Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર... પેજ - ૩૭

પ્રયાગ ની યુ.એસ.ની પહેલી સવાર આજે અંજલિ ના લાડ વિનાં જ પડી હતી.મીસ કરતો હતો તેની મમ્મી અંજલિ ને પ્રયાગ. સ્વરા અને પ્રયાગે સાથે બેસી ને વાતો કરી પછી પ્રયાગ ઘર ના ગાર્ડનમાં ગોઠવેલી ચેર માં બેઠો બેઠો તેની મમ્મી અંજલિ ને યાદ કરતો હોય છે.

********** હવે આગળ- પેજ - ૩૭ *************

શું કરતી હશે મમ્મી ?? અને શુ કરતાં હશે તે બધાજ ફ્રેન્ડસ ??
શું ટાઇમ થયો હશે ત્યાં ઈન્ડીયા માં અત્યારે ?? પ્રયાગ ને એકાએક પોતાનાં ઘર ની યાદ આવી ગઈ.
અંજલિ તેની મમ્મી ની યાદ તાજી થઈ આવતાં જ મન ભારે થઈ ગયું. હજુ તો એક રાત જ વીતાવી હતી...યુ.એસ.માં..
પ્રયાગે મન ને બીજી દિશા માં વાળ્યું...બહાર ગાર્ડનમાં બેઠેલાં પ્રયાગ નું ધ્યાન સામે જ દેખાતા અનુરાગ સર ના ગેસ્ટહાઉસ પર પડ્યું...એટલે તરતજ અદિતી યાદ આવી. થયું ચાલો મળવા જઉં અદિતી ને...બિચારી તે તો સાવ એકલી પડતી હશે. પ્રયાગ ઉભો થયો અને ઘર માં ગયો..
ભાભી...હું જરા આવુ છુ..જો ભાઈ નો ફોન આવે તો તેમને જણાવી દેજો...પહેલા પ્રયાગ તેનાં રૂમમાં જવા આગળ વધ્યો..
ઓ.કે.પ્રયાગ ભાઈ..જતા આવો..પણ તમારા ભાઈ નો ફોન તો ક્યારનોય આવી ગયો અને તમે ત્યારે ગાર્ડનમાં હતા.
ઓ.કે.ભાભી...
પ્રયાગભાઈ બપોરે લંચ માં ગુજરાતી જમવાનું બનાવડાવ્યુ છે..ચાલશે ને ?
તો ચાલેજ ને ભાભી...કેમ ના ચાલે ? આતો તમે છો એટલે બાકી અંહિ યુ.એસ. માં વળી કોણ પુછે ? અને કોણ આમ જમાડે ?
નાના..ભાઈ...એવુ શુ કામ કહોછો ? આ તમારું જ ઘર છે ને...

ભાભી સ્વરા અને દિયેર પ્રયાગ વચ્ચે ધીમે ધીમે એક મજબુત અને પવિત્ર સંબંધ આકાર લઈ રહ્યો હતો.અનુરાગ સર ને આમ પણ એક જ સંતાન હતુ...જે ગણો તે...ઘર માં ત્રણ જ વ્યક્તિ હતા...અનુરાગસર પોતે તેમની પત્ની "નીસી"અને દિકરો શ્લોક ...અને એટલે જ સ્વરા ને પણ અનુરાગ સર તેમની દિકરી કરતા પણ વિશેષ રાખતા હતા.
પ્રયાગ અને શ્લોક બન્નેના પરિવારમાં એક સરખા જ સભ્યો હતા..બસ ખાલી શ્લોક ના લગ્ન થઈ ગયા હતા એટલે સ્વરા હતી. પ્રયાગ ના જવાથી શ્લોક ને પણ એક ભાઈ મળ્યો હોય તેવું અને સ્વરા ને તેનો દિયેર મળ્યો હોય તેવું લાગતું હતું.
