Sambandho ni aarpar - 38 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર....પેજ-૩૮

પ્રયાગ, શ્લોક,સ્વરા અને અદિતી બધા સાથે બેઠા છે...અને અંજલિ એ શ્લોક તથા સ્વરા માટે મોકલાવેલી ગીફ્ટ ની ચર્ચા કરી રહ્યા છે.
હવે આગળ ...

******પેજ -૩૮ *****
સાંજે બધાયે ડીનર પતાવ્યું પછી થી લોન્ગ વોક પર જવા નીકળ્યા...અમેરિકા ની એ પહેલી સાંજ અને ચારેવ જણા સાથે જ નીકળે છે...જાણે બે ભાઈઓ અને તેમની પત્નીઓ એક પરિવાર નાં જ સભ્યો હોય તેવું લાગતું હતું.ચારેવ જણા વાતો કરતા કરતા જ લોન્ગ વોક લઈને પરત આવે છે.શ્લોક ને યાદ આવ્યું એટલે પ્રયાગ ને કીધુ..
બ્રો...સવારે તમારી કોલેજ નું કામ પતાવી દેજો..ડ્રાઈવર ને લઈને બન્ને જણાં જતા આવજો.
યસ..ભાઈ પરફેક્ટ...અમે જતા આવશું. યુ.એસ. ની ધરતી પર સમણા ને સાકાર કરવાની ઝંખના પ્રયાગ અને અદિતી ના મનમાં તરવરાટ કરતી હતી.
યુવાન હૈયા અને નજીક નો સંગ...આ સંગ ક્યારે અને કેવા સંબંધો માં પરિવર્તિત થશે તે સમય જ કહી શકે...ખાલી મિત્રો બની ને જ રહેશે આસ્થા ની જેમ...કે પછી સંબંધો ને લઈને કોઈ બીજું નામ આપી શકાશે....મન ના સાથિયા માં કંકુ કેરા રંગો પુરાસે કે પછી ખાલી કોરા કંકુ નો સ્પર્શ માત્ર થશે...? બધુ ભવિષ્ય નાં ગર્ભમાં જ સમાયેલું હતુ.
બીજે દિવસે પ્રયાગ અને અદિતી તેમના કોલેજ ની ફોર્માલીટીઝ પતાવીને પાછા આવી જાય છે.બન્ને ની કોલેજ શુરુ થઈ ગઈ હતી..એક વીક તો ક્યાં પુરુ થઈ જાય છે તે ખ્યાલ જ નથી આવતો.દરરોજ પ્રયાગ,શ્લોક,સ્વરા અને અદિતી ચારે જણાં ખુબ આનંદ થી સમય પસાર કરે છે. મન થી બધા એકબીજા ની નજીક આવી જાય છે.
ધીમે ધીમે પ્રયાગ અને અદિતી પણ એકબીજા ની નજીક આવતા જાય છે. આગળ જતા આ સંબંધો કેવા પરિણામ લાવશે તેતો સમય જ નક્કી કરશે.રોજે ઘરે કોઈ મુવી જોવાનું,સાથે સવાર અને સાંજ નું જમવાનું,મસ્તી ભરી વાતો અને ગપ્પા...નવી જુની વાતો ના તડાકા, અને વીક એન્ડ માં બધાય સાથે જ બહાર જવાનું...દરરોજ વોક લેવાનું અને નજીક નાં મૉલ સુધી આંટો મારી ને આવવાનું...આ બધો નિત્યક્રમ બની ગયો હતો હવે.પ્રયાગ લગભગ દરરોજે તેની મમ્મી અંજલિ ને ફોન કોલ કે વી.ડી.ઓ કોલ કરી લેતો હતો.પ્રયાગ તથા અદિતી ને હવે ધીમેધીમે રોડ રસ્તા ની ખબર પડવા માંડી હતી. પ્રયાગે ડ્રાઈવીંગ સ્કુલમાં એડમીશન લઈને કાર પણ શીખી અને લાયસન્સ પણ લઈ લીધુ હતુ.
