને આ સિક્રેટ જગ્યા ની જરૂર માત્ર ૪ કલાક સુધી જ છે .'

'કેમ?'

'કેમ યાદ નથી હત્યારા એ શું કહ્યું હતું? તેને કહ્યું હતું કે આજે દુનિયા આગળ આવશે એ લોકો કોણ હતા અને એ પણ કે ચારે કાર્ડીનલસ પર એ સળગતી વસ્તુ થી કોઈ છાપો મારશે અને એ ચાર છાપ છે એમ્બીગ્રામ પૃથ્વી,વાયુ ,અગ્નિ, અને પાણી ના.'

એ લોકો ની વાત ચાલતી જ હતી ત્યાં સ્વિસ ગાર્ડ તેમને એક બિલ્ડીંગ ની આગળ લઇ આવ્યો તેમને ચાર સ્ટીલ ના દરવાજા , ૨ પાસ કી અને ૩ રેટિના સ્કેન પસાર કરી ને લાંબા હોલ વે માં આવ્યા. અને ત્યાં hata એ દરવાજો ફટાક દઈ ને ખુલી ગયો. ગાર્ડ પહેલી વાર કૈક બોલ્યો,' સર અહીંયા થી નીચે ઉતરીને જશો ત્યાં આર્કાઇવ છે અમે સ્વિસ ગાર્ડ ત્યાં જવા માટે એલોવડ નથી માટે તમે જાવ અને જે પણ વસ્તુ જોઈએ છે એ લઇ ને આવો હું તમારી સામે ના ગેટ પર રાહ જોઇશ.તમે લાયબ્રેરી ના આર્કાઇવ માં થી નીકળી ને સામે તરફ ના ગેટ તરફ આવશો અને તમારી પાસે વધારે સમય નથી ૧૫ મીનટ જ તમે ત્યાં રહી શકો છો અને થી વધારે નહિ કેમ કે આર્કાઇવ માં રાખેલા પુસ્તકો બગડી ના જાય એની માટે ત્યાં ઓક્સિજન નું પ્રમાણ ખુબ ઓછું રાખવામાં આવ્યું છે.માટે ઝડપ રાખજો અને ૧૫ મીન થી વધારે રહ્યા તો એલાર્મ પણ વાગશે કેમ કે એલાર્મ સિસ્ટમ ને એવું લાગશે કે ત્યાં કોઈ ચોરી કરવા આવ્યું છે. આ સિસ્ટમ સેટ અપ તમને સમજાવી દીધું તમને મળું ૧૫ મીન માં સામેના ગેટ તરફ.' આટલી સૂચના આપી ને તે ગાર્ડ ત્યાંથી નીકળી ગયો.

લોરા અને રાજ ગેટ માં થી અંદર આવ્યા અને ત્યાં આગળ ચાલવા લાગ્યા. ત્યાં લખેલું બોર્ડ તેમને વાંચ્યું 'ARCHIVIO DEL VETICANO "

દરવાજા ને ધક્કો મારી ને તેઓ અંદર પ્રવેશ્યા. અંદર ના રૂમ નું ઇંટેરિએર એકદમ અલગ હતું . રાજ ને લાગતું હતું કે એ કોઈ જૂની પુરાણી જગ્યા હશે જ્યાં ઢગલાબંધ પુસ્તકો એક કબાટ માં બંધ પડ્યા હશે. રાજ ની કલ્પના થી વિરુદ્ધ આ જગ્યા એકદમ અલગ હતી. એકદમ વ્યવસ્થિત ગોઢવેલા ડાર્ક બ્રાઓન કલર ના કબાટ હતા જેમાં અલગ અલગ પુસ્તકો મુકેલા હતા. રાજ જરા પણ સમય બગાડવા માંગતો ના હતો.પણ હવે મૂંઝવણ એ હતી કે બુક શોધવાની શરૂઆત કરવાની ક્યાંથી. અહીંયા તો ગણી ના શકાય એટલા બધા પુસ્તકો એની સામે હતા.

'રાજ હવે શું કરીશું?' લોરા એ પૂછ્યું.

'બસ આ સામે દેખાય છે એ બધા માંથી એક પુસ્તક શોધવાનું છે આપણે.મારી પાછળ આવો.'આટલું બોલી રાજ ચાલવા લાગ્યો અને લોરા પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી.

'લોરા તમને યાદ છે મેં તમને કહ્યું હતું કે કેવી રીતે ઇલ્લુમિનાટી એ સિક્રેટ સંજ્ઞા અને ચિહ્નો મુખ્ય હતા રસ્તા અને ચર્ચ પર જેને શોધી ને સાયન્ટિસ્ટ તેમના સુધી પહોંચી શકે.'

'હા રાજ યાદ છે મને.'

'પરંતુ તેમની સામે એ ચેલૅજ હતી કે આ સીક્રેટ વાત તે સાયન્ટિસ્ટ સુધી પહોંચાડે કેમના.'

'હા સાચી વાત છે નહિ તો સાયન્ટિસ્ટ લોકો ને કેમની ખબર પડે કે ક્યાં જવાનું છે.'

'હા અને તેમને ખબર પણ પડે કે સેક્રેટ રસ્તો છે તો પણ એ રસ્તો ક્યાંથી શરુ થાય છે એ કેમની ખબર પડે કેમ કે રોમ તો કેટલું મોટું છે.'

'હા પછી શું થયું.'

રાજ એક પછી એક કબાટ જોતા જોતા આગળ ચાલતો અને વાત કરતો હતો તે આગળ બોલ્યો,'પંદર વર્ષ પહેલાની વાત છે એક કોન્ફેરેન્સ માં હું ગયો હતો અને ત્યાં મારા એક મિત્ર અને મેં મળી ને આ સવાલ નો જવાબ પણ શોધી કાઢ્યો.'

'અચ્છા શું વાત કરો છો?

'હા અમને ઘણા એવા એવિડેન્સ મળ્યા હતા જે ઈલુમિનેટી ના હતા. જેમાં કેટલાક લેટર્સ(પત્રો) હતા જેમાં આ સંજ્ઞા ઓ નો ઉલ્લેખ થયેલો હતો.

'સંજ્ઞા ઓ જ્યાં લખેલું હતું કે રસ્તા ની શરૂઆત ક્યાંથી થાય છે?'

'હા અને ત્યારથી અમે લોકો એ રિસેર્ચ માં હતા કે વધારે સબૂત મળે અમને. અને મળ્યા અમને વધારે સબૂત ગેલેલિઓ એ લખેલા પત્રો અને તેમની છપાવેલી પુસ્તક. જેની વેટિકન સિટી ના ચર્ચ ને જરા પણ ખબર ના હતી.'

'પણ એવું કેવી રીતે શક્ય બને?'

'હા પણ એવું જ બન્યું ગેલેલિઓ એ ઘણા પુસ્તકો લખ્યા હતા.અને ન્યૂઝ લેટર પણ છપાવ્યા હતા. અને તેમની પાસે એક રેફેરેંસ કોડ નંબર પણ હતો?"

'૬૬૬?" લોરા એ પૂછ્યું.

"ના એ નહિ એ નંબર હતો ૫૦૩."

'એનો શું મતલબ?"

"મારામાં થી કોઈ ને એ નથી એનો મતલબ શું છે મેં બહુ જ કોશિશ કરી પણ કોઈ ફાયદો થયૉ નહિ.ઘણા વર્ષો થી બસ એટલી જ ખબર પડી કે આ નંબર ૫ થી શરુ થાય છે જે ઈલુમિનેટી નો લકી નંબર છે.'

'ઓહ્હ્હ તો પછી આપણે અહીંયા શું કરી રહ્યા છે રાજ?" લોરા નિરાશા થી બોલી.

'એજ વાત કહેવા જઈ રહ્યો છુ લોરા તમને એ પુસ્તક યાદ છે જે ગેલેલિઓ એ લખ્યું હતું ?'

'કયું?'

'dialogo ?(ડિયાલોગો)

'હા ઓફ કોર્સ ખબર છે. સૌથી બેસ્ટ સેલેર પુસ્તક હતું .'

' હા ૧૬૩૦ માં ગેલેલિઓ ને આ પુસ્તક પબ્લિશ કરવું હતું જેમાં તેમને કોપેરનિકન હેલીયોસેન્ટ્રિક મોડેલ (સોલાર સિસ્ટમ ) નું મોડેલ મૂકવું હતું પરંતુ રોમન ચર્ચ એ તેમની પાસે ચર્ચ નું સોલાર સિસ્ટમ નું મોડેલ પણ છાપવાનું કહ્યું જે તદ્દન ખોટું હતું. ગેલેલિઓ પાસે કોઈ ચોઈસ રહી નહિ અને તેમણે આ બુક માં બંન્ને મોડેલ છપાવ્યા પરંતુ તો પણ રોમન ચર્ચ એ તેમને તેમના ઘર માં અરેરેસ્ટ કર્યા. ગેલેલિઓ એ તેમના ઘર માં જ રહી ને એક ઔર પુસ્તક લખ્યું જેનું નામ હતું discorsi . અને એના સિવાય બીજું એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું diagramma .