પ્રયાગ તેનાં રૂમમાં ગયો અને તેની બેગ ખાલી કરી...તેનો સામાન વોરર્ડોપ માં ગોઠવી દીધો અને અંજુ એ મુકેલો અંબાજી માતા નો ફોટો કાઢીને ટી.વી. યુનીટ ની નીચે આવેલા ટેબલ પર મુક્યો અને સાથે જ તેની વહાલી મમ્મી અંજલિ નો એક લાક્ષણીક અદા માં ખુશખુશાલ મુખ મુદ્રા માં પડેલો ફોટો કે જેને ચાંદી ની ફ્રેમમાં મઢાવેલો હતો તેને પણ પ્રયાગે ભગવાન ના ફોટા ની સાથે જ મુક્યો.
દરેક નાની વાત માં પ્રયાગ ને બધુ યાદ આવી જતું હતું...અત્યાર સુધી તો તેની મમ્મી જ તેનાં કપડા તેને ગોઠવી આપતી હતી.
જ્યારે હવે....!!!
પ્રયાગે તૈયાર થઈને લોન્ડ્રી માટે નાં કપડા ને એક બાસ્કેટમાં મુકયા અને સાથે અંજલિ એ શ્લોક માટે જે ગીફટ મોકલી હતી તે હાથ માં લીધી અને નીચે ગયો. પ્રયાગે હજુ સુધી તે પેક ગીફ્ટમાં મમ્મી એ શું મોકલ્યું છે તે જોયું પણ નહોતું અને અંજલિ એ પ્રયાગ ને કહ્યું પણ નહોતું કે તેણે શું લીધું છે..પ્રયાગ ને પણ થોડીક કુતુહલતા થઈ કે શું મોકલ્યું હશે મમ્મીએ ? પ્રયાગ નીચે આવી ગયો.
ભાભી આ લો પ્લીઝ....કહીને તેણે તે ગીફ્ટ ને સોફા પર મુકી.
સ્વરા ત્યારે કીચન માં હતી...તે આવી.
જી બોલો પ્રયાગ ભાઈ...શું હતું ??
ભાભી.. મમ્મી એ આ ગીફ્ટ ભાઈ માટે મોકલી છે.
ઓહહ..વાહ...પણ તમે એને તમારા હાથે જ તમારા ભાઈ ને જ આપજો ને ભાઈ.
ભાભી સાચુ કહું તો મને પણ ખબર નથી કે મમ્મી એ શું મોકલ્યું છે.
તો પછી એને એમજ સસ્પેન્સ જ રહેવાદો ભાઈ... અને તમારા ભાઈ ને જ આપજો. જોકે એક વાત કહું પ્રયાગ ભાઈ ??
જી..કહો ને ભાભી..
મને આજ દિન સુધી ક્યારેય કોઈ ની પણ ગીફ્ટ શ્લોકે લીધી હોય તેવું યાદ નથી હો...!!
અચ્છા ભાભી...તો ભાઈ પણ શું મારા જેવા જ છે ? પ્રયાગ બોલી ગયો.
આમ તો ધીરે થી જ બોલ્યો હતો પ્રયાગ પણ સ્વરા સાંભળી ગઈ હતી. કેમ તમે પણ તમારા ભાઈ જેવા જ છો ??
હા...ભાભી...હું પણ ક્યારેય...!! ખાલી મમ્મી એ આપેલી ગીફ્ટ અને બે વખત અનુરાગ સરે ની આપેલી ગીફ્ટ જ મેં સ્વીકારી છે બાકી ક્યારેય નહીં.
હમમમ...તો તો...તમે, તમારા ભાઈ અને પપ્પાજી ત્રણેય સરખાં જ છો.
અનાયાસે જ સ્વરા ના મુખે થી નીકળેલા આ વાક્ય ના કેટલા અર્થ નીકળી શકે ...તે ખુદ સ્વરા ને કે પ્રયાગ ને પણ ખબર નહોતી.
પ્રયાગ ભાઈ ચાલો જમવાનું રેડી છે..તો જમી લઈશું ?
ઠીક છે ભાભી...પણ ભાઈ ?
તમારા ભાઈ નું કશુ જ નક્કી નહીં...આ યુ.એસ.છે અંહિ લોકો લગભગ સાંજે જ જમે...દિવસે તો બધા અંહીયા સવારે લીધેલાં બ્રેકફાસ્ટ કે પછી બર્ગર અને પીઝા થી જ કામ ચલાવી લે.