સમય વિતતો જતો હતો. પ્રયાગ અને અદિતી માં પરિપક્વતા હતી તેનાં કરતા પણ વધવા લાગી હતી. કોલેજ ના સમયે બન્નેવ નુ ભણવાનું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. બન્ને એક બીજા ને સમજતા થઈ ગયા હતા.એકબીજા પ્રત્યે આકર્ષાયા પણ હતા..પણ તેમ છતાં હજુયે બન્ને માં થી એક પણ જણા તેમની એકબીજા પ્રત્યે ની લાગણી ને કોઈ નામ નહોતાં આપી શક્યા. કદાચ બન્ને ને હજુ વધારે સમય એકબીજાને આપવો હતો.બન્ને માં એટલી સમજ ચોક્કસ પણે હતી કે એકબીજાને કમીટમેન્ટ આપીએ તો જીવનભર નાં સાથ નીભાવી શકીએ તોજ આપવા..અને તોજ એ સંબંધ માં આગળ વધવુ..નહીંતર મિત્રો બની ને રહેવું વધારે સારુ છે. અદિતી મનોમન પ્રયાગ ને ચાહવા લાગી હતી...સામે પક્ષે પ્રયાગ પણ અદિતી ને પ્રેમ કરવા લાગ્યો હતો. બન્ને ને એકબીજા વિનાં ગમતું નહોતું, પ્રેમ ની કુંપળો બન્નેવ ના દિલ માં ફુટી ગઈ હતી.
પણ અદિતી ને મનોમન વિચારો આવવા લાગ્યા કે...ભલે હું પ્રયાગ ને સાચો પ્રેમ કરુ છું પરંતુ દુનિયા તેનાં પપ્પા માટે શુ વિચારશે ??
એક સામાન્ય કર્મચારી ની છોકરી થઈ ને તેનાં જ માલિક નાં દિકરા ને ફસાવતા તો નહી હોય ને ?
અદિતી ભણવા માં ખુબ હોશીયાર હતી. સામે પ્રયાગ પણ તેના વિષય નો માસ્ટર હતો. તેનાં લોહી માં જ બીઝનેસ હતો એટલે તેને કોઈ તકલીફ નહોતી પડતી ભણવાનું સમજવામાં. શ્લોક અને સ્વરા ની સાથે બન્ને જણાં ભળી ગયા હતા. પ્રયાગ ફ્રી સમય માં શ્લોક ની સાથે તેની ઓફીસમાં તેને મદદ કરવા અને બીઝનેસ ને સમજવા જતો હતો.શ્લોક પણ ખાસ કોઈ મોટી બીઝનેસ ડીલ વખતે તથા કોઈ ઇન્ટરનેશનલ ક્લાયન્ટ આવવાના હોય ત્યારે પ્રયાગ ને હાજર રાખતો હતો. અદિતી ને હવે ધીમેધીમે પ્રયાગ તેની જરૂરિયાત બની ગયો હતો. સામે પ્રયાગ ને પણ હવે અદિતી ની આદત પડી ગઈ હતી. બંન્ને જણા ને એકબીજાના મન માં હવે આ મિત્રતા ને નવા સબંધ માં પરિવર્તિત કરવાની તલપ ઉઠતી જતી હતી. અદિતી મનોમન મુંઝવણ અનુભવી રહી હતી...શું કરવું જોઈએ મારે ?? મનમાં પ્રયાગ માટેની ચાહત દિવસે નહી એટલી રાત્રે અને રાત કરતા દિવસે વધતી જતી હતી. હવે તે રહી પણ નહોતી શકતી અને કહી પણ નહોતી શકતી. મન ની આ ચાહત ની રજુઆત કેવી રીતે કરવી ?? અદિતી બહુજ રડી પડી....એક બાજુ તેનો પ્રયાગ પ્રત્યેનો સાચો પ્રેમ...અને બીજી બાજુ આ દુનિયાદારી...શુ કરું ?? કોને કહુ ?? મનમાં અનેક વિચારો ઉદ્દભવી રહ્યા હતા...પોતાની મમ્મી કે પપ્પા ને એક વખત વાત કરે...પાછુ થયુ કે ના..ના..પપ્પા તો આ સંબંધ માટે ના જ કહેશે...કારણ તે પોતાના અને પ્રયાગ બન્ને ના પરિવાર વચ્ચે જે આર્થિક અંતર છે તેને સારી રીતે જાણે અને સમજે છે. આચાર્ય સાહેબ ગમેતેમ તો પણ અંજલિ મેડમ ને ત્યાં કામ કરતા એક સામાન્ય કર્મચારી જ કહેવાય, અને સમાજ ક્યારેય એ વાત ને સમજી ના શકે કે આ સંબંધ એક પવિત્ર અને પ્રામાણિક પ્રેમ ને લીધે થયો છે. લોકો ને કેમ કરી ને સમજાવવા ? અદિતી ફરી વિચારો કરવા લાગી....અરે...આતો હું ફકત મારી રીતે જ વિચારી રહી છુ...પ્રયાગ ને પણ મારા માટે એજ ફીલીંગસ છે ?? જે મને તેનાં માટે છે ???
