Sambandho ni aarpar - 36 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર.... પેજ - ૩૬

પ્રયાગ અને અદિતી યુ.એસ.ની લાંબી યાત્રા દરમ્યાન એકબીજાની સાથે વાતો કરતા કરતા અને મૈત્રી સંબંધ થી જોડાઈ ને યુ.એસ.નાં શિકાગો શહેર માં પોતાનાં ભવિષ્ય નાં સ્વપ્નાં ઓ ને સાકાર કરવા લેન્ડ થઈ ગયા છે.જ્યાં એરપોર્ટ ની બહાર પ્રયાગ ને લેવા માટે શ્લોક આવેલો છે ,જ્યારે અદિતી ને લેવા માટે અનુરાગ સર ની કાર અલગથી આવી છે.

********** હવે આગળ- પેેેજ - ૩૬ ************

પ્રયાગ અને શ્લોકે એકબીજાને હેન્ડ સેક કર્યુંં.
એરપોર્ટ ની બહાર વાતાવરણ ખુબ ઠંંડુુ હતું.પ્રયાગ નુુ જેકેટ તેેેેની બેેેગ માં હતુ એટલે ચહેેરા પર ઠંડી લાગી રહી હતી તેે સ્પસ્ટ વરતાતુ હતું.અદિતી પણ સાથે જ હતી એટલે પ્રયાગેે તેની ઓળખાણ શ્લોક સાથે કરાવી.
ભાઈ મીટ માય ન્યુ ફ્રેન્ડ "અદિતી"...
ઓહ...યા ..પાપા ટોલ્ડ મી એબાઉટ હર...હાય અદિતી વેલકમ ટુ યુ.એસ.એન્ડ વીસ બોથ ઓફ યુ અ સુપર્બ એન્ડ મેમોરેબલ જર્ની ઓફ યોર્સ ઈન યુ.એસ.
આઈ એન્ડ સ્વરા વીલ ધેર ફોર બોથ ઓફ યુ....સો નો નીડ ટુ વરી એબાઉટ એનીથીંગ.
એન્ડ બ્રો યુ વીલ હેવ ટુ લીવ એટ અવર હોમ,આઈ થીન્ક પાપા ઓલરેડી ટોલ્ડ યુ એવરીથીંગ. શ્લોક ની વાત માં અને બોલવામાં અનુરાગ સર ની છાપ નજર આવતી હતી.
લેટ્સ ગો...કહીને શ્લોક, પ્રયાગ અને અદિતી ને તેની સાથે લઈને પાર્કિંગ તરફ આગળ વધ્યો. ખાસુ ચાલ્યા પછી ત્રણેય જણા કાર પાસે પહોંચી ગયા. વ્હાઈટ કલર ની ઈ ક્લાસ શ્લોક માટે તથા બીજી વ્હાઈટ કલર ની ઈ.કલાસ અદિતી માટે રાહ જોતી ઉભી હતી.
શ્લોકે અદિતી ની કાર ના ડ્રાઈવર ને સુચના આપી એટલે તરતજ અદિતી નો લગેજ તે કાર માં ગોઠવાઈ ગયો. જ્યારે પ્રયાગ નો લગેજ શ્લોક વાળી કાર માં ગોઠવાઈ ગયો.
બ્રો. લેટ્સ ગો ફોર ડીનર...આઈ થીન્ક તમને ફ્લાઈટ માં બહુ મજા નહીં આવી હોય.અને આમ પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે,તો જમી લઈએ અને પછી ઘરે જઈએ.
અદિતી તુ અમારી સાથે જ આવીજા, ડ્રાઈવર આપણને ફોલો કરશે પછી જમીને તુ એ કાર માં જવુ હોય તો જજે.
પ્રયાગ અને અદિતી ને પણ કકડીને ભુખ લાગી હતી એટલે હા ..ના કરવા ને બદલે જમવા જવા રેડી થઇ ગયા.
વેલ બ્રો...પ્રયાગ ...અદિતી શુ જમવુ છે બોલો ?? પંજાબી કે સાઉથ ઈન્ડિયન ? કે બીજુ કશુ ?
શ્લોક ના દરેક બ્રો ના જવાબ માં પ્રયાગ ભાઈ કહીને જ બોલતો હતો.
ભાઈ આટલી બધી વેરાઈટી ??
અરે બ્રો તને પાંઉભાજી અને પાણીપુરી પણ મળે છે અંહિ. ઈન્ડીયન અને તેમાં પણ ખાસ કરીને આપણા ગુજ્જુ જ્યાં વસે ત્યાં એક ગુજરાત ઉભુ કરી દે...એટલે જમવાનું તો મળી જ જાય.અંહિ શિકાગો માં ખુબ ઈન્ડિયન અને ગુજરાતીઓ રહેછે એટલે જમવાનું પણ બધી જાત નું મળી જાય છે.