હા..ભાભી મે પણ એવુ બધુ સાંભળ્યું છે.
હા..તો હવે અનુભવ પણ થશે તમને ભાઈ.અચ્છા પ્રયાગ ભાઈ તમારી સાથે આવી છે તે કોણ તમારી ફ્રેન્ડ છે ?
હવે તમે તેને મારી ફ્રેન્ડ કહી શકો છો ભાભી, પણ ખરેખર તો મમ્મી અને અનુરાગ સર માટે મને રીસપેક્ટ હતુ તેના કરતા પણ વધી ગયું છે.
કેમ ? એવુ તો શુ થયું પ્રયાગ ભાઈ ?
ખરેખરતો અદિતી અમારા ચીફ એકાઉન્ટન્ટ આચાર્ય સાહેબ ની દીકરી છે. પરંતુ અદિતી એ મને કહ્યું ફ્લાઈટમાં કે મમ્મીજી એ કંપની ના દરેક મુખ્ય સ્ટાફ નાં સંતાનો ને ભણાવવા ની જવાબદારી લીધેલી છે.અને કદાચ એટલે જ અદિતી ને યુ.એસ.ભણવાની ઈચ્છા ને મમ્મી પુરી કરી રહી છે.હું તો ક્યારેય અદિતી ને મળેલો પણ નહોતો અને તેને ઓળખતો પણ નહોતો. પહેલી જ વખત જ્યારે આચાર્ય સાહેબે મને એરપોર્ટ પર અદિતી ની ઓળખાણ કરાવી ત્યારે જ મને તો ખબર પડી કે અદિતી આવી રહી છે મારી સાથે જ.
ઓહહ...કેવી સારી વાત છે ને તો..પ્રયાગ ભાઈ,આજના સમય માં ક્યાં કોઈ તેમના સ્ટાફ નાં સંતાનો માટે આટલું કરે છે...
હમમમ એ તો સાચી વાત છે ભાભી.
એક કામ કરીએ ને તો પ્રયાગ ભાઈ...આમ તો એવુ નક્કી કર્યું છે કે અદિતી નું જમવાનું અંહીયા બનશે અને મહારાજ ત્યાં ગેસ્ટહાઉસમાં જ અદિતી નુ જમવાનું લઈને જશે અને તેને જમાડી લેશે.પણ હવે જો તે તમારી ફ્રેન્ડ થઈ ગઈ છે...તો હાલ તો તેને પણ અંહીયા આપણી સાથે જ બોલાવી લઈએ અને પછી સાંજે શ્લોક ની સલાહ લઈને આગળ શુ કરવું તે નક્કી કરીશું.
ઓ.કે.ભાભી આપને જેમ યોગ્ય લાગે તેમ બરાબર છે.
ભાઈ...તો હું જેકી ને કહું છુ..કે અદિતી ને અંહીયા બોલાવી લે.
ભાભી હું પણ જતો આવું જેકી ની સાથે ?
હા...હા. તે જતા આવો ને એમાં શુ વાંધો...ભાઈ..
સ્વરા એ જેકી ને બોલાવીને સમજાવી દીધું કે પ્રયાગ ભાઈ ને લઈને ગેસ્ટહાઉસ પર જતો આવ.
જેકી અને પ્રયાગ બન્ને સાથે જ અદિતી ને બોલાવવા માટે ગયા.

અદિતી પણ સવારનું પોતાનું રૂટીન કામકાજ પતાવીને બેઠી હતી.
અનુરાગ સર ના ગેસ્ટહાઉસ માં બે બેડરૂમ,ડ્રોઈંગ રૂમ,કીચન અને એક સર્વન્ટ રૂમ હતો. શ્લોક જે ઘરમાં રહેતો હતો તેના કરતા થોડુક નાનુ હતુ સાઇઝ માં પણ અમેરિકા જેવા દેશ માં આ પણ બહુ મોટી વાત હતી.