એતો પહેલા જાણવું જોઈએ ને ??
ખાલી એક તરફી પ્રેમ તો નથી ને મારો...???
અંતે એક વિચાર ઝબક્યો...સ્વરાભાભી... ને વાત કરૂ તો ?? કદાચ એજ એક એવી યોગ્ય વ્યક્તિ છે જે મને આ મુંઝવણ માં સાચો અને સારો રસ્તો બતાવી શકશે..અદિતી એ મન થી નક્કી કર્યું કે જ્યારે સારી તક મળે ત્યારે એકવખત પહેલા સ્વરાભાભી ને વાત કરીશ અને તેમની સલાહ લઈ ને આગળ વધીશ.
સમય પાણી ની માફક આગળ વધતો જતો હતો.શ્લોક હવે પ્રયાગ ને જ્યારે અનુકુળ હોય ત્યારે ઑફિસમાં બોલાવી લેતો હતો. અને પ્રયાગ પણ સમજતો હતો કે આટલા સમય થી તે અનુરાગસર ના ઘરે જ રહેછે...ત્યાંજ જમે પણ છે...અને શ્લોક પણ તેને નાના ભાઈ ની જેમ જ તેને રાખે છે...તેમ છતાં પણ પોતે અંજલિ નો દિકરો હતો...કોઈ નુ પણ ફ્રી માં ક્યાં સુધી વાપરવું અને ક્યાં સુધી ખાવુ ??
અનુરાગ સર કે શ્લોક ને પોતે આર્થિક રીતે કોઈ વાત કરે તો અયોગ્ય લાગે એટલે શક્ય તેટલું તેણે અનુરાગ સર ની ઑફીસ જવાનું શરુ કરી દીધુ કે જેથી શ્લોક ને કામકાજ મા થોડી હેલ્પ રહે અને પોતે પણ કશુ શીખી શકે. અને આવોજ એક વિચાર અદિતી ને પણ આવતો હતો કે આમ ક્યાં સુધી રહેવાનુ ?? મારા માં આવડત છે તો શા માટે શ્લોક ભાઈ ને હું ઓફીસમાં મદદ ના કરું....એટલે અદિતી એ પણ શ્લોક સાથે વાત કરી લીધી....
એક દિવસ મોકો જોઈ અને અદિતી એ શ્લોક ને કીધું...ભાઈ મને આમ કોલેજ પછીના સમય માં ઘરે રહી અને કંટાડો આવે છે. જો તમે રજા આપો તો હું આપની ઑફીસ જોઈન કરી શકુ ?? અને હા એક વાત ખાસ કે મને કોઈપણ જાત નો સેલેરી નથી જોઇતો.
સી...અદિતી...મારા માટે તો તુ અને પ્રયાગ બન્ને સરખા જ છો.તારે જ્યારે પણ ઑફીસ આવવુ હોય ત્યારે જ આવી શકેછે.
જી..થેન્ક યુ વેરી મચ ભાઈ.
પ્રયાગ અને અદિતી બંન્ને હવે ફ્રી ટાઈમ માં અનુરાગ ગ્રુપ ની ઑફીસ જવાનું ચાલુ કરી દીધું. બન્ને સાથે જ આવે અને સાથે જ ઘરે જાય. અને કોલેજ પણ લગભગ સાથે જ જતા આવતા હતા...
ધીમેધીમે બન્ને વચ્ચે પ્રેમ નાં અંકુર ફૂટ્યા....બંન્ને જાણતાં અને સમજતાં હતા કે એકબીજાને પ્રેમ કરે છે...પણ આ પ્રેમના એકરાર ની પ્હેલ કોણ કરે ???