ઓ.કે.ભાઈ એમ પણ ફ્લાઈટ માં થોડુ ધણુ જમ્યા છીએ એટલે બહુ હેવી ના જમીએ...લાઈટ ફુડ ચાલશે.
ઓ.કે.બ્રો....અને અદિતી તને શુ ફાવસે ??
બસ ભાઈ...સેમ એસ પ્રયાગ...કંઈ પણ લાઈટ..
ઓ.કે.તો શુ ફાવસે બોલો ? પીઝા, કે ઈડલી ઢોંસા ઓર એનીથીંગ અધર ?
ભાઈ..જે સારુ મળતું હોય તે...હવે ઈન્ડીયા નથી...ને.પ્રયાગ બોલ્યો.
બ્રો...નો વરી...તને અંહી ઈન્ડીયા જેવુ જ ટેસ્ટી અને તેનાથી વધુ હાઈજેનીક ખાવા મળશે.કાર માં પ્રયાગ અને અદિતી પાછળ બેઠા હતા..અને શ્લોક આગળ ડ્રાઈવર સાથે બેઠો હતો.પાછળ બીજી કાર તેમને ફોલો કરતી હતી.
ત્રણેય જણા રેસ્ટોરન્ટમાં પહોંચ્યા અને પોત પોતાની અનુકુળતા મુજબ નું જમવાનું ઓર્ડર કર્યું. અચાનક જ શ્લોક ને યાદ આવ્યુ....ઓહ બ્રો...તમે ઈન્ડીયા ફોન કર્યો ?? ઘરે બન્નેવ ના પેરેન્ટસ ચિંતા કરતા હશે.
પ્રયાગ ને પણ તેની ભૂલ સમજાઈ ગઈ...યસ રાઈટ ભાઈ...
એની વે...આ લો મારો મોબાઈલ...તેમાં થી પહેલા ઘરે ઈન્ફોર્મ કરીદો.
પ્રયાગે ફટાફટ તેની મમ્મી અંજલિ ને ફોન લગાવ્યો..ઈન્ડિયા માં ત્યારે વહેલી પરોઢ થઈ હતી.
અંજલિ ના મોબાઈલ પર ફક્ત અડધી રીંગ વાગી અને અંજુ એ ફોન ઉપાડ્યો...બોલ બેટા...પહોંચી ગયા ને હેમખેમ ?
સોરી મમ્મી...થોડીકવાર પહેલાંજ પહોંચ્યા છીએ અને હાલ શ્લોકભાઈ ની સાથે હું અને અદિતી જમવા બેઠા છીએ. પણ તમે હજુયે સુતા નથી કે શુ ?
અરે દિકરા....તારા સમાચાર આવે પછી જ ઉંઘ આવે ને તારી માં ને. અને હા શ્લોક ને મારા વતી થી થેન્ક યુ કહેજે...અને કહેજે મેં આશીર્વાદ આપ્યા છે તેને.
જી મમ્મી ચોકક્સ...અને તમે સુઇ જાવ હવે...આપણે કાલે વાત કરીશું. કાલે મારું સીમ કાર્ડ લઈને તને નંબર પણ આપી દઈશ.
હેય...બ્રો...આ લે તારુ સીમ અને આ નંબર પણ આન્ટી ને આપી દે.
શ્લોક ની પાસે પ્રયાગ અને અદિતી ના સીમ કાર્ડ તૈયાર જ હતા.
ભાઈ આ પણ...?? પ્રયાગ થી બોલાઈ ગયું ...
સી.. બ્રો..પપ્પા ની સુચના હતી...અને તેમણે મને આન્ટી ની જે વાત કરી હતી તે મુજબ તો હું મારી ફરજ જ નીભાવુ છુ.
આન્ટી એ અનુરાગ ગ્રુપ માટે જે કંઈપણ કર્યું હતું તેની સામે આ બધુ તો કશુ નથી.આન્ટી ને કહે કે શ્લોક તમારા ચરણ સ્પર્શ કરે છે.
ભાઈ, લો ફોન અને તમે જ કહો...મમ્મી હજુ લાઈન પર જ છે.
અંજલિ સામે છેડેથી બન્ને ની વાતો ને સાંભળી રહી હતી.અને સમજતી હતી કે અનુરાગ સર નું લોહી છે...એટલે...કશુંય કહેવુ ના પડે.
શ્લોકે પ્રયાગ પાસે થી ફોન લીધો...હલ્લો આન્ટી શ્લોક બોલુ છુ..જયશ્રી ક્રિષ્ણા...ચરણ સ્પર્શ કરુ છુ, આશીર્વાદ આપો મને.
જય શ્રી કૃષ્ણ બેટા...ખુબજ સુખી થાવ...ખુશ રહો અને મહાન બનજે તારા પપ્પા કરતા પણ વધારે મહાન બેટા..
થેન્ક યુ વેરી મચ આન્ટી...અને હા.. તમે પ્રયાગ ની સહેજ પણ ચિંતા ના કરતા, આજથી પ્રયાગ ની બધી જવાબદારી મારી છે.
