તુજ સંગાથે... - 3 RaviKumar Aghera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

તુજ સંગાથે... - 3

પ્રકરણ - 3

'શાયમાં' અવાજ કાનમાં થઈને હૃદયમાં એક રણકાર ઉત્પન્ન કરી ગયો. સપનામાં આવેલી છોકરીનું પણ નામ પણ શું આજ હશે. શું આ એજ છોકરી હશે જે બગીચામાં સુતેલા ગૌતમનું માથું સેહલાવતી હતી. રાતનું સપનું હવે પાછું ચલચિત્રની જેમ આંખો સામે ફરવા લાગ્યું. સપનામાં આવેલી આકૃતિ હવે સ્પષ્ટ થવા લાગી. હલકું એવું દર્દ થયું ગૌતમને, મીઠું મીઠું દર્દ. આમ દૂર ખોવાયને ઉભેલા ગૌતમને જોઈ મલયને નવાઈ લાગી, -"એલા એય...., જતી રઈ તે, તું ક્યાં ખોવાય ગયો??" થડકા સાથે ગૌતમને ભાન થયું કે મલય તેને બોલાવી રહ્યો છે. પાછળ ફરી ગૌતમે મલય તરફ સ્મિત ફરકાવ્યું ત્યાં બ્રેક પુરી થયાનો બેલ વાગ્યો. બંને મિત્રો ક્લાસ તરફ ચાલવા લાગ્યાં. મલય ગૌતમની સ્થિતિ કળી ગયો હતો પણ હમણાં કાંઈ પુછવા નહોતો માંગતો કેમકે, ગૌતમનો સ્વભાવ તે જાણતો હતો. ગૌતમ પોતાના મનની વાત પૂછવાથી ક્યારેય ન કહેતો, પોતાને મન થતું ત્યારે તરત જ કહી દેતો. અત્યારે શાયદ ગૌતમ પોતે મૂંઝવણમાં હતો તો મલય ને શું વાત કરે.
કલાસમાં જઈ ગૌતમે જોયું કે શાયમાની બેન્ચમાં જગ્યા ખાલી હતી. શાયમા સાથે પરિચય વધારવાની ગૌતમને ઈચ્છા જાગી, તેણે બેન્ચ પાસે જઈને ઔપચારિકતા ખાતર પૂછ્યું, -"તને વાંધો ન હોય તો અહીં બેસી શકું?" ગાલ પર આવેલી લટને કાન પાછળ ખોસ્તા શાયમાએ ગૌતમ સામે જોયું અને ફરી નીચું જોઈને કહ્યું, -"હા, જરૂર... જરૂર..." નાનકડી વિજયનો ઉલ્લાસ દબાવી ગૌતમ બેઠો. ત્યાં કલાસમાં પ્રોફેસર આવી ગયાં અને લેક્ચર ચાલું થઈ ગયો. ગૌતમ ચોરી છુપી થી શાયમાને જોઈ લેતો લેક્ચર પસાર કરવાં લાગ્યો. પ્રોફેસર બહાર નીકળ્યાં કે તરત જ શાયમાએ ગૌતમને કહ્યું,-"અરે હું તારું નામ તો પૂછતાં જ ભૂલી ગઈ." શાયમાએ કરેલી પહેલ ગૌતમને ગમી, તેણે સ્મિત સાથે જવાબ આપ્યો,-"હું ગૌતમ પરમાર." અને હાથ મિલાવવા આગળ ધર્યો. તેણીએ હાથ મિલાવતાં કહ્યું,-"હું શાયમા ઝુનેઝા." આટલી વાતચીતમાં ફરી લેકચર ચાલું થઈ ગયો. ગૌતમ ફરી પાછો શાયમાને નિરખવાં લાગ્યો. કોલેજ પુરી થઈ ત્યારે પાર્કિંગમાં મલય સાથે પોતે બાઈક ચાલું કરવા જતો હતો ત્યાં પાછળથી પેલો અવાજ આવ્યો,-"ગૌતમ..." પવનની હળવી લહેરખી સાથે 'ગૌતમ' અવાજ ગૌતમના કાને પડ્યો. પાછળ ફરીને ગૌતમે એ શાયમાને નજીક આવતી જોઈ, ચેહરા પર ઉતાવળના ભાવ ઝળકતાં હતાં. મલયે આગુંતુકની આ અણધારી મુલાકાત અજીબ લાગી, પણ ગૌતમના ચેહરા પણ એજ હંમેશ વાળું સ્મિત ઝળકી ઉઠ્યું. "ગૌતમ, તારી નોટ્સ મળી શકે? હું લેટ દાખલ થઈ છું તો મારે નોટ્સ કમ્પ્લીટ કરવી પડશે." એક હાથની આંગળીઓ વડે બીજી આંગળીઓના નખ ખોતરતાં તે નજર ઝુકાવીને બોલી રહી હતી,-"જો તને વાંધો ન હોય તો તારી નોટ્સ આપીશ." ગૌતમના ગળામાંથી અવાજ નીકળે તે પહેલાં દૂર ઉભેલો મલય પાસે આવીને બોલવા લાગ્યો,-"મારી નોટ્સ પણ પુરી છે તમારે જોતી હોય તો." અને ગૌતમની પાસે આવીને ઉભો રહી ગયો. શાયમાં કંઈ બોલે તે પહેલાં ગૌતમે મલયને કોણીથી ઠોસો મારી કહ્યું,-"હાં, મને કોઈ વાંધો નથી. તું મારી નોટ્સ લઈ શકે છે." અને બેગ ખોલી બુક કાઢી શાયમા તરફ ધરી. આભારવશ સ્મિત સાથે શાયમાએ બુક લીધી અને પોતાના બેગમાં રાખી ત્યાંથી ચાલતી થઈ ગઈ. ગૌતમ ત્યાં ઉભો ઉભો તેને જોતો રહ્યો. બાઈક ચાલું કરી ગૌતમ પાસે આવી મલયે જોરથી હોર્ન વગાડીને ગૌતમનું ધ્યાન તોડ્યું. "ભાઈ, આવવું છે કે અહીંયા જ રહેવાનું છે ચોકીદાર હારે?!" ગૌતમ હસીને ગાડીમાં બેસી ગયો અને ગાડી દોડવા લાગી.
(થોડાં દિવસો બાદ)
કોલેજની લોબીમાં વિદ્યાર્થીઓની દોડાદોડી હતી, લોબી ની મધ્યમાં આવેલ 3×4 ના લાકડાંના બનેલ નોટીસ બોર્ડ પાસે કંઈક નવી જાહેરાત આવી હતી, તે જાણવા આ ભીડ દોડી રહી હતી. જાહેરાત વાંચીને અમુક લોકોના હૈયાં ઉછાળા લઈ રહ્યાં હતાં, તો કોઈને કાંઈ નવું ન લાગ્યું હોય તેમ પોતાનાં કામ માં લાગી રહ્યાં હતાં. ભીડને છેદતા ગૌતમ અને મલય નોટીસબોર્ડ સુધી પહોંચ્યા, ધક્કા ધક્કીમાં બંને એ એટલું વાંચ્યું કે 'પ્રવાસ આયોજન કરવામાં આવેલ....' આટલું માંડ વચાયું ત્યાં તો બંને ભીડ માંથી બહાર ફેંકાય ગયાં. મલય માટે આ કાંઈ ખાસ ન હતું, કેમકે ગુજરાતના દરેક ફરવા લાયક સ્થળોમાં મલય પોતાના બુટ ઘસી આવ્યો હતો. તેને ગૌતમના ખભે હાથ રાખીને કહ્યું,-"ચાલ ભાઈ(નિસાસો નાંખતા) આપણા કામનું નથી." ગૌતમ મલયને શું પ્રત્યુત્તર દેવો તે વિચાર કરતો કરતો તેની સાથે ચાલવા લાગ્યો. ક્લાસમાં જઈને તેને જોયું કે શાયમાંના ચેહરા પર થોડી ઉદાસી છે. તેની આસપાસ બેઠેલી છોકરીઓના હર્ષ-કોલાહલ વચ્ચે શાયમાંના ચેહરા પર એક નાનકડું ગમગીનીનું વાદળું છવાયેલું છે. શાયમાંની નજર ગૌતમ પર પડતાં તેણે તરત આ વાદળાંને દૂર ધકેલી એક સ્મિત સાથે ગૌતમને આવકાર્યો, ને જાણે પોતાનો ચેહરો પોતાની ચાળી ખાશે તો એવું વિચારીને તે આસપાસ ચાલતાં કોલાહલમાં ભળી ગઈ. લેક્ચર ચાલું થયો અને પૂરો થયો ત્યાં સુધીમાં એકવાર પણ શાયમાં એ ગૌતમ તરફ ન જોયું,
કોલેજ પુરી થયાંનો બેલ વાગ્યો, પ્રોફેસર પોતાની બુક એકઠી કરીને કલાસની બહાર નીકળ્યાં. પાછળ-પાછળ બધાં લોકો ઘરે જવાની ઉતાવળમાં દરવાજા તરફ દોડવા લાગ્યાં. ગૌતમે શાયમાંને જતાં જોઈ, આજે તેની ચાલમાં એક ઉતાવળ હતી, શાયદ દૂર ભાગતી હોય ગૌતમથી એવી. આજનું આ વર્તન ગૌતમને સામાન્ય ન લાગ્યું, પોતાનાથી કોઈ ભૂલ તો નઈ થઈ હોયને? એ મારાંથી દુર કેમ ભાગે છે?
આવાં વિચારો વચ્ચે ઘેરાયેલ ગૌતમને પાછળથી કોઈનો ધક્કો લાગતાં ખ્યાલ આવ્યો કે કોલેજ છૂટી ગઈ છે. મનમાં ઊઠેલા સવાલોના જવાબ લેવાં તેને શાયમાંને શોધી. પાર્કિંગમાં પોતાની બાઈકથી દુર પડેલી lady bird સાયકલનું લોક ખોલતી શાયમાંને તેને જોઈ. મનની મૂંઝવણનો ભારો માથે ધરી તે શાયમાં તરફ આગળ વધ્યો. શરીરમાં કોઈ દિવસ ન અનુભવેલી કંપારી છૂટતી હતી, કોણ જાણે કેમ આજે તેના આત્મવિશ્વાસની ગાડી શાયમાં સામે ડગમગી રહી હતી.! લોક ખોલીને સાયકલનું સ્ટેન્ડ ઊંચું કરતાં શાયમાં એ ગૌતમને આવતાં જોયો. ચેહરા પર એક નિર્મળ સ્મિત ફરી વળ્યું, પણ ક્ષણમાં જ એ સ્મિત સંકેલી તેણી પોતાની સાયકલ પર સવાર થઈ ચાલવા લાગી. આવું વર્તન ઘડીભર માટે ગૌતમને ઠંડો ગુસ્સો ઉપજાવે તેવું હતું પણ પોતાની મનની ગૂંચ ઉકેલવા માટે તેને શાયમાં સાથે વેટ કરવી ફરજીયાત હતી, "શાયમાં..." દૂર જતી શાયમાંને રોકવા તેણે બૂમ પાડી અને ચાલવાની ગતિ વધારી, બીજી બાજુ શાયમાં પણ સાયકલ પરથી ઊતરી અને ગૌતમ સામે જોવા લાગી. પાસે પહોંચી ગૌતમ કાંઈ બોલે તે પહેલાં શાયમાં એ જ શરૂ કરી દીધું, "જલ્દી બોલ, મોડું થઈ ગયું છે, થોડી ઉતાવળ કરવી પડશે." ગૌતમે નિર્દોષ ભાવે ઘડિયાળમાં ડોકિયું કરી જોયું, '4:57pm' sonata ની ગોલ્ડન કોટેડ ઘડિયાળ જાણે બોલી રહી હતી. હજુ તો ટાઈમ પણ હતો કોલેજ નો તો પણ આને