અદિતી ખુબ કન્ફયુઝ થતી હતી...હવે રહેવાતુ નહોતું એટલે બીજે જ દિવસે સ્વરા સાથે વાત કરવાનું નક્કી કર્યું...!!
પ્રયાગે સમય કાઢી ને અમુક રીસર્ચ કર્યા હતા તેનો રીપોર્ટ અંજલિ ને આપવા ફોન કર્યો...ત્યારે અંજલિ ઘરે તેના સોફા પર બેસી ને પ્રભુ સ્મરણ કરી રહી હતી.
હલ્લો મમ્મી...શુ કરો છો ??
બસ દિકરા ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.. કે મારા પ્રયાગ ને ખુશ રાખજો તથા તેને દરેક કામ માં સફળતા આપજો.
અરે વાહહ...મમ્મી...બસ તો લો તમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે....ઘણા બધા પ્રયત્નો પછી એક એવી વસ્તુ નુ રીસર્ચ કર્યું છે કે જેના થી તને તમારા પર અને તમારા દિકરા પર ગર્વ થશે. પ્રયાગ ગ્રુપ અબજોમાં રમતું થઈ જશે.
મમ્મી મારે આ વાત શ્લોક ભાઈ ને કરવી જોઈએ કે નહી ???
જો બેટા....તે અનુરાગ ગ્રુપ ની ઑફીસ માં રહી અને શ્લોક ના હાથ નીચે રહી ને કોઈ વસ્તુની શોધ કરી હોય તો તારે નિશંકોચ શ્લોક ને કહેવાનું જ અને તેને હંમેશા આગળ કરી ને તથા સફળતા નો જશ તારે એકલાએ નહીં લેવાનો તથા આગળ વધવાનું.
અંજલિ ની વાત સાંભળી ને પ્રયાગ ને મનોમન તેની મમ્મી પર ગર્વ થયો.મમ્મી કહેતા પ્રયાગ અટકી ગયો...
હમમમ બોલ બેટા....શુ થયુ ?
મમ્મી તને સ્હેજ પણ સ્વાર્થ ના ઉદભ્વ્યો ?? કે તારા દિકરા ની શોધ માટે પણ તે શ્લોક ભાઈ ને પણ આગળ રાખવા કીધુ.તારા માં થી મારે હજુ કેટ કેટલું બધું શીખવાનું છે.
બેટા....જીવનમાં પૈસા એકલા મહત્વ ના નથી હોતા...સંબંધો તેના થી પણ વધારે અગત્યના હોય છે.મને પૈસા નો મોહ સહેજ પણ નથી. તુ સફળ થાય તથા ખુશ રહે તે અગત્યનું છે, તથા આપણાં મૌલિક સિધ્ધાંતો સાથે હું ક્યારેય છેડછાડ નહીં જ કરું. બાકી બધુ ભગવાન ના હાથ માં છે.
જી મમ્મી....સાચું...અને એક બીજી વાત મમ્મી...અદિતી પણ અનુરાગ ગ્રુપ ના આર્થિક વ્યવહારો ને જોવે છે તથા કંપની વધુ નફો કમાઈ શકે તેમાં સફળ થઈ છે.
વાહ...બહુ સરસ...બેટા લો...એક રીતે કહીએ તો અદિતી એ અનુરાગ સર નુ ૠણ ચુકવી દીધું.
હમમમ...એક રીતે તો અનુરાગ સર તથા ભાઈ ભાભી નું ૠણ મારા પર પણ રહ્યું છે ને મમ્મી હજુ.
બેટા તારો તો હક્ક.....અટકી ગઈ અંજુ....આગળ કશુ બોલતા બોલતા.
પ્રયાગ ને કશું ખ્યાલ ના આવ્યો કે અંજુ શુ કહે છે. મમ્મી ઠીક છે ચાલો તો પછી કાલે વાત કરશું...હાલ જયશ્રી કૃષ્ણ....અને જય અંબે.
ઠીક છે બેટા જય અંબે.
પ્રયાગ મનોમન તેની મમ્મી ની વાત થી ખુશ હતો.