થેન્ક યુ બેટા, તારી સાથે વાત કરીને મારી ચિંતા ઓછી થઇ ગઈ હવે. અને તુ પણ અસલ તારા પપ્પા જેવો જ છુ.
જી...થેન્ક યુ આન્ટી...એમ પણ દિકરા એ પપ્પા જેવુ જ હોવુ જોઈએ ને ?
હમમ...સાચુ બેટા.
એની વે...આન્ટી લો પ્રયાગ સાથે વાત કરો.. કહી ને શ્લોકે ફોન પ્રયાગ ને આપ્યો.
પ્રયાગે ફરી થી ફોન લીધો...મમ્મી તમે સુઈ જાવ હવે.અને પપ્પા ને પણ કહી દેજો કે ચિંતા ના કરે.
ઠીક છે બેટા...જય અંબે.
જય અંબે...મમ્મી..કહીને પ્રયાગે ફોન પુરો કર્યો.
અદિતી ફોન સાંભળી રહી હતી પણ તેને સમજાતુ નહોતુ કે આ બે વચ્ચે શુ સંબંધ છે ...!!
શ્લોકે ફોન અદિતી ને આપ્યો...આ લે અદિતી તારે ઘરે પણ ફોન કરી દે..
જી ભાઈ...થેન્ક યુ...
અદિતી એ ફોન લીધો..અને તેના પપ્પા ને ઈન્ડીયા ફોન લગાવ્યો..
થોડીક રીંગ વાગી પછી આચાર્ય સાહેબ નો ફોન ઉપડ્યો.
હેલ્લો...પપ્પા......
હા...બોલ બેટા.. પહોંચી ગઈ ને ? બધુ બરાબર છે ને ? તને કઈ તકલીફ તો નથી પડી ને બેટા ?
એક હેલ્લો માતો આચાર્ય સાહેબે ઘણા સવાલો કરી નાખ્યા અદિતી ને..
આમ પણ દિકરી ને વળાવ્યા ની વેદના એક બાપ જ સમજી શકે...એ બીજા કોઈનું કામ જ નહીં.
પપ્પા તમે બિલકુલ ચિંતા ના કરશો,અનુરાગસર ના દિકરા શ્લોકભાઈ જાતે જ પ્રયાગ ને લેવા આવ્યા છે,અને અમે બધા સાથે જ અત્યારે જમવા માટે આવ્યા છીએ.
ઓ.કે.વેરી ગુડ બેટા...પણ સાંભળ..પ્રયાગ ના કહેવાય તારા થી..ગમેતેમ તોય તે આપણાં માલિક ના દિકરા છે, અને ભવિષ્ય ના આપણી કંપની ના ચેરમેન છે.
અરે પપ્પા એ બરાબર પણ હવે અમે ફ્રેન્ડસ છીએ...એની વે તમે તે ચિંતા ના કરો...અને મમ્મી ને પણ કહેજો કે ચિંતા ના કરીશ..અને હા કાલે હું ફોન કરીશ..
જર શ્રી કૃષ્ણ...પપ્પા..
ઓ.કે.બેટા તારુ ધ્યાન રાખજે...જયશ્રી કૃષ્ણ..
બન્ને છેડે થી ફોન મુકાઇ ગયા.
બધાયે જમી ને ત્યાંથી નીકળ્યા.. એટલે પ્રયાગે શ્લોક ને પુછ્યુ..ભાઈ અદિતી આપણી સાથેજ આવે તો ? પછી આપણા ઘરે થી ડ્રાઈવર તેને ડ્રોપ કરી આવે તો ??
ગુડ આઈડીયા...બ્રો...આમપણ આપણુ ગેસ્ટહાઉસ આપણા ઘર ની બાજુમાં જ છે.
ઓ.કે. ફાઈન તો...અદિ...તુ પણ સાથે જ આવ...બીજી કાર માં લગેજ રહેવા દે.
ઓ.કે...પ્રયાગ, પણ ભાઈ આપને કમ્ફર્ટેબલ છે ને ? હું સાથે આવુ તો ? નહી તો હું અલગ કાર માં જ આવી જઈશ..આઈ ડોન્ટ માઈન્ડ
નાના...અદિતી...મને શુ કામ અનકમફર્ટ હોય ? યુ આર મોસ્ટ વેલ કમ..સારુ ને તુ સાથે રહેતો કંપની રહેશે તને પણ.
ઓ.કે ભાઈ...તો પછી હું પણ સાથે જ આવીશ. કહીને અદિતી ફરીથી પ્રયાગ અને શ્લોક ની સાથે જ નીકળી.
બન્ને કાર હવે અમેરીકા નાં ડીસીપ્લીન્ડ પણ ખુબ હેવી ટ્રાફિક નાં વાતાવરણમાં લગભગ એકાદ કલાક ની ડ્રાઈવ પછી અનુરાગ સર નાં દિકરા શ્લોક નાં આલિશાન હાઉસ નાં ગેટ પાસે આવી ને ઉભી રહી ગઈ.ડ્રાઈવરે તેની કાર માં રહેલા રીમોટ થી જ ગેટ ખોલી નાખ્યો.
ગેટ ની બહાર ની સાઈડ ની દિવાલ પર "અનુરાગ હાઉસ" લખેલુ હતુ.
અદ્દલ અનુરાગ સર ની ઈન્ડીયા ની ઓફીસ માં લખેલુ હતુ તેવી જ રીતે લખેલું હતું.બંગલો યુ.એસ.માં હતો એટલે ઈન્ડીયા જેવો નહી પણ બેઠા ઘાટ નો હતો અને એકદમ વિશાળ હતો.હાઉસ ની અંદર જમણી બાજુ એ વિશાળ લોન હતી.વ્હાઈટ,પરપલ અને ઓરેન્જ કલર નાં ફુલ પવન ની લહેર માં આમતેમ ઝુલી રહ્યા હતા.ગાર્ડનમાં નાની નાની લાઈટો ચમકતી હતી.રાત નો સમય હતો એટલે અંધારૂં હતુ તેમ છતા પણ શાંત વાતાવરણ માં અને લાઈટ ના અજવાળા માં ઘર જીવંત લાગતું હતું. આખુ કંપાઉન્ડ અને ગાર્ડન નીટ એન્ડ ક્લીન હતું. કંપાઉન્ડ વોલ ની ફરતે પણ નાની નાની લાઈટસ નું અજવાળું પથરાયેલું હતુ.પ્રયાગ ની નજર અનુરાગ હાઉસ ની ચારે બાજ ફરી રહી હતી.જ્યારે અદિતી એતો આવુ ઘર સ્વપના માં પણ નહોતું જોયું. કાર તેના પાર્કીંગ મા ગોઠવાઈ ગઈ જ્યારે અદિતી વાળી કાર સીધી ગેસ્ટહાઉસમાં પહોંચી ગઈ હતી અને તેનો લગેજ પણ ત્યાં જ મુકાઇ ગયો હતો અને ત્યારબાદ તે કાર પણ ઘર ના પાર્કિંગ માં મુકાઇ ગઈ હતી.અનુરાગ હાઉસ ની બાજુ માં જ તેમનુ ગેસ્ટહાઉસ હતું જે ફ્કત ખાસ મહેમાનો માટે જ વપરાતુ હતુ.
ડ્રાઈવર ને લગેજ લઈને પ્રયાગ નાં રૂમ માં મુકવાની સૂચના આપીને શ્લોક,પ્રયાગ તથા અદિતી ને સાથે લઈને ઘર ના મેઈન ડોર પર પહોંચ્યો....વેલકમ ટુ અનુરાગ હાઉસ.....પ્રયાગ...કહી ને શ્લોકે ડોરબેલ વગાડતાં જ વ્હાઈટ નાઈટ ડ્રેસ માં સજ્જ,સુશીલ અને સુંદર સ્વરૂપ જેનો એકવળો બાંધો...હતો અને લાંબા કાળા વાળ નો ઘટાદાર અંબોડો બાંધી ને બાકી ના વાળ છુટા રાખ્યા હતા...નમણી દેખાતી સુંદરી નાં ઉપર ના હોઠ ની જમણી બાજુ એ નાનું તલ હતું,જે તેની સુંદરતા માં ચાર ચાંદ લગાવતુ હતુ. ખુબ મૃદુ ભાષી સ્વરા નામની અપ્સરા ની જોડી શ્લોક નામના દેવ જેવા વ્યક્તિ સાથે બરાબર મેચ થતી હતી...તે સ્વરા એ આવી અને દરવાજો ખોલી ને શ્લોક તથા પ્રયાગ નું સ્વાગત કર્યું...જ્યારે અદિતી પણ સાથેજ હતી.
વેલકમ ટુ અવર હોમ...પ્રયાગભાઈ..એન્ડ....અદિતી ની સામે જોઈને સ્વરા બોલી...આઈ થીન્ક તુ અદિતી...રાઈટ ??
યસ...રાઈટ ભાભી....થેન્ક યુ વેરી મચ ભાભી......અને હા...આ છે મારી ફ્રેન્ડ અદિતી...
અદિતી પણ બોલી...થેન્કસ અ લોટ ભાભી...મારું સૌભાગ્ય છે કે હું આજે અંહિ આપના ઘરે છું...મારા જીવન ની આ પળ ને હું આજીવન યાદ રાખીશ...!!
ઓહહ...અદિતી...ડોન્ટ સે..એની થીંગ...બધુંજ ઉપરવાળાએ ગોઠવેલું હોય છે.આપણે તો નિમિત માત્ર બનતા હોઇએ છીએ. એની વે શ્લોક તમે અંદર આવો...અને બે જ મીનીટ પ્રયાગભાઈ અને અદિતી તમે અંહી ઊંબરે જ ઉભા રહેજો,હું આવુ બસ...કહીને સ્વરા ઘર માં ગઈ.... શ્લોક તો ઘર માં આવી ગયો પણ સ્વરા કેમ અને શુ કામ અંદર ગઈ તે ના સમજાયું તેને પણ,પ્રયાગ ને પણ સમજાયું નહોતુ પણ તેને એટલો વિશ્વાસ હતો કે ભાભી જે કંઈ કામ થી ગયા હશે તે સારૂં જ હશે.એટલે તે પણ સ્વરા ની રાહ જોતો ઘર ના ઊંબરે જ ઊભો રહ્યો.થોડીકવાર મા જ સ્વરા ના એક હાથ માં એક ડીસ માં આરતી નો દિવો સળગતો હતો તથા કંકુ અને અક્ષત મુકેલા હતા...અને બીજા હાથ માં તાંબા ના લોટા માં પાણી ભરેલું હતુ...સ્વરા એ આવીને બહાર ઉભેલા પ્રયાગ તથા અદિતી ની આરતી ઉતારી અને તેમના કપાળ પર કુમકુમ તિલક કર્યું અને સાથે અક્ષત લગાવ્યા..અને બંન્ને પર અક્ષત વધાવ્યા. પાણી ભરેલા લોટા થી બન્ને ની નજર ઉતારી અને ડીસ તથા દિવો બાજુ માં મુકી ને બન્રે ના ઓવારણા લીધાં. બસ હવે અંદર આવો બન્ને...
જ્યારે સ્વરા આ વિધી કરતી હતી ત્યારેજ પ્રયાગ ને તેની મમ્મી અંજલિ ની યાદ આવી ગઈ. અંજલિ પણ આમજ પ્રયાગ ને કોઇની નજર ના લાગે એટલે કરતી હતી.પ્રયાગ તથા અદિતી બન્ને ઘરમાં જતા પહેલા જ ઊંબરે ઉભેલા શ્લોક અને સ્વરા ને પગે લાગ્યા.
કોઈને પણ તે વાત નો અંદાજ પણ નહોતો કે આજે અનાયાસે જ પ્રયાગ તથા અદિતી ના સાથે કરેલા આ વધામણાં અને લીધેલા ઓવરણા...તે બન્નેના જીવનમાં કેટલા બધા ફળવા નાં છે.
એક્સ્ટ્રા લાર્જ ડ્રોઈંગરૂમમાં પ્યોર લેધર ના વ્હાઈટ કલર નાં સોફા ની સામે વચ્ચોવચ્ચ મોટુ સેન્ટર ટેબલ પડ્યું હતું જેનાં નીચે ના ભાગ માં બુકસ પડી હતી.બે સોફા ના કોર્નર મા એક કોર્નર ટેબલ પડ્યું હતું. સામેની દિવાલ પર લાર્જ સાઈઝ નું એલ.ઈ.ડી.ટીવી લાગેલું હતું જે દિવાલ ની શોભા વધારતું હતું. ટી.વી.ની નીચે એક લાંબુ અને બેઠા ઘાટ નુ ટેબલ હતુ જેના પર એક્સ બોક્ષ પડ્યુ હતુ.
એક બાજુ ના સોફા પર શ્લોક અને પ્રયાગ બેઠા અને સામે ની સાઈડમાં સોફા પર અદિતી બેઠી.
સ્વરા બધા માટે પાણી લાવી. પ્રયાગભાઈ બોલો શુ લેશો ? ચોકલેટ મિલ્ક ? બોર્નવિટા ?? કૉફી ?? શુ ફાવશે ?? અદિતી તને પણ શુ ફાવશે ?કહેજો જરા...
ના ભાભી....થેન્ક યુ...ખરેખર ટ્રાવેલીંગ માં થોડુ થાકી જવાયું છે...અને એમ પણ હમણાં જ શ્લોક ભાઈ સાથે જમીને જ આવ્યા. થોડીક ઉંઘ લઈશ એટલે ફ્રેશ થવાસે.
સ્વરા અને પ્રયાગ વાતચીત કરતા હતા તે દરમ્યાન શ્લોકે ગેસ્ટહાઉસમાં ફોન લગાવ્યો અને અદિતી નો લગેજ પહોંચ્યો છે કે નહી તેની માહીતી લીધી.
અનુરાગે દિકરા શ્લોક અને સ્વરા નુ જમવાનું બનાવવા માટે મહારાજ રાખ્યા હતા....તે મહારાજ અને તેમની પત્ની સવાર થી સાંજ સુધી ના સમય માં શ્લોક અને સ્વરા નું ચ્હા નાસ્તો અને જમવાનું બનાવતા અને તેમના પત્ની ઘરકામ કરતા હતા.અને રાત્રે ગેસ્ટહાઉસમાં એક રૂમ તેમના માટે ફાળવી હતી તેમાં સુતા હતા અને રહેતાં હતા.
અદિતી...તારો લગેજ તારા રૂમમાં મુકાઈ ગયો છે.તારે અત્યારે કાંઈ ચ્હા નાસ્તો કે કશુ પણ લેવુ હોય તો...કહેજે સરમાતી નહી...અને જો થાકી હોય તો..તારા રૂમ પર જઈ ને આરામ કરજે....કાલે મળીશુ.....શ્લોક ની વાત આમ બરાબર જ હતી.
થેંક્યુ ભાઈ....મને પણ કોઈ ઈચ્છા નથી હાલ તો...અને આઈ થીંક હું મારા રુમમાં જવાનું પસંદ કરીશ.
ઓ.કે. એસ યુ વીસ...અદિતી....અને સાંભળ ...તારે કંઈ પણ વસ્તુ જોઈતી હોય તો મહારાજ તથા તેમના વાઈફ ત્યાં જ રહેછે તેમને કહેજે તો તને વ્યવસથા કરી આપશે...અને કાલે આરામ થી ઉઠજો...પરમ દિવસે ડ્રાઈવર આવશે તુ અને પ્રયાગ બન્ને સાથે જ કોલેજ જઈ ને તમારી કોલેજ ની ફોર્માલીટીઝ પતાવી આવજો.
જી...ભાઈ...થેન્ક યુ વેરી મચ...!! અદિતી હવે તેના રૂમ પર જવા ઉભી થઈ.ઓ.કે.ગુડ નાઈટ...ભાઈ..ગુડ નાઈટ પ્રયાગ..!!
ગુડ નાઇટ અદિતી...શ્લોક અને પ્રયાગ સાથે બોલ્યા.
અરે સ્વરા....જરા અદિતી ને તેના રૂમ સુધી મુકતી આવ ને..પ્લીઝ.
શ્લોક હંમેશા કોઈને ઓર્ડર આપવા કરતા રીકવેસ્ટ જ કરતો...એટલે તે વાત વાતમાં પ્લીઝ કહેતો.
ચાલ...અદિતી હું તને મુકી જઈશ તારા રૂમમાં...કહીને સ્વરા એ અદિતી નો હાથ પક્ડ્યો...અદિતી એ જતા જતા ફરીથી પ્રયાગ ની આંખો માં જોયું...અને કોઈ વાત કરી જાણે...કે. કદાચ બન્ને છેલ્લા ચોવીસ કલાક થી સાથે હતા એટલે મન થી એકબીજાને સમજવા લાગ્યા હતા.
પ્રયાગ.....આવ તને પણ તારો રૂમ બતાવી દઉ...કહીને શ્લોક ઉભો થયો.
બેઠા ઘાટ નાં બંગલો ના ઘર માં ઉપર જવાની સી.ડી પણ તેવી જ હતી. શ્લોક..પ્રયાગ ને લઈને તેના રૂમમાં ગયો. સીમેન્ટ ઈંટો ના ઓછા અને લાકડા ના વધારે ઉપયોગ વાળા ઘર માં બધે કાર્પેટ લાગેલી હતી. પ્રયાગ ના રૂમ ની સાઈઝ પણ ખાસી ૧૫×૧૫ જેટલી હતી..જે અમેરીકા જેવા દેશમાં એક સામાન્ય માણસ નેતો પોસાય જ નહીં.
મોટાં બેડરૂમની સામેની દિવાલ પર ટી.વી.લાગેલું હતું.અને બાજુ ની દિવાલ પર અનુરાગ સર નો એક જુનો ફોટો લગાવેલો હતો,એકબાજુ એટેચ્ડ બાથરૂમ હતું. અને સામે ની દિવાલ પર વોર્ડરોપ હતું જેમાં પહેલા જ પ્રયાગ ની બેગ તથા બીજો લગેજ ગોઠવાઈ ગયો હતો. બેડ ના સાઈડ ટેબલ પર સરસ ફ્લાવર વાસ રાખ્યું હતું. આખુ ઘર સેન્ટરલી એ.સી તથા સેન્ટ્રલી હીટર થી સજ્જ હતું.
શ્લોક પ્રયાગ ને તેના રૂમમાં મુકીને એ.સી તથા હીટર ની સીસ્ટમ સમજાવી ને તેનાં રૂમમાં થી વિદાય લેછે...જ્યારે પ્રયાગ પણ થાકેલો હોય છે એટલે ચેન્જ કરીને સુઇ જાય છે.
