કઠપૂતલી-18
રક્ષાબંધનનો દિવસ..
રસ્તાઓ પર ઉતરી આવેલુ રંગોનુ વિશ્વ..
ભાઈ બહેનના હેતની હેલીના સંધાણની સુંગધમાં ફેરવાઈ જતી ક્ષણોનુ વિશ્વ...
ભરતી અને ઓટથી છલકાઈ ઉઠતા ઓવારાનુ અપ્રિતમ આંખમાંથી નિતરતુ લાવણ્ય દર્શાવતાં મંજરોથી મકાનો ધર બની જતાં હતાં.
કામધંધાથી ધમકતાં નગરો આ દિસવે સાચા અર્થમાં જીવનને ધબકતુ કરી દેતાં.
આવા પવિત્ર દિવસે ભાવવિભોર દ્રશ્યોમાં ખલેલ પાડવી સમિરને દિઠેય પસંદ નહોતુ.
પણ સવાલ મીરાંના કેસનો હતો.
પોતાની લાગણીઓને પુરવાર કરવાનો હતો.
સંજોગો વિરુધ્ધ હતા.
લાગણીઓની છણાવટ થઇ ગયેલી ને છતાં સમિરની રાત્રીઓ વર્ષો સુધી ભીંજાતી રહેલી.
જીવન ધબકતુ હતુ અહેસાસ એનો જિવંત હતો.
એટલેજ આજે જૂનૂન હતુ.
કશુ મેળવવાનુ નહી પણ એની તકલિફમાં સધિયારો બની જવાનુ. એટલે જ્યારે એનો કોલ આવ્યો સમીર નીકળી પડયો હતો. શું થયું એ હારી ગયો હતો તો ? જિંદગીમાં બધું મેળવી લેવું એનું જ નામ તો પ્રેમ નથી ને.. ક્યારેક પ્રિયજનની ખુશી માટે આપણી ખુશીઓનું બલિદાન આપવું પડે છે. એનો પડ્યો બોલ જીલી લેવાનુ.
એ જૂનુન એને ખુની સુધી દોરી લાવેલુ. એનું પર્સનલ ઇન્વેસ્ટિગેશન શશક્ત હતું એટલે જ સમીર હત્યારાની લગોલગ પહોંચી ગયો હતો. એનાથી માત્ર હાથવેંત છેટું હતું . આજે તો કોઈપણ હિસાબે ખૂનીને દબોચી લઈ પોતાની પ્રિયતમાને નિહાલ કરી દેવાનો.
રક્ષાના કવચ હેઠળ હત્યા થઈ જવાની ભીતિએ એને સજાગ કરી દિધેલો. પર્વ પણ એવું હતું કે બહેન ના નામે આવેલી કોઈ પણ સ્ત્રી ને એને મળતાં રોકી શકાય એમ જ ન હતી. જે થઇ રહ્યું હતું એ સારા માટે થઈ રહ્યું હતું. શી ખબર આ મહાન પર્વ ખૂની માટે કાળો દિવસ સાબિત થઈ જાય.. ?
ધૂંધટ ઓઢીને પ્રવેશેલી સ્ત્રીની પાછળ બહાર ઉભેલા પોલિસ વાળાઓની નજરમાં ન આવી જાય એમ સમિર પાછળના દરવાજેથી લપક્યો.
એકલવાયા ધરમાં પ્રવેશેલી એ સ્ત્રી જે પ્રમાણે ધરમાં ભાગી રહી હતી. એવું લાગી રહ્યું હતું મકાનના નકશા થી એ સંપૂર્ણપણે જ્ઞાત હતી.
પાછળ એક બિંબની ઓથ લઈ ઉભેલા સમિરના પેટમાં ફાળ પડી.
"ક્યાંક હું તો ગડથોલુ નથી ખાઈ ગયો ને..?"
મનોમન બબડ્યો.
જો કે હવે ઉંબરો ઓળંગી જ દીધો છે તો હકીકતને એક નજરે જોઈ લેવામાં વાંધો શુ હતો..?
આટલી સાહજિકતાથી અજાણ્યા ધરમાં કોઈ ડગ ન માંડે..
આવી નિર્ભિક ચાલ ધરથી પરિચિત હોય એની જ સંભવી શકે .
જો એવુ બન્યુ હોય તો.. ખૂની એ સંપૂર્ણ નકશો મગજમાં ફિટ કરી લીધો હોવો જોઈએ. તો અને તો જ આટલી સિફતથી નીડરતા સાથે એણે એકદમ ઘરમાં મૂક્યા હોય..
એ ફરી માત આપી ગયો એ નક્કી હતુ.
આગન્તુક ખૂની હોય તો જ પોતાની દોડધામ સાર્થક ગણાય..
પેલી સ્ત્રી અર્ધ ખુલ્લા દ્વારને અઢકેલી એક કમરામાં પ્રવેશી..
એની પાછળ જ સમિર હતો.
ક્યાંય કશો અણસાર વર્તાતો નહોતો.
ઘરમાં જાણે કે સ્મશાની શાંતિ પ્રવર્તતી હતી.
ઘર સાફ સુથરૂ હતુ પણ.. આવો સન્નાટો કેમ..?
સમિરનુ મન અકળાયુ.. કંઈક અજૂગતુ બન્યાની એંધાણી એની જાસૂસી ખોપડી કળી ગઈ હતી
ભીતરે પ્રવેશવુ કે કેમ એની ગડમથલની ગુંચ ઉકેલે એ પહેલાં ભીતરેથી એક ચીસ સંભળાઈ..
સમિર સફાળો છલાંગ લગાવી અંદર કૂદી પડ્યો.
ભીતરનુ દ્રશ્ય જોઈ એના હોશ ઉડી ગયા. એના માટે એક એવો નજારો તૈયાર હતો જે એના દિમાગની નસોને તંગ કરવા માટે પૂરતો હતો. જેટલું પણ વિચાર્યું હતું જે તમામ વાતોના આ એક જ દ્રશ્ય જોયા પછી કુરચે કુરચા ઊડી ગયા. જાણે કે એક જબરજસ્ત વિસ્ફોટે એના દિમાગને ધણધણાવી મૂક્યું...
ગુજરાતી એને પોતાની એક હાથની મુઠ્ઠી નો મૂકો બીજા હાથની હથેળીમાં માર્યો