બીજે દિવસે અદિતી મોકો જોઈને સ્વરા પાસે પહોંચી ગઈ.
ભાભી....એક કામ હતુ...આપનું..
હમમ...બોલ અદિતી શુ હતુ ??
સ્વરા સમજી ગઈ હતી કે અદિતી ના મન માં શુ ઉલઝન છે.
ભાભી...કહેતા કહેતાં અદિતી ના ચહેરા પર શરમ ના સેરડા ફુટી નીકળ્યા...ચહેરા પર અચાનક લાલી આવી ગઈ..પોતે પ્રયાગ નામના રાજકુમાર ને પોતાનું અનમોલ દિલ આપી ચુકી હતી તે બોલતા બોલતા તો તેની આંખો માં લજ્જા ની લાલીમા છવાઈ ગઈ.
શુ વાત છે ?? નાની અદિતી આજે મોટી થઈ ગઈ છે...ને..!!
આ ચહેરાની લાલી કહી રહી છે કે મારી નાની બહેન અદિતી ને મારા રાજકમાર જેવાં દિયેર સાથે પ્રેમ થઈ ગયો છે. બોલ અદિતી સાચી વાત ને ???
અરેરે...ભાભી કહેતા કહેતા તો અદિતી શરમાઈ ગઈ. ભાભી તમને કેવી રીતે ખબર પડી ??
અદિતી તારી સાથે રહ્યા પછી હું તને એટલું તો સમજી જ શકી છું..કે તારા મન માં ક્યારનું એક તોફાન ઉઠેલું છે.જે પ્રેમ અગ્નિ માં તુ શેકાઇ રહી છું તે પ્રેમ અગન માં ક્યારેક હું પણ તડપેલી છું. તારા મન માં પ્રયાગ માટે જે પ્રેમ છલકાય છે...તે મારી નજરો માં તો ક્યારનોય આવી ગયો છે.
ભાભી મને આનંદ અને ખુશી થાય છે આજે કે તમે મારા મૌન ને પણ સમજી શકો છો.પરંતુ ભાભી મને એક સવાલ બહુજ પરેશાન કરી રહ્યો છે..
હમમ...શુ હતુ અદિતી ???
બસ એજ કે મારા પપ્પા પ્રયાગ ગ્રુપ માં એક કર્મચારી છે..ભલે પછી તે કોઈપણ પોસ્ટ પર કેમ નાં હોય...પરંતુ છે તો તે એક કર્મચારીજ ને..
પ્રયાગ ને હું ખુબ ચાહુ છુ...મારા પોતા ના કરતા પણ વધુ પ્રેમ કરુ છું..તેને હું...તેની ખુશી માં હું ખુશ થઈ જઉ છુ...અને તે ઉદાસ હોય તો હું પણ ઉદાસ થઈ જઉ છુ અને મુરઝાઇ જાઉં છું. હું તે પણ જાણું અને સમજું છુ કે સામે પક્ષે પ્રયાગ પણ મને ચોક્કસપણે પ્રેમ કરે છે, તેની આંખો માં અને તેનાં દિલ માં મારા પ્રત્યે નો પ્રેમ મને દેખાય છે...હું અનુભવું છું તેની મારા પ્રત્યે ની લાગણી ને...તે નાના માં નાની વાત માં મારી કેર લેતો હોય છે. પરંતુ અમે એકબીજાને દિલ ખોલી ને કહી નથી શક્યા...અમે સંબંધો ની ગરિમા ને જાણીએ છીએ કદાચ...એક સાચો અને નિઃશ્વાર્થ પ્રેમ છે તે બંન્ને અનુભવી રહ્યા છીએ...પણ આજના આ દિલફેંક લોકો જેવું અમે નથી કરી શકીએ તેમ...બન્ને પોતાના આદર્શો લઈને જીવી રહ્યા છીએ. આજે હા...અને કાલે ના....એ પ્રેમની પરિભાષા ના પ્રવાસી મારે નથી બનવું...અને સામે પ્રયાગ તો મારા કરતા પણ વધારે આદર્શ વાદી છે...અબજો ની તેની સંપત્તિ નો તે એકલો વારિસ છે પણ તેને તેનો નશો નથી...તથા જીવન ને તેના પોતાનાં જ સિદ્ધાંતો સાથે જીવી જશે તેની મને ખાત્રી છે. મારે તેની સાથે મારું સંપુર્ણ જીવન જીવવું છે...અને તેની સાથે રહીને ઘરડા થવુ છે.
