સ્નેહનિર્જર - ભાગ 5 Vidhi Pala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહનિર્જર - ભાગ 5

પ્રકરણ ૫ - "ગોરી રાધા ને કાળો કાન"

"કર્તરી, ક્યાં પહોંચી યાર? જલ્દી આવ ને. આજે તારે જ મને તૈયાર કરવાની છે."

કર્તરી કોલેજમાં પ્રેઝન્ટશન સબમીટ કરવા ગઈ હતી. લેપટોપ બંધ કરતાં કરતાં બોલી , "અરે આવું છું ૧૫ મિનીટમાં. જીજુને મળવાનો ઉત્સાહ તો જોવો!"

"પ્લીઝ, અત્યારે તો ચીડવવાનું બંધ કર. અને જલ્દી આવ. બાય."

શ્યામિકાબેન સવારથી ગીતિને ઉત્સાહિત તેમજ ચિંતીત જોતાં હતાં. તેઓ ગીતિની લાગણી સમજી ગયા હતા. તેમને ગીતિ ઉપર અને પોતાના આપેલા સંસ્કારો ઉપર પૂરો વિશ્વાસ હતો. તેમણે અત્યારે કંઈ પણ પૂછવાનું ટાળ્યું. તેમણે વિચાર્યું કે ગીતિ યોગ્ય સમય એ જરૂર થી વાત કરશે.

"હાઈ મોમ! " કર્તરી ઝડપથી પગથિયાં ચઢતાં બોલી.

"હાઈ બેટા. જમીને જ ઉપર જજે ને."

"હું પછી જમી લઈશ. હમણાં જ કોફી પીધી છે." કર્તરી જવાબ આપી સડસડાટ ગીતિ પાસે પહોંચી.

"થઈ ગઈ તારી ૧૫ મિનીટ!"

"સોરી સોરી! આજે ખૂબ જ ટ્રાફિક હતો યાર. ચલ શું પેહરે છે?"

"એ જ તો ખબર નથી પડતી. મારી પાસ કોઈ સારા કપડાં છે જ નહિ!"

"એ તો દરેક છોકરીની ફરિયાદ છે!" કર્તરી ગીતિનો કબાટ ખોલતાં બોલી. "આટલાં બધાં કપડાં તો દેખાય છે મને, ત શું ફરિયાદ કરે છે! હં, તારા પાસે ૭ સ્કર્ટ ટોપ, ૧૧ વન પીસ, ને ૧૭ ટોપ છે."

"મારે વેસ્ટર્ન નથી પહેરવું. અને તું શું કપડાં ગણવા બેઠી છે? એ કાંઈ ગણવાની વસ્તુ છે! તારા ટ્રેડિશનલ કપડાં કાઢ ને. તું જે ઉપરના રૂમમાં મૂકી આવી છો. "

"તું સિરિયસલી આજે એ કપડાં પેહરીશ? તું ડેટ પર જાય છે, લગ્નમાં નહિ!" કર્તરી ખડખડાટ હસતી હતી.

"તું બેગ લેવા જાય છે કે હું જાઉં?" ગીતિ આંખો ઉપરથી કાકડી ઉપાડી ઊભી થવા જતી હતી. પણ કર્તરી જલ્દી થી હસતાં હસતાં બેગ લેવા જતી રહી.

"આ લો ગીતિજી. આપના પ્રિયતમને મળવા માટે વસ્ત્રો લઈ આવી છું. તેમને અનુકૂળ આભૂષણો પણ આ જ બેગમાં છે. હુ, આપની દાસી બીજી શું આપની સેવા કરી શકું?"

"હાહા. શટ્ટ અપ. તને આવા સમય પ પણ નૌટંકી સુજે છે. બેગ ખોલ જલ્દીથી."

"હા, પણ તારી મુલ્તાની માટી સુકાઈ ગઈ છે તો ફેસ વોશ કરી લે પેલા." કર્તરી ગીતિના ગીતિના ગાલ અડતાં બોલી.

કર્તરીએ બેગ ખોલી બધાં કપડાં પલંગ ઉપર ગોઠવ્યા. અમેરિકા આવીને આ બેગ તેણે બીજી વાર ખોલી હતી. એક વાર જયારે ગુજરાતી સમાજમાં ગયા ત્યારે અને પછી આજે. તે બધા ડ્રેસને અડીને તેનો અમેરિકા આવવા પહેલાંનો સમય યાદ કરતી હતી. ગીતિનો દોડવાનો અવાજ સાંભળી તેની તંદ્રા ભંગ થઈ. "હા બોલ, શું થયું?"

"મારી સ્કિન જો. કેટલી સોફ્ટ થઈ ગઈ."

"હું તો તને પહેલાં જ કહેતી હતી કે એક વાર ટ્રાઇ કર. પણ કોઈ વ્યક્તિ લેકમે અને મેબિલિનને જ બ્યુટી પ્રોડક્ટ્સ ગણે છે. હા, જો કે મેં તને ભાગ્યે જ એ વાપરતાં જોઈ છે."

"ચલ જલ્દી કર. ૩ વાગી ગયા. મારે ૬ વાગ્યે જવાનું છે. રસ્તામાંથી કોઈ ગિફ્ટ લેતાં જવું છ હજુ."

"જો. આટલાં ટ્રેડિશનલ લાવી છું. તને જ ગમે એ લઈ લે."

"બાપ રે, આ બધામાં તો કેટલું બધું વર્ક છે. કંઈક સિમ્પલ ને ભારતીય લાગે તેવું કાઢ ને."

"તું સાડી જ પેહરી લ તો હવે." કર્તરી પલંગ પરના કપડાં લઈ બીજા કપડાં કાઢતાં બોલી.

