વેલ હેલો ધેર ...! કૈસન ???
ચાલો આજે થોડી પોતાના વિષે વાતો કરીએ...
જીવનમાં આપણે ઘણા બધા કાર્યો કરતા હોઈએ છીએ , એમાંથી ઘણા માં આપણને સફળતા મળે છે , તો ઘણા માં નહિ..(100% સક્સેસ રેટ ના હોય કોઈદી બાપા...!)
હા , એ તો બધાને ખબર જ છે કે કૃષ્ણ જી એ ગીતા માં લખ્યું છે કે
"કર્મ કરો , ફળની ઈચ્છા નહિ રાખો .." ,
હા ! પણ હવે છેવટે તો આપણે માણસ જ છીએ ને ? એટલે આપણે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે તેના ફળની ઈચ્છા તો અવશ્ય રાખીએ જ છીએ ને હમેશા રાખીએ જ છીએ..! (ના નહીં પાડતા હો..!)
અરે, અને એ એમાં કશું ખોટું પણ નથી કે આપણે કઈ કાર્ય કરીએ અને ફળની ઈચ્છા ના રાખીએ..! જો કોઈ ફળ જોઈતું જ નથી તો ક્યાં આપણે કોઈ કર્મ કરવાના જ છીએ..!
પણ, હું એવું કહું છું કે તમે કોઈ કાર્ય કરો છો , ત્યારે તેમાં તમે સીધી કે આડ કતરી રીતે કશું તો મેળવો જ છો.. એ પછી તમે તેને "product" કહો કે જે તમારું ધારેલું પરિણામ છે..! કે પછી તેને "byproduct" કહો કે જે તમને એ કાર્ય કરતા કરતા મળે છે , કાર્ય કરો તો કશું તો તમે એમાંથી મેળવો જ છો ને બોસ ..! કે પછી તે "side product" હોય , જે હમેશા સાઈડ માં મળે જ છે જે છે “શીખવું” ..!
તમે જે કાર્ય કર્યું છે , તેમાં તમારું ૧૦૦% આપો , તમારૂ કામ સામે વાળા ને ગમે કે ના ગમે, તમને , અને તમારા મનને ગમવું જોઈએ , કે હા, આપણે આપણું પૂરે પૂરું આપ્યું , સફળતા મળી કે ના મળી , મને મારો આત્મસંતોષ મળી ગયો, કે મેં કાર્ય કર્યું .મને બીજું કઈ જ નથી જોઈતું.
કારણ કે પછી એવો અફસોસ નાં રહી જાય કે બોસ્સ , જો થોડું વધારે આપ્યું હોત કે થોડું વધુ ધ્યાન કર્યું હોત તો સફળતા આપની જ હતી..!
આવું વિચારવાનું , જયારે આપણને સફળતા ના મળે..કારણકે એક વખત નિષ્ફળ થયા પછી દર વખતે કર્મ કાર્ય પછી નિષ્ફળતા જ મળશે , તેવું જરૂરી નથી..
હા, એ અલગ વાત છે કે તમે પોતાનું સચોટ કરતા પણ વધારે આપ્યું હોય , અને જો સફળતા ના મળે, તો ઘણી વખત લાગી આવે છે, અને આવું થાય જ , કારણ કે તમે પણ માણસ જ છો.અને આટલી મહેનત પછી પણ જો તમે સફળ ના થાઓ તો દુખ થવું એ સ્વાભાવિક છે..!
પરંતુ જો નિષ્ફળતા થી નાસીપાસ થયા , તો લખીને કહું કે તમને કર્મ કરવા ની ઈચ્છા જ નહિ થાય , અને આવું થયું , તો હું કહી શકું કે "you are finished man....!"
છેલ્લે ટૂંકમાં એટલું જ કહેવા માંગીશ કે , “પરિણામો ના frustration માં આવીને લેવાયેલા નિર્ણયો ક્યારે પણ સાચા નથી હોતા, હમેશા નુકસાનકર્તા જ હોય છે , એટલે મિત્રો.. બસ એક વાર મારી વાત પર વિચારજો ! બસ નિષ્ફળતાના ડરથી કે નિરાશાથી કોઈ એવું પગલું ના ભરી લેતા કે જેથી તમને પછી છેલ્લે પસ્તાવાનો વારો આવે..!!
એટલે, K ફોર કર્મ થતું હોય , તો P ફોર પરિણામની આશા રાખી દેવી થોડી..! હા..હા..હા..!
ઇસી કે સાથ, મેં ચલા અપની ગલી,
તબ તક કે લિયે આપ ભી "ફળની આછી પાછળી ઈચ્છા" રાખી કર્મ કરતા રહો, અને હા..! હજુ એક વાત, મુસ્કુરાતે રહો, ઝીંદગી ઇતની ભી બુરી નહિ..!
તમને આ સો કોલ્ડ મુક્ત મનના ચંચળ વિચારો કેવા લાગ્યા, એ જણાવવા થોડું કષ્ટ કરજો..! સારા, નરસા ને હોય તે બિન્દાસ લખી નાખવા..!
અક્ષય મૂળચંદાણી