સ્વરા એક ધાર્યું અદિતી ને જોઈ રહી હતી...તેની સમજ અને તેની ઉંમર કરતા વધારે પરિપક્વતા પર સ્વરા મોહી ગઈ. હમમમ...અદિતી...પછી ? તો પછી હવે પ્રશ્ન શુ છે ???
ભાભી....મારા પપ્પા ની અને અંજલિ મેડમ બન્ને ની આર્થિક અસમાનતા.....નો મને ડર છે...!!
બસ....આટલી સામાન્ય વાત ના ડર ને લીધે તું શું પ્રયાગ જેવા વ્યક્તિ થી દુર રહીશ ? તેને ગુમાવીશ ??
બસ...ભાભી કશુ સમજાતું નથી એટલે તો તમારી સલાહ માંગુ છુ...કે શુ કરુ ??
જો અદિતી....તુ જે વિચારી રહી છુ...તે આજનાં સમય માં યોગ્ય લાગે છે તને ?? અને બીજુ તો શું પ્રયાગ તને એવો લાગે છે ?? મારા હિસાબે તો તમે બન્ને આજના સમય ના યુવાનો જેવા છો જ નહીં. બન્ને માં પરિપક્વતા ખુબજ છે, અને રહી વાત અંજલિ આન્ટી ની તો મને નથી લાગતું કે તે પણ પૈસા ને એટલું બધુ પ્રાધાન્ય આપતા હશે, હું તેમના વિશે જે કંઈપણ થોડુ ધણુ જાણું છુ તે મુજબ તે ક્યારેય તમારા બન્ને વચ્ચે ની આર્થિક અસામનતા જેવી તુચ્છ વાત વિચારી પણ ના શકે. રહી વાત તમારા બન્ને ના પ્રેમ ના એકરાર ની..તો હું પ્રયાગ ને પણ ઓળખુ છું તેને સમજી છુ તે મુજબ તો પ્રયાગ પણ તને ખુબ ચાહે છે, તમે આમ પણ એકબીજાને માટે જ બનેલા હોય તેવા લાગો છો. મેં તેનાં દિલ માં પણ તારા માટે અને તારા દિલ માં પ્રયાગ માટે ખુબ પ્રેમ અને સન્માન જોયું તથા અનુભવ્યું છે જ, એકબીજાને પ્રેમ કરવો તથા સાથે સાથે બન્ને વ્યક્તિ એકબીજાને સન્માન આપે તે પણ પ્રેમ અને સુખી જીવન માટે ખુબ જરુરી છે.
તું મારી સલાહ લેવા માંગતી હોય તો મારું તથા શ્લોક નું બન્નેવ નું એવુ માનવું છે કે તમે બન્ને એક આદર્શ પ્રેમી ની સાથે સાથે એક આદર્શ દંપતી પણ સાબિત થઈ શકો તેમ છો.
અદિતી તેની અને સ્વરા ની વાત માં અચાનક સ્વરા નાં મોઢે શ્લોક ભાઈ નું નામ સાંભળતા જ અવાક થઈ ગઈ.
ભાભી......શુ વાત કરો છો ?? શ્લોકભાઈ ને પણ ખબર છે ?? શું તે પણ જાણે છે ??