સવાર નો બ્રેકફાસ્ટ અને ચ્હા અદિતી એ પતાવી દીધુ હતું. રાત ની મુસાફરી નો થાક હવે ન્હાયા પછી થોડોક ઓછો વર્તાતો હતો. બ્લ્યુ અને રેડ સ્ટ્રીપ વાડી ટી.શર્ટ અને જીન્સમાં અદિતી એકદમ સ્વસ્થ અને ફ્રેશ લાગતી હતી.
હાય...મેડમ ફ્રેશ થઈ ગયા ?? પ્રયાગ મસ્તી નાં મુડમાં બોલ્યો.અને ખરેખરતો પ્રયાગ આવો મસ્તી ખોર જ હતો,આજ એનો અસલ સ્વભાવ હતો.કહેવાય છે ને કે માણસ ગમે ત્યાં જાય અને ગમે ત્યાં રહે પણ તેના અસલ સ્વભાવ માં તે આવીજ જાય છે.પ્રયાગ નું પણ આવુ જ હતું.
ઓ..મેડમ ચલો હવે...નાસ્તો પતાવી દીધો ને સવારે ?? હવે જમવાનું તૈયાર છે...
વિચારો માં ખોવાયેલી અદિતી ને અચાનક ખ્યાલ આવ્યો કે પ્રયાગ આવ્યો છે અને કશુ કહી રહ્યો છે.
ઓહ..હાય પ્રયાગ..ગુડ આફ્ટર નુન...!! સોરી મારુ ધ્યાન નહોતું.
શું વાત છે અદિ ?? મુડ નથી કે શું ??
ના..ના...એક્ચ્યુલી વિચારો આવતા હતા કે હજુ તો ફક્ત એક દિવસ થયો છે ઘરે થી નીકળે અને અંહી તો ખાલી એક રાત જ વીતાવી છે..અને હજુ તો આપણે અંહી દોઢ થી બે વર્ષ કાઢવા નાં છે...આમ જ એકલા પરિવાર થી દુર...
સી અદિ....હવે જ્યારે ઘર અને પરિવાર ને આપણે મુકી ને આવ્યા જ છીએ તો પછી આવુ બધુ વિચારીશ નહીં...આપણે સ્વેચ્છાએ જ આવવાનું નક્કી કર્યું હતું..ને.
અને જો તું અત્યાર થી જ આવું વિચારીશ તો જે ગોલ લઈને તુ ઘરે થી નીકળી હતી તેનું શું થશે ?? અને સૌથી અગત્યની વાત કે આપણે આપણાં સ્વપનાઓ ની સાથે સાથે આપણા પેરેન્ટસ ના સ્વપનાઓ ને પણ સાકાર કરવા જઈ રહ્યા છીએ...જેમાં તેમના વર્ષો ની મહેનત અને તપસ્યા પણ સામેલ છે. તેમની જ મહેનત ના પરિણામ ને લીધે આપણે આજે અહીં છીએ.આ બધી તેમની જ આપણાં પર મહેરબાની છે કે આપણને દુનિયા ના એવા દેશ માં ભણવા અને આપણાં કેરિયર ને સેટ કરવાનો ચાન્સ મળ્યો છે...જે ભલભલા નાના અને મોટા માણસોના સ્વપ્નાં હોય છે.અદિ દુનિયામાં એવા લાખો લોકો છે કે જેણે ખાલી યુ.એસ. માં આવવા માટે પણ કરોડો રૂપિયા બગાડી નાંખ્યા હશે,અને કેટલાય લોકો હજુ પણ અમેરિકા આવવા ના સ્વપ્નો લઈને જીવી રહ્યા છે.જ્યારે કેટલાય લોકો યુ.એસ. એક વાર જવુ છે કહેતાં કહેતાં પરલોક સિધાવી ગયા હશે.તો મારા ખ્યાલ થી આપણે આ બધીજ વસ્તુઓ ને ધ્યાન માં લેવી જોઈએ. આપણાં જીવનમાં અલગઅલગ તબક્કે આપણે નિર્ણયો લેતા હોઈએ છીએ, અને આપણાં સૌના જીવનમાં આપણું પોતાનું કેરીયર સૌથી અગત્યનું હોય છે.અને આપણે અત્યારે આપણાં કેરિયર માટે થઈ ને અંહિ આટલે દુર આવ્યા છીએ. આપણાં બન્ને માટે સૌથી સારી બાબત એ છે કે રહેવા માટે આપણને અનુરાગ સર નું ઘર મળ્યું છે અને સાથે આપણું ધ્યાન રાખી શકે તેવા ભાઈ અને ભાભી પણ મળ્યા છે.