"ધિસ ઇઝ નોટ ફની. " ગીતિ બધા કપડાં જોતા બોલી. "સાડી નથી પહેરવી. કંઈક સાદું ને સિમ્પલ."

"તારા નખરાં પણ ગજબ છે." કર્તરી કપડાં વ્યવસ્થિત એક બાજુ રાખી બેગમાં ચેક કરતી હતી.

"પેલું વ્હાઇટ શું છે? સરસ છે."

"અરે એ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ છે. પ્યોર ટ્રેડિશનલ નથી. "

"કાઢ તો ખરા."

ગીતિ ડ્રેસને પોતાની આગળ રાખી અરીસામાં જોયું. "કૂલ ને? "

"હં. સારું લાગે છે. એમ તો હું જેગિંસ ઉપર પહેરવાની હતી. પણ ઇન્ડિયન લૂક આપવા ચૂડીદાર ઉપર ટ્રાઇ કરી જો. મારા પાસે છે."

"આખું વ્હાઇટ થઈ જાય છે આ તો. ખાલી બોર્ડર જ રેડ છે. બેંગોલી સાડી ની જેમ." ગીતિ અરીસામાં પોતાને બારિકીથી જોઈ રહી હતી.

"અં, વેઈટ. મને તો ટાઈટ થતું એટલે એટલું બધું સારું નતું લાગતું. પણ તારા પર સારી ફિટીંગ આવે છે અને હું તને એક કોટી આપું કચ્છી ભરત વાળી. આના ઉપર મસ્ત લાગશે."

"wow, સુપર્બ. હવે જેવેલરી કઈ પહેરું? "

"ગળામાં કંઈ પહેરવાની જરૂર નથી. પણ હા કાનમાં લોન્ગ ઇઅરિંગ પહેરી લે. આ લે. આ સારા લાગશે. "

"પરફેક્ટ." ગીતિ કાનમાં પહેરતા બોલી.

આમ તો ગીતિ ક્યારેક જ મેકઅપ કરતી. આજે પણ તેણે મેકઅપ કરવાનું ટાળ્યું. ફક્ત પાતળી એવી આઈ લાઈનર અને ન્યૂડ લિપ સ્ટિક કરી. "હે ભગવાન, સાડા ચાર વાગી ગયા. બાય બાય. હું જાઉં છું. "

"કઈ જગ્યા એ જાઓ છો એ તો કે."

"ક્રિષ્ના ઇન્ડિયન રેસ્ટોરાં"

"ઓકે. ઓલ ધ બેસ્ટ." કર્તરી ગીતિને ભેટતાં બોલી.

"હેલો, ક્યાં છો તમે ગીતિજી. હું પહોંચી ગયો છું." તથક રેસ્ટોરાંની બહાર ઊભો રહી ગીતિને કોલ કરતો હતો.

"બસ કોર્નર પર ટર્ન લઉં છું. સોરી થોડું લેટ થઈ ગયું."

"હું અંદર જઈ ટેબલ બુક કરું છું. તમે લેટ નથી થયા ડોન્ટ વરી." તથક બોલ્યો. પછી મનમાં બોલ્યો, "એ તો હું ઉત્સાહમાં જલ્દી આવી ગયો."

તથક અને ગીતેએ ૧ મહિનાની મિત્રતામાં એક બીજાને ફક્ત dp માં જ જોયા હતા. આજે તેઓ એકબીજાને રૂબરૂ મળવાના હતા. તથક એ એક બારી પાસેનું ટેબલ બુક કરાવ્યું. શનિ- રવિવારે અહીં વધુ ભીડ રહેતી પણ આજે બહુ ઓછા લોકો હતા તેથી તેમને અનુકૂળ રહે તેવું વાતાવરણ મળી ગયું. રેસ્ટોરાંમાં ગુજરાતી ગીતો વાગી રહ્યા હતા. ગીતિ અંદર પહોંચી ણ તથકને શોધતી હતી.


ગીત વાગી રહ્યું હતું ,


"હે થનગનતો મોરલો,


એની પરદેશી છે ઢેલ,


ખમ્માં રે વ્હાલમજી મારાં ,


ખરો કરાવ્યો મેળ .


ગોરી રાધા ને કાળો કાન............"

"જી મેડમ, મે આઈ હેલ્પ યુ?" રેસ્ટોરાંના મેનેજર એ ગીતિને પૂછ્યું.

"અં, તથક....."

"ત્યાં ઉપર વિન્ડો પાસે." મેનેજર એ હાથ ઉપર કરી ટેબલ બતાવ્યું.

તથક તેના ફોનમાં કંઈક કરતો હતો. લાઈટ બ્લુ ઝભ્ભો અને વાંકળિયા વાળ. ગીતિ બે પળ માટે તો જોતી જ રહી.


ગીતિને ઉપર આવતા જોઈ તથક ઊભો થયો અને તેના હાથમાં ફૂલોનું બુકે અને ચોકલેટનું બોક્સ આપ્યું. જયારે ગીતિ હજુ તેને નીરખી જ રહી હતી. તથકનો વર્ણ ભલે શ્યામ હતો પણ નમણાશ જરા પણ ઓછી ન હતી. તે પણ ગીતિને જ જોઈ રહ્યો હતો. અરે બંને બેસવાનું સુધ્ધાં ભૂલી ગયા હતા. પાછળ બેકગ્રાઉન્ડમાં ગીત ચાલુ જ હતું. "રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે , જગની રીતનું શું કામ!"

આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપના પ્રતિભાવો જરૂરથી જણાવજો.