રીટા u... jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીટા

રીટા આજે બહુ ખુશ હોય છે,કારણ કે અત્યાર સુધી દુઃખના પહાડો ખમીને ભગવાન પર શ્રદ્ધા રાખીને જીવતી રહે છે, માત્ર જીવવા ખાતર પણ, આજે તેનો સૌથી સારો મિત્ર રાહુલ તેનો જીવનસાથી બનવાનો હોય છે.આમતો રીટા છેલ્લા ચાર વર્ષથી રાહુલ સાથે નોકરીમા જોડાયેલી હોય છે.રાહુલનો મજાકીયો સ્વભાવ હંમેશા રીટાના ચહેરા પર ગુલાબી સ્મિત લાવી આપે છે.દરેક નાની-મોટી મુશ્કેલીમાં રીટાને સાથ આપતો. શાંત દરિયા જેવી રીટા અને તેમાં તરંગો રૂપી ઉછળતા મોજા જેવો રાહુલ, બંને એકબીજાના જીવનના અંત સુધી સાથ આપવા તૈયાર થઇ ગયા.
રાહુલના મમ્મી-પપ્પા બન્ને શિક્ષક હતા અને તેમનું એકમાત્ર સંતાન રાહુલ હતો.રાહુલ છેલ્લા ઘણા સમયથી અહીં એકલો જ રહેતો હતો. તેમના મમ્મી-પપ્પા પોતાના વતનમાંથી આજે અહીં આવ્યાં હતા. બન્નેને આશીર્વાદ આપવા માટે. રીટાના પરિવારમાં માત્ર એક દાદી હતા.નાનપણમાં રીટાના જન્મ બાદ થોડા સમયમાં તેના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારબાદ તેની માતાની માનસિક સ્થિતિ ધીરે-ધીરે ખરાબ થતી ગઈ. છેલ્લે તેને માનસિક સુધાર કેન્દ્રમાં મુકવામાં આવ્યાં હતા. રીટાએ છેલ્લી વાર ત્યાં જ એની મમ્મીને જોઈ હતી.આઠ વર્ષની હશે ત્યારે તેના દાદી સાથે ગઈ હતી .બસ પછી થોડા સમયમાં જ સમાચાર મળ્યા કે તેણે આપઘાત કરી નાખ્યો. ત્યારે રીટા મનથી એકદમ હતાશ થઇ ગઇ પણ, સમયની સાથે જીવતા શીખી ગઇ.પછી દાદી ને ગળે મળતા તેને બધુ યાદ આવી ગયું અને રડી પડી.બાજુમાં ઉભેલા રાહુલે તેના આંસુ લુછીને અને તેને હસતા રહેવાનું કહ્યું.
રાહુલ અને રીટા પોતાના નવા જીવનની શરૂઆત કરી અને પોતાની બચતમાંથી શહેરમાં નવા ફ્લેટમાં રહેવા ગયા.થોડા વખત રાહુલના મમ્મી-પપ્પા તેમની સાથે રહ્યા પછી એ જતા રહ્યા.છેલ્લે રાહુલની મમ્મીએ રીટા ને બાજુમાં બેસાડી ને કહ્યું કે, મારો રાહુલ બહુ ભોળો છે બહુ જલદી બીજાની વાતમાં આવી જાય છે એટલે તેનું ધ્યાન રાખજે અને બંને પ્રેમથી રહેજો.
આજે જ્યારે રીટા રાહુલને જમવા આપે છે, ત્યારે અચાનક રાહુલને ગુસ્સો આવી જાય છે.તે જોર જોરથી ખીજાવા લાગે છે. રીટા રાહુલને સમજાવવાની કોશિશ કરે છે પણ રાહુલ થાળીનો ઘા કરીને જતો રહે છે. રીટા રાહુલના આવા વર્તનથી ડઘાઈ જાય છે.ધીરે-ધીરે દરરોજ રાહુલ, નાની-નાની વાતમાં રીટા સાથે ઝઘડવા લાગે છે.રીટા રોજના કંકાસથી ત્રાસી જાય છે અને ઘર છોડી દેવાનો નિર્ણય પર આવે છે.તે દાદી પાસે આવે છે અને ખરેખર અંદરથી ભાંગી પડે છે.દાદી સમજાવે છે કે નાની નાની વાતમાં ઘર છોડીને ન અવાય. પણ રીટા માનતી નથી તે સાંજે રીટા મંદિરે જઈને બેઠી હોય છે ત્યારે તેને લગ્ન પહેલાંનો રાહુલ યાદ આવે છે. તે ભાવુક થઈ ને રડતી હોય છે.ત્યારે એક મોટી ઉંમરની સ્ત્રી તેની બાજુ માં બેસી ને પૂછે છે ત્યારે રીટા તેને બધું જણાવે છે.પેલી સ્ત્રી રીટાને કહે છે કે આ જરૂર કોઈની નજર લાગી ગઈ છે. રાહુલ પર કોઈએ વશીકરણ કરેલું હોવું જોઈએ.રીટા ભણેલી હોવાથી તેની વાત માનતી નથી પણ પેલી સ્ત્રીએ કહ્યું કે તું એની પાસે જા, અને એની પર નજર રાખજે તને ખબર પડી જશે.
રીટા દાદી પાસે આવે છે. દાદી રીટાને તેના ઘરે જાવા સમજાવે છે. આખરે રીટા પાછી ઘરે જાય છે.આ વખતે રીટા મક્કમ થઈ ગઈ એ જાણવા માટે કે રાહુલ તેની સાથે આવું વર્તન કેમ કરે છે. પહેલાં તો રાહુલ બહુ ગુસ્સો કરે છે પણ રીટા માફી માગી લે છે.પછી રાત્રે જમીને બન્ને સુઇ જાય છે.અચાનક મોડીરાત્રે રાહુલ જાગી જાય છે અને બહાર નીકળી જાય છે. રીટા પણ તેનો પીછો કરે છે રાહુલ દૂર-દૂર સુધી ચાલ્યા કરે છે અને એક સુમસામ જગ્યા માં આવી ને ઉભો રહે છે.તે સમશાન હોય છે રીટા બહુ ડરી જાય છે.રાહુલ ધીરે ધીરે રીટા તરફ આવી જાય છે અને તેનું ગળું પકડે છે. રાહુલનો અવાજ બદલાઈ જાય છે.તે રીટાને મારી નાખવાની ધમકી આપે છે. રીટા અચાનક આ ઘટનાથી ગભરાઈ જાય છે અને એ બેભાન થઈ જાય છે.જ્યારે તે આંખો ખોલે છે ત્યારે સવાર હોય છે અને તે તેના રૂમમાં હોય છે. રીટા રાહુલને બધુ પૂછે છે પણ રાહુલ સમજાવે છે કે રીટાને સપનું આવ્યું હશે. રાહુલ નોકરીએ જતો રહે છે.
રીટા મુંજાઈ જાય છે અને સાંજે મંદિરે જાય છે. ત્યાં તેને ફરી પેલી સ્ત્રી મળે છે. રીટા આ બધું તેને જણાવે છે.પેલી સ્ત્રી તેને એક ઉકેલ દેખાડે છે તે રીટાને અન્ય સ્ત્રી પાસે લઈ જાય છે.જે દેખાવમાં અતિ સુંદર અને વિચિત્ર હોય છે.તે રીટાને જણાવે છે કે આ બધું તેની પાગલ માતા ના કારણે થાય છે.તેનો આત્મા રાહુલનો જીવ લઈને જ જશે.આ સાંભળીને રીટા ડરી જાય છે.તે રાહુલે બહુ પ્રેમ કરે છે તેથી રડવા લાગે છે અને હાથ જોડીને કહે છે કે, હું રાહુલને બચાવવા ગમે તે કરીશ પેલી સ્ત્રી તેના કાનમાં કંઇક કહે છે રીટા તેનો ચહેરો -હા માં હલાવે છે.
એ રાત્રે રાહુલનો ફોન આવે છે અને કહે છે કે તેના મિત્રનું અકસ્માત થયું હોવાથી તે આખી રાત હોસ્પિટલમાં રહેશે. રીટા ઘરમાં એકલી જ હોય છે. તે પેલી સ્ત્રી ના કહેવા મુજબ એક કાગળમાં માફી માગે છે ને લખે છે કે મને માફ કરી દે અને બાલ્કની માં જાય છે હાથમાં તેની માતા નો ફોટો પકડે છે અને માફી માગી ને રડે છે ત્યાં જ પાછળથી એક ધક્કો લાગે છે અને તે નીચે પડીને મૃત્યુ પામે છે. થોડા સમયમાં ત્યાં પોલીસ આવે છે અને રાહુલને ફોન કરે છે અને ઘરે બોલાવે છે.રાહુલ રડવા લાગે છે.પોલીસને રીટા નો પત્ર મળે છે અને પોલીસ આત્મહત્યાનો કેસ ગણી લે છે.
થોડા સમય પછી રાહુલના ઘરે એક સ્ત્રી આવે છે.રાહુલ તેને જોઇને ખુશ થાય છે.આ સ્ત્રી પેલી જ સ્ત્રી હોય છે કે જેણે રીટાને પોતાની પાગલ માતા ના આત્મા વિશે કહેલું હતું, અને તે રાત્રે રીટાને ધક્કો પણ માર્યો હતો. રાહુલ અને એ સ્ત્રી બંને હસતા હોય છે કે તેમણે રીટા ને કેવી મૂર્ખ બનાવી.આ બધું તે બંનેએ રીટાની મિલકત અને પૈસા માટે કરેલું હોય છે. રાહુલ રીટાની દાદી પાસે અમુક કાગળોમાં સહી કરાવવા જાય છે ત્યારે તેને એ વાત જાણીને આંચકો લાગી જાય છે જ્યારે દાદી તેને કહે છે કે રીટા જ્યારે સૌથી પહેલા ઝઘડો કરીને આવી ત્યારે જ તેણે અહીં આત્મહત્યા કરી લીધી હતી.
રાહુલ દોડીને પોલીસ-સ્ટેશને જાય છે ત્યાં જાણ થાય છે કે પેલો આત્મહત્યાનો કેસ બીજી છોકરીનો હતો અને એ જ છોકરી નો હતો કે જેણે રીટાને ધક્કો માર્યો હતો. રાહુલ ત્યાંજ ચક્કર ખાઈ ને પડે છે અને તેને રીટાનો જોરજોરથી હસવાનો અવાજ સંભળાયા કરે છે.