હમમમ....એ વાત સાચી તારી પ્રયાગ...!!
આઈ થીંક મહારાજ ના વાઈફ લક્ષ્મીબેન એવું કહેતા હતા કે મારું જમવાનું અંહીયા મહારાજ લેતા આવશે.
હમમ...પણ સ્વરાભાભી એમ કહેછે કે સ્વરા ને પણ અંહિ જ બોલાવી લઈએ...બધા સાથેજ જમીશું.
કેમ ?? શ્લોકભાઈ બોલશે નહીં ? અદિતી ને કદાચ સહેજ ડર હતો.
આઈ ડોન્ટ થીંક સો...અદિ, નહીંતર ભાભી કહેજ નહીં કે તને સાથે બોલાવી લઈએ.અને ભાઈ મને એવા નથી લાગતાં.
હમમ..લેટ્સ ગો...પ્રયાગ..!
જેકી તો નામ માત્ર નો જ આવ્યો હતો જાણે...પ્રયાગ ને ગેસ્ટહાઉસ સુધી મુકવા.
અદિતી અને પ્રયાગ ગેસ્ટહાઉસમાં થી નીકળી ને અનુરાગ હાઉસ તરફ જવા નીકળ્યા.સફેદ દુધ જેવી અદિતી અને તેને પણ ટક્કર મારે તેવો સ્માર્ટ પ્રયાગ બન્ને સાથે ચાલતા હતા...જાણે ઉપરવાળાએ પરફેક્ટ કપલ બનાવીને તેમને મોકલ્યા હોય તેવા લાગતાં હતાં.
પ્રયાગ અદિતી ને લઈને અનુરાગ હાઉસ માં પ્રવેશ્યો...અનુરાગ હાઉસ નો નઝારો જોઈને અદિતી ને પણ થયું કે વાહ...શુ બંગલો છે...!!
પ્રયાગ તુ ખરેખર લકી છુ, તારે તો ઈન્ડીયા માં પણ આવોજ બંગલો છે ને ?
અદિ...બંગલો હોય એનાં કરતા ઘર હોવું વધારે અગત્યનું છે. ઈંટો અને સિમેન્ટ થી બને તે મકાન કે બંગલો કહેવાય જ્યારે માણસો થી આવિષ્કાર થાય તેને જ ઘર કહેવાય,અને મને મકાન કે બંગલો કરતા "ઘર" વધારે ગમે છે.મકાન કે બંગલો ની સાઈઝ કરતા તેમાં રહેતા માણસો નાં દિલ ની સાઈઝ વધારે અગત્યની છે.
અરે વાહ પ્રયાગ તુતો એકદમ ફિલોસોફર જેવી વાત કરે છે.
અરે અદિ હું તો મારા દિલ ની વાત કરૂ છું,ફીલોસોફી ની મને કઈ ખબર નથી.
બન્ને યુવાન હૈયા અનુરાગ હાઉસ નાં કંપાઉન્ડ ને વટાવી ને ઘર નાં મેઈન ડોર પર આવી ને ઊભા હતા. પ્રયાગે ડૉરબેલ વગાડતાં જ સ્વરા એ દરવાજો ખોલ્યો. સામે જ પ્રયાગ ની સાથેજ અદિતી પણ ઉભી હતી જેની આંખો માં માસુમીયત છલકાતી હતી.
આવ..અદિતી વેલ કમ...પ્રયાગ ભાઈ લઈ આવ્યા એમ ને તો તને..
હા ભાભી...કહી ને અદિતી તરત જ સ્વરા ને પગે લાગી અને ભેટી પડી.
અરેરેરેરે....અદિતી આ શુ કરે છે ? તારૂ સ્થાન અંહિ દિલ માં જ છે...આમ ચરણોમાં કોઈને પણ ઝુકાવવા નું મને ના ગમે.
અદિતી ને પણ સ્વરા ની વાત દિલ માં ઉતરી ગઈ..કશુંજ બોલી નહીં પણ મન થી ખુશ થઈ ગઈ..ત્રણેય જણા સોફા પર બેઠા.
મહારાજ અને તેની પત્ની લક્ષ્મીબેને મળી ને ડાઇનીંગ ટેબલ પર જમવાનું ગોઠવ્યું.
સ્વરા, પ્રયાગ તથા અદિતી ત્રણે જણાં સાથે જમવા બેઠા.છેક સાત સમુદ્ર પાર આવી રીતે ઘર ની જેમ જ જમવાનું મળે તે પણ નસીબ હોય તેને જ મળે.
જમીને ફરી ત્રણેય સોફા પર બેસી ને વાતો કરતાં કરતા ભુતકાળ માં સરી પડ્યા. વાતો કરતા કરતા ક્યારે સાંજ પડી ગઈ તેનો ખ્યાલ જ ના રહ્યો કોઈને...અને બરાબર સાડા છ વાગતાં જ શ્લોક આવી ગયો. સ્વરા નું ધ્યાન બહુજ ચોક્કસ હતું તેને થોડીકવાર પહેલાં જ દિવાલ પર લાગેલી ધડીયાળ માં જોઈ લીધુ હતુ કે શ્લોક ના આવવાની તૈયારી છે...એટલે તે માનસિક રીતે તૈયાર જ હતી.
સ્વરા ને પ્રયાગ રુપે નાના ભાઈ જેવો દિયેર મળ્યો હતો અને બહેન જેવી મિત્ર તરીકે અદિતી મળી હતી....સ્વરા પણ આ બેઉ નાં ઘર માં આવ્યા થી ખુબ ખુશ હતી.
વ્હાઈટ કલર નાં શર્ટ અને બ્લ્યુ ફોર્મલ માં શ્લોક એક આદર્શ બીઝનેસ મેન લાગતો હતો. હેલ્લો એવરી વન....હાઉ ઓલ આર યુ ?? હસતા ચહેરે શ્લોકે બધાય ને કીધું.
આવો....સ્વરા બોલી.
પ્રયાગે પણ સુર પુરાવ્યો...ભાઈ કેમ છો તમે ?
બસ..ફાઈન...કેવો રહ્યો તમારો આજનો પહેલો દિવસ ??
અદિતી આર યુ કમ્ફર્ટેબલ ??? શ્લોકે અદિતી ની પણ ખબર લીધી.
શ્લોકે જ્યાર થી તેનો બિઝનેશ હેન્ડલ કર્યો ત્યાર થી ખુબ ગંભીર અને જવાબદાર બની ગયો હતો.આમ તો તે પણ પ્રયાગ નાં જેવો જ ખુશ મિજાજ જ હતો...પણ પ્રયાગ થોડો મોજીલો અને મસ્તીખોર પણ હતો...
તમે બધા બેસો...હું ચેન્જ કરીને આવું....કહીને શ્લોક ઝડપ થી પરત આવી ગયો...ત્યારે પણ ત્રણેય જણા વાતો કરતા હતા.
શ્લોક ને જોતા જ પ્રયાગ ઉભો થયો....ભાઈ આ લો...મમ્મી એ આપનાં માટે મોકલ્યું છે.
ઓહો...થેન્કસ પ્રયાગ...પણ સાચું કહું તો હું ક્યારેય કોઈ ની પણ ગીફ્ટ નથી લેતો.એક કામકર તું સ્વરા ને જ આપી દે.
ભાઈ..મમ્મી એ તમારા માટે મોકલ્યું છે,એટલે મારી ઈચ્છા છે કે એકવખત તમે ખોલી ને જોઈ લો તો....પ્રયાગ નો આઈડીયા ખોટો નહોતો એટલે શ્લોક બોલ્યો ઠીક છે....લાવો આપણે બન્ને સાથે જ ખોલીએ...
પણ આમાં છે શુ ?? પ્રયાગ એતો કહે...!!
ભાઈ એતો મને પણ નથી ખબર...
શ્લોકે આતુરતા થી અંજલિ એ મોકલાવેલી ગીફ્ટ નુ રેપર ખોલ્યું...જેમ જેમ રેપર ખુલતુ હતુ તેમ તેમ બધાય ને મન માં એમ થતું હતું કે શુ હશે અંદર ??
કાગળ ના આવરણને દૂર કરતા જ એક બોક્ષ હતુ, જેને ખોલતાં જ તેમાં મખમલ ના કાપડ માંથી એક ખુણામાં સોના ની કોઈ વસ્તુ હોય તેવું લાગતું હતું.ક્યારેય કોઈ ની ગીફ્ટ નહી સ્વીકારતા શ્લોક ને હવે અંદર શુ છે તે જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી. તેણે તે મખમલ નાં કપડાં ને જેવું ખસેડ્યુ....કે એક સુંદર અને પ્યોર ગોલ્ડ ની ફ્રેમમાં સાઈડ માં નકશી કરેલી હતી...જેમાં વચ્ચે એક શાનદાર અને નિર્દોષ હાસ્યમાં એક વ્યક્તિત્વ શોભાયમાન થતું હતું. સોના ની ફ્રેમ પણ આ ફોટો નાં લીધે જ દીપી ઉઠતી હતી,જેમાં આદર્શ અને પ્રભાવશાળી વ્યક્તિ આજે આ ફોટો ફ્રેમમાં વધુ જોવા ગમે તેવા લાગતા હતા....અને તે વ્યક્તિ એટલે...."અનુરાગ સર "
શ્લોક તો આ ફોટો ને જોતા જ તેની સામે જ જોતો રહ્યો...તેની નજર સ્હેજપણ આઘીપાછી ન્હોતી થતી...અનિમેષ નજરો થી તેનાં પપ્પા ને ઘડીભર જોતો જ રહ્યો. શ્લોક ની આંખો ભરાઈ આવી.
સાથે એક બીજુ પણ બોક્ષ હતુ...જેના પર દિકરી સ્વરા એટલુ જ લખ્યું હતુ..
સ્વરા પણ તેના પપ્પાજી ના ફોટો ને જોતી હતી...અને પ્રયાગ અને અદિતી પણ અંજલિ ની આ શાનદાર ગીફ્ટ જોઈ ને ખુશ થઈ ગયા...પ્રયાગ પણ અનુરાગ સર ના આ સ્વરુપ ને જોતો જ રહી ગયો.
શ્લોકે સ્વરા લખેલું ગીફ્ટ નું બોક્ષ સ્વરા ને આપ્યુ...આ લે આ તારા માટે છે...
હમમમ...કહી સ્વરા એ ગીફ્ટ વાળુ બોક્ષ ખોલી ને જોયું તો જાડી સોના ની પાયલ હતી તેમાં...જેમાં સોના ની ધુધરીઓ પણ હતી..
સ્વરા ને પણ તેને મળેલી ગીફ્ટ થી ખુબ ખુશ થઈ ગઈ...વાઉ....વોટ અ ગીફ્ટ....સુપર્બ સીલેક્શન છે આન્ટી નું....ઘર માં બેઠેલી દરેક વ્યક્તિ ને આ બન્ને ગીફ્ટ ખુબજ ગમી....!!
શ્લોક મન થી આ ગીફ્ટ થી બહુ ખુશ થઈ ગયો...વેલ પ્રયાગ આ ગીફ્ટ મારા માટે અનમોલ છે..અને હું આજીવન તેને મારી પાસે જ રાખીશ...તું આન્ટીજી ને મારા વતી થી થેન્ક યુ કહી દેજે પ્લીઝ.