હા...ચોક્કસ અદિતી.........અમારા બે વચ્ચે કાયારેય કશુ જ છુપાયેલું નથી હોતું. અમે બન્ને જીવન ની રોજે રોજ ની તથા નાની થી માંડી ને મોટી દરેકે દરેક ઝીણાં માં ઝીણી બાબત ની ચર્ચા કરીએ છીએ. જ્યારે અને જ્યાં જરુરી હોય ત્યાં એકબીજાની મરજી જાણી અને એકબીજાની રજા લઈને જ આગળ વધતા હોઈએ છીએ.એવુ નથી કે બન્ને ને સમજ નથી પડતી, પરંતુ એકબીજાને એટલો પ્રેમ કરીએ છીએ તથા એકબીજા ને ભરોસો છે કે આપણાં જીવનમાં એવી કોઈપણ બાબત ના હોવી જોઈએ કે આપણને ખબર ના હોય. અમે બન્ને એવું માનીએ છીએ કે સુખી લગ્નજીવન જીવવા માટેની આ પણ એક અમુલ્ય ચાવી છે. એકબીજાને દરેક વાત શેર કરવી તે ખરેખર એકબીજા પર કરેલો ભરોસો જ છે, એકબીજાને આપેલું સન્માન જ છે, પતી પત્ની તે એક રૂપીયા ની બે બાજુઓ છે અથવા જીવન રથ ના બે પૈડા છે. બન્ને ને એકબીજા ની દરેક વાત નો ખ્યાલ હોવો જ જોઈએ તોજ તે પ્રેમ અને સમર્પણ સાચું. આજ ના સમય માં મેં જોયું તથા અનુભવ્યું છે કે પતી પત્ની એકબીજાને પોતાના મોબાઈલ ના પાસવર્ડ પણ નથી આપતા અને કોણ ક્યાં જાય છે અને ક્યાં અને કોની સાથે ફરે છે તે પણ નથી કહેતા હોતાં જે અમારા બન્ને ના વિચારો મુજબ બિલકુલ ખોટુ છે. પતી પત્ની વચ્ચે ક્યારેય કોઈપણ વાત કે વસ્તુ છુપાવવા ની હોય જ નહીં.જો પતી પત્ની ને એકબીજા પર ભરોસો નાં હોય તો તે લગ્ન જીવન સુખમય રીતે કદાચ નથી જીવી શકાતું.
અદિતી.....સ્વરા નાં આદર્શ લગ્ન જીવનની વાત સાંભળી ને તેની સામે જોઈ રહી હતી તથે કોઈ વિચારો માં લીન થઈ ગઈ હતી.
અદિતી....એનીવેઝ ચલ જવાદે તે વાત ને..અને કહે ક્યારે તુ અને પ્રયાગ એકબીજાના થવા જઈ રહ્યા છો ??
ભાભી...બસ મન થી મેં તો પ્રયાગ ને સ્વીકારી જ લીધો છે, તમારી સલાહ ની રાહ જોતી હતી હું...હવે પ્રયાગ ની સાથે વાત કરીશ અને તેની મરજી પણ જાણીશ...તે મારા માટે શુ વિચારે છે ?? તેના ઘર ના સભ્યો મને સ્વીકારી શકે કે નહી ?? અને સૌથી અગત્યનું તો તે પોતે પણ મને સ્વીકારી શકે કે નહીં ??? અને બન્ને ના વિચારો એક સરખા તથા એકજ દિશા માં હશે તોજ આ સંબંધ ને આગળ વધારીશુ તથા તેને એક નામ આપીશું...નહી તો આજીવન હું પ્રયાગ મને સ્વીકારે તેની રાહ જોઈશ.
અદિતી......!!!! તુ કશું જ નકારાત્મક ના વિચાર........મને ચોક્કસપણે વિશ્વાસ છે કે તમે બન્ને એક થશો જ...તથા તારા સ્વપ્નાં ચોક્કસ સાકાર થશે જ...કંઈપણ તકલીફ પડશે તો હું શ્લોક ને કહીશ અને આપણે પપ્પાજી ને વાત કરીશું...મને વિશ્વાસ છે કે પપ્પાજી એનો યોગ્ય રસ્તો કાઢી આપશે...પણ કદાચ આપણે પપ્પાજી ને ઈન્વોલવ નહીં કરવા પડે અને પ્રયાગ પોતે જ એટલો પરિપક્વ છે કે તે જ અંજલિ આન્ટી સાથે વાત કરી લેશે...અને અંજલિ આન્ટી પણ વિચારો થી એટલા સમૃધ્ધ છે કે તે તને અને તારા પ્રયાગ પ્રત્યે ના પ્રેમ નો સ્વીકાર કરી જ લેશે.

અદિતી....એ શાંતિ થી સ્વરા સાથે થયેલી વાતચીત પછી....કીધુ....જી ભાભીજી....હું પણ એવીજ આશા રાખું છું.

******* ( ક્રમશ:) ******


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED