કઠપૂતલી - 19 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઠપૂતલી - 19

સવારમાં મીરાં જલદી ઉઠી ગઈ હતી.
એનુ મન ઉદ્વિગ્ન હતુ
ઉચાટ ધેરી વળેલો.
એનુ અસ્તિત્વ જાણે છીન્ન ભિન્ન થઈ રહ્યુ હતુ.
કારણ જેનો ડર હતો એ જ થયુ હતુ.
તરુણને અબઘડી મળવુ પડે એમ હતુ. અને એનો કોલ હતો.
એના પતિ અને ઠમઠોરનુ મૃત્યુ કોઈ પૂર્વ નિયોજિત પ્લાનિંગથી થયુ હતુ.
જે લોહીથી ચિતરાયેલા કઠપૂતળી નામના અક્ષરો ચિસ પાડીને કહેતા હતા કે હજુ મર્ડર થવાના હતા.
કરણના મર્ડર પછી મીરાં ઓરિસ્સાથી આવી.
એજ દિવસે રેલ્વેસ્ટેશને મીરાંને તરુણ મળેલો.
અગાઉથી જ કોલ કરી એણે જાણી લીધેલુ કે એ કઈ ગાડીમાં આવી રહી છે.
મીરાંને ઉતરેલી જોઈ તરુણ એની સમિપ ધસી ગયો.
મીરાંના ચહેરા પર પરેશાની અને શોક મિશ્રિત ભાવો હતા.
તરૂણને જોઈ એ ભડકી ગઈ હતી.
ગુસ્સોતો એનો ફોન આવ્યો ત્યારે જ આવેલો પણ બધી ભડાશ રસ્તામાં કોની પર કાઢવી..?
એટલે તરૂણને જોતાંજ એનો પિત્તો ગયો.
કમસે કમ આવા સમયે તો મને બક્ષવી હતી..
પ્લિઝ યાર... ! લીસન મી..!
એ વાત હમણા નથી છેડવી.. પણ મારે તને એક ઈમ્પોર્ટન્ટ વાત કરવી છે..
તરુણે એણે વર્તી જતાં કહ્યુ.
"બોલ મારી જોડે સમય ઓછો છે..!"
"આમ ઉભાં ઉભાં વાત ન થાય.. સિરિયસ મેટર છે..!"
"ઓકે ચાલ.. સામે આઈસ્ક્રીમ પાર્લર પર...!"
તરુણને કે મીરાં આઈસ્ક્રીમ ખાવાના મૂડમાં નહોતાં. છતાં પણ ઈચ્છા વિરુઘ્ઘ આઈસ્ક્રીમ લીધી.
મીરાંની સામેની ચેર પર બેસતાં તરૂણે કહ્યુ.
"તારા પતિના મર્ડરમાં મોટો જોલ છે..!"
"એમ? શુ હુ કઈ સમજી નઈ..?"
"તુ ભલે ન સમજી પણ અમે સમજી ગયા છીએ..!
બે મર્ડર થયા.. બન્ને અમારા ગૃપના મિત્રો હતા.
અને દિવાર પર કઠપૂતળી લોહીથી ખૂનીએ લખ્યુ છે..
મતલબ કે એ અમને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો છે..!
"તમને મતલબ..?"
"તુ અમને પાંચેયને સારી રીતે ઓળખે જ છે.. સારા માઠા પ્રસંગોએ આપણે મળીએ જ છીએ..!"
ઓહ માય ગોડ..!
મીરાંના ગોરા ચહેરા પર પરસેવો વળી ગયો.
કઠપૂતળીનુ રહસ્ય એની આંખમાં ઉજાગર થઈ ગયેલુ.
કરણદાસ... ઠમઠોર, પૂરુષોત્તમ,તરૂણ અને લીલાધર
ઠમઠોરના ધરે એના પૂત્ર દુશ્યંતના લગ્ન પ્રસંગે મીરાં બધા મીત્રોને મળેલી..
