પેહલા પેહલા પ્યાર હૈ !! - 15 Bhargavi Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેહલા પેહલા પ્યાર હૈ !! - 15

(પહેલા ના ભાગ માં જોયું કે અંશ પાયલ માટે કંઇક સરપ્રાઈઝ તૈયાર કરતો હોય છે..હવે આગળ)

પાયલ સવારે જલ્દી ઉઠીને તૈયાર થઈને જાન માં ભાઈ ની બાજુ માં બેસીને નિકળી જાય છે.. લગ્નઃસ્થળ આવતા બધા ઉતરીને ફ્રેશ થવા જાય છે.. ફ્રેશ થઈને બધા લગ્ન ની વિધિ ચાલુ કરે છે..અને પછી બધા એ મંડપ તરફ જવાનું હોય છે.. પાયલ ને ઘણું કામ હોવાથી એ બધાથી છેલ્લે મંડપ માં પોહચે છે અને જોવે છે તો કોઈ પણ એના ઘર નું હોતું નથી મંડપ આગળ.. તો એ બીજા મહેમાન ને પૂછીને બધા ને શોધવા લાગે છે.. પછી એક નાનો છોકરો આવે છે અને પાયલ ને એના જોડે લઇ જઇને એક હોલમાં જવા માટે આંગળી કરે છે.. પાયલ દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે..તો એકદમ અંધારું હોય છે તો એ લાઈટ ચાલુ કરવા જાય છે.. જેવી એ લાઈટ ની સ્વિચ ઓન કરે છે એવા જ બધા બૂમો પાડે છે..અને પાયલ એ બધા ને જોઈને ચોંકી જાય છે.. પાયલને કઈ જ ખબર નથી પડતી કે આં બધું એના જોડે શું થઈ રહ્યું છે.. એટલા માં જ એક સોંગ વાગે છે.." પેહલી નજર ને કૈસા જાદૂ કર દિયા...તેરા બન બેઠા હે મેરા જીયા.." અને પાયલ પર ગુલાબ ની પાંદડીઓ નો વરસાદ થાય છે..પાયલ આં બધું જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે.. પછી એના ભાભી ને ઈશારા માં પૂછે છે કે આં બધું શું છે.. તો એના ભાભી જોરથી બોલે છે.. " હવે આટલી બધી પણ રાહ ના જોવડવ .. આવી જા હવે અંશ.."

પાયલ તો અંશ નું નામ સાંભળતા જ ચોંકી જાય છે.. એટલા માં જ કોઈક માઇક માં બોલતું હોય એવો અવાજ સંભળાય છે...

" પાયલ...પાયલ.. હું શું કહું તને..તું મારી જિંદગી નો એક અમૂલ્ય ભાગ બની ગઈ છે.. અરે સોરી તું મારી જિંદગી બની ગઈ છે... તને જ્યારે પહેલી વાર જોઈ હતી ત્યારથી જ તું એમને ગમતી હતી પણ ધીરે ધીરે જ્યારે તને જાણી ..તને સમજી.. ત્યારે તે મારા દિલ માં એક અનોખું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે..જે હવે કોઈ નહિ લઇ શકે.. આવો એહસાસ તે જ મને પહેલી વાર કરાવ્યો છે.. પેહલા મારી દોસ્ત બની..પછી એકદમ પાક્કી દોસ્ત જેના જોડે હું કઈ પણ શેર કરી શકું એકદમ બેજીજક.. અને પછી તું મારી જિંદગી બની ગઈ.. કેમ કે તું રડે છે ત્યારે મને તારા કરતાં વધારે દુઃખ થાય છે..તું હસે છે તો તારા કરતા વધારે ખુશી મને થાય છે.. યાર ..શું કહું હવે તને... બસ એટલું જ પૂછવા માંગુ છું..શું તું આં પાગલ નો સાથ જિંદગીભર આપી શકીશ..શું આખી લાઇફ તું આં પાગલ ને જેલી શકીશ..શું તું આં પાગલ ને તારા પિત્ઝા નું બિલ ચૂકવવાનો હક આપીશ??? ..શું તું તારી આખી લાઇફ આં પાગલ ને આપી શકીશ??"

પાયલ ના આંખ માંથી આંસુ વેહતા હોય છે..અને એટલા માં જ પડદા પાછળ છૂપાયેલો અંશ એના જોડે એક પિત્ઝા નું બોક્સ અને એક હાથ માં રીંગ નું બોક્સ અને ગુલાબ લઈને આવે છે.. અને પાયલ ના સામે જઈને ઘૂંટણ પર બેસીને એને કહે છે.." will u b mine forever??? "અને પછી મજાક માં કહે છે કે જો ના પાડીશ ને તો આં પિત્ઝા હું એકલો જ ખાઈ જઈશ.. અને પાયલ પણ રડતા રડતા નીચે બેસીને અંશ ને હગ કરી લે છે.. હોલમાં બધા જ લોકો એ બન્ને ને નિહાળી રહ્યા હોય છે.. અને પાયલ ના અને અંશ ના મમ્મી પપ્પા ના આંખ માં પણ આંસુ હોય છે.. અને આં પ્રેમ મિલન ને બધા તાળીઓના ગડગડાટ થી વધાવે છે.. પછી અંશ પાયલ ને વીંટી પેહરાવે છે અને પિત્ઝા ની એક બાઈટ ખવડાવે છે.. અને પછી બન્ને વડીલો ના આશીર્વાદ લે છે.. પાયલ અંશ ના મમ્મી પપ્પા ને પહેલી વાર મળતી હોય છે એટલે અંશ ના મમ્મી તો પાયલ ને ગળે વળગાડી ને પાયલ ના મમ્મી ને કહે છે કે.. "આં મારી વહુ નહિ દીકરી છે.." અને પાયલ ના મમ્મી પણ અંશ ને ગળે વળગીને કહે છે તો "આં મારા દીકરા થી ઓછો થોડી છે.." અને બધા એમની ખુશી ને વધાવે છે.. છેલ્લે પાયલ નો ભાઈ કહે છે.. " બકા.. તારા ચક્કર માં મારા લગન નું મુહરત જતું રહ્યું ને..તો હું તમને બન્ને ને લગન નહિ કરવા દઈશ.." અને બધા હસીને મંડપ તરફ જાય છે..અને લગ્નનની વિધિ ચાલુ કરે છે.ત્યારે પાયલ અંશ ના બાજુ માં જઈને એને "thank you" કહે છે..અને અંશ તો બસ એને જ જોઈ રહે છે.. પછી પૂછે છે કે " કેમ ??" તો પાયલ કહે છે " આટલા મોટા સરપ્રાઈઝ માટે.."
અંશ મજાક કરતા કહે છે કે... " આ બધું તારા માટે થોડી હતું........... આ તો મારી જાન માટે હતું.." એમ કરીને આંખ મારે છે.. અને બધા લગ્ન માં વ્યસ્ત થઈ જાય છે..

લગ્ન પતાવ્યા પછી બધા જમવા માટે જાય છે.. અંશ એ પેહલેથી જ પાયલ અને એના માટે જમવાનું રેડી કરી દીધું હોય છે..અને પાયલ ને બાજુ માં બેસવા કહે છે.. અંશ પોતાના હાથ થી પાણી પૂરી બનાવીને પાયલ ને ખવડાવે છે.. પાયલ ના આંખ માંથી આંસુ આવી જાય છે કેમ કે આજ સુધી આટલો પ્રેમ એને કોઈએ નથી કર્યો હોતો.. અંશ એના આંસુ ને લૂછીને કહે છે.."આજ પછી એક પણ આંસુ તારા ગાલ પર નહિ આવવા જોઈએ.." અને પછી બધા જમવાનું પતાવીને પાછા મંડપ પર જાય છે.. હવે વિદાય નો સમય હોય છે.. પાયલ ના ભાભી બધા જોડે વિદાય લેતા રડતા રડતા આવે છે અને છેલ્લે અંશ જોડે આવે છે.. પાયલ એ આજ સુધી અંશ ને રડતો નથી જોયો હોતો..પણ એ પહેલી વાર કોમલ ભાભી ને વળગી ને રડતા જોવે છે જેમાં એને એક ભાઈ બહેન વચ્ચે રહેલો અનહદ પ્રેમ દેખાય છે..એ જોઇને પાયલ ના આંખ માંથી પણ આંસુ આવી જાય છે..

છેલ્લે પાયલ પણ અંશ ના મમ્મી પપ્પા ને મળીને ગાડી માં બેસે છે.. અને અંશ ને જ જોવે છે..એટલા માં એનો ભાઈ એને કહે છે.. " પાયલ તારે અહીંયા નથી બેસવાનું.. તું અંશ ની ગાડી માં આવ.. એ એકલો જ આવવાનો છે એટલે.." એમ આંખ મારીને કહે છે.. અને પછી અંશ સામે જોવે છે તો અંશ દરવાજો ખોલીને કહે છે.. " હા પાયલ.. તારે મારા જોડે જ આવવાનું છે.." અને પાયલ ને બહાર કાઢે છે.. પાયલ નીકળીને અંશ નું ગાડી માં બેસે છે અને અંશ પણ પછી પાયલ જોડે જઈને બેસે છે..અને બન્ને નીકળી જાય છે.. એ દરમિયાન પાયલ અને અંશ ઘણી બધી વાતો કરે છે અને પછી છેલ્લે ઘરે જાય છે..અને બીજી બધી વિધિ પૂરી કરે છે..પછી રાતે બધા શાંતિ થી બેસે છે..ત્યારે અંશ ના મમ્મી પપ્પા પણ આવેલા હોય છે એટલે બધા અંશ અને પાયલ ના લગ્ન ની તારીખ કાઢવાનું વિચારે છે.. કેમ કે અંશ ને 2 મહિના માં પાછું કેનેડા જવાનું હોય છે..એટલે 1 મહિના પછીનું મુરત નીકળે છે.. અંશ અને પાયલ ખૂબ જ ખુશ હોય છે .... અને સવારે પાયલ એના મમ્મી પપ્પા જોડે વાપી પાછી આવી જાય છે.. અને બધા લગ્ન ની તૈયારી માં લાગી જાય છે..

ક્રમશ: