પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 45 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 45

આપણે આગળ ના ભાગ માં જોયું કે અંગદ ,આર્દ્રા ,અવિનાશ અને વિશ્વા ,એ દિવ્ય અશ્વ ની મદદ થી અશ્વત્થ ના ચમત્કારી વૃક્ષ સુધી પહોચી જાય છે.વૃક્ષ પાસે પહોચ્યા બાદ ઘણી વાર સુધી શોધખોળ કર્યા બાદ તેઓ ને એ જાદુઇ માર્ગ વિષે જાણ થાય છે ,જેના પર દિવ્ય અશ્વ ના પગ ના નિશાન હોય છે.ત્યારબાદ તેઓ એ માર્ગ થી પૃથ્વી ના પેટાળ માં આવેલી એક અલગ જ દુનિયા માં પહોચી જાય છે.જે આબેહૂબ માયાપુર જેવી જ દેખાઈ રહી હતી ,ત્યાં એમની મુલાકાત એક નીલાંજના નામની સ્ત્રી સાથે થાય છે.નીલાંજના એમને આ જગ્યા નું નામ કાયાપૂર બતાવે છે અને એ પણ જણાવે છે કે કાયાપૂર અને માયાપૂર માં શું સમાનતાઓ છે.અને સાથે સાથે એ લોકો ને માયાપૂર પહોચાડવા નું વચન પણ આપે છે.

ક્રમશ: .......

અંગદ : નીલાંજના જી ...શું આપ અમને માયાપૂર સુધી પહોચવામાં મદદ કરી શકશો ?

નીલાંજના : અવશ્ય ... મે જણાવ્યુ ને કે કાયાપૂર પણ અનેક રહસ્યો થી ભરેલું છે.હું તમને માયાપૂર સુધી જવામાં મદદ કરીશ પરંતુ મને એવું લાગે છે કે પહેલા તમારે નઝરગઢ જવાની જરૂર છે.

અંગદ : નઝરગઢ... કેમ ?

નીલાંજના : મને એવું લાગે છે ...માયાપૂર જતી વખતે તમારે નંદિની ને પણ સાથે લઈ જવી જોઈએ .

વિશ્વા : પણ કેમ ?

નીલાંજના : જે રીતે તમે મને જણાવ્યુ કે તમે જેને શોધવા માયાપૂર જઈ રહ્યા છો એ પૃથ્વી અને નંદિની એકબીજા વગર અધૂરા છે. બની શકે માયાપૂર માં કોઈ એવી પરિસ્થિતી ઉત્પન્ન થઈ જાય કે તમારે નંદિની ની આવશ્યકતા પડી જાય.

આર્દ્રા : નીલાંજના ઉચિત કહી રહ્યા છે. આપણે નંદિની ને પણ લઈ જવા જોઈએ.

અવિનાશ : હા પરંતુ નઝરગઢ જવા માટે ખૂબ સમય વ્યર્થ થઈ જશે.

નીલાંજના : તું કેમ ભૂલી જાય છે અવિનાશ .... કે તમે કાયાપૂર માં છો ?

અવિનાશ : તમારો કહેવાનો મતલબ છે કે અહી પણ ...

નીલાંજના : હા ...કાયાપૂર પણ એવા અનેક ગુપ્ત માર્ગ થી ભરેલું છે ,જેવા માયાપૂર માં હતા ,મતલબ કે અહી થી નઝરગઢ જવાનો માર્ગ પણ છે.

આર્દ્રા : ઠીક છે તો આપણે હાલ જ નઝરગઢ જવા રવાના થઈ એ.

અંગદ : એક ક્ષણ આર્દ્રા ....... હજુ એક કામ શેષ છે.

અવિનાશ : કયું કામ ?

અંગદ : આર્દ્રા એ જ્યારે મને કેદ માથી આઝાદ કર્યો ત્યારે અમે એકબીજા ને વચન આપ્યા હતા ,આર્દ્રા મને પૃથ્વી ને શોધવા માં મદદ કરશે અને હું એને સારંગ દેશ ને સદાય માટે દુશ્મનો થી સુરક્ષિત કરવામાં મદદ કરીશ.

અવિનાશ : કઈ રીતે ?

અંગદ : આર્દ્રા ઈચ્છે છે કે .... સારંગ પણ માયાપૂર ની જેમ સદૈવ માટે આ દુનિયા થી અદ્રશ્ય થઈ જાય જેથી કોઈ એને સરળતા થી શોધી ના શકે .

અવિનાશ : શું એ શક્ય છે ,નીલાંજનાજી ?

નીલાંજના વિચાર માં પડી ગયા.

આર્દ્રા અને બીજા બધા આતુરતા થી એમના ઉત્તર ની રાહ જોઈ રહ્યા હતા.

નીલાંજના : આખા નાગર ને અદ્રશ્ય કરવા માટે એક વિશેષ મંત્ર અને અખૂટ ઉર્જા ની જરૂર છે ,ભૂતકાળ માં માયા અને કાયા બંને બહેનો પાસે એવી પ્રચંડ ઉર્જા હતી,આજે એટલી જાદુઇ શક્તિ અને ઉર્જા એકઠી કરવી થોડી મુશ્કેલ છે.... હા એટલું અવશ્ય કહી શકાય કે આ કામ અશક્ય નથી ... પરંતુ સરળ પણ નથી.

થોડીક વાર માટે શાંતિ છવાઈ ગઈ.

થોડીક વાર બાદ અંગદ એ મૌન તોડ્યું ..

અંગદ : આર્દ્રા ..... તે અમારી ખૂબ જ મદદ કરી છે, હું મારી સંપૂર્ણ શક્તિ નો ઉપયોગ કરી ને આ કામ માં તારી મદદ કરીશ.

“હું પણ .....” પાછળ થી અવિનાશ એ પણ હુંકાર કરી.

અવિનાશ : અને એટલું જ નહીં મારા બહેન સ્વરલેખા ,અને મારી મિત્ર મનસા અને માતા અરુણરૂપા પણ આ કામ માં મદદ કરશે.

નીલાંજના :આશા છે ... આટલા લોકો ની ઉર્જા અને શક્તિ આ મંત્ર ના સફળ થવા માટે પર્યાપ્ત રહેશે.

આર્દ્રા ના આંખો માં ઝળઝળિયા આવી ગયા.

આર્દ્રા : તમે લોકો એક બીજા ના સગા પરિવાર ના સભ્યો ના હોવા છતાં એક બીજા સાથે આત્મા થી જોડાયેલા છો .હું ખુશનસીબ છું કે મને એક આવા પરિવાર ના અતૂટ સંબંધ જોવા મળ્યા.

વિશ્વા : જો તું ઈચ્છે તો તું પણ આ પરિવાર નો હિસ્સો બની શકે છે.

અંગદ એ આંખો મોટી કરી વિશ્વા સામે જોયું.અવિનાશ હસી પડ્યો. આર્દ્રા એ પણ મંદ સ્મિત રેલાવ્યું.

અંગદ : આર્દ્રા ...બની શકે હવે થી આગળ ની યાત્રા દુર્ગમ હોય શકે ... તું ચાહે તો અહી થી વિરામ લઈ શકે છે.

આર્દ્રા : તું મને જેટલી કમજોર સમજે છે એટલી છું નહીં ,અને એટલી સ્વાર્થી પણ નથી ,અને યાદ રાખ મે તને પૃથ્વી સુધી પહોચાડવા નું વચન આપ્યું છે.એ પહેલા તને મારા થી છૂટકારો મળે એમ નથી ,એમ પણ હજુ હું તમારા સંપૂર્ણ પરિવાર ને મળી નથી.

અંગદ એ હસી ને માથું હલાવ્યું.

વિશ્વા એ અવિનાશ ને એક બાજુ ખેંચ્યો અને કાન માં કીધું

વિશ્વા : અવિનાશ ....તે તો મને આવા વચન કોઈ દિવસ આપ્યા નથી.

અવિનાશ : મને અવસર જ નથી મળ્યો.

નીલાંજના : હવે જો દરેક વાત નું સમાધાન થઈ ગયું હોય તો નઝરગઢ તરફ જઈએ ?

આર્દ્રા : હા ...અવશ્ય.

નીલાંજના ચાલવા લાગ્યા ...બધા એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા.

ચાલતા ચાલતા તેઓ ...કાયાપૂર ના મુખ્ય માર્ગ પાસે પહોચી ગયા.ત્યાં થોડું ચાલ્યા બાદ નીલાંજના એક દીપ દંડ પાસે પહોચ્યા ,આ દીપદંડ આખા માર્ગ પર બંને બાજુ લાગેલા હતા જે ...મુખ્ય માર્ગ પર અંધકાર માં પ્રકાશ પાથરી રહ્યા હતા.

એ દીપદંડ પાસે જઈ ને એ થોડી વાર ઊભા રહ્યા.

નીલાંજના : અહી જ છે ... નઝરગઢ નો માર્ગ.

આર્દ્રા એમની પાસે ઊભી રહી ગઈ ....

આર્દ્રા : બધે જ કાયાપૂર માં થોડી ગરમી છે ..જ્યારે આ દીપદંડ પાસે તો જાણે હિમવર્ષા થઈ રહી હોય એવી ઠંડક છે.

વિશ્વા પણ ત્યાં આવી ,અને આંખો બંદ કરી ને હવા ને મહેસુસ કરી.

વિશ્વા : આ તો નઝરગઢ ની હવા છે ..... અદ્ભુત.

નીલાંજના : મે કહ્યું ને કાયાપૂર ,રહસ્યો થી ભરેલું છે.

નીલાંજના એ નેત્રો બંધ કરી ને મંત્ર નો ઉચ્ચાર શરૂ કર્યો....

થોડીક વાર માં ધડાકા ભેર . જાણે બરફ ની ડમરી ઊડી હોય એવી હવા ફૂંકાવા લાગી અને નઝરગઢ નો દ્વાર ખૂલી ગયો.

બધા એકદમ હર્ષિત થઈ ગયા અને નઝરગઢ માં પ્રવેશ કરી ગયા.

પલભર માં જાણે વાતાવરણ પલટાઈ ગયું.

કાયાપૂર નો દ્વાર બંધ થઈ ગયો,ચારેબાજુ બસ બરફ ની ચાદર છવાયેલી હતી.

અંગદ : નઝર ગઢ માં આપનું સ્વાગત છે આર્દ્રા અને નીલાંજના જી.

વિશ્વા .....બધા ને એમના ઘર તરફ લઈ ગઈ.

અને ઘર નો દ્વાર આવતા ઊભી રહી ગઈ.

અવિનાશ : કેમ થોભી ગઈ વિશ્વા ?

વિશ્વા ; મે નંદિની ને વચન આપ્યું હતું કે “જ્યાં સુધી પૃથ્વી ની કોઈ ખબર તારા સુધી નહીં લાવું ત્યાં સુધી હું તારી સમક્ષ નહીં આવું”.

અવિનાશ : પરંતુ તે તો તારું વચન પૂરું કર્યું છે.હવે થી આપણે માયાપૂર પણ જઈ શકીશું ,તો હવે શાનો ડર છે ?

વિશ્વા ; છતાં પણ ... હું ...

આર્દ્રા એ વિશ્વા ના ખભા પર હાથ મૂક્યો

આર્દ્રા : મને નથી લાગતું કે એ તમારા થી નફરત કરે છે , બસ એમનું અપાર દૂ:ખ અને પીડા ,ક્રોધ અને આક્રોશ બની ગયો છે.જ્યારે એ આ વાત જાણશે . એ પણ તમારા મુખ થી એમનું અડધું દૂ:ખ તો એમ જ ઓછું થઈ જશે.

વિશ્વા એ ઊંડો શ્વાસ ભર્યો.

અને બધા ઘર માં પ્રવેશી ગયા.

સ્વરલેખા બધા ને જોઈ ને ખુશ થઈ ગયા ...ખાસ કરી ને અંગદ ને ...એને જોઈ ને ભેટી પડ્યા.

સ્વરલેખા : આમ કોઈ ને પણ કહ્યા વગર ક્યાં ગયો હતો ...કેટલા સમય થી અમે ચિંતા માં હતા.

મનસા અને અરુણરૂપા પણ ત્યાં જ હતા એ પણ બધા ને મળ્યા.

ઉપર ની સીડી પર થી કોઈ ના નીચે ઉતરવાનો અવાજ આવ્યો.

બધા એ ઉપર જોયું તો વીરસિંઘ હતા.

વીરસિંઘ ને જોઈ ને વિશ્વા ભાગી ને એમને ગળે લાગી ગઈ.એ પણ અંગદ ની જેમ વર્ષો બાદ પાછા ફર્યા હતા.

બધા એકબીજા સાથે મળી લીધા બાદ એ બધા નો પરિચય આર્દ્રા અને નીલાંજના સાથે કરાવ્યો.

અને સમગ્ર વાત બધા ને જણાવી અને માયાપૂર જવાનો માર્ગ પણ.

અવિનાશ : અંગદ અને વિશ્વા તમે બંને નંદિની ને નીચે લઈ આવો.