મીરાં એટલુ જાણતી હતી કે પાંચ મિત્રો અચાનક ઓરિસ્સાનુ એ નાનકડુ ગામ છોડી અચાનક સુરત આવી ગયેલા.
પણ રૂબરુ કોઈને પ્હેલાં મળવાનુ થયેલુ નઈ..
તરૂણને પણ પ્હેલી વાર ત્યાંજ મળેલી..
ગાટીલુ હસ્ટપુષ્ટ બદન અને તરુણનો આકર્ષક દેખાવ.. ગોરો વાન કામૂક આંખો અને સૂટબૂટની લોભામણી અદની છટા મીરાંને આકર્શી ગઈ..
આમ પણ એ સ્વચ્છંદી હતી. રંગીન મિજાજી હતી.
એટલે ઝડપથી તરૂણની નજીક આવી.
તરુણના ઘાટિલા શરીરને ભોગવવાના અભરખાએ એને મીરાંને એક મોટી આફતમાં ધકેલી દીધેલી.
"હવે તારે એક ખાસ કામ કરવાનુ છે..!"
મીરાંની વિચાર માળા તૂટી.
ફરી એના મુખમાં કડવાશ વ્યાપી ગઈ.
બકી નાખ...!
ફરી ફરીને તુ એ જ વાત પર આવી જાય છે..! મારો કહેવાનો ભાવાર્થ હજુ સમજી નથી..??"
મીરાં એક પણ શબ્દ બોલ્યા વિના પ્રશ્નાર્થ નિગાહે એની સામે જોવા લાગી.
તુ તારી રીતે ઈમિડેટલી એક પ્રાયવેટ જાસૂસ રોકી તારા પતિના મર્ડર કેસની તપાસ કરાવ..!
કેમકે મને હવે ડર લાગી રહ્યો છે...!"
મીરાંના ચહેરા પર જાણે એનાથી છૂટકારો થવાનો હોય એવો સંતોષ ઝલકવા લાગ્યો.
છતાં અત્યારે ઈરાદો ન હોવા છતાં તરુણનુ કહ્યુ કરવુ એની મજબૂરી હતી.
ઠીક છે.. હુ એક પ્રાયવેટ ડીટેક્ટિવને બોલાવી લઉં છું..!"
અત્યારેજ ફોન કરી દે..!
એને ભોગવીને પૈસા પડાવતો રહેલો તરુણ આવો ડરપોક હશે એની એને કલ્પના નહોતી..
એને ભીતરે ખુશીનુ ઘોડાપૂર ઉઠેલુ પણ એણે ચહેરા પર વર્તાવા દીધુ નહી.
મીરાંએ સમિરને ફોન કરી અબઘડી સુરત પહોંચવા તાકીદ કરી.
હવે જાઉ..! મારા હસબંડની અંતિમવિઘી બાકી છે..
જા.. પછી મળીએ...!
મીરાંના ચહેરા પર અણગમો દેખાય એ પહેલાં નાના ઉંઘી ગયેલા પૂત્રને લઈ ત્યાંથી ભાગી હતી.
સમીરે જ્યારે મીરાંને કહ્યુ કે રક્ષાબંઘન નો દિવસ તરુણ માટે છેલ્લો દિવસ હશે ત્યારે રાહત થયેલી.
અલબત ઉચાટ ઘણો હતો એની સાથેના અનૈતિક રિલેશનની ક્લિપો હતી એની પેનડ્રાઈવમાં જે હાથવગી કરવી જરૂરી હતી.
એને આખી રાત ઉંઘ નહોતી આવી.
એની ઘારણા મુજબ જ તરુણનો 5 વાગે કોલ આવ્યો.
ચૂપ ચાપ એ હંસા માસીને છોકરો સુપરત કરી નીકળી ગઈ..
સમિર ત્યાં પહોંચે એ પહેલાં કોઈ પણ રીતે પેનડ્રાઈવ કબ્જે કરી લેવી હતી.