જીંદગીની સફર DIVYESH ZANZMERA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

જીંદગીની સફર

જીંદગીની સફર ભાગ-ર


જય શ્રી કૃષ્ણ મિત્રો, વડીલો અને આદરણીય મિત્રો વર્ષમાં કુલ ૩૬૫ દિવસ હોય છે અને તેના અનુસંધાનમાં આપણે ૪૦ વર્ષનું આયુષ્ય ધારીએ તો કુલ ૨૫,૫૦૦ દિવસની ગણતરી થાય. આ ૨૫,૫૦૦ દિવસમાં દરેક દિવસની શરૂઆતથી અંત સુધીમાં કંઇક એવી ઘટના બનતી જ હોય છે, જે આપણા જીવનમાં સૌ-પ્રથમવાર બનતી હોય છે. આ દરેક ઘટનાનો મેળાપ થાય છે ત્યારે જીવન બને છે. ત્યારે આવી જ એક ઘટના હું તમારી સમક્ષ રજૂ કરવા માંગું છું.

સોમનાથ મંદિરના પાછળનાં ભાગમાં ગાર્ડન હતો અને એકાદ-બે બાંકડા હતા. શિયાળાનો સમય હતો. દરિયાના મોજાની સાથે શિયાળાનો ઠંડો પવન પણ મંદિરની દિશામાં વહી રહ્યો હતો. ખાસ કોઈ માણસ નહોતું. એટલે હું ત્યાં એક ખાલી બાંકડો હતો ત્યાં બેઠો, બે મિનીટ માટે આંખો બંધ કરી. કુદરતી પવનને માણ્યો. શ્વાસોશ્વાસની ક્રિયા કરી ત્યારે એવું લાગ્યું કે, આજે પહેલી વખત કુદરતી હવાને શરીરમાં લીધી અને શરીરનાં દરેક અવયવોને શાંતિ મળી. કેમકે સુરતની ભાગદોડમાં ખબર જ નથી પડતી કે શ્વાસ ક્યારે લઇએ છીએ અને કયારે કાઢીએ છીએ અને લઇએ છીએ તો પ્રદુષણવાળો. આજે પ્રથમ વખત શુદ્ધ હવાનો અનુભવ થયો. બે મિનીટ બાદ આંખો ખોલી, શ્વાસ છોડીને શાંતિથી બેસી ગયો. આજુબાજુ જોયું, મારી જેમ બીજા પ્રવાસીઓ પણ આ પવનનો લ્હાવો લઇ રહ્યાં હતાં.

મારી બાજુમાં બાંકડાની બીજીબાજુ એક ઉંમરવાળી સ્ત્રી, કદાય મારી બાની ઉંમરની વ્યક્તિને બેઠેલા જોયા. તે પણ મીઠી હવાનો લ્હાવો લઇ રહ્યાં હતાં. હું તેમની સામે જ જોઈ રહ્યો હતો. એટલે તેમણે ગરદન હલાવીને મારી સામે જોયું. તેમણે મીઠુ સ્મીત ફરકાવ્યું. મેં પણ સામે સ્મીત કર્યું.

આશરે ૧૫ થી ૨૦ મિનીટ સુધી હું ત્યાં બેઠો. એ દરમિયાન બે સ્ત્રી તેમની પાસે આવી. તેમણે મરૂન કલર જેવી સાડી પહેરી હતી. તેમણે ધીમેકથી પેલા દાદીને કંઇક કહ્યું. એ દાદીએ હકારાત્મક ભાવમાં માથું હલાવ્યું. પેલી બે સ્ત્રીઓ ચાલી ગઇ. તે દરિયામાં દૂર દ્રષ્ટિ નાંખીને જોઇ રહ્યાં. વાતાવરણ શાંત હતું. આકાશમાં પક્ષીઓ લ્હૈરતા હતાં. જમીન પર દરીયાનાં મોજા કંઇક નવું જ સંગીત રેલી રહ્યાં હતાં અને મંદિરના આવાસમાં લોકો તેનો લ્હાવો લઈ રહ્યાં હતાં.

ત્યાં મેં ધીમા અવાજે તેમનાં તરફ સરકોને પૂછયું. “તમે સોમનાથમાં રહો છો ?”

તેમણે તરત પોતાની નજર મારી તરફ કરી, પાછું સ્મિત કર્યું અને હકારમાં માથું હલાવ્યું.

