પેહલા પેહલા પ્યાર હૈ !! - 14 Bhargavi Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેહલા પેહલા પ્યાર હૈ !! - 14

(આગળના ભાગ માં જોયું કે પાયલ વાપી જવા માટે નિકળી જાય છે)

પાયલ વાપી આવીને એની રૂટિન લાઈફ માં આવી જાય છે અને એમાં જ વ્યસ્ત રહે છે.. પણ હવે એ રોજ જ અંશ જોડે અચૂક વાત કરે છે..એ બન્ને બહુ કલોઝ આવી રહ્યા હોય છે જેનાથી બન્ને અજાણ હોય છે.. દરરોજ સવારે પેહલા ગુડ મોર્નિંગ થી લઈને રાતે મોડા સુધી વાત કરવી એ હવે પાયલ અને અંશ નું રૂટિન થઈ ગયું હોય છે.. પાયલ એની લાઈફ ની બધી જ વાતો અંશ ને કહી દે છે અને અંશ એના જીવનની બધી વાત પાયલ ને કરે છે.. બન્ને એકબીજા માટે કંઇક મેહસૂસ કરતા હોય છે પણ કહેતા ગભરાય છે.. પાયલ ને હવે પાછું ફેબ્રઆરીમાં એના કાકા ના છોકરા અને અંશ ની બેન (પાયલ ના ભાભી) ના લગન માં જવાનું હોય છે.. એ તો બસ ખાલી અંશ ને મળવા માટે રાહ જોઈ રહી હોય છે..

ફેબ્રઆરીમાં પાયલ ની પરીક્ષા હોવાથી એના મમ્મી પપ્પા જલ્દી નિકળી જાય છે જ્યારે પાયલ મોડેથી નીકળવાની હોય છે.. અને એક બાજુ અંશ પાયલ ની આતુરતા થી રાહ જોતો હોય છે.. એ પાયલ માટે સરપ્રાઈઝ પ્લાન કરીને રાખે છે પણ એને અમલ માં મૂકવો એ બહુ જ કઠિન હોય છે.. પણ હવે પાયલ આવશે તો એ કંઇક એવું કરવાનો હોય છે જે પાયલ ને જિંદગીભર યાદ રહેવાનું હોય છે...

આ બાજુ પાયલ સવારે વેહલા તૈયાર થઈને ગામ જવા માટે બસ માં નિકળી જાય છે.. પણ બસ અમદાવાદ સુધી જવાની હોય છે એટલે એ ઘરે ફોન કરીને જણાવે છે કે અમદાવાદ જે પણ ફ્રી હોય એને લેવા મોકલે.. અને એ જ દિવસે અંશ પણ અમદાવાદ ગયો હોય છે એના કામ માટે..તો જીગર ને યાદ આવતા એ તરત જ અંશ ને ફોન કરીને જણાવી દે છે કે પાયલ ને બસ સ્ટેશન થી લઇ આવે.. અને અંશ તો એકદમ ખુશ થઈ જાય છે એના જોડે તો " ભાવતું હતું અને વૈદે કહ્યું " એવી પરિસ્થિતિ સર્જાય છે.. અંશ નું ઘર અમદાવાદ માં પણ હોય છે એટલે એ જલ્દી જલ્દી એના ઘરે જઈને રેડી થઈ જાય છે અને પાયલ ને ચોકલેટ અને પિત્ઝા ખૂબ ભાવતા હોવાથી પેહલા એની મનપસંદ ચોકલેટ અને dominos માંથી પિત્ઝા લે છે અને ગાડી માં મૂકીને બસ સ્ટેશન તરફ જાય છે.. પાયલને ખબર નથી હોતી કે એને કોણ લેવા માટે આવવાનું હોય છે એટલે અમદાવાદ આવતા એ તો બસ માંથી ઉતરી ને જેવી ફરી ભાઈ ને ફોન કરવા જાય છે ત્યાં તો પાછળ થી આવીને અંશ એને બોલાવે છે... અને પાયલ પણ અંશ ને જોઈને ખુશ થઈ જાય છે..એને ખબર પડી જાય છે કે ભાઈ એ અંશ ને લેવા માટે મોકલ્યો હશે.. અને એ અંશ જોડે જાય છે અને હાથ મિલાવે છે..અંશ તો જેમ વર્ષો પછી મળ્યા હોય એમ પાયલ નો હાથ જ નથી છોડતો અને બસ એને જોયા કરે છે.. પાયલ એના મોઢા પર ચપટી વગાડતા એને ક્યાં છે એનું ભાન કરાવે છે અને બન્ને ગાડી માં જઈને બેસે છે..

પાયલ પણ મનોમન અંશ ને ચાહવા લાગી હોય છે..પણ એને કહી નથી શકતી... થોડી વાર પછી અંશ પાયલ ને પાછળ ની સીટ પર કંઇક મૂક્યું છે એના માટે એ જોવા માટે કહે છે.. અને પાયલ પિત્ઝા અને ચોકલેટ જોઇને ખૂબ ખુશ થઈ જાય છે અને એજ ખુશી માં એ અંશ ના ગાલને ચૂમી લે છે..અને એને " thank u" કહે છે..જ્યારે અંશ તો મન માં વિચારતો હોય છે કે "પિત્ઝા અને ચોકલેટ થી આવી મસ્ત kiss મળતી હોય તો તો એ આખી દુકાન પાયલ ને ખરીદી આપે" .. પછી પાયલ તો પિત્ઝા અને ચોકલેટ ખાવામાં વ્યસ્ત થઈ જાય છે ..અંશ પણ થોડી વાર ગાડી ઊભી રાખીને પાયલ ને કહે છે.." સાલી..ક્યારની એકલી એકલી ખાય છે..મને તો પૂછતી જ નથી..બવ નફ્ફટ થઈ ગઈ છે તું.."

પાયલ ખાતા ખાતા કહે છે.." અરે..તને પણ ખાવું છે.. પણ sorry આં વસ્તુ તો હું શેર નહિ કરી શકું..તું તારી બીજી કોઈક વ્યવસ્થા કરી દે...."

અને અંશ પાયલના જોડે મસ્તી કરતા એના હાથમાંથી ચોકલેટ લઇ લે છે.. અને કહે છે .." જો હું તો શેર કરવામાં માનું છું..તને જોઈતી હોય તો કહેજે.." અને એમ કરીને ચોકલેટ ખોલીને ખાવા લાગે છે..ત્યારે પાયલ પણ એના હાથ માંથી જબરદસ્તી ચોકલેટ લઇ લે છે..અને અંશ પાયલ નો હાથ જોરથી પકડી લે છે.. અને પાયલ ને કહે છે.." ક્યાં તો મને અડધી આપ.. નહિ તો હું તારો હાથ નહિ છોડુ.."

પાયલ પણ મન માં વિચારે છે કે.." કોણ કહે છે તને મારો હાથ છોડવા..." અને મલકાય છે.. અને ચોકલેટ અંશ ને આપીને કહે છે "મને અડધી તો જોઈએ ..તું મારા માટે લાવ્યો હતો..એવું ના ચાલે.."

અને અંશ પણ પાયલ ને અડધી ચોકલેટ આપીને આગળ ગાડી હંકારે છે.. અને બન્ને મસ્તી કરતા અને વાતો કરતા ગામ પોહચી જાય છે.. અને પાયલ એના કાકા ના ઘરે ફ્રેશ થવા જાય છે જ્યારે અંશ એના બેન ના લગન હોવાથી બધા ને મળીને બીજા ગામે જવા માટે નીકળી જાય છે..

જ્યારે પાયલ ઘરે પહોંચે છે ત્યારે બધા લોકો એના જોડે અલગ જ પ્રકારનું વર્તન કરતા હોય છે..એના મમ્મી પપ્પા પણ થોડો અજીબ જ વર્તન કરે છે..પણ પાયલ ને કંઇ જ સમજાતું નથી.. રાતે બધા cousins ભેગા થઈને પાયલ ને ચીડવતા હોય છે કે કેવી મજા આવી અંશ જોડે.. પાયલ ને એમ કે એ તો એમજ કહેતા હશે.. સવારે મામેરું અને સાંજે રાસગરબા હોય છે.. પણ બધા જ young લોકો એ તો કંઇક અલગ જ પ્લેન બનાવ્યો હોય છે.. બધા એ bachelor party રાખી હોય છે..જેમાં એક બાજુ એકલી છોકરીઓ અને એક બાજુ છોકરાઓ હોય છે..બધા જ રાસગરબા પછી પોતાની અલગ party કરવાના હોય છે.. રાતે રાસગરબા પૂરા થતા.. અંશ પણ એની બેન અને બીજી પાયલ ના ભાઈની સાળીઓ ને લઈને આવી જાય છે.. અને છોકરા છોકરીઓ પોત પોતાની અલગ જ team બનાવીને અલગ અલગ જગ્યા એ જતા રહે છે..

છોકરાઓ એ તો beer and juice ની વ્યવસ્થા કરી હોય છે અને dj party.. અને જ્યારે છોકરીઓ એ તો ઘણા બધા નાસ્તા અને બધા અલગ અલગ કપડાં પેહરીને એક એક dance કરવાના હોય છે.. છોકરાઓને કંઈ મજા નથી આવતી હોતી એટલે બધા જ છોકરીઓ શું કરે છે એ જોવા માટે જાય છે છૂપી રીતે.. અને એક બારીમાંથી બધા dance જોતા હોય છે.. જ્યારે પાયલ નો dance આવે છે ત્યારે બધા અંશ બાજુ જોઇને સિટી વગાડે છે અને અંશ ને ચીડવે છે.. અંશ પણ ધ્યાન થી પાયલ નો dance જોતો હોય છે " સુન સાથીયા... માહિયા ... બરસાદે.." સોંગ પર અને અચાનક જ પાયલ નું ધ્યાન બારી તરફ જતા એ સોંગ બંધ કરીને બારી આગળ જાય છે.. અને બધા ને બહાર ભગાવવા માટે જાય છે.. ત્યારે એના ભાભી એને રોકી દે છે અને બધા ને અંદર આવવા માટે કહે છે.. બધા જ couples હોવાથી અંશ બધા ને couple dance કરવાનું કહે છે અને સોંગ ચાલુ કરાવે છે.. ખાલી પાયલ અને અંશ જ બેઠા હોય છે બાકી બધા dance કરતા હોય છે..અંશ પાયલ તરફ અને પાયલ અંશ તરફ જોતી હોય છે..અને અંશ અચાનક ઊભો થઈને પાયલ તરફ જાય છે અને પૂછે છે.." would u like to dance with me" પાયલ પણ હકાર માં માથું હલાવીને અંશ જોડે જાય છે.. અને એ બન્ને પણ એકબીજા જોડે dance કરવા લાગી જાય છે.. એ બન્ને તો ફક્ત એમની દુનિયા માં જ ખોવાયેલા હોય છે.. પાયલ ના ભાભી બન્ને ને ચિડવવા મટે સોંગ બંધ કરી દે છે છતાં પણ બન્ને એકબીજા ની આંખ માં આંખ પરોવીને ડાંસ કરે છે.. વગર ગીતે..એમને આજુબાજુ નું કંઈ ભાન જ નથી હોતું.. બન્ને એકબીજા ના માં જ ખોવાયેલા હોય છે.. પાયલ ના ભાભી એને પાછળ જઈએ હલાવે છે ત્યારે બન્ને ને ભાન આવે છે અને પાયલ શરમાઈને અંદર જતી રહે છે.. થોડીક વાર વાતો કરીને બધા પોત પોતાના ઘરે જતા રહે છે..

આવતી સવાર પાયલ ના માટે ખૂબ જ યાદગાર બનવાની હતી એ વાતથી અજાણ પાયલ તો એના ભાઈ ના લગ્ન માં ખુબ તૈયાર થઈને બધા જોડે ફોટોસ પડાવે છે અને પછી બધા જાન લઈને નિકળી જાય છે..

શું હશે પાયલ નું સરપ્રાઈઝ?
ક્રમશ:

જાણવા માટે વાચતા રહો .. પેહલા પેહલા પ્યાર હે!!!❤





વાચકમિત્રો તમારા બધા ના આટલા સહકાર થી જ હું આટલું બધું લખી શકું છું..આં મારી પહેલી story છે એટલે મને લખતા થોડી વાર થાય છે.. છતાં હું try કરીશ તમને બધાને જલ્દી થી જલ્દી બીજો ભાગ અપલોડ કરી શકું.. અને હું દર રવિવારે બીજો ભાગ મૂકવાની કોશિશ કરીશ.. તમારા બધા ના અભિપ્રાયો મારા માટે ખૂબ જ મહત્ત્વ ના છે.. હું દિલ થી આપ સૌ નો ખુબ જ આભાર માંગુ છું..બીજો ભાગ જલ્દી જ મૂકીશ..

thank you?