"આ પુસ્તક નું નામ ક્યારેય નથી સાંભળ્યું મેં.'

'હા લોરા મને સરપ્રાઈઝ નથી કે તમને નથી સાંભળ્યું કેમ કે ગેલેલિઓ નું સૌથી સિક્રેટ પુસ્તક માનું એક પુસ્તક એટલે Diagramma .તેમના એક મિત્ર એ તેમનું આ પુસ્તક સિક્રેટલી લઇ જઈ ને hollad માં છપાવ્યું હતું પરંતુ આની ખબર પણ વેટિકન ચર્ચ ને પડી ગઈ અને તેમણે ગેલેલિઓ ના બધા પુસ્તકો ને બાળી નાખ્યા હતા.'

'ઓહ્હ્હ રાજ તો આપણે અહીંયા શું કરીએ છે?'

'લોરા એ પુસ્તક અહીંયા જ છે કહેવાય છે કે ઘણા પુસ્તકો ગેલેલિઓ એ છુપાવી તેમના ઘર માં રાખ્યા હતા જે તેમના મૃત્યુ બાદ રોમન ચર્ચ એ લાવી ને અહીંયા મૂકી દીધા બસ હવે એ આપણે શોધવાનું છે. '

'કોપર્નિક્સ , ન્યુટન, કેપ્લર ....' રાજ એક પછી એક નામ વાંચતા વાંચતા આગળ વધતો હતો.

'ગેલેલિઓ ક્યાં છે?'

"રાજ અહીંયા આ તરફ આવો જુઓ અહીંયા છે ગેલેલિઓ.'

રાજ લોરા જ્યાં ઉભી હતી એ કબાટ તરફ ગયો અને ત્યાં જઈ ને બધા પુસ્તકો જોવા લાગ્યો.

'ઓહ્હ્હ આ રહ્યું એ પુસ્તક.'

Diagramma રાજ એ આ પુસ્તક ધીરે રહી ને ઉઠાવ્યું અને રીડિંગ ટેબલ પર લાવી ને મૂક્યું. પછી ત્યાં પાસે રહેલા દરવેર ઓપન કર્યું અને વહીતે કલર ના હેન્ડ gloves કાઢી ને પહેર્યા.

' રાજ તમે સ્યોર છો?'

'કઈ વાત ને લઇ ને?'

'રાજ એ જ વાત ને લઇ ને કે ૪૦૦ વર્ષ જૂનું આ પુસ્તક અને એમાં બતાવેલા રસ્તાઓ અને સંજ્ઞા ઓ અને એના ભરોશે આપણે ચાર કાર્ડીનલસ અને કેનિસ્ટર ને પાછા મેળવી શકીશું?"

'હા લોરા ભરોષો રાખો મારી પર. મને ભરોષો છે કે પેલો હત્યારો ઈલુમિનેટી નો સભ્ય છે અને તે આ સિક્રેટ જગ્યા એ ચારે કાર્ડીનલસ ની બલી ચડાવશે.'

'સારું રાજ પણ જલ્દી કરો આપણી પાસે સમય ખુબ જ ઓછો છે.'

'હા લોરા ' આલતું બોલી ને રાજે પુસ્તક ઉઘાડ્યું.

રાજ એક પછી એક પેજ ઉથલાવતો હતો પપરંતુ હજુ તેની નજર માં એવી કઈ આવતું ના હતું જે એ રોડ તરફ ની સંજ્ઞા ઓ નો ઉલ્લેખ કરતુ હોય. લોરા પણ બેતાબી થી જોતી હતી પરંતુ હજુ સુધી તેને પણ કોઈ કલુ મળતો ના હતો.

ક્રમશ:

થેન્ક યુ વાંચક મિત્રો મારી સ્ટોરી વાંચવા અને રેટિંગ આપવા બદલ. બસ હવે સ્ટોરી એન્ડ તરફ જઈ રહી છે આશા રાખું છે કે તમે મને અંત સુધી સાથ સહકાર આપશો. બહુ જલ્દી મળીશું નવા નેક્સટ પાર્ટ માં ત્યાં સુધી વાંચતા રહો રીટર્ન ઓફ શેતાન.