“તો તમને ખ્યાલ હશે કે, સોમનાથ થી દ્વારકા જવા માટે બસ કે ટ્રેન કયારે ઉપડશે ?”

થોડો વિચાર કર્યા બાદ : “તમને વેરાવળથી એક ટ્રેન મળશે જે રાત્રે ૧૧:૦૦ વાગ્યે ઉપડે છે. જે દ્વારકા અને ઓખા સુધી લઇ જશે. બસ તો હવે નહિ મળે.”

(ત્યારે સાંજે ૬ વાગ્યા હતા. માટે... )

“સારું, તમારો આભાર.”

અમે એ બાંકડા પર બેઠા તેને આશરે એક કલાક થયો હશે. તેથી મને લાગ્યું કે, આ દાદી આટલા લાંબા સમય થી આ રીતે આ અવસ્થામાં શા માટે બેઠા હશે ? તેથી મેં તેમને પૂછયું.

“તમે સોમનાથ માં ક્યાં રહો છો ?”

આ વખતે તેમણે પોતાનું ધ્યાન મારા તરફ દોરવ્યું અને કહ્યુ

“બસ આ મંદિરથી એકાદ-બે કિલોમીટર દૂર આશ્રમ છે. ત્યાં હું રહું છું.”

આ સાંભળીને મેં કહ્યું.

“આશ્રમ ! કેમ આશ્રમમાં ?”

તેણે મારા તરફ જોયું અને સ્મિત સાથે કહયું.

“અમે ત્યાં ઘણી બધી સ્ત્રીઓ સાથે રહોએ છીએ. કોઈ અપરિણિત તો કોઈ વિધવા સ્ત્રીઓ. ભગવાનની પૂજા-અર્ચના કરીએ છીએ અને આધ્યાત્મિક જીવન જીવીએ છીએ.

“મને માફ કરજો! પણ મેં આવું કયાંય જોયુ નથી. પણ ..... (વિચારમાં )...જવા દો આ વાતને તમારી ખાસી એવી ઉંમર લાગે છે. તમે મને મારા જીવન માટે અથવા મારા જીવનની સફર માટે ઉપયોગી બને તેવી કોઈ સલાહ, સૂચન આપી શકશો ?”

એ ઘણાં ઓછા બોલા વ્યક્તિ હતાં. એટલે તેમણે મારા માથા ઉપર હાથ ફેરવ્યો. તેમનો હાથ મારા માથા ઉપર અડતા જ એક ચમત્કાર થયો. બાહ્ય નહિ, પરંતુ એક આંતરિક ચમત્કાર. મારી આંખો બંધ હતી.

આ સમયે મારું શરીર તો એજ જગ્યાએ સ્થિર હતું. પરંતુ, હું માનસિક રીતે અન્ય જગ્યાએ ગયો, જે થયું, જે માણ્યું, તેને શબ્દોમાં વ્યક્ત કરવું એ અઘરું છે. પણ થોડુંજ કહેવાની કોશીષ કરું.

આ સમયે મને જે સ્ત્રી દેખાઈ તેનો યહેરો સમયાંતરે બદલાતો રહ્યો. હજારો વ્યક્તિ દેખાયા, પ્રાણી દેખાયા, અને તમામ જીવોનું એક એવું ચક્ર દેખાયું, જે ફરતું જ રહેતું હતું. જન્મ અને મૃત્યુનું ચક્ર, બાળપણ, જવાની અને વૃદ્ધાવસ્થાનું ચક્ર, નવજાત બાળકના ચહેરો દેખાયો, લૂંટારાનો ચહેરો દેખાયો, પ્રેમ કરતાં યૂગલનો ચહેરો દેખાયો, સમાગમ કરતું યુગલ દેખાયું, દુઃખમાં ગમગીન થયેલી સ્ત્રીનો ચહેરો દેખાયો, એક દારૂડિયો પતિ તેની પત્નીને મારી રહ્યો હતો,કતલખાનામાં બળદ, ગાય, ભેંસ અને બકરીનાં કપાયેલાં મસ્તક જોયાં, એવી સ્ત્રીનો ચહેરો જોયો જેમાં તેણી પોતાનાં એક વર્ષના દિકરા માટે પોતાનું શરીર વેચી રહી હતી, એવી સ્ત્રીનો ચહેરો દેખાયો જેમાં સમાજે તેને તરછોડી દીધી હોય.અગ્નિ સામે રક્ષણ કરતી સ્ત્રી દેખાઇ, સ્વાર્થમાં ડૂબેલી સ્ત્રી દેખાઈ, બીમારીમાં હિંમત હારી ગયેલી સ્ત્રી દેખાઈ, અસ્થિર મગજની સ્ત્રી દેખાઈ, પોતાની આંખે એક પુરૂષનું ખૂન થતાં જોયું, તો ક્યાંક પ્રેમમાં ગળાડૂબ વ્યક્તિ દેખાયું, મૃત્યુનો અર્થ દેખાયો. સ્ત્રી દેખાઈ જે પોતાનો ગમ છુપાવવા માટે મધપાન કરી રહી હતી,જીવનનો અર્થ દેખાયો, તો કયાંક મહાન પુરૂષોનાં પુસ્તકો, શબ્દો અને આચરણ દેખાયાં. આમ પ્રકૃતિની આખી રચના દેખાઇ જે જીવી ગયાં અને તેનો અનુભવ જેમને ઘણું શીખવી રહ્યાં હતાં.

મેં આંખો ખોલી, તેણીએ હાથ લીધો પછી હું શાંતિથી બાંકડા ઉપર બેસી ગયો. ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી કે, તેમણે માત્ર પાંચ સેકન્ડ માટે જ મારા માથા પર હાથ મૂક્યો હતો. આ વિચારીને મેં આંખો બંધ કરી. થોડું સ્મરણ કર્યું.

આંખો ખોલીને બાજુમાં જોયું તો તે ત્યાં નહોતાં. મેં આગળ પાછળ જોયું, પણ તે ક્યાંય દેખાયા નહિં. એટલે હું મંદિરનાં આવાસ માંથી બહાર આવ્યો. ત્યાં એક પોલીસ સ્ટેશન હતું. ત્યાં જઇને મેં પૂછ્યું.

“સર અહીં કોઇ આશ્રમ છે ? જયાં ઘણી બધી સ્ત્રીઓ રહેતી હોય ?”

તેમણે મને રસ્તો બતાવ્યો, હું ત્યાં ૫ મિનીટમાં પહોંચી ગયો.

આશ્રમમાં પ્રવેશ કર્યા. ત્યાં ઘણી બધી સ્ત્રીઓ અવર-જવર કરી રહી હતી. તેમાંથી એકને મેં પૂછયું.

“અહીં એક દાદી રહે છે, જે મોટી ઉંમરના છે. ચશ્મા પહેરે છે અને ઓછું બોલે છે. મને તેમનું નામ ખબર નથી, પરંતુ હું તેમને સોમનાથ મંદિરમાં મળ્યો હતો. હું તેમને મળવા માંગું છું.”

થોડું વિચાર્યા બાદ તે બોલ્યાં,

“કદાચ એ લક્ષ્મી બા, પાછળના ગાર્ડનમાં જ મળ્યા હશે. તેની જ વાત કરો છો ને?”

મેં કહ્યું, “હા”.

“આજે તો એ તમને નહિ મળી શકે, કારણકે હાલમાં આરતીમાં હશે અને પછી સત્સંગમાં.”

તેઓ કામમાં વ્યસ્ત હતાં એટલે મને આશ્રમમાં બીજી સ્ત્રીને મળવા કહ્યું તેમનું નામ જશોદા બા હતું.

હું આશ્રમમાં ફરતો ફરતો જશોદા બા સુધી પહોંચી ગયો. તેમણે મને જોઇને સ્મિત કર્યું, અને પૂછયું, “બોલ દિકરા, શું જોઇએ છે.”

“મને માફ કરજો, પણ હું સોમનાથ મંદિરમાં બાને મળ્યો હતો. તેનું નામ લક્ષ્મી બા જાણવા મળ્યું. હું તેમના વિશે જાણવા માંગુ છું. તેમણે મારા માથા પર હાથ મૂકયો અને મને જીવન ચરિત્ર દેખાયું. જેને હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. પણ એવું જરૂર કહી શકું કે જાણે કોઇ પરમ પુરૂષોત્તમ વ્યક્તિ સાક્ષાત દેખાયા હોય.”

