Tol Mol ke Bol books and stories free download online pdf in Gujarati

તોલ મોલ કે બોલ

તોલ મોલ કે બોલ

તમે કેટલું બોલો છો ?...અરે આ શબ્દો વાંચીને આશ્ચર્ય થયું ને ? આપણે કેટલું બોલીએ છીએ તેની આપણને ક્યાં ખબર જ હોય છે. બોલવાની શરૂઆત થાય પછી ખુબ ઓછા લોકો બોલવાનું બંધ કરી શકતા હોય છે. ઘણાને તો બોલવાનું બંધ કરવું જ નથી હોતું. એ તો એવું જ સમજે કે હું બોલુંને બધા સાંભળે. માનવપ્રકૃતિ જ એવી છે કે આપણને સાંભળવું ગમતું નથી પણ બોલવું જ ગમે છે. આપણે હમેશા એવું જ માનીએ છીએ કે આપણી પાસે એટલું જ્ઞાન છે જેટલું કોઈ પાસે નથી અને આપણે તે બીજાને આપવા માટે તત્પર હોઈએ છીએ.

મોટાભાગે આપણે શું બોલતા હોઈએ છીએ તેનાથી સજાગ હોતા નથી. આપણે કોઈ કઈ પૂછે થોડું એ કહીએ ઝાઝું. શું તમે એવા નથી? તમે થોડું જ બોલો છો એમ ! સારું, તો વિચારો કે કોઈ તમને કઈ પૂછે તો તમે કેટલો અને કેવો જવાબ આપો છો ? જી હા ! તમે કેવી રીતે અને શું બોલીને જવાબ આપો છો એ જાણો છો? તમારો જવાબ કેટલા વાક્યોમાં કે કેટલા શબ્દોમાં હોય છે? દરેક વ્યક્તિ જે શબ્દોનો ઉપયોગ કરીને બોલે છે તેનાથી તેના જ્ઞાનની તો ખબર પડે જ છે પણ બીજી ઘણી બાબતોની માહિતી મળે છે.કારણકે તમે જે જવાબ આપો છો એ પણ તમારા વ્યક્તિત્વનું મહત્વનું પાસું છે. તમે કેવી રીતે જવાબ આપો છો તેના પરથી તમારી વિચારસરણી અને જીવનની તમારી ફીલોસોફીનો અંદાઝ લગાવી શકાય છે.તમે કોઈને કઈ સવાલ પૂછો તો ઘણા લોકો જરૂરી હોય એટલો જવાબ પણ આપતા નથી તો ઘણા લોકો તમે પૂછો તેનાથી ઘણું વધારે તમને જણાવી દેતા હોય છે. તમને જયારે કોઈ કઈ પૂછે છે ત્યારે તમને જે પૂછવામાં આવ્યું છે એટલું જ કહો છો કે કઈક વધુ કહો છો કે ઓછું કહો છો? આ ત્રણ શક્યતામાંથી તમે ક્યાં પ્રકારમાં આવો છો? એ જાણવું જરૂરી છે. પણ શું એવું બને છે કે કોઈ તમને પૂછે તો તમે કઈ બોલતા જ નથી. સામાન્ય રીતે કોઈ કઈ પૂછે તેનો જવાબ તો આપવો જ જોઈએ. તમે જવાબ આપવા માટે ક્યાં શબ્દો અને કેવો વોઈસ ટોન ઉપયોગ કરો છો એ બધી વાત પછી આવે પરંતુ તમારે જવાબ આપવો અનિવાર્ય છે. હવે શું એવું છે કે કોઈ પૂછે નહી તો પણ તમે તેમને બધું કહી ડો છો? તો ખાસ વાત યાદ રાખી શકો કે કોઈ કઈ પૂછે જ નહી તો સામેથી બધું કહેવા માટે શરુ થઈ જશો નહી . તમને ખબર નહી હોય કે સામેવાળી વ્યક્તિને કદાચ તમને સાંભળવામાં રસ છે કે નહી. હા ! તમે કઈ જગ્યા એ અને કોના સવાલોના જવાબ આપો છો તે પણ મહત્વનું તો છે જ, પણ વધુ મહત્વનું છે કે “તોલ મોલ કે બોલ”. તમે શબ્દો જોખીને બોલી શકો છો એટલે કે એક વાક્યમા પણ જવાબ આપી શકાય અને દસ વાક્યમાં પણ જવાબ આપી શકો છો. પણ જવાબ તો જરૂર આપો. એ તમારી પોતાની પસંદગી હોય પણ જયારે તમે કોઈએ પુછેલ સવાલનો જ્વાબ નથી આપતા ત્યારે તમે ખુદ વધુ નુકસાન રહો છો. જવાબ તેના સમયે જ આપો તો તેની અસર વધુ થાય છે કારણ કે પાછળથી બોલવાથી કે કહેવાથી તેની સાચી અસર થઇ શક્તિ નથી. જો તમે કઈ બોલતા નથી તો તમારા વ્યક્તિત્વને અંતર્મુખી સમજવામાં આવશે અને જો સવાલ પૂછ્યા પછી જવાબ મોડો આપો છો તો તક હાથમાંથી જતી રહી શકે. તમે વારંવાર આવું કરો એટલે કે કોઈ પૂછે છતાં તમે જવાબ આપો નહી તો એવું બને કે કોઈ તમને સવાલ પૂછે જ નહી. લોકો એવું માનવા લાગશે કે તમને કઈ ખબર પડતી નથી અથવા તમને પૂછવાનો કોઈ અર્થ નથી કારણકે તમે જવાબ તો આપતા નથી. આજે દરેક વ્યક્તિને અનેક સવાલોના જવાબ જોતા હોય છે એટલા ઘણીવાર તમારી પાસેથી જવાબ મળતા હોય તો પણ લોકો તમારી સાથે બોલવાનું પસંદ કરતા હોય છે. જરૂરી હોય એટલું તો બોલો જ અને જો “કેટલું જરૂરી છે?” એ ખબર ના પડતી હોય તો ઓછું બોલવાનું પસંદ કરી શકો છો.

તમે કોને જવાબ આપી રહ્યા છો એ વાત પણ ધ્યાનમાં રાખી શકો છો. પ્રશ્ન પૂછનાર વ્યક્તિને આધારે પણ તમે નક્કી કરી શકો કે જ્વાબ કેટલા શબ્દોમાં આપવો. જો તમે તમને પૂછવામાં આવતા સવાલનો જરૂરી હોય એટલો જવાબ પણ બોલતા નથી તો લોકો જરૂરી હશે એ વાત પણ તમને પૂછશે નહી. ઘણી વ્યક્તિ કે જગ્યાએ તમને કઈ પૂછે તેની રાહ જોયા વગર વાત કરી લેવી જોઈએ. તમે સમય અને સંજોગને ધ્યાનમાં રાખીને મૌન રહેતા હો તો પણ જરૂર જેટલું બોલો કારણકે તમે તે સંજોગો કે વ્યક્તિને સમજો છો તેની જન તમારા બોલવાથી જ અન્ય લોકોને સમજાશે. તપાસો તમારી જાતને, શું તમે કોઈ પૂછે એ પહેલા જવાબ આપી દો છો કે પૂછ્યા પછી પણ વિચારો અને જવાબ આપો છો? તમે કોઈ પણ વાનગીમાં જેટલું નમક નખાતું હોય એટલું જ નખાય એવી રીતે જ્યાં જેટલું જરૂરી હોય એટલું તો બોલવું જ જોઈએ. એટલે ચુપ પણ ના રહો અને બક બક પણ ના કરો. જ્યાં જરૂરી છે ત્યાં બોલો અને જ્યાં ઓછું જ બોલવું જોઈએ ત્યાં ઓછું બોલો અને જ્યાં ચુપ રહેવું જોઈએ ત્યાં આંખોથી પણ બોલી શકો છો. જેમને જીવનમાં કે કરિયરમાં તોલ મોલ કે બોલતા આવડે તેમને સફળતાની સીડી ઝડપથી ચડતા સમય નથી લાગતો. આજે આપણે અનેક લોકો ને અનેક જગ્યાએ બોલતા સાંભળીએ છીએ. આજે શબ્દોનું અને બોલવાનું જે મહત્વ છે એટલું પહેલા ક્યારેય હતું નહી. એવું કહું તો પણ વધુ નહી કહેવાય કે આજે જેમને બોલતા આવડે છે તે કોઈ પણ જગ્યાએ કિંગ બની શકે છે. તમે સોશિયલ મીડિયા પર બોલો છો કે કોઈ પ્રિન્ટ મીડિયામાં કહો છો, તેનાથી કઈ ફેર પડતો નથી પણ તમે બોલો છો એ બતાવે છે કે તમે તમારા વિચારો રજુ કરી શકો છો. પહેલા એવું હતું કે લોકો એક ખાસ ડીગ્રી મેળવતા ત્યારે અથવા વધુ પૈસા કમાઈ લેતા ત્યારે લોકોનું ધ્યાન તેમના તરફ જતું પણ આજે તો જેમને બોલતા આવડે છે તેમના તરફ બધાનું ધ્યાન તો જાય જ છે.

પણ હા ! માત્ર બોલવાની વાત નથી પણ જોખીને જરૂરી હોય તેટલું સમયસર બોલતા આવડે તે મહત્વનું છે. ખુબ સરળ લગતી આ કળા વિકસાવવી અઘરી પણ છે અને સહેલી પણ છે બસ તમને શબ્દોને જોખતાં અને બેલેન્સ રાખતા આવડવું જોઈએ. શબ્દોની યોગ્ય પસંદગી અને યોગ્ય અવાજનો રંગ તમારી આવડતને ચાર ચાંદ લગાવી શકે છે. તમારી આસપાસ ઘણા ઉદાહરણો હાજર છે બસ તમે શું બોલવા માગો છો એ નક્કી કરો. તમારો ધ્યેય શું છે ? જોખીને બોલવું અને તે પણ યોગ્ય શબ્દોની પસંદગી કરીને બોલવું , ખરેખર અઘરું છે પણ અશક્ય નથી વળી આજે યુવા દીલોનો અવાજ સાંભળવા તો દુનિયા તૈયાર જ છે. આજે ઓડીયન્સ શોધવા જવું પડે તેમ નથી તો થઇ જાઓ તૈયાર અને શીખો બોલતા! જો એક્સપર્ટ પાસેથી શીખવું હોય તો અમારો સમ્પર્ક કરી શકો છો. અમે દરેક યુવા જેમને પોતાના સ્વપ્નો પુરા કરવા માટે બોલવું છે તેમને શીખ્દાવીએ છીએ તેમજ બોલવા માટેનું પ્લેટફોર્મ પણ આપીએ છીએ. તમે જે માધ્યમથી અમારા સુધી પહોચો છો એ “માતૃભારતી” પણ તેનું સારું ઉદાહરણ છે. શબ્દોને વાચા આપો અને દુનિયા પર રાજ કરો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED