હમસફર - 1 Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફર - 1

"યાત્રીગણ કૃપયા ધ્યાન આપસો, સુરત માટે નીકળતી ઇન્ટરસિટી એક્સપ્રેસ બે બે નવ છ સુન્ય પોતાના નિર્ધારિત સમય આઠ વાગ્યાને દસ મિનિટે પ્લેટફોર્મ નંબર એક પર આવવાની તૈયારીમાં."
એનાઉન્સમેન્ટ સાંભળી અમિત બેન્ચ પરથી ઉભો થઇ પ્લેટફોર્મ પર આવી ગયો સાથે રહેલ બેગ ને આગળ લટકાવ્યું.
પ્લેટફોર્મ પર થોડી ભીડ હતી, તે આમતેમ નજરો ફેરવતો હતો, કસુંક શોધતો હશે કદાચ પણ તેને જે જોયો તે નજારો કંઈક આવો હતો,
ટ્રેન માં તો જગ્યા મળશે નહીં તો અહીં જ બેસી લેવાય એવું વિચારી ઘણા લોકો પ્લેટફોર્મ પર ની લાકડાની ખુરશી પર જાણે ચિપકી ગયા હતા. ફેરિયાઓ આંટા મારી રહ્યા હતા અને ચવાઈ ગયેલા અવાજ માં ચા-કોફી માટે રાડો પડતા હતા તો કોઈ ન્યુઝ પેપર માટે ચીસો પાડી રહ્યા છે. એક નાનું ટાબરીયું ભાગવા ની કોશિશ કરતું હોય અને તેની આધુનિક મમ્મી તેને બે પગ વચ્ચે દબાવી રાખ્યો હતો કેમકે હાથ તો નવરા ન હોઈ, મોબાઈલ કોણ પકડે.!

હોર્નના કર્ણભેદી અવાજ સાથે "છુક.. છુક.." કરતી ગાડી આવતી દેખાઇ, બધા લોકો પ્લેટફોર્મ પર ઘસી આવ્યાં. હજુ ગાડી એ ઉભું રહી આરામનો શ્વાસ પણ નહોતો લીધો ત્યાંતો બધાએ દરવાજે હલ્લાબોલ કરી નાખી, અમિત પણ જેમતેમ કરી ચઢયો.
આમતેમ નજર દોડાવી, ના! જગ્યા માટે નહીં, ટાઈમપાસ માટે થોડી આગળ જ લીલા અને શ્યામગુલાબી ડ્રેસમાં 'તે' ઉભી હતી, અમિત તેની પાસે જઈ ઉભો રહી ગયો. થોડી વાર નિરીક્ષણ કર્યું,
ઠીકઠાકથી થોડી વધારે કહેવાય એટલી સુંદર હતી, એક વખત જોયા પછી ભૂલી ન શકાય એવી માંજરી આંખો. હવાને લીધે ઉડી રહેલા વાળ થોડા ટૂંકા હોવાથી સરખા બંધાયા નહી હોય તેથી વારે વારે તેની આંખો પર આવી જતા હતા. સીટ ના ટેકે એકદમ આરામથી ઉભી હતી મતલબ કે અપડાઉન નો અનુભવ હતો.

અમિતે હિંમત કરીને વાત ચાલુ કરી.
"તમે અમદાવાદ જાવ છો" અમિતે પૂછ્યું.
કોઈ જવાબ નહીં, માત્ર ત્રાંસી નજરે અમિત સામે એકવાર જોઈ લીધું.
"તો વડોદરા?" અમિતે ફરી પૂછ્યું.
ફરી વાર એ જ ત્રાંસી નજર.
"સુરત જતા હશો? બરાબર."
.........
"તો મુંબઇ જતા હશો ને!"

"હવે કંઈ બાકી રહ્યું?" આખરે તે બોલી ખરી.
"ના એ તો એમજ પૂચ્છયું." કહી અમિત તેનાથી થોડો દૂર ખસી ગયો, પોતાના ખિસ્સામાંથી ફોન કાઢી સ્ક્રીન પર આમતેમ આંગળીઓ ઘસવા લાગ્યો.

""ખા.... રી...સિંગ,"" પોતાના કાન તૂટી ગયા એવું લાગ્યું અમિતને, "અલ્યા ભઈ મારા કાન સાથે કોઈ દુસમની છે તારે, થોડો દૂર જા ને" કહી ફેરિયાને થોડી જગ્યા કરી આપી જવા માટે. પેલીએ સાંભળ્યું એ થોડી હસી!

એવું નહતું કે અમિત ખરાબ છોકરો હતો, બસ એક જ કુટેવ, હવે આપણે તેને કુટેવ કહીયે કે કલા, પણ ગમે એ અજાણી છોકરી સાથે પણ વાત કરતાં તે ક્યારેય ન ખચકાતો, બસ ચાલુ જ પડી જાય. હા એને ટાઈમ પાસ માટે સૌથી વધુ ગમતો વિષય હતો વાતો કરવી, એમાં પણ જો કોઈ છોકરી સાથે વાતો કરવાનો મોકો મળે તો બિલકુલ ન છોડે.

પણ, આજે તેનો રોંગ નંબર લાગ્યો એવું લાગતું હતું.
પણ, આ તો અમિત છે, એમ હાર ન માને.

"તમને ખબર છે, નવી મેસેન્જર એપ આવી છે! બહુ બધા વાપરતા થઈ ગયા છે." અમિતે ફરી પ્રયાસ ચાલુ કર્યો.
આ વખતે પેલી થોડું હસી, પણ કંઈ બોલી નહીં.

પોતાના ફોનની ડિસ્પ્લે બતાવતાં કહ્યું "જુઓ હું પણ એ જ વાપરું છું."
જવાબ માં પેલી એ ફોન તેની સામે ધર્યો, એ પણ એ જ વાપરતી હતી એમ કહેવા માંગતી હશે કદાચ.
"બાય ધ વે, મારુ નામ અમિત, તમારું?" અમિતે કહ્યું.
"રિયા, રિયા પટેલ, મારુ નામ" રિયા બોલી.
અમિત ખુશ થઈ ગયો, તેને લાગ્યું કે પોતે કોઈ જંગ જીતી ગયો, આખરે રિયા એ જવાબ તો આપ્યો.

તે સામેથી બોલી, "અમદાવાદ જઉં છું, કોલેજ એડમિશન માટે, તમે?"
હું પણ, એ માટે જ, કઈ કોલેજ?" અમિતે પૂછ્યું.

રિયાએ કોલેજ નું નામ આપ્યું ને અમિત ઊછળી પડ્યો, "અરે વાહ તો તો આપણી બંનેની મંઝિલ એકજ છે, હું પણ ત્યાંજ જઉં છું."

પછી તો સવાલો અને જવાબ નો અવિરત પ્રવાહ ચાલતો રહ્યો. અમદાવાદ કેમ આવી ગયું ખબર જ ન પડી.

બંન્ને કોલેજ સુધી સાથે જ ગયાં.


***** ક્રમશઃ *****


© ભાવેશ પરમાર


*** આભાર ***