આ સાંભળી તેમના સ્મિતમાં વધારો થયો. જે રૂમમાં અમે બેઠા હતાં, ત્યાં અમારા સિવાય બીજુ કોઈ હતું નહિ, એટલે મેં તેમને ફરી વિનંતી કરી કે હું તેમનું જીવન ચરિત્ર જાણવા માંગુ છું.

અમારા બંને વચ્ચે થોડા સમય સુધી સંવાદો ચાલ્યાં. ત્યારબાદ તેમણે મારી સામે લક્ષ્મી બાની જીવન ગાથાના પાના ફેરવ્યાં.

જશોદા બાએ મને તેમના વિશે ઘણું કહ્યુ .

“લક્ષ્મી બાનું ૮૬ મું વર્ષ ચાલે છે. તે સૌરાષ્ટ્રનાં જે ગામમાં જન્મ્યા હતાં, ત્યા તે સમયે ભૂખમરો ચાલી રહ્યો હતો. લક્ષ્મી તેના પિતાની ચોથી દિકરી હતી. બાળપણથી જ તેમને સત્સંગ અને આરતી ગાવાનો ઘણો શોખ હતો. નવરાશના સમયે તે ભોળાનાથનું સ્મરણ કર્યા કરતી. તેના પિતાએ નવ વર્ષની ઉંમરે તેની સગાઇ કરી દીધી. સત્તર વર્ષની ઉંમરે પરણાવી દીધી. સામાજિક જીવનમાં પ્રવેશતાની સાથે જ તેના ઉપર ઘરની જવાબદારી વધવા લાગી. સત્સંગ માટે પણ તે વધારે સમય ન આપી શકતી. ઘણી વખત તેનો પતિ દારૂ પીને ઘરે આવતો અને કારણ વગર ઢોર માર મારતો. ૧૯ વર્ષની વયે તેને ત્યાં દિકરાનો જન્મ થયો. . ઘર ખુશ હતું. ત્યારબાદ તે પૂજા-અર્ચના માટે ઘણો સમય ફાળવવા લાગી. તેથી તેનો પરિવાર રુઠયો. ૨૧ વર્ષની ઉંમરે તેણે એક દીકરીને જન્મ આપ્યો. તેનો પરિવાર લક્ષ્મીને ત્રાસ આપવા લાગ્યો. આમ ઘરમાં કંકાશ વધવા લાગતા લક્ષ્મી અને તેની દીકરીને ઘર માંથી કાઢી મૂકયાં. લક્ષ્મી બે દિવસ ગામમાં રખડી. તેના પિતાને જાણ થતાં જ તે લક્ષ્મીને ઘરે લાવ્યા. પોતાના પરિવારે તો તેને તરછોડો દીધી હતી. તેમને પોતાનો દીકરો પણ ન આપ્યો. પિતાના ઘરે થોડા દિવસો સુધી સારુ રહ્યું.

તેની દિકરીને કમળો થયો. સરખી સ્વાસ્થ્ય સુવિધા ન મળતા તેનું મૃત્યું થયું. પિતાના ઘરમાં પણ કંકાશ વધવા લાગ્યો. તેને પણ ઘર માંથી કાઢી મૂકી.લક્ષ્મી તો ઘરની રહી ન તો પરિવારની રહી કે ન તો સમાજની. આ બધુ સહનકર્યા પછી તેને જીવનમાં દુ:ખ સિવાય બીજું કશું દેખાયુ નહિ એટલે તેણે દરિયામાં આપઘાત કરવાનું વિચાર્યું. તે આપઘાત કરવા જઈ રહી હતી ત્યારે તેને એક વૃદ્ધ સ્ત્રીએ રોકી. જે પહેલા આ જ આશ્રમમાં રહેતા હતાં. તેમણે લક્ષ્મીને જ્ઞાન આપ્યું, આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા આપી. આજે લક્ષ્મી બા જ આ સંસ્થાને ચલાવેછે.”

મેં તેમનો આભાર માન્યો. મને લાગતું નથી, કે હવે મારે કશું કહેવું જોઇએ. આવું જીવન પંથ મેં અગાઉ કયારેય જોયું નહોતું. આથી જ આ સફરને હું અહી પૂર્ણ કરૂ છું.

જય શ્રી કૃષ્ણ