ભળભળીયો Rajendra Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભળભળીયો

ભળભળીયો.
---------------

પ્રિયા બધું કામ પતાવી ને બેડરૂમ માં આવી, જોયું તો પિયુષ મોબાઈલ માં રત હતો.તેણે પ્રિયા તરફ જોયું . પ્રિયા એ પણ તેની સામે જોયું, અને બેડ પર સંકેલેલા કપડાં ઉપાડી કબાટ માં ગોઠવવા લાગી, અને વિચાર્યું, અત્યારે વાત કરું ?

ના તો નહીં પાડે પણ એકવાર ભળભળાટ જરૂર કરશે.તે મનોમન હસી.અને તેની બાજુ માં જઈને બેઠી. પિયુષ એ તેની સામે જોયું અને મોબાઈલ બાજુ માં રાખ્યો.

"બા, બાપુજી સુઈ ગયા ?"
"બા માળા કરે છે.બાપુજી કંઇક વાંચે છે.એક વાત કહું,?
પિયુષ એ લંબાવ્યું, " હા બોલ 'ને આમેય તે તું મૂંગી રહેવાની નથી." પ્રિયા એ હસીને ઉભી થઇ ને
ટયુબ લાઈટ બંધ કરી ટેબલ લેમ્પ ચાલુ કર્યો.તેના આચ્છા પ્રકાશ માં તે તેની બાજુમાં ગઈ ત્યાં પિયુષ એ તેને નજીક ખેંચી.
"ઓ બાપરે 'કહેતી તે તેની સોડ માં સમાઈ ગઈ
"બોલ શું કહેતી હતી".
"હું એમ કહેતી હતી કે આપણા સમાજ ની મહિલા મંડળ એ ટૂંકી વાર્તા સ્પર્ધા યોજી છે. લગભગ પાંત્રીસ થી ચાલીશ વાર્તાઓ આવશે એમાંથી શ્રેષ્ટ દસ વાર્તા ઓ પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનું આયોજન છે, હું ભાગ લઉં."?
" પ્રિયા આ બધા નાટક હોય, બધા પૈસા ખાવાના પ્લાન હોય, ગઈ કાલે જ મને ફોન આવેલો ડોનેશન માટે,"
"તમે શું જવાબ આપ્યો, ?"
"આપવાજ પડશે.કોણ ના પાડે ? સમાજમાં બેઠા છીએ, પણ આ બધા નવરા માણસો ના કામ
છે.નવરા લોકો આમ જ રૂપિયા બનાવે.સમજી."
પ્રિયા ને ખબર હતી એકવાર તો ના પડશે પણ તે કંઈ બોલી નહીં. પ્રિયા કંઈ બોલી નહીં એટલે પીયૂસે કહ્યું" બધાની વાર્તા જશે પછી શ્રેષ્ઠ વાર્તા ની પસંદગી થશે , પસંદગી કરવા વાળા જાણે મોટા સાહિત્યકાર હોય ,એવું બધું ડિન્ડવાણું કરશે
આ બધું નાટક હોય, અને જેણે ડોનેશન આપ્યું હોય તેનું જ સજેશન થાય."

પ્રિયાએ હસીને કહ્યું,"એ વું થોડું ચાલે શ્રેષ્ઠ વાર્તા કઈ એ તો બીજા બહારના લેખકો નકી કરશે ,"

"અરે પણ પ્રિયા તું સમજતી નથી ,આપણા વાળા કહે એજ એ લોકો પાસ કરે, તું કોલેજ માં
લખતી એની મને ખબર છે. તારે પહેલો નંબર લેવો
છે ? બોલ .... તું વાર્તા મોકલજે પછી જોજે
કોનો નંબર આવે છે."

પ્રિયાએ હસીને કહયું "તમે હંમેશા નેગેટીવ જ
વિચારો છો.બાપુજી શું કહેતા 'તા કહું,?"
"મને ભળભડીયો કહેતા હશે બીજું શું "
"ના ભળભડીયો નહીં, એતો કહેતા હતા મારો પિયુષ તો ભોડીયો છે ."

પિયુષ એ તેને આલિંગન માં વધુ ભીંસી ને કહ્યું "તેની વાત સાચી છે , હું ભોડીયો છું એટલે તો તારી સાથે લગ્ન કર્યા."

પ્રિયા વધુ ભીસાઈ ને હસવા લાગી , "પિયુ ,
તમને એક વાત કહું , આપણાં લગ્ન ના થોડા સમય પછી મમીએ મને કહેલું, "પ્રિયા , પિયુષ નો સ્વભાવ ,તડફળ અને ભળભડીયો છે. મનમાં ન લેવું બેટા બાકી બધી રીતે તને સાચવશે"

"તે સાચવું જ છું 'ને"
"વાત તો સાંભળો, મમી કહેતા હતા કે ,મેં
તમારા લગ્ન પહેલા પિયુષ ને તારા વિશે વાત કરેલી
ત્યારે પણ પિયુષ એ કહેલું, મમી કોલેજીયન સાથે લગ્ન ના કરાય, અને કેટલુંય બોલેલો, પછી કહેલું,
આમ તો પ્રિયા. સારી છોકરી છે, પછી તમારી મરજી"

"એ વાત જવાદે તું ટૂંકી વાર્તા મોકલજે બસ?"
"તમે કોલેજ માં હતા ત્યારે તમને કોલેજ ની છોકરીઓ કેમ ગમતી નહોતી ?"
"કહું ?.એ કહે એક કરે કંઇક બીજું અને પરિણામ કંઇક ત્રીજું જ હોય."
"તો હું સારી લાગી, એનું કારણ ,?"
"તું માથામાં તેલ નાખી ચપટ વાળ ઓળતી , તને બધા પાછળથી મણીબેન કહેતા.અને તું મિયાં ની મિદડી ની જેમ આવતી અને જતી ,એટલે મને
એમ કે આની સાથે લગ્ન કરું , નહીંતર બિચારી બીજે જશે તો હેરાન થશે એટલે મેં બા ને હા પાડેલી, સમજી?"
"ઓ બાપરે ,ઠીક કર્યું પણ ટૂંકી વાર્તા?".
"પહેલા ટૂંકો પ્રેમ કરી લેવાદે"કહી પિયુષ એ
ટેબલ લેમ્પ હાથ લંબાવી બંધ કર્યો.
"ઓ બાપરે.."
-------------------

"સવારે ઓફિસે જવા.પિયુષ તૈયાર થઈ નીચે આવ્યો. પાછળ પ્રિયા આવી. પપ્પા પેપર વાંચતા હતા. બા ચા પિતા હતા. પ્રિયાએ મોજા તેમજ રૂમાલ પિયુષ ને આપ્યા.પિયુષ એ બને ને જય શ્રી કૃષ્ણ કહ્યું. બને એ આશીર્વાદ આપ્યા. બાએ કહ્યું,
"પિયુષ ,હમણાં જે તું દશ મકાન સાથે બનાવે છે.
એનું બધાનું બુકીંગ થઈ ગયું, 'કે બાકી છે?".

"એ તો થઈ જશે બા, અત્યારે સાત મકાન નું બુકીંગ થઈ ગયું છે, ત્રણ બાકી છે.કેમ?".
બાએ હસીને કહ્યું, "ગઈકાલે સવિતાબેન મળ્યા હતા,એવોને પણ મકાન લેવું છે"
"કોણ સવિતાબેન, ?હા ઓળખ્યા સાવીતમાસી'ને ? આપણા જુના ફળીયા વાળા ,એ જ'ને
"હા બેટા, એજ પણ એ લોકોનું બજેટ થોડું ઓછું છે,મને કહે પિયુષ ને વાત કરી જોજો એટલે તને પૂછ્યું."

"જો બા ,જેને મકાન લેવું હોય એનું બજેટ હંમેશા ઓછું જ છે ,એમજ કહે . અને આ લોકોને હું બરોબર ઓળખું છું.માસા નું પેન્શન સારું.આવે છે. એના બને દીકરા પણ સારું કમાય છે,"
બા એ હસી ને અલગ થઈ ગયો છે.અને કહ્યુંએનો મોટો તોનાના ને શેરડી નો સંચો છે.આમ ઘર તો રવીભાઈ ના.પેન્શન માં જ ચાલે છે."
પિયુષ એ મોઝા પહેરતા કહ્યું, "બા એતો મકાન લેવું હોય એટલે બધા રોદણાં રોતા હોય,આમ તો બને છોકરાં મોટરસાઇકલ લઈને ફુલફટાક થઈ ને ફરતા હોય.છે.જાણે અમે જ છીએ, આપણે સામે મળે તો હાથ પણ ઉંચો ન કરે.અને મકાન લેવું હોય ત્યારે ગરીબળા બની જાય,"
પીયૂસે રૂમાલ ખિસ્સામાં રાખ્યો, અને બા સામે જોઈ કહ્યું,"ચાલો બા હું નીકળું"કહી તે દરવાજા તરફ ગયો, પાછો અટકી ને બા સામે જોઇને કહ્યું,"હવે માસી મળે તો કહેજો કે માસાને
મારી ઓફિસે મળી જાય, કંઇક કરું છું."
અને તે બહાર નીકળી ગયો ,પાછળ પ્રિયા પણ ગઈ,જે તેની ટેવ હતી. થોડીવારે કાર સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો,અને બીજી પળે પ્રિયા અંદર આવી,ટીપોઈ પરથી ચાના ખાલી કપ લઈને જતી હતી ત્યાં પપાએ હસ્તે હસ્તે કહ્યું, " બેટા પ્રિયા આ
સવિતાબેન અને રવીભાઈ નું કામ તો સમજો ને થઈ ગયું, પણ ટૂંકી વાર્તા સ્પર્ધા માં તારી વાર્તા મોકલવાનું પૂછ્યું."

"હા, બાપુજી, એણે હા પાડી છે."
"પહેલા તો ભળભળાટ કર્યો હશે," બા એ હસીને કહ્યું.પ્રિયા શરમાઈ.બાપુજી એ કહ્યું,
"ભોડીયો રાજા છે,ભળભળાટ તો કરે."
અને પ્રિયા શરમાઈ ને.રસોડા બાજુ દોડી ગઈ.

-------સમાપ્ત------
રાજેન્દ્ર સોલંકી....વડોદરા.
9825634709