સ્વરા પણ રાજી હતી...બોલી શ્લોક એક વાત કહુ તો જેણે પણ આ ગીફ્ટ નક્કી કરી હશે..તે વ્યક્તિ પપ્પાજી ને બહુ નજીક થી ઓળખતી હોવી જોઈએ.સ્વરા અનુરાગ સર નાં ફોટો ને જોઈ ને બોલી...પપ્પાજી ના ચહેરા પર નાં ભાવ પર થી એવુ દેખાય છે કે જ્યારે પણ આ ફોટો લેવાયો હશે ત્યારે પપ્પાજી મન થી બહુ ખુશ હશે,અને આ ફોટો નું સિલેક્શન પણ બહુ સરસ કર્યું છે.
સ્વરા ની વાત ને પ્રયાગ,શ્લોક અને અદિતી બધા ધ્યાન થી સાંભળતા હતા.
પ્રયાગ ને યાદ હતું આ ફોટો વિષે...જી ભાભી મને યાદ છે આ ફોટો લગભગ મમ્મીજી નાં બેંગ્લોર પ્રોજેક્ટ નાં ભુમિ પૂજન નાં દિવસ નો છે.
હું અને મમ્મીજી બેંગ્લોર જતા હતા ત્યારે અમને એરપોર્ટ પર જ અનુરાગ સર મળ્યા હતા.અને મારા અને મમ્મી નાં આગ્રહ ને લીધે જ અનુરાગ સર અમારી સાથે આવ્યા હતા.
અરે હા....તમારી એ વાત સાચી ભાભીજી કે આપણાં બધા કરતા મમ્મીજી અનુરાગ સર ને ધણા પહેલા થી ઓળખે છે.મારી અને અદિતી ના જન્મ થી પહેલા ઓળખે છે...પણ તમારો મને ખ્યાલ નથી. મમ્મી કહેતા કે તે એમના મેરેજ પહેલા થી જ અનુરાગસર ની સાથે રહીને કામ કરતા હતા. અને મમ્મીજી કહેતા હોય છે કે આજે અંજલિ અને પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ જે કંઈ છે તેમા અનુરાગ સર નો બહુ મોટો હાથ છે.અને હું પણ બે ત્રણ વખત અનુરાગ સર ને મળ્યો છું તો હું પણ એવુ કહી શકુ કે મમ્મીના કામ કરવા માં અનુરાગ સર ની છાપ સ્પષ્ટ નજર આવે છે.
હમમ...પપ્પા પણ આવુ જ કંઈક કહેતા હતા....કે અનુરાગ ગ્રુપ ને આગળ લાવવા માં અંજલિ આન્ટી નું બહુ મોટું યોગદાન હતું. અને કદાચ આજે અનુરાગ ગ્રુપ ની આટલી ઓળખ અંજલિ આન્ટી ના ડેડીકેશન ને લીધે જ છે. શ્લોક બધુ સાંભળી ને બોલ્યો.
અને મારા હિસાબે તો પપ્પા અને આન્ટી જે પ્રમાણે એક બીજા નાં વખાણ કરેછે તે મુજબ બન્ને એકબીજાને ખુબ રીસ્પેક્ટ આપે છે.
એનીવેઝ સ્વરા પપ્પા નાં આ મહા મુલ્યવાન ફોટો ને આપણે અંહિ ડ્રોઈંગરૂમમાં જ લગાવી શું ?
હમમ...સરસ આઈડિયા છે....અને મને તો આ પાયલ પણ બહુજ ગમી..અનમોલ ગીફ્ટ આપી છે એકદમ મને આન્ટીએ..
ભાભી ...ભાઈ સાચુ કહુ તો મને તો કશુ ખ્યાલ જ નથી કે...આ ગીફ્ટ ક્યારે લાવી...અને શુ લાવી તે..
પ્રયાગ બોલ્યો...
જ્યારે અદિતી ને તો કશુ સમજાતું જ નહોતું...એતો ક્યારની બેઠા બેઠા બધુ સાંભળી રહી હતી..મન મા જ વિચારી રહી હતી કે...લોકો સોના ની ચેઈન આપવા માં પણ વિચારતા હોય ત્યારે આતો સોના ની ફ્રેમ અને કેટલી જાડી સોના ની જ પાયલ...બાપરે..!! બહુ કહેવાય...!


*******( ક્રમશ:)*****