*****
લાંબા ટ્રાવેલીંગ ના થાક પછી પ્રયાગ થોડો મોડો ઉઠ્યો હતો આજે.રોજે સવારે સુરજના પહેલા કિરણો નું સ્વાગત ઉષ્મા થી કરતો અને અંજલિ નાં ખોળામાં માથું મૂકીને પ્રયાગ ઝીલતો હતો.તેની વ્હાલી મમ્મી ના ઉઠો બેટા.....નાં સાદ સાંભળ્યા પછી જ તેની સવાર પડતી.આજે જીવન નો એવો પહેલો દિવસ હતો પ્રયાગ નો કે જ્યારે તેની મમ્મી અંજલિ નો અવાજ સાંભળ્યો નહીં...પ્રયાગ ને સવાર સવારમાં જ અંજુ ની યાદ આવી ગઈ...રોજે મમ્મી ઉઠાડે અને બધાય સાથે બેસીને જ ચ્હા અને નાસ્તો કરતા....પણ આજે...?? નથી મમ્મી કે નથી તેનુ ઘર...ભલે અંહિ શ્લોક અને સ્વરા તેનાં મોટા ભાઈ અને ભાભી જેવા જ હતા....પણ.....બસ એ વહાલી મમ્મી નો માથે હાથ નહોતો.
પ્રયાગ મનમાં જ વાતો કરવા લાગ્યો....મમ્મી જો આજે તારો લાડકો એની જાતે ઉઠ્યો છે...હું તને મીસ તો બહુ જ કરુ છું...પણ સમજુ છુ કે હવે ક્યાં સુધી તુ મને એમ જ તારી છત્રછાયામાં રાખતી...? હવે તો મારે પોતાને પણ મારા પોતાના અસ્તિત્વ ને મારી રીતે જ ખીલવવુ પડશેને....તારા સહારે રહીશ તો હું તારો જ આદિ બની જઈશ..તો મારો પોતાનો જ વિકાસ કદાચ રૂંધાત...એક પક્ષી કે પ્રાણી પણ તેનાં બચ્ચાને જન્મ આપે પછી અમુક સમય સુધી જ તેની રક્ષા કાજે તેની સાથે તેને રાખે છે...જ્યારે હું તો માણસ છું...મન માં તારા થી દૂર રહેવાની પીડા તો બહુજ છે...પણ કોણ જાણે કેમ હવે અંહિ આવ્યા પછી મને પણ એમ લાગ્યું કે,જો આ સમયે હું ઘરે થી બહાર ના નિકળ્યો હોત તો કદાચ ક્યારેય ના નીકળી શક્યો હોત....મારી પોતાની જાત ને સમજવા અને દુનિયા શું છે ? તે સમજવા પણ ઘર થી બહાર તો નીકળવું જ પડતું ને...?? બસ હું જ્યાં પણ રહું તારા આશીર્વાદ મારી સાથે રહે..!!
પ્રયાગ ઉઠી ને પોતાની બેગ ખોલી ને ઉભો રહી ગયો...ફરી થી મમ્મી ની યાદ....આવી...રોજે અંજલિ જ પ્રયાગ ના રૂમમાં તે ન્હાવા જાય તે પહેલાં તેના કપડા કાઢી ને આપતી....પરંતુ આજે...તો..
પ્રયાગે જાતે જ બેગ માંથી પોતાનાં કપડાં લીધા....ફ્રેશ થયો...અને નીચે ડ્રોઈંગરૂમમાં આવ્યો..
ભાભી...આપણો પુજા રૂમ ક્યાં છે ??? સ્વરા ને જોઈ ને તરતજ પ્રયાગ પગે લાગ્યો...ઘરે રોજે સૌથી પહેલા અંજુ ને પગે લાગતો હતો પ્રયાગ ...એટલે આજથી મન થી નક્કી કરી લીધુ કે સ્વરા ભાભી અને શ્લોક ભાઈ ને તે તેના મમ્મી પપ્પા ની જેમ માન આપશે...અને પગે પણ લાગશે.
અરેરે.....પ્રયાગભાઈ....આમ પગે...ના લાગો પ્લીઝ..
કેમ ભાભી ?? તમે પણ મારા માટે એટલા જ પૂજનીય છો..જેટલા મારાં મમ્મી પપ્પા...
સ્વરા પાસે કોઈ શબ્દ નહોતાં પ્રયાગ ની રજુઆત સામે....બસ એક સ્મિત સાથે બોલી...પ્રયાગ ભાઈ અંજલિ આન્ટી એ આપેલા સંસ્કાર ને આમજ જાળવી રાખજો બસ.સ્વરા એ બતાવેલી દિશા માં જઈ ને પ્રયાગ ઘર ના મંદિર માં પહેલા અંબાજી માતાજીને પગે લાગ્યો.
પ્રયાગભાઈ ચલો શુ લેશો ?? ચ્હા ? કોફી ? બોર્નવીટા કે બીજુ કંઈ ??
અરે...ભાભી અંહિયા કોણ પીવે છે ? બૉર્નવીટા ...
શ્લોક અને પપ્પાજી બન્નેવ...શ્લોક ને સવારે બોર્નવીટા જ જોઇએ અને જ્યારે પપ્પાજી અંહી આવ્યા હોય ત્યારે તેમને પણ.
ઓ.કે. એક્ચ્યુલી હું પણ સવારે બોર્નવીટા જ લઉં છું...જો મળી જાય તો.
હા તે મળશે જ ને..કેમ નાં મળે ? ચલો ગોઠવાઈ જાવ સામે ડાઈનીંગ ટેબલ પર.તમે ટી.વી જુઓ હું પાંચ જ મીનીટ માં આવુ.
ઓ.કે.ભાભીજી કહી ને પ્રયાગ ડાઈનીંગ ચેર પર બેસી ને ન્યુઝ ચાલુ કરી ને ટી.વી.જોઈ રહ્યો હતો.
પાંચ મીનીટ માં જ સ્વરા એક મોટી પ્લેટ માં નાસ્તો તથા બોર્નવીટા લઈને આવી ગઈ.
અરે...ભાભીજી તમે શુ કામ ?? મહારાજ છે તો ખરા..
તો એમાં શું થઈ ગયું ?? મહારાજ પણ કામ જ કરેછે ને.
સ્વરા એક સામાન્ય પરિવાર માં થી આવી હતી,એટલે તેને કોઈપણ કામ કે કોઈ વાત ની નાનમ નહોતી.અંહીયા આ ઘરે આવ્યા પછી પણ તે પહેલાં જેટલી અને પહેલા જેવી જ સરળ હતી,અને તેને અંહીયા પૈસા અને સમૃધ્ધિ નું જરા પણ અભિમાન નહોતું.
પ્રયાગ ને કંપની આપવા સ્વરા પણ તેની સાથે બીજી ચેર પર બેઠી.પ્રયાગ ને કે સ્વરા ને એકબીજાને ઓળખતા નથી તેવુ બીલકુલ નહોતું લાગતું. બન્ને જણા હસતા હસતા વાતો કરતા હતા.પ્રયાગે સ્વરા સાથે વાતો કરતા કરતા પોતાનો નાસ્તો અને બોર્નવીટા પતાવ્યું.
ભાભીજી એક વાત કહુ ?
હમમમ બોલો ને ભાઈ....શુ હતું ?
એક્ચ્યુલી ઘરે હું,મમ્મી અને પપ્પા દરરોજે સાથે જ નાસ્તો અને ડીનર લેતા હતા.અને આમજ દરરોજે વાતો કરતા હતા.એટલે આજે મને પણ અંહીયા ઘર જેવું જ લાગે છે.
તે આ ઘર જ છે ને તમારું...!! ત્યાં ઘરે આન્ટી અને અન્કલ છે...અંહીયા ભાઈ છે અને ભાભી છે.
હમમમ..સાચી વાત ભાભીજી...
આપણું ગેસ્ટહાઉસ કઈ બાજુ છે ભાભીજી ??
ત્યાં બહર જુઓ...સામે એક ગ્રાઉન્ડ દેખાય તેની ક્રોસ માં જે નાનો બંગલો છે તે જ આપણું ગેસ્ટહાઉસ છે.
અચ્છા....આટલું નજીક મા જ છે ?
હમમમ...મહારાજ ત્યાં જ રહેછે અને ક્યારેક કોઈ ગેસ્ટ આવ્યા હોય તે ત્યાં રહે.અને આમ તો ઓફીસ પણ નજીકમાં જ છે.સ્વરા બધુ સમજાવતી હતી પ્રયાગ ને. અનુરાગ ગ્રુપ ની ઓફીસ પણ ઘર થી નજીકમાં જ હતી.
ઓ.કે.ધેટ્સ ગ્રેટ ભાભી...શ્લોકભાઈ ને શાંતિ ને તો....ઓફીસ નજીકમાં જ એટલે જવા આવવા માં ઇઝી પડે.
હા...એ સાચુ પ્રયાગભાઈ.
ભાભી હું જરા બહાર ગાર્ડન માં બેઠો છુ થોડીકવાર.
ઓ.કે.પ્રયાગભાઈ તમારે ન્યુઝ પેપર જોઈએ તો જેકી ને કહેજો તે આપી જશે.જેકી એટલે શ્લોક ના ઘરે રહેતો તેમનો ઘરઘાટી જેવો માણસ હતો જે ઘરે બેકયાર્ડ માં એક નાના ક્વાટર્સમાં રહેતો હતો અને સ્વરા નુ ઘરકામ કરતો હતો.
પ્રયાગ બહાર ગાર્ડન માં ગયો જ્યાં ગોઠવેલી ચેર માં તે બેઠો જ્યાં નાં ખુશનુમા વાતાવરણ માં જાત જાતનાં ફુલો હતા,મોટા ગુલાબ નાં છોડ હતાં જેની પર ગુલાબ ના ઝુમખા હતા.
મોટી લોન હતી...અને મેપલ નુ મોટુ ઝાડ હતું.
પ્રયાગ ને ખુરશી માં બેસતા જ પોતાના ઘર ના ગાર્ડન ની યાદ આવી ગઈ..એ હિંચકો અને તેના પર તેની મમ્મી સાથે બેસી ને કરતો હતો તે વાતો....બધુ યાદ આવવા લાગ્યું....શુ કરતી હશે ઘરે મમ્મી ??


******* (ક્રમશ:)***********

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED