ગેટ આઉટ u... jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગેટ આઉટ

આજે કોલેજના લાસ્ટ યરમાં પણ પૂજાને લેક્ચરમાં આવતા મોડું થયું. આજ નો ફર્સ્ટ લેક્ચર એ પણ પેલા ખડુસનો હતો અને એ આજે અસાઈમેન્ટ આપવાનો હતો એટલે જવું જરૂરી હતું. પૂજાને એમ થયું કે ખડુસ બોર્ડમાં લખી રહ્યો છે એટલે ધીમા પગલે અંદર ઘૂસી ગઈ પણ અચાનક પેલા ખડુસે તેને પકડી પાડી.
પૂજા નો ગોરો ચહેરો એકદમ લાલ થઇ ગયો કોઈ દિવસ કોઈએ ઊંચા અવાજે તેની સાથે વાત નહોતી કરી પણ આજે તેનું આવી બન્યું. તેને જોરથી એક ત્રાડ સંભળાઈ- "ગેટ આઉટ" પૂજા મીણની પુતળી ની જેમ ડરીને થંભી ગઈ.આ ભયંકર ક્રોધીની અત્યાર સુધી વાતો સાંભળી હતી. પહેલી વાર તેને મળી. એ પણ આ રીતે એટલી વારમાં બીજી વાર ત્રાડ સંભળાય - "જસ્ટ ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ". પૂજા હલી પણ ન શકી ત્યાં પેલો ખડૂસે તેને હાથ ખેંચીને બહાર કાઢી.આખો ક્લાસ ડરી ગયો આવા ક્રોધી સરનો આજે લાસ્ટ યર માં પેલો લેક્ચર હતો અને આજે પહેલો પ્રસાદ હસતી-રમતી તોફાની પૂજાને મળ્યો.આખા લેક્ચરમાં પૂજા બહાર જ ઉભી રહી. જ્યારે ખડુસ નો લેક્ચર પૂરો થયો ત્યારે તેણે પૂજાની સામું જોયું અને આંખો પહોળી કરીને કહ્યું કે બીજી વાર મને તારો ચહેરો ન દેખાવો જોઈએ.પૂજાની માસુમ આંખો એ લાલઘુમ આંખો ને જોઈ રહી.
તે દિવસે તેને ઘરે ચેન ન પડ્યું. આજ સુધી તેને કોઇ વાત માટે કોઈએ ટોકી નથી.નાનપણથી જ મમ્મી હતી નહી.પપ્પા અને મોટા ભાઈ સાથે જ રહેતી કોઈ વાતની કમી ન હતી.પૂજાને જે મનમાં આવ્યું તે કરવાનું. તેણે તેના ફ્રેન્ડ સાથે વાત કરી. ફ્રેન્ડે સલાહ આપી કે પ્રિન્સિપલ આગળ જઈને તારા પપ્પાનું નામ આપી આગળના લેક્ચર ભરવાની પરમિશન લઇ આવ. પુજાએ પણ એવું જ કર્યું અને આગલા દિવસે જે ટાઇમ પર લેક્ચર હતો તેના અડધા કલાક પહેલા ક્લાસમાં આવી ને બેઠી ગઈ.
જ્યારે લેક્ચર સ્ટાર્ટ થયું ત્યારે પહેલા બધા વચ્ચે પૂજાને ઉભી કરી અને એવું જ કર્યું જે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું .કહ્યું કે "ગેટ આઉટ". પૂજા રડવા લાગી અને ક્લાસ માંથી નીકળી ગઈ. તેને હતું કે પપ્પાના નામથી કામ થઈ જશે પણ એવું થયું નહીં.પેલો ખડુસ કોઈની ભલામણથી પૂજાને પોતાના લેક્ચરમાં બેસવા દે તેમ ન હતો.ત્યારબાદ એકવાર લિફ્ટમાં પૂજા એકલી હતી ત્યારે ખડુસ આવ્યો. પૂજાને મનમાં ને મનમાં ગુસ્સો હતો. હિંમત કરીને પેલા માણસને કોલર પકડીને ખીજાવા લાગી .પેલા ખડુસ તેના માસૂમ ચહેરા સામે જોઈ રહ્યો અને જોરથી કોલર છોડાવી એક લાફો માર્યો અને લિફ્ટ માંથી બહાર નીકળી જતો રહ્યો. પૂજાના ગુસ્સાનો પાર રહ્યો નહતો.તેણે નક્કી કર્યું કે હવે ગમે તેમ કરીને આખો દિવસ એને હેરાન કરવો. દર લેક્ચરમાં ટેબલ પર ફૂલ મુકવા, તેની ગાડીનું પંચર કરવું,બોર્ડ પર તેના નામ બગાડવા, તેનો પીછો કરવો અને હેરાન કરવું. પણ પેલો ખડુસ હવે પૂજાના આવા વર્તનથી ટેવાઈ ગયો હતો. ગુસ્સાના બદલે તેની તરફ સ્માઈલ કરતો હતો. પણ પૂજાના તોફાન શરૂ રહ્યા .
એક દિવસ ફરી લિફ્ટ માં પૂજા એકલી હતી, ત્યારે પેલા ખડુસે આવીને કહ્યું, પ્લીઝ ડોન્ટ ગેટ આઉટ ફ્રોમ માય લાઈફ. પૂજાને એ લાલ આંખોમાં પહેલી વાર પ્રેમ દેખાયો. એ ખડૂસ-'પ્રેમ' પૂજાના પિતા અને ભાઈ ને મળ્યો. પણ કોઈ રાજી ન હતા. કારણકે પ્રેમ પૂજા થી દસ વર્ષ મોટો અને મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતો.તેની એક વૃદ્ધ માતા જ હતી. આથી કોઈ રાજી ન હતું.પણ પૂજા એ ખડુસને પોતાના જીવથી ય વધારે પ્રેમ કરતી હતી.અંતે બંનેએ લગ્ન કરી લીધા. પૂજા પ્રેમ સાથે ખૂબ ખુશ હતી.નટખટ, તોફાની પૂજા-ડાહી ડમરી,વહાલી પત્ની બની ગઈ.
આજે એ વાતને વીસ વરસ થયા. ફરી એકવાર પ્રેમની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઈ.આ વખતે તે એકલો રડી રહ્યો હતો.પાંચ વર્ષ પહેલાં જ પૂજાનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું. પ્રેમ તેના વગર જીવી શકે તેમ ન હતો અને તેને ભૂલી શકે તેમ પણ નહોતો. તે જોર-જોરથી રાડો પાડી રહ્યો હતો.'પૂજા, ગેટ આઉટ ફ્રોમ માય હાર્ટ.'
આખરે એક ડોક્ટરે તેને પાંચ વર્ષ બાદ એ મેન્ટલ હોસ્પિટલમાંથી રજા આપી.કારણ કે પ્રેમનું હાર્ટ ફેલ થઈ ગયું હતું.(પણ પૂજાને 'ગેટ આઉટ' ન કરી શક્યું.)