રિયા પાસેથી પોતાના માટે 'જીગરજાન' વિશેષણ સાંભળી અમિતના મનમાં થોડી હાશ નો અનુભવ થયો પણ રિયાની ઈચ્છા તો અમિતને ને વધુ પજવવાની હતી.
રિયાએ અમિતનો હાથ પકડી પોતાની પાસે બેસાડતાં કહ્યું,
"જો અમિત તું મારો ખાસ દોસ્ત છે, આપણા બંનેના સ્વભાવ પણ સરખા છે, પણ તને મેં ક્યારેય એક બોયફ્રેન્ડની નજરથી જોયો નથી, માટે તું પણ મારા વીશે ક્યારેય એવું ન વિચારતો." રિયાની વાત સાંભળી અમિતને લાગ્યું કે તેના ધબકારા બંધ થઈ જશે.
વળી તે હસતાં હસતાં બોલી, "એનો મતલબ એવો નથી કે બોયફ્રેન્ડ મળી જશે તો હું તને છોડી દઈશ..! તારો પીછો તો જિંદગીભર નથી છોડવાની." કહી તે ચૂપ થઈ ગઈ.
અમિતને લાગ્યું કે રિયા સાથે વાત કરવી અત્યારે તો નકામી જ છે. તે ફરી ચાલતો થયો પણ રિયાએ તેનો હાથ પકડી તેને રોક્યો, "અલ્યા, હું તો મજાક કરતી હતી, તારું મન તો મેં ઘણા સમયથી વાંચી લીધેલું, બસ તું જ મારા મનની વાત ન સમજી શક્યો." અમિતનો હાથ પોતાના હાથમાં લેતાં રિયાએ બોલવાનું ચાલુ રાખ્યું, તું ક્યારે દોસ્ત અને ક્યારે દોસ્તથીયે વધુ બની ગયો એ મને પોતાને પણ ન સમજાયું."
"હું પણ..તને... એ... જ .." અમિતે બોલવાનો પ્રયત્ન કર્યો પણ તે બોલી ન શક્યો, રિયા હસવા લાગી, "શું? તું પણ શું? કેમ બોલતી બંધ થઈ જાય છે..! એ પણ ધ ગ્રેટ અમિત 'કિંગ ઓફ સેન્સ ઓફ હ્યુમર' હા!હા!હા! કરી હસવા લાગી.
"હસ નહીં રિયા, હું સિરિયસ છું, મારે તને એમ કહેવું છે કે.." અમિત ફરી બોલતો અટક્યો. રિયા એ તેનો બીજો હાથ પણ પકડી લીધો, "બોલ, જે કહેવું હોઇ કહે, હું સાંભળું જ છું."
"રિયા, આઈ લવ યુ..!" અમિત ઝડપથી બોલી ગયો.
વાતાવરણમાં થોડીવાર શાંતિ પ્રસરી રહી, બસ ચાર આંખો એકબીજાં સામે જોઈ રહી.
હવે બંન્ને મિત્રો મટીને પ્રેમી પંખીડાં બની ગયાં અને વિહરવા લાગ્યાં પોતાની પ્રેમની દુનિયામાં, એકદમ પવિત્ર પ્રેમ, કોઈ દિવસ પોતાની મર્યાદાઓ ભૂલ્યા વગર, બસ એક્બીજાંનો હાથ પકડી ફરતાં રહે, કોલેજ, ગાર્ડન, થિયેટર.
સાથે સાથે અભ્યાસને પણ એટલું જ મહત્વ આપતા.
કોલેજ પુરી કરી, રિયા ફરી અમદાવાદ છોડી પોતાના શહેરમાં આવી ગઈ,રિયા વધુ અભ્યાસમાં જોડાઈ ગઈ અને અમિત પોતાના બાપદાદાના ધંધામાં લાગી ગયો, વચ્ચે વચ્ચે જ્યારે મોકો મળી જતો બંન્ને મળતાં રહેતાં ચોરીછુપી..!
થોડો સમય વીત્યા બાદ અમિતે પોતાના વડીલો ને રિયા વિશે વાત કરી અને રિયા સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી.
બંન્ને પક્ષના વડીલો એ મળી બધું નક્કી કર્યું, અને બધું ફિક્સ થયું.
રિયા અને અમિત બહુ ખુશ હતાં, સ્વભાવે પણ બંને સરખાં જ હતા માટે સંસાર ની ગાડી પાટે ચઢી ગઈ અને એક જ લયમાં આગળ વધતી ચાલી.
બંન્ને એકબીજાના જીવનનાં હમસફર બની નીકળી પડ્યાં.. અને આ ટૂંકી વાર્તા અહીં સમાપ્ત થાય છે.
નોંધ: આ વાર્તાના તમામ પાત્રો, સ્થળ અને ઘટનાઓ કાલ્પનિક છે.
© ભાવેશ પરમાર... "આર્યમ્" આભાર
માતૃભારતી ના નિયમ અનુસાર અમુક શબ્દો ઘટતા હોઈ ને અહીં મારું એક કાવ્ય રજુ કરું છું.
જોઈને સામે અમને એ કેવાં તો હરખાય છે.!
ફર્યાં બીજી જ બાજુ અને મંદમંદ મલકાય છે.
આંખો એની વરસી ગઈ મને સામે જોયો ત્યાં,
પ્રેમ એના દિલમાં કદાચ આજેય પરખાય છે.!
મળ્યાં ઘણાં સમયે ભલે દૂર કદી હતાં જ નહીં,
જોઈ સાથે અમને મારા દુશ્મન વળ ખાય છે.!
હતા થોડા દોસ્ત અને દુશ્મન પણ ઘણા હતા.!
તોયે ઝંડો પ્રેમનો આજ આસમાને ફરકાય છે.
ભલે મળ્યાં પણ મળ્યાં નહીં આ જન્મ માં પણ,
આજે મારો પ્રેમ લૈલા મજનું સાથે સરખાય છે.
"આર્યમ્"