Aadmi samajdar ho books and stories free download online pdf in Gujarati

આદમી સમજદાર હો

આદમી સમજદાર હો.
***************

તેણે ધીમેથી આંખો ખોલવા પ્રયત્ન કર્યો.થોડી ખુલી ને બીડાઈ ગઈ.તેને નાકમાં ચળ આવી તે કરવા મથી પણ હાથ ઊંચો થયો નહીં. તે ક્યાંય સુધી એમને એમ પડી રહી.અને મનમાં કંઈક યાદ કરવાની કોશિષ કરી.તેને યાદ આવ્યું.હું કોણ છું ! અને મનમાં ઝાટકો લાગ્યો.તેણે હાથ પગ હલાવવાની કોશિષ કરી જોઈ પણ બેકાર જાણે લકવો મારી ગયો હોય.

તેને યાદ આવ્યું આજ એક્ટિવા ને ઘેર મૂકી તે બસમાં કોલેજ ગઈ હતી.વળતી વખતે બસમાંથી ઉતરી પોતાની શેરીમાં વળી હતી ત્યાંજ પાસે જ ઉભેલી કારનો દરવાજો ખુલ્યો.એક હાથ બહાર આવ્યો અને પાછળથી પણ કોઈકે ધક્કો માર્યો કે,પોતે અંદર ફેંકાઈ ગઈ.

એકજણે પાછળથી તેના વાળ પકડી નીચે નમાવી પોતાની સાથળ સાથે તેનું માથું દબાવી રાખ્યું.કાર એક જાટકે ઉપડીને ડાબી બાજુ વળી ગઈ.તેણે ઊંચું થવા ઘણું જોર કર્યું.થોડું ઊંચું થવાણું પણ એક જ ઝટકા સાથે એ નરાધમે માથું તેની બે સાથળ વચ્ચે જોરથી દબાવ્યું.તેણે ચીસ પાડવાની કોશીષ કરી પણ ગળાપરની ભીંસને લીધે અવાજ ન નીકળ્યો.

ગાડીએ ઝડપથી બે જમ્પ વટાવ્યા.તેને મનમાં થયું આ રસ્તો કોલેજ બાજુનો છે.ત્યાં તેને સંભળાયું ,"અરે યાર જલ્દી કર,બહોત છટપટાતી હૈ."અને એ કંઈ સમજે તે પહેલાં તેના નાક પાસે કોઈ બીજાએ એક તીવ્ર વાસ આવતો રૂમાલ દાબી દીધો.એણે વિચાર્યું હવે હું બેભાન થઈ જઈશ.અને આ ત્રણેય નરાધમો મને પીખી નાખશે.તેણે શ્વાસ રોકી રાખ્યો.પણ ક્યાં સુધી ! અમુક સેકંડોમાં શ્વાસ રૂંધાઇ જઈ તે બેભાન થઈ ગઈ.

અત્યારે ઘેનની અસરથી જાણે લકવો મારી ગયો હોય એવું લાગ્યું.તેણે આંખો ખોલવાની કોશીષ કરી જોઈ.થોડી ખુલી પાછી બંધ થઈ ગઈ.તેને લાગ્યું અત્યારે ગાડી ઉભી લાગે છે. કેટલો સમય થયો હશે ! મને આ લોકો ક્યાં લઈ જતા હશે ! હવે તેના શરીરમાં કંઈક સળવળાટ થયો.ખટક અવાજ આવ્યો અને કારનો દરવાજો ખુલ્યો.

"અભીતકતો દવાઈકા અસર હૈ..બેહોશ હી પડી હૈ."જીન્સ અને ટીશર્ટમાં તે એમને એમ પડી રહી.બીજાએ હાથ લાંબો કરી સિગારેટનું પાકીટ અને પાણીની બોટલ બહાર કાઢી કહ્યું,"બેહોશ તો હૈ લેકિન હૈ સાલી મજેદાર."કહી તેણે તેના બે સાથળ વચ્ચે હાથ નાખી કહ્યું,"યાર યે છોરિયોકો જીન્સ નહીં પહનના ચાહિયે ,સલવાર કુર્તા પહેને તો હસીન લગે."કહી તેણે તેણીના ટીશર્ટમાં હાથ નાખી છાતીને મસળી.અને કહ્યું,"મીઠા માલ હૈ યાર અંગુર જૈસા.ધનુબાઈ પૈસોમે કુછ સમજે તો અચ્છા હૈ."