વિશ્વા હજુ પણ થોડી ડરેલી હતી .અંગદ એ એનો હાથ પકડ્યો અને બંને નંદિની ના કક્ષ માં ગયા.

અંગદ એ અંદર પ્રવેશ કર્યો ....નંદિની ની હાલત જોઈ ને એના આંખો માથી આંસુ આપોઆપ નીકળવા લાગ્યા.

નંદિની એક અંધારા ખૂણા માં એક લાશ ની જેમ પડી હતી.એના વિખરાયેલા વાળ અને સુજેલી આંખો થી એ વિકૃત ભાસી રહી હતી.અંગદ ભાગી ને ગયો અને એને ઊભી કરી.

અંગદ : નંદિની ... આ શું હાલત કરી નાખી છે તે ?

નંદિની એ મુશ્કેલ થી થોડી આંખો ખોલી

નંદિની : ક. ...કોણ ? પૃથ્વી .......

અંગદ : હું છું નંદિની ...અંગદ ...

નંદિની : અંગદ ? તું આવ્યો ...

અંગદ : હા ....નંદિની ...હું આવ્યો ..અને તારા પૃથ્વી ની ખોજ પૂરી થઈ ગઈ ....

પૃથ્વી નું નામ સાંભળતા જ નંદિની ... ની અડધી ખુલ્લી આંખો ...આખી ખૂલી ગઈ.

અંગદ : એ માયાપૂર માં જ છે ...અને આપણ ને ત્યાં જવાનો માર્ગ પણ મળી ગયો છે.

આ સાંભળી નંદિની સફાળી ઊભી થઈ ગઈ.

નંદિની : શું કહ્યું તે ? પૃથ્વી ...

નંદિની ના આંસુ પણ સુકાઈ ગયા હતા ...સાત વર્ષ થી પૃથ્વી ના વિરહ માં નંદિની ના શરીર માં થી આંસુ પણ ખૂટી પડ્યા.

ધીમેક થી વિશ્વા એ રૂમ માં પ્રવેશ કર્યો.

નંદિની એ તરફ જોયું ....વિશ્વા કઈ બોલી શકી નહીં ...નંદિની અંગદ ના ટેકા થી ઊભી થઈ ....તૂટક તૂટક પગલાં ભરી ને એ વિશ્વા પાસે પહોચી.અને બસ વિશ્વા ને ગળે લગાવી લીધી.

વિશ્વા પણ પોતાની ભાવનાઓ કાબૂ કરી શકી નહીં ...વર્ષો થી જે આંસુ ઓને બધાની સમક્ષ છુપાવની કોશિશ કરી રહી હતી ... એ આખરે પોતાનો માર્ગ કરી ને બહાર આવી જ ગયા.

બંને વચ્ચે કોઈ સંવાદ ના થયો બસ ગળે લાગી ને અશ્રુઓ વહાવતા રહ્યા ....કેટલીક વાર અમુક વાત કહેવા માટે શબ્દો ની જરૂર હોતી નથી.

અંગદ અને વિશ્વા,નંદિની ને સહારો આપી ને નીચે લઈ આવ્યા.

આજે સાત વર્ષ બાદ નંદિની પોતાના કક્ષ માથી બહાર આવી હતી ...એ જોઈ ને બધા જ ખુશ થઈ ગયા.

સ્વરલેખા એ નંદિની ને ગળે લગાવી ... આજે વર્ષો બાદ નંદિની ના ચહેરા પર થોડુક હાસ્ય હતું ...

વિશ્વા આર્દ્રા પાસે ગઈ

વિશ્વા : તે સત્ય કહ્યું હતું હતું ...આર્દ્રા ,નંદિની મારા પ્રત્યે નફરત નથી કરતી ...તું જ જોઈ લે ..આજે પૃથ્વી ની ખબર માત્ર થી અમારી નંદિની વર્ષો બાદ મુસકાઈ છે.

આર્દ્રા : સાચે જ .... પૃથ્વી અને નંદિની નો પ્રેમ અમર છે.મૃત્યુ પણ એમને છૂટા પડી શકે એમ નથી.

વિશ્વા : હા પરંતુ ....શું માયાપૂર માં પૃથ્વી મળી જશે ? કારણ કે હવે નંદિની એનો વિરહ સહન નહીં કરી શકે ...

આર્દ્રા : મને પૂર્ણ વિશ્વાસ છે ... તું ફક્ત સકારાત્મક વિચાર રાખ.પૃથ્વી માયાપૂર માં જ છે.

વિશ્વા એ હલકું સ્મિત રેલાવ્યું.

બધા એ દિવસ ત્યાં ઘર માં રોકાયા. બીજા દિવસ પ્રાતકાળ માયાપૂર જવાનો આગ્રહ રાખ્યો ...કારણ કે નંદિની ને સામાન્ય કરવી આવશ્યક હતી .

સ્વરલેખા એ નંદિની ને થોડું ભોજન કરાવ્યુ.એને નવા વસ્ત્રો ધારણ કરાવ્યા ,શૃંગાર કર્યો....નંદિની ની વિકરાળ રૂપ હવે સુંદર લાગી રહ્યું હતું.

પ્રાતઃકાળ થયો..

અવિનાશ ,વિશ્વા ,અંગદ ,આર્દ્રા ,નીલાંજના ,સ્વરલેખા ,અરુણરૂપા,મનસા,નંદિની,વીરસિંઘ બધા જ કાયાપૂર ના માર્ગ પાસે પહોચ્યા.

નીલાંજના એ મંત્ર નો ઉચ્ચાર કર્યો ....પુનઃ ધડાકા ભેર કાયાપૂર નો દ્વાર ખૂલ્યો.

બધા જ અંદર પ્રવેશ કરી ગયા.

દ્વાર બંદ થઈ ગયો.

સ્વરલેખા : આ કાયાપૂર છે ?

નીલાંજના : હા

સ્વરલેખા : બિલકુલ માયાપૂર જેવુ જ પ્રતીત થાય છે.

અરુણરૂપા : હા ....બિલકુલ જાણે એ જ છે.

અવિનાશ : નીલાંજના જી માયાપૂર નો દ્વાર ક્યાં છે.

નીલાંજના : માયાપૂર અને કાયાપૂર એકબીજા સાથે જોડાયેલા છે એટ્લે એનો કોઈ માર્ગ નથી એ એકબીજા ના પ્રતિબિંબ છે.

અંગદ : મતલબ ?

નીલાંજના : મતલબ હું તમને સમજાવીશ નહીં ....બતાવીશ ....

આર્દ્રા : શું ?

નીલાંજના : ચાલો મારી સાથે.

નીલાંજના બધા ને એમની સાથે લઈ ગયા કાયાપૂર માં એક મુખ્ય મહેલ હતો જેવો માયાપૂર માં હતો ... બધા એ મહેલ માં પ્રવેશ્યા ..મહેલ ની છત પર એક મોટો વિશાલકાય અરીસો રાખેલો હતો.

બધા એ અરીસા ની સામે ઊભા રહ્યા. પણ એમાં એ લોકો નું પ્રતિબિંબ નહોતું ...એના બદલે એવું લાગતું હતું જાણે એ જ અરીસા નો પાછળ નો મહેલ નો હિસ્સો હોય એવું લાગતું હતું.એ પણ જર્જરિત હાલત માં.

વીરસિંઘ : વિચિત્ર વાત છે ... આ અરીસા માં તો ...

નીલાંજના : આપના પ્રતિબિંબ ના બદલે બીજું જ કઈ દેખાઈ રહ્યું છે.

વિશ્વા : હા ... શું છે આ ?

નીલાંજના : જે તમને આમાં દેખાઈ રહ્યું છે એ જ માયાપૂર છે.

બધા જ ચકિત થઈ ગયા.અને આશ્ચર્ય થી એકબીજા સામે જોવા લાગ્યા.

નીલાંજના : હા ... સત્ય છે ....એ માયાપૂર જ છે ... આ એક માયાવી અરીસો છે ,જેની રચના કાયા એ કરી હતી ... જેથી એ પોતાની બહેન માયા પર નઝર રાખી શકે અને એના વિરુધ્ધ ષડયંત્ર રચી શકે.અને આ મહેલ પણ આબેહૂબ માયાપૂર ની જ પ્રતિકૃતિ છે ... પણ આ પ્રતિબિંબ પર થી સ્પષ્ટ છે કે ...માયાપૂર તબાહ થઈ ચૂક્યું છે ...

એ સાંભળી નંદિની ના શ્વાસ અધ્ધર થઈ ગયા.

અવિનાશ : પરંતુ એ પણ તો સ્પષ્ટ છે ... કે માયાપૂર હજુ પણ અસ્તિત્વ માં છે ...આ મહેલ જર્જરિત જ ભલે પણ એમ જ અડીખમ રહેલો છે.

નીલાંજના : હા એ ભયંકર વિનાશ થી ... માયાપૂર માં થી સંપૂર્ણ માયા ખત્મ થઈ ગઈ ,જેથી ત્યાં જવાના બધા જ દ્વાર બંદ થઈ ગયા.

આ દ્વાર જ બચી ગયો કારણ કે આ કાયાપૂર ની માયા થી જોડાયેલો હતો.

બસ થોડીક સમસ્યા છે.

અંગદ : શું ?

નીલાંજના : આ અરીસો ...અહી થી જ માયાવી છે ...માયાપૂર માં ફક્ત એક સાધારણ અરીસો છે . જેથી આ દ્વાર ફક્ત અહી થી જ ખૂલી શકે ...ત્યાં થી નહીં ....અને આ અરીસો ફક્ત એક જ વાર ખૂલી શકશે ....એક વાર બંદ થઈ ગયા બાદ હું તમને ત્યાંથી પાછા નહીં લાવી શકું.

અવિનાશ : આ તો ખૂબ જ ગંભીર સમસ્યા છે ... માયાપૂર નું જાદુ ખત્મ થઈ ચૂક્યું છે ..એટ્લે પાછો આવવાનો પણ આ એક જ માર્ગ છે.

નીલાંજના : મારા મંત્ર આ અરીસા ના માર્ગ ને સાત દિવસ સુધી ખુલ્લો રાખી શકશે ,તમારે આજ થી સાત દિવસ સુધી માં પૃથ્વી ને શોધી ને લાવો પડશે.

નંદિની : સ્વીકાર છે ....હું મારા પૃથ્વી ને સાત દિવસ નહીં ...સાત પ્રહર માં જ શોધી લઇશ.

વિશ્વા : નંદિની ઉચિત કહે છે ... આપણે એને સાત દિવસ માં શોધી લઈશું.

નીલાંજના : ઠીક છે.

બધા અરીસા થી દૂર ખસી ગયા.

નીલાંજના એ તીવ્ર અવાજ થી મંત્ર નો ઉચ્ચાર શરૂ કર્યો.મંત્ર નો ઉચ્ચાર ખૂબ ચાલ્યો પણ દ્વાર ખૂલી રહ્યો નહતો.

અંગદ અને અવિનાશ પણ એક બીજા સામે જોઈ રહ્યા હતા.બધા ને મન માં શંકા ગઈ કે આ માર્ગ ખુલશે કે નહીં ?

અચાનક એક તીક્ષ્ણ અવાજ સાથે જાણે મોટો ધડાકો થયો અને અરીસા ના ઉપર ના ભાગે થી પાણી ના ધોધ વહેવા લાગ્યા.

નીલાંજના : દ્વાર ખૂલી ગયો છે ...શીઘ્રતા કરો.

બધા એક એક કરી ને અંદર ઘૂસી ગયા.

અવિનાશ જ બહાર હતો.અને કઈક વિચારી રહ્યો હતો.

નીલાંજના : પૃથ્વી ત્યાં જ હશે અવિનાશ ... મને વિશ્વાસ છે ..તું એને શોધી લઇશ ....યાદ રાખજે ...આજે સાતમ નો ચંદ્રમા છે ....આવતા પુર્ણિમા ના ચંદ્ર એ આ દ્વાર હમેશા માટે બંદ થઈ જશે.

અવિનાશ : આપનો ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું,.

નીલાંજના મંદ મુસ્કાયા.

એટલું કહી અવિનાશ પાણી ના ધોધ માં કૂદી ગયો.

ક્રમશ: ......

નમસ્કાર વાચક મિત્રો ...

આપના અદ્વિતીય પ્રતિસાદ માટે આપ સૌ નો ખૂબ ખૂબ આભારી છું.આશા છે કે આ ભાગ માં પણ આપના અમૂલ્ય પ્રતીભાવ આપશો .અને આ નવલકથા ને લગતા કોઈ પણ સવાલ આપ પૂછી શકશો .આપના સલાહ સૂચનો સદાય આવકાર્ય રહેશે.આ ભાગ આપ સુધી પહોચવામાં જે પણ વિલંબ થયો એના માટે દિલગીર છું .પૃથ્વી નવલકથા નો આગળ નો ભાગ ટૂંક સમય માં પ્રકાશિત થશે.

આભાર.