ઉતાવળ શી હશે?? શું તેનો સંશય સાચો ઠરશે? પોતાની કઈ ભૂલ હશે કે પેલી આમ દૂર દૂર ભાગ્યે જાય છે?? જો ભૂલ મારી જ હોય તો તે જાણવું જરૂરી છે.. વિચારોની ઘટમાળમાં ખોવાયેલ ગૌતમને સામે શાયમાં તેનાં જવાબની રાહ જોવે છે તે ત્યારે ખબર પડી જ્યારે શાયમાં એ જોર થી,"ઓયય, બોલને જે હોય તે જલ્દી..." તેના ચહેરા પર ગુસ્સા કરતાં નિરાશાનો ભાવ જોઈ ગૌતમે સવાલ કર્યો, "Are u Ok??" શાયમાં એ નવાઈ સાથે જવાબ આપ્યો, "હાં, કેમ?, આ જ પૂછવાં ઉભી રાખી મને?" બંને સવાલનો સંયુક્ત જવાબ વાળતાં ગૌતમ બોલ્યો, "આજ સવારથી જોવ છું તારો મૂડ નથી, શું થયું છે તને કાંઈ પ્રોબ્લેમ છે? તું મને કહી શકે." શાયમાંથી મંદ હસાઈ ગયું,"ચહેરા વાંચતા ક્યારે શીખી ગયો તું?!" ગૌતમ ખેદ સાથે બોલ્યો, "આતો મારાં સવાલનો જવાબ નથી.." ફરી ઘડિયાળમાં જોઈને બોલ્યો, "હવે મોડું નથી થતું તને??!!" શાયમાં હવે થોડુંક જોરથી હસી પણ ગૌતમના ચહેરાના ભાવ જોઈ તે ગંભીર થઈને બોલી, "કંઈ નવું નથી મારાં માટે. પણ તમે છોકરાં ખાસ કરીને હિન્દુ છોકરાં આ સમજી ન શકો. એટલે કહીને કોઈ ફાયદો નથી. પણ તે પૂછ્યું એ ગમ્યું મને." તે સાયકલ પર સવાર થવાં લાગી. હવે ગૌતમની જિજ્ઞાસા વધી, શાયમાંને જતી રોકવા શું કહેવું તેને સમજાયું નહીં, શાયમાંના શબ્દો 'હિન્દુ છોકરાં' તેના માનસપટમાં જાણે છાપ પાડી ગયાં, તે થોડી જોરથી બોલ્યો, "એકવાર try કરી શકાય." 8-10 મીટર દૂર પહોંચેલ શાયમાં બે ક્ષણ ઉભી રહીને પાછળ ફરી, શાયદ ગૌતમ જે બોલ્યો તે ચોખ્ખું સાંભળ્યું ન હોય. ગૌતમ પાસે પહોંચીને ફરીથી બોલ્યો, "એકવાર try કરી શકાય. બધાંય છોકરાં સરખાં નથી હોતાં, ખાસ કરીને હિન્દુ છોકરાં." શાયમાંએ તેની આંખોમાં જોયું, પોતાનાં શબ્દો જાણે તેની આંખોમાં રમખાણ મચાવતાં હતાં. પોતાનાં શબ્દનાં તીરે સામેવાળાને વીંધી નાખ્યો હોય તેવું લાગ્યું. શરમ સાથે દિલગીરી લઈ તે બોલી, " મારો એ મતલબ ન હતો, પણ આ મારો personal પ્રોબ્લેમ છે. તું કંઈ મદદ નહીં કરી શકે, તને પણ તકલીફ. હું કોઈને તકલીફ દેવામાં નથી માનતી." વાત પૂરી થતાં તે ફરી સાયકલ પર સવાર થઈ જતી રહી. ગૌતમ હજું ત્યાંજ જ ઉભો હતો, શાયમાં નામની આકૃતિ કોલેજનાં દરવાજામાંથી બહાર નીકળી ગઈ ત્યાં સુધી તે જોતો રહ્યો.
સવાલ હજું ત્યાંનો ત્યાં જ હતો, પણ ગૌતમને એટલી ખબર હતી કે શાયમાંની તકલીફનું કારણ પોતે ન હતો. એક જાતની ટાઢક તો હતી, પણ આજે જિજ્ઞાસા થોડી વધું થઈ કે એવું તે શું હશે જે છોકરાં ન સમજી શકે. જુવાનીના ચડતાં લોહીમાં આવાં પ્રવાહો સામાન્ય હોય છે, ભગવાને આ ઉંમર વિજાતીય આકર્ષણ માટે જ ઠરાવી હશે. પણ 'આજે જાણીને જ રહીશ' સ્વતઃ તે મનમાં બબડ્યો. કોલેજનો તે દિવસ રોજની જેમ કંઈ ખાસ ન હતો પણ ગૌતમને પોતાનાં સવાલ માટે શાયમાં સાથે એકાંતની અમુક ક્ષણો જ જોઈતી હતી. સવારથી તે પાર્કિંગમાં શાયમાંની રાહ જોઈ રહ્યો હતો, દરવાજા તરફ મોં રાખી પોતાની બાઈક પર બેસી તે મોબાઈલમાં કંઈક કરતો હોય તેવો અભિનય કરતો તો ક્યારેક કોઈ આવ્યાંની ભણકથી અનાયાસે દરવાજા તરફ જોઈ લેતો. મલય માટે હવે આ કંઈ અજુગતું ન હતું, તે જાણતો હતો કે ભાઈ ક્યાં પ્રવાહમાં વહેતાં જાય છે. પોતે પણ ઘણીવાર આવાં પ્રવાહમાં વહેલો પણ ક્યારેય કોઈનાં કિનારે નહોતો પહોંચી શક્યો. કિનારે પહોંચવા કરતાં તેને બીજાં નવાં પ્રવાહમાં વહેવું વધું ગમતું. એટલે જ તો અત્યાર સુધી પોતે એકલો (single) હતો, પણ તેને આ વાતનો કોઈ ઘમન્ડ ન હતો. છોકરીઓ વિશે તેને મન કોઈ એક મત બંધાયેલો ન હતો. તે પરિસ્થિતિ પ્રમાણે પ્રેમમાં પડતો, ક્યારેક કોઈ છોકરીનું રૂપ જોઈ મુગ્ધ થઈ જતો, તો ક્યારેક કોઈની વાતો નો કાયલ થઈ જતો, તો ક્યારેક કોઈ તેને હસીને નખરાંથી ફસાવી લેતી. પણ મલયનો આ પ્રેમ ક્ષણિક અર્થાત ક્ષણભંગુર હતો, હા આજની ભાષામાં તેને crush થયો કહી શકો. આવો crush મલયના જીવનમાં થોડો સમય ચાલતો પણ મલય થોડાં સમયમાં જ આવાં બંધનથી અકળાય જતો અને ગૌતમને કહેતો, "યાર કંટાળી ગયો છું આનાથી." ગૌતમ હસીને કહેતો, "કંઇક નવું બોલ, બધું જૂનું થઈ ગયું." મલયનો દર વખતે એવું વર્તન કરતો જેથી ગૌતમને લાગવું જોઈ કે આ વખતે ભાઈ સિરિયસ હતાં, પણ ગૌતમને ખબર જ હોય કે આ એના જુનાં નાટક છે. આવા નાટકમાં છોકરીને ભુલવા 'જીમમાં જવાનું શરૂ કરીશ', 'યોગા કરવાં છે, મન સ્થિર રાખવાં', 'ભાઈ આ વખતે વિપશ્યના શિબિરમાં જવું છે', હદ તો ત્યારે થાય જ્યારે આવું પણ બોલે, 'એ નઈ તો એની બેન બીજી, છોકરીઓ તો મળતી રહે.' ખબર નહિ કોને આશ્વાસન આપતો હોય ગૌતમને કે ખુદને!! આવી બાબતનો અનુભવી વ્યક્તિ જ્યારે કોઈ નવું નવું આ બાબતમાં પ્રવેશે ત્યારે તરત ઓળખી જાય છે. ગૌતમની મનઃસ્થિતિ કળી ગયો હતો. તેને ગૌતમને ક્લાસમાં આવવાં કહ્યું, પણ ગૌતમ તરફથી કોઈ પ્રત્યુતર ન મળતાં તે થોડીવાર રાહ જોઈ કલાસમાં જતો રહ્યો.
કોલેજ ચાલું થયાંને એક કલાક વીતી ગયો હતો, હજું સુધી શાયમાં ન આવી. ઘડિયાળના કાંટા જોવાય જોવાયને ઘસાય ગયાં. કંઈક નવા જ પ્રકારની બેચેની સાથે બેસી ગૌતમે બપોરના 12 વગાડ્યા. બ્રેકનો બેલ પડ્યો, મલય કલાસ માંથી બહાર નીકળી આમ તેમ જોઈ ગૌતમને શોધવા લાગ્યો. ગ્રાઉન્ડ, કેન્ટીન, લાયબ્રેરી, લોબી વગેરે જગ્યાએ શોધખોળ પુરી કરી તેને યાદ આવ્યું કે ભાઈનું last seen પાર્કિંગમાં હતું. તે ત્યાં પહોંચ્યો તો ભાઈ હજુ ત્યાંજ online હતાં, મતલબ હજું ત્યાંજ બેઠો હતો, હજી દરવાજો જ તાકતો હતો. "ઓય, શાહજાદા સલીમ, હજુ ન આવી તમારી અનારકલી.!!??" પાસે આવીને ગૌતમને કહ્યું. ગૌતમે ઘડિયાળમાં જોઈ મલયને પૂછ્યું, "કેમ નહીં આવી હોય એ?" મલય આશ્ચર્ય સાથે, "હું એનો bodygaurd નથી, મને કેમ ખબર હોય યાર!!!.","હાં....., તને ક્યાંથી ખબર હોય!!"- નિસાશો નાખતાં બોલ્યો. પેટ પર હાથ ફેરવતાં બોલ્યો, "ભાઈ, થોડીક ભૂખ લાગી છે, તું આવીશ મારી સાથે કેન્ટીનમાં?? પછી હું પણ તારી સાથે અનારકલીની રાહ જોવા બેસી જઈશ." ગૌતમને જવું તો ન હતું, પણ તેની પાસે જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
"બે કોક, એક ફ્રેન્ચ ફ્રાઈસ અને એક બ્રેડબટર ટોસ્ટ વિથ ઝામ એન્ડ ચીઝ..."- મલયે ઓર્ડર લખવાવાળાને ભારપૂર્વક કહ્યું. હકારમાં માથું ધુણાવતાં સામેવાળો,- " તમારો ઓર્ડર number." કહેતાં ટોકન મશીનમાંથી એક reciept ફાડી મલયને ધરી. ઓર્ડરની રાહ વધું ન જોવી પડી, થોડીવારમાં કેન્ટીનવાળાએ બારીમાંથી બૂમ મારી, "ઓર્ડર નં.7, એક ફ્રેંચ ફ્રાઈસ, એક બ્રેડબટર ટોસ્ટ અને બે કોક." મલય કાઉન્ટર તરફ ખિસ્સા ફંફોરતો reciept શોધતો ચાલવા લાગ્યો. ઓર્ડર લઈને તે પાછો ફર્યો તો ગૌતમના ચહેરા પર એક ચમકારો હતો. મલય કાંઈ પૂછે તે પહેલાં ગૌતમ જ બોલ્યો, "યાર પેલીનો Msg આવ્યો છે.. જો વાંચ." હરખમાં ખુરશીમાંથી ઉભો થઈ મલય પાસે આવ્યો અને મલયને ધબ્બો મારતાં મોબાઈલ હાથ ધર્યો. પીઠ પર એક હાથ ફેરવતાં ફેરવતાં મોબાઈલમાં Msg વાંચવાં લાગ્યો. "Aaj hu college nthi aavani. Pan tari ek vat man ma ghar kari gy. Bdha chhokra sarkha na hoy. To aaj sanje aa chhokra ne hu try krva magu chhu. I want to share my prob with u. Sanje madis racecourse garden??"

(ક્રમશઃ)