"વો કયા સમજેગી ! સાલી અપૂનકો પચાસ હજાર થમાકે ખુદ એકહી રાતમે કોઈ હરામીકો ઇનકા હમબિસ્તર બનાકે લાખો હડપ લેગી ઔર બાદમે રોજકી આમદની અલગ."બંનેએ બહાર ઉભા રહી સિગારેટ સળગાવી.એકે કહ્યું,"એ ગુજરાતકી બોર્ડર પાર હો જાયે તો અચ્છા."

બીજાએ દમ મારતા કહ્યું,"વો ભી હો જાયેગા યાર,ટકલુ કહેતા થા બોર્ડરપે સુબહ છય બજે સબકી ડ્યુટી બદલતી હૈ તભી કોઈ ધ્યાન નહીં દેતા તભી નિકલ જાયેંગે.અભી ચાર બજા હૈ,દો ઘન્ટે યહીં નિકાલના પડેગા.બાદમે ફિર હાઇવે પકડ લેંગે તબ તક સાલી યે હોશમે ન આયે તો અચ્છા હૈ."

"અરે,નકટુ, અગર આ ભી ગઈ તો....તો ..તો સમજ ગયા ? અપૂનકે પાસ દવાઈ હૈ."

અને બને હસી પડ્યા "ચલો ભઠે કે પાસ બૈઠતે હૈ."કહી બીજાએ દરવાજો બંધ કરતા પહેલા એ રાક્ષસે ફરી તેની છાતી દબાવી.પોતાના ગંદા મૂછ વાળા મોઢે તેના હોઠ ચૂમી લીધા.અને પાછો વળી દરવાજો ધીમેથી બંધ કર્યો.

હવે તેણી સમજી ગઈ કે,મને આ લોકો કોઈ વેશ્યાઘરમાં વેચવાના છે.તે હવે ધ્રુજી ગઈ ,તેને કમકમાં આવી ગયા.તેની આંખોમાં આંસુ આવી ગયા.તેણે ઊંડો શ્વાસ લીધો.હવે તેને લાગ્યું કે શરીરમાં ચેતન આવવા લાગ્યું.તે બેઠી થઈ બહાર જોયું,ચારેકોર અંધકાર.ડાબીબાજુ તાપણી સળગતી હતી.તેની બાજુમાં એ બને સિગારેટ ફૂંકતા બેઠા હતા.ત્રીજો બાજુના ખાટલાપર આડો પડ્યો હતો.

નાના ઝુંપડા જેવા ઢાબાની બહાર એક બલ્બ ચાલુ હતો.તેણે ઝીણી નજર કરી જોવાનો પ્રયત્ન કર્યો.ઢાબાની થોડે અંદર થડાપર કોઈ સૂતું હતું. હવે તેના શરીરમાં એકદમ સ્ફૂર્તિ આવી હોય તેમ લાગ્યું.હું હવે શું કરું ! દરવાજો પણ લોક નથી.ઉતરીને ભાગુ ! પણ ક્યાં સુધી ! હું હજુ તો ગુજરાતની બોર્ડરની અંદર છું.

તેને પોતાનો મોબાઈલ યાદ આવ્યો.તેણે જીન્સના પાછળના ખીસામાં હાથ નાખ્યો પણ ખાલી.મારે જલ્દી કઈક વિચારવું પડશે.અને જાણે તેના શરીરમાં વીજળીનો કરંટ પસાર થઈ ગયો.હું કોણ ! જિલ્લાસ્તરે કરાટે ચેમ્પિયન. અને રાજયસ્તરે સેકન્ડ ગોલ્ડમેડાલિસ્ટ.તેણે મનમાં નક્કી કર્યું "મરીશ કા મારીશ"અને તેણીએ કંઈક નકકી કરી ધડામ દઈ દરવાજો ખોલ્યો.અને બીજીજ સેકન્ડે તે તેઓની સામે કરાટેની અદામાં ઉભી રહી ત્રાડ પાડી.

"આ જાઓ હરામખોર"

અને બને સફાળા ઉભા થઇ ગયા. તેઓ કંઈ સમજે એ પહેલા હવામાં ઉછળી બનેના જડબા પર બે લાત પડી.બંનેના મોઢામાંથી લોહી નીકળી ગયું.ત્રીજો જે ખાટલાપર સૂતો હતો તે તરત ઉભો થઇ ગયો અને પરિસ્થિતિ સમજી ગયો. અને કહ્યું,"ઓહ,તો તુમ જાગ ગઈ ! ઔર હમ શેરોસે લડેગી ક્યા ! "અને નજીક આવ્યો.

તેણીએ વીજળી ઝડપે ભઠામાંથી એક લાકડું ઉપાડી હવામાં ઉછળી તેના માથાપર પ્રહાર કરવા ધાર્યું પણ તેણે પોતાનો હાથ આડો ધર્યો.તેને લાગ્યું હાથનું હાડકું તૂટી ગયું.તે હાથ દબાવતો નીચે બેસી ગયો.અને,માથાપર ઉડેલા તણખલા બીજા હાથે સાફ કરવા લાગ્યો.તેણીએ કહ્યું "તુમ તો કુત્તે હો કુત્તે ,શેરની તો મૈં હું."

બંનેમાંથી એકે ચાકુ કાઢ્યું કે તરત એક જ લાકડાના પ્રહારથી ચાકુ ક્યાંય દૂર જઇ પડ્યું. આટલી વીજળી વેગે ઝડપ જોઈ બને વિચારે એ પહેલા બને ને છાતી પર લાતો પડી.એકે જોયું તે નીચે પડી.પણ બીજી જ ક્ષણે સ્પ્રિંગની જેમ ઉભી થઇ ત્રાડ નાખી એક્શનમાં આવી.બને તેને ઘેરી વળ્યા કે તે હવામાં ઉછળી એકની ડોક પોતાની બને સાથળ વચ્ચે દબાવી નીચે પાડી તે તરત ઉભી થઈને ફરી નીચે પડેલાને પોતાનો ગોઠણ માર્યો.અને બાજુમાં પડેલા લાકડાના ટુકડાને બીજા તરફ ફેંક્યો.

લાકડું બીજાના કાન વીંધતુ દૂર જઈ પડ્યું.ફરી તેણીએ કરાટેના એક્શનમાં ત્રાડ પાડી. ત્રણેય સામે જોયું.ત્રણેય કણસતા હતા.ત્રણેયને પોતાનું મોત નજીક દેખાયું.તેણીએ ઢાબા તરફ નજર ફેરવી.ઉભો થઇ બહાર આવેલો તે બે ડગલાં દૂર હઠી ગયો.તેણે અદાથી પોતાના હાથ સાફ કર્યા.

અત્યારે તેને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા યાદ આવી ગઈ.લગભગ હાઇવે પિક્ચરમાં તે આવી જ રીતે ત્રણ જણ સામે બદલો લે છે.તે મનમાં હસી.તેણે પોતાના બને હાથ એક અનોખી અદાથી પોતાના ટીશર્ટપર ઘસી સાફ કર્યા.તેણે મમ્મી પપ્પા યાદ આવ્યા.તેણે મનોમન બને ને નમન કર્યું અને વિચાર્યું પપ્પાએ જ મને આ સ્વરક્ષણની તાલીમ આપી. ફરી તેણે ઝનૂનથી ત્રણેયના ચહેરા પર વીજળીની ગતીથી પ્રહાર કર્યા.

ત્રણેય બેવડ વળી ગયા.હેબતાઈ ગયા.

તેણે એકની નજીક જઈ તેના ખભાપર પગ રાખી પૂછ્યું,"મેરા મોબાઈલ કિધર હૈ ! નકટુ !"

"વો... તો.. હમને ....બીચ... નદીમે.. ફેંક.. દિયા."એણે થરથરતા અવાજમાં કહ્યું.

"કોઈ બાત નહીં, નકટુ નામ હૈ ના તુમ્હારા !".

"જીહા,...મેમ.."

તેણીએ એક હાથે પોતાની છાતી દબાવી કહ્યું,"બહોત ટાઈટ હૈ,દબાના નહીં હૈ !".પેલો નીચું જોઈ ગયો.તેણે નજર ફેરવી બીજાને પૂછ્યું,"આપમેશે મોબાઈલ કિસકે પાસ હૈ !".
બીજાએ ત્રીજા સામે નજર ફેરવી.એણે તરત ખિસ્સામાંથી મોબાઈલ કાઢી તેની સામે ધર્યો. તેણીએ કહ્યું,"તુમ્હી લગાઓ 104 નંબર,બાકીકા કામ અપુન પુલીશવાલોકો સોંપતે હૈ.ઔર હા,બાદમે 108 ભી લગાના, તુમલોગોકે લિયે એમ્બ્યુલન્સકી ભી જરૂરત પડેગી."

તેને પોતાની હિન્દી લેન્ગવેજ પર હસવું આવ્યું. અપુન......અને તેણે ખડખડાટ હસી ઢાબાવાળા તરફ જોયું.ઢાબાવાળાને શું સુજ્યું,તેણે તરત દોડીને પાણીની બોટલ તેના હાથમાં આપી.તે એકી શ્વાસે અડધી બોટલ ગટગટાવી ગઈ.અને નજીક પડેલી ખુરશીપર પગપર પગ ચડાવી બેઠી. અને ઢાબાવાળાને કહ્યું,

"આદમી સમજદાર હો."
***********************
રાજેન્દ્ર સોલંકી